ચાલો મારી સાથે. – (3) – ઉત્કર્ષ મઝુમદાર


ચાલો મારી સાથે. – (3) –  ઉત્કર્ષ મઝુમદાર

વાત તો એવી કરેલી કે શેક્સપિયરને પોરો ખાવા દઈએ પણ પછી પ્રતિભાવ મળતા જોઈને થયું શું કામ પોરો ખાવા દઈએ. શેક્સપિઅર  મહારાજ ના નથી પાડવાના પછી શું વાંધો છે એટલે દાવડાના આંગણાના વાચકો માટે આ સૌ નવો નક્કર લેખ કે જે અગાઉ ક્યાં છપાયો નથી તે મોકલું છું. આશા રાખું છું કે આ પણ ગમશે.  હું મૂળે નાટકનો કલાકાર છું.  પ્રેક્ષકો જેમ જેમ દાદ આપતા જાય તેમ તેમ અમે ખીલતા જઇયે અમે. તમારો પ્રતિભાવ મારુ શેર લોહી ચઢાવશે.

આગળ જેમ જાણ્યું કે સ્ટ્રેટફોર્ડ અપોન એવોન શેક્સપિઅરની જન્મભૂમિ ને કર્મભૂમિ તો લંડન, તો આજે લંડનમાંના એના થિયેટરની વાત માંડું.  અહીં જે થિયેટર સાથે એ સંકળાયેલા  તેનું નામ ગ્લોબ થિયેટર.  ઈ.સ. 1599 માં  થોમસ બ્રેન્ડ ની માલિકીની જમીન પર ‘ધ લોર્ડ ચેમ્બરલિન્સ મેન’ નામની કંપની જે તેના નાટક ભજવતું તેણે  આ થિયેટર બાંધ્યું.

આ થિયેટરના ભાગીદારો બધા અભિનેતાઓ જ હતા. કુલ્લે છ ભાગીદારો હતા. રિચાર્ડ બુરબાગે જે એના સમયનો માત્ર ગ્લોબનો જ નહિ પરંતુ થિયેટરની દુનિયાનો સૌથી વધુ લોકપ્રિય કલાકારોમાંનો એક  હતો તેનો અને એના મોટાભાઈ ક્થબેર્ટ બુરબાગે જે પોતે પણ એક સફળ અદાકાર હતો તેમનો ચાર ચાર આની ભાગ હતો એ શું કામ તે પછી જણાવીએ. ઓગસ્ટિન ફિલિપ્સ ,જ્હોન હેમિંગેસ,અને થોમસ પૉપ અને શેક્સપિયર પોતે   ચારે જાનના સદા બાર ટાકા ભાગ હતો. મૂળે તો એમનો ભાગ દસ ટકા જ હતો પણ સાતમો ભાગીદાર આ ચારે જણાને  પોતાનો હિસ્સો વેચીને છૂટો થઇ ગયો. સમય જતા શેક્સ્પિયરનો હિસ્સો ઘટીને 7 ટકા જ રહી ગયો. આવું શું કામ થયું એની માહિતી ઉપલબ્ધ નથી.

આ ગ્લોબ થિયેટર જુના થિયેટરમાંથી તૈયાર થયું હતું, એના ભંગારમાંથી નહિ પરંતુ બીજા થિયૅટરનું આખું માળખું અહીંયા નવેસરથી રોપીને.  આખી કથા બહુ રમુજી અને રસપ્રદ છે. બુરબાગે બંધુઓના પિતાશ્રી  જેમ્સ બુરબાગે મૂળે સુથારી કામ કરનારા પછીથી નાટ્યક્ષેત્રે આવ્યા અભિનેતા તરીકે નહિ પરંતુ પ્રસ્તુતકર્તા તરીકે. સૌ પ્રથમ સ્થાયી અને સફળ થિયેટર બાંધવાનું શ્રેય એમને જાય છે. ‘ધ થિયેટર ‘નામનું આ થિયેટર ઇગ્લેડનું સૌ પ્રથમ થિયેટર હતું જે બંધાયું સન 1576માં લંડન શોરદિચ વિસ્તારમાં.  થિયેટર એમનું હતી પણ જગાનો મૂળ માલિક બીજો હતો નામ એનું ગાઇલ્સ એલન.  એમની વચ્ચે  ભાડુઆત પેઠે એકવીસ વર્ષનો કરાર થયેલો. એણે એવો દાવો કર્યો કે એકવીસ વર્ષ પુરા થઇ જતા હવે મકાન એટલે કે થિયેટરનો માલિક પણ એ થઇ ગયો છે. જબરી મુસીબત આવી પડી. આનો રસ્તો કેમ કરી ને કાઢવો? શું કર્યું હશે બે ભાઈઓએ? કોર્ટે ચઢ્યા હશે? એમને કોર્ટકચેરી માં ખુવાર નહોતું થઇ જવુ.  પૈસા આપીને જમીન ખરીદી લીધી હશે ? ના એ પણ નહિ એમણે એક અદભુત વસ્તુ કરી. આખા થિયેટરને જ બીજી જગયાએ લઇ ગયા.  વાચકોના મનમાં પ્રશ્ન ઉઠશે કે આ કેવી રીતે શક્ય થાય! કેમ નહિ? એ વખતે બાંધકામ બધું લાકડાનુ રહેતું. ભાઈઓએ ભેજું દોડાવ્યું. એલનસાહેબ ક્રિસમસ મનાવવા માટે પોતાના કન્ટ્રી હોમમાં ગયા હતા એટલે કે લંડન બહાર હતા બસ આ મોકાનો લાભ ઉઠાવ્યો.

કલાકારો મિત્રમંડળી અને સુથાર ને લઈને ભાઈઓ ગયા એમના  થિયેટરમાં. એક એક કરીને  બધા થાંભલા, બારીબારણા બધું રાતોરાત છૂટું પાડી લીધું અને પીટર નામના પેલા સુથારના ગોડાઉનમાં ભરી દીધું. છે બુદ્ધિ કોઈના બાપની? પેલો જગ્યાનો માલિક પણ શું કરી શકે. મકાન તો એનું હતુંજ નહિ. અને થોડાક વખત પછી જયારે હવામાન અનુકૂળ થયું ત્યારે થેમ્સ નદીને કિનારે આવેલા સાઉથવાર્ક નામના વિસ્તારમાં થિયેટર ઉભું કરવાનું શરુ કરી દીધું જે ગ્લોબ તરીકે ઓળખાયું. અલબત્ત જગ્યા બહુ સારી નહતી.  કિનારેથી નજીક કળણવાળી જગ્યા જ્યાં આસપાસ ખેતરો ને ખુલ્લી જમીન  હતી. ગટરની પણ સરખી સગવડ નહતી. ભરતી વખતે પાણી અંદર ના આવી જાય એ માટેની પણ વ્યવસ્થા કરવી પડી. ‘ધ થિયેટર’ કરતા આ ગ્લોબ મોટું હતું ને કઈ એની અદ્દલ પ્રતિકૃતિ નહતી.  બીજો વધારાનો સરસામાન પણ ઉપયોગમાં લેવાયો. હતો.  પોતાના “ધ થિયેટર ‘ નામના નાટ્યગૃહમાંથી આ થિયેટર બનેલું હોવાથી એમનો ચાર ચાર આની ભાગ હતો.

બહુધા સન 1599માં એ તૈયાર થઇ ગયું અને જે સૌ પ્રથમ નાટક ભજવાયું એ હતું, અલબત્ત શેક્સપિઅરનું જ  ‘હેનરી ધ ફોર્થ.’  જોકે અન્ય માહિતી પ્રમાણે એક સ્વિસ પર્યટકની નોંધ પ્રમાણે 21 સપ્ટેમ્બરના રોજ જુલિયસ સીઝર ભજવાયું’ જે પ્રથમ નાટક હતું.  થિયેટર સરસ રીતે ચાલવા લાગ્યું.  બધાય ભાગીદારોને પૈસા મળતા ગયા પણ કોઈની નજર લાગી ગઈ  હોય એમ એને બંધાયાના ચૌદ વર્ષો બાદ એટલે કે 29મી જૂન સન 1613ના રોજ ‘હેન્રી ધ થર્ડ’ નો પ્રયોગ ચાલુ હતો ને નાટકમાં વપરાશમાં લેવાતી નાની તોપમાંથી યોગ્ય ક્ષણે ગોળો છૂટ્યો પણ ખબર નહિ કેમ નિશાન ખોટું લેવાયું અને લાકડાનો  થાંભલો અને પરાળથી બનેલું છાપરું નિશાનમાં આવી ગયું અને ભડ ભડ  બળવા લાગ્યું ને જોત જોતામાં તો સમગ્ર સંકુલને આવરી લીધું ને આખું થિયેટર ક્ષણવારમાં બળીને ખાક થઇ ગયું. સદ્ભાગ્યે કોઈ જાનહાની નહિ થઇ કે ન કોઈને ઇજા થઇ ત્યાં હાજર રહેલી એક વ્યક્તિના અનુસાર એક જણનું જેકેટ ઉડીને તણખો લાગવાથી બળવા લાગેલું તે તરત બુઝાવી દેવાયું.

ગ્લોબ થિયેટરનું પછી શું થયું. બીજું થિયેટર બને છે કે નહિ એની રસપ્રદ વાતોનો આધાર તમારા પ્રતિભાવ ઉપર છે. આવજો.

 

 

 

 

6 thoughts on “ચાલો મારી સાથે. – (3) – ઉત્કર્ષ મઝુમદાર

  1. ઉત્કર્ષભાઈ, “પ્રેક્ષકો જેમ જેમ દાદ આપતા જાય તેમ તેમ અમે ખીલતા જઇએ. તમારો પ્રતિભાવ મારુ શેર લોહી ચઢાવશે.” … પ્રતિભાવ આપવાવાળા અહીં ઓછા દેખાશે પણ ખોલીને વાંચવાવાળા ઘણા હોય છે. પણ એ દરમ્યાન જ્યારે કોઈ વાંચકના વિશિષ્ટ પ્રતિભાવ આવે, તે લખાણને મૂલ્યવાન બનાવે છે.
    તમને આ અનુભવોની સફરમાં કેટલો આનંદ આવ્યો હશે!!!
    સરયૂ પરીખ

    Like

  2. shri mazmudar saheb, p kharsani je hal ma nathi jarur oklakhta haso. tamaru nam temna modhe bahu var sambhru che , boss ne malvu che natak mate, temna nana bhai marfte ane raju bhai, abhay shah marfte olkan thai hati teo natak ane kishoor kumar no stage program arrenge karta. jo india ma ras ranjan/ rang raj co. gujarat ma koi rich people natak gruh bandhuy hot to nam roshn that. paratu natak ne loko kala -arts nahi pan undho meaning natkio che kari halko vichrta. shaks er bhai nu ane temnu theater saras mahiti api have theater fire thai gyu to nava therter nu shu? natak bandh to nathi thaya to pach agad varta chalu rakho. onnce more.

    Like

  3. ઉત્કર્ષભાઈ, લંડનમાં ત્રીસ વર્ષ રહ્યો, સ્ટ્રેટફર્ડ-અપોન-એવનની મુલાકાત લીધી, પણ ગ્લોબ થિએટર વિશે આપે જે માહિતી આપી તેથી સાવ અજાણ રહ્યો હતો. આપનો લેખ ખુબ માહિતીપૂર્ણ અને રસપ્રદ છે, જે વાંચીને આનંદ થયો અને આપનો આભાર માનું છું. નવાઈ કહો કે અજ્ઞાન, મેં સધર્ક (Southwark)માં એક વર્ષ કામ કર્યું હતું પણ ધ ગ્લોબ વિશે કશું જાણ્યું નહોતું. મજા પડી ગઈ, આપનો લેખ વાંચીને. ફરી એક વાર આભાર !

    Like

પ્રતિભાવ