પાનખર..!!
કોણ જાણે
ક્યાં લગી
વાતો કરતાં રહ્યાં વૃક્ષો વસંતની
અને મારાં નગરના દરવાજે
પાનખરનો રાજ્યાભિષેક થઈ ગયો.
હું હવે ફૂલોને બદલે પથ્થરો વિશે
અથવા
તો તારા હૃદય વિશે વિચારું છું.
ફૂલ થઈ ખીલવાને બદલે કોશેટો થાઉં કદાચ!
એક કવચ તો મળે સલામત !
દરિયો સમજી ધુબાકા મારવા જતા બળબળતું રણ નીકળ્યું !
હજીય સળગ્યા કરતી ઈચ્છાઓનાં ફોટા પાડ્યા વગર
એને ઓલવી નાખો
અથવા તો બાળીને રાખ કરી દો.
પવનના કલ્પાંત વચ્ચે
મારામાં જાણે રોપાઈ રહી છે
એક અવ્યક્ત પાનખર
તમે સાંભળો છો?
કેમ બોલતા નથી?
– યામિની વ્યાસ
કાવ્યસંગ્રહ: સૂરજગીરી
પ્રકાશન: અનન્ય સીટી
રજૂઆત: ઘ્વનિ ઉપાધ્યાય
ઓડિયો-વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક ક્લીક કરો:
પાનખર આવી ગઈ—એવી સાજન તારી રૂક્ષતા.
LikeLiked by 2 people
સુંદર રચના ની સુંદર રજૂઆત
અમારી પાનખર-આજે પ્રકૃતિની પાનખરમા પાનખર ગીતની સરસ રજૂઆત માણી
ધન્યવાદ
LikeLiked by 1 person