થોડી ખાટી, થોડી મીઠી – (12) – દિપલ પટેલ
આ પ્રસંગ હમણાં 2 અઠવાડિયા પહેલાનો જ છે. અમે હમણાં માર્ચ મહિનામાં અમેરિકા છોડીને પાછા ભારત આવ્યા. કોરોનાના કારણે અમે અમારાં ઘરે રહ્યા પછી અનુજ(મારા પતિ)ની નોકરી બેંગલોરમાં શરુ થઇ એટલે અમે બેંગલોર આવ્યાં. એપાર્ટમેન્ટ ભાડે લીધો, નવું સ્કૂટર લીધું અને ધીરે ધીરે ગોઠવાયા.
અમે છેલ્લાં કેટલા દિવસોથી બહાર નીકળ્યાં ન હતા તો નક્કી કર્યું કે એક શનિવારે સવારે કોઈક સરસ સરોવર કે પર્વત જોવા જઈએ અને સાંજ સુધીમાં પાછા આવી જઈએ. અમે મંચનાબેલે કરીને એક સરોવર છે એ જોવા માટે જવાનું નક્કી કર્યું જે અમારા ઘરથી 50 કિમી દૂર હતું. સવારે નાસ્તો કરીને બપોરનું જમવાનું લઈને અમે સ્કૂટર ઉપર નીકળ્યા.
નાનકડાં ગામડામાંથી પસાર થતાં, અને શહેરથી દૂર, લીલાછમ ખેતરો અને જંગલ વચ્ચે અમે ફર્યા. ત્યાં કોઈક ખેતરમાં બેસીને વડના ઝાડ નીચે બેસીને જમ્યા. અમારી આંખોએ કેટલા દિવસો પછી આમ પ્રકૃતિના રંગો માણ્યાં! પછી ત્યાંથી સરોવર જોવા માટે ગયા. હવે એક જગ્યાએ ત્યાં ડેમ હતો એ જગ્યા જોવા માટે ખૂબ ભીડ હતી, એટલે ત્યાં ગયાં નહિ. ત્યાં પોલીસ પણ ફરતી હતી પણ અમને થયું કે અત્યારે કોરોનાના કારણે હશે. એક જગ્યાએ સરોવરને જોવા માટે થોડું ચાલીને જવાનું હતું એટલે અમે અમારું સ્કૂટર રસ્તાની બાજુમાં પાર્ક કર્યું અને જોવા માટે ગયાં. અમે થોડી વારમાં પાછા ફર્યા તો ત્યાં પોલીસ ઉભા હતા. અમને પૂછ્યું કે ક્યાં ગયા હતા. અમે જણાવ્યું કે સરોવર જોવા, તો એમને કહ્યું કે અત્યારે અહીં ફરવાનું એલાઉડ નથી. અમને થોડું આશ્ચર્ય થયું કારણ કે ડેમ પાસે તો માણસોનો રાફડો ફાટેલો હતો! અમે માફી માંગી અને કહ્યું કે સીધા ઘરે જ જઈએ હવે. પોલીસ ત્યાંથી એમની ગાડી લઈને નીકળી ગયા. અમે પણ હેલ્મેટ પહેરી અને નીકળતાં હતા ત્યાં જ એક શાક લઇ જતાં ભાઈ અમારી પાસે આવીને કન્નડમાં કંઈક બોલવા લાગ્યા અને અમારા સ્કૂટરના ટાયર બતાવવા લાગ્યાં. એમની વાતથી અમે 3 શબ્દો સમજી શક્યાં અને એ હતા ‘ટાયર’, ‘એર’ અને ‘પોલીસ’. અમે સમજી ગયા કે પોલીસે અમારા સ્કૂટરના બંને ટાયરની હવા કાઢી નાખી છે!!
અને ત્યાં પડેલી ગાડી અને બીજા વાહનોની પણ! અમને આ વાત ન ગમી કે ત્યાં ન તો કોઈ બોર્ડ હતું કે નોટિસ પણ. પણ તોય અમારી ભૂલ હતી એમ માનીને અમે એ ભાઈને પૂછ્યું કે હવા ક્યાં પૂરાવાશે? અને એમને કહ્યું કે 3 કિમી દૂર ગામ છે ત્યાં મળી જશે.
અમે ધક્કો મારતાં મારતાં નીકળ્યાં. અડધે પહોંચ્યા હોઈશું અને ગામ નજીક દેખાવા લાગ્યું. અમને હજુ એ ન હતી ખબર કે હવા પુરવાવાળી કોઈ દુકાન મળશે કે કેમ? અને અમે એને સમજાવી શકીશું કે કેમ? નહિ મળે તો 50 કિમી દૂર ઘરે કેમના જઈશું?
ત્યાં એક બાઈક ઉપર જતાં ભાઈએ અમને જોયા અને પૂછ્યું: “પંચરા?” (અહીંની એક રીત છે કે સવાલ હોય એની પાછળ ‘આ’ એવો લહેકો લગાડે?”) અમે એમને હિન્દીમાં કહ્યું કે પોલીસે હવે કાઢી દીધી છે. એ થોડું સમજ્યા હશે એટલે ઈશારો કરીને અમને એમના ઘરે આવવાં કહ્યું. અમે એમનાં ઘરે ગયા અને અમને બહાર ઉભા રાખ્યાં અને એમના દીકરાને બાઈક લઈને પમ્પ લેવા માટે મોકલ્યો. એમણે કહ્યું કે આજે ગણેશ ચતુર્થી છે એટલે બધું બંધ છે એટલે ગામમાંથી મારો દીકરો પમ્પ લઇ આવે એટલે હું ભરી આપીશ હવા.(એ ભાઈ થોડું ભાંગેલું તૂટેલું હિન્દી જાણતાં હતા). પછી પમ્પ આવ્યો એટલે એમણે હવા પુરી આપી અને અમને બંનેને બેસાડીને ચેક કર્યું અને પછી અમને કહે હવે જાઓ, ઘરે પહોંચી જાઓ 🙂
ભાષા અલગ, રાજ્યો અલગ, રહેણી અલગ, પણ આ માનવતા છે જે ભારતને જીવંત અને અનોખું બનાવે છે 🙂
અમે એમનો ખુબ આભાર માન્યો અને અમારી પાસે જેટલી હતી એ બધી ચોકલેટો એમના દીકરાને આપી અને અમને ઘરે પાછા વળ્યાં 🙂
ગાંધીજી સાચું જ કહેતાં કે ખરું ભારત એના ગામડામાં વસે છે 🙂
Like this:
Like Loading...
સુ શ્રી દિપલ પટેલની મજાના અનુભવોની વાર્તામા ‘ પોલીસે અમારા સ્કૂટરના બંને ટાયરની હવા કાઢી નાખી છે!!’કરતા ન માનવા આવે તેવી ‘મારો દીકરો પમ્પ લઇ આવે એટલે હું ભરી આપીશ હવા.. પછી પમ્પ આવ્યો એટલે એમણે હવા પુરી આપી અને અમને બંનેને બેસાડીને ચેક કર્યું અને પછી અમને કહે હવે જાઓ, ઘરે પહોંચી જાઓ ‘ વાતે આશ્ચર્યાનંદ ತನ್ನ ಕರ್ತೃತ್ವದಲ್ಲಿಯಾದ ಯಾವುದೇ ವೈಜ್ಞೌನಿಕ, ಸಾಹಿತ್ಯ ಅಥವಾ ಕಲಾಕೌತಲ ಗ್ರಂಥದಿಂವ ಪಲಿಸುವ ನೈತಿ ಹಾಗೂ ಭೌತಿಕ ಅದಾಯಗಳನ್ನು ಸಂರಕ್ಷಿಸುವ ಹಕ್ಕು ಪ್ರತಿಯೊಬ್ಬ ನಿಗೂ ಉಂಟು.
LikeLiked by 1 person
આજના વોટ્સઅપમાં એક સરસ જોક છે, જો લોકો માસ્ક પહેર્યા વગર નીકળે તો પોલીસ દંડ કરે, પણ ટોળુ ભેગું કરીને રેલી કાઢવી હોય અને ઢગલાબંધ લોકોએ માસ્ક ન પહેર્યો હોય તો પોલીસ કંઈ ન બોલે
LikeLike