ચાલો મારી સાથે – (૫) – ઉત્કર્ષ મજુમદાર


ચાલો મારી સાથે – (૫) ઉત્કર્ષ મઝુમદાર

ગ્લોબ થિયેટર બળીને ભસ્મ થઇ ગયું કારણ કે એની છત પરાળની હતી એટલે જયારે ફરીથી એને બાંધવામાં આવ્યું ત્યારે એ વાતની ધ્યાન રખાયું કે પરાળનો ઉપયોગ ટાળવો જેથી કરીને ફરી કોઈ અકસ્માત થાય તો થિયેટર એને લીધે બાળીને ભસ્મ ન થઇ જાય. તેથી આ વખતે નળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો. નવેસરથી બાંધવાનો કુલ્લે ખર્ચો થયો 1400 પાઉન્ડ.

બીજો મહત્વનો ફેરફાર થયો કંપનીના નામનો. સન 1603 સુધી આ નાટ્ય કંપની ‘લોર્ડ ચેમ્બરલીન્સ મેન’ તરીકે ઓળખાતી હતી. પણ આ જ વર્ષમાં રાણી એલિઝાબેથનું અવસાન થતા કિંગ જેમ્સ પ્રથમ સિંહાસને આરૂઢ થયો.  એ આ નાટ્ય કંપનીનો પેટ્રન બન્યો ને કંપનીનું નામ બદલાઈને ‘ધ કિંગ્સ મેન’ બન્યુ. કંપની વર્ષમાં અનેકવાર રાજમહેલમાં રાજાની સામે નાટ્ય પ્રસ્તુતિ કરતી. આની વિગતવાર નોધ રાખવામાં આવતી કે વરસમાં કેટલી વાર ભજવણી કરી. પહેલા વર્ષે આઠ વાર ને બીજા વર્ષે અગિયાર વાર તેઓએ દરબારમાં પ્રસ્તુતિ કરી. વધારે કલાકારોની જરૂર પડી ને શેરધારકોની સંખ્યા છ થી વધીને બાર ની થઈ. દરબારમાં ભજવવા માટે દર પ્રયોગે એમને 10 પાઉન્ડ મળતાં.

16 મે 1603 ના રોજ સ્વીકૃતિ આપતું જે રોયલ પેટન્ટ અપાયું. એમાં અનુક્રમે ફ્લેચર, શેક્સપિયર અને બુરબાગેના નામ નોંધાયા છે. કુલ્લે નવ જણાને રાજદરબાર તરફથી ‘ગ્રૂમ્સ ઓફ થઈ ચેમ્બર’ માં શામિલ કરવામાં આવ્યા. એટલું જ નહિ 15 માર્ચ 1604ના રોજ જયારે જેમ્સ પ્રથમનો રાજ્યાભિષેક થયો ત્યારે રાજ તરફથી પેલા નવ જણને સાડા ચાર યાર્ડનું લાલ કાપડું રાજા જેમ્સની રાજ્યાભિષેકની સવારીમાં ભાગ લેવા માટે અપાયું.  કેવું મોટું સન્માન નાટકિયાઓને!

બુરબાગે કુટુંબ જે બ્લેકફ્રાયર્સ નામના થિયેટરની માલિકી પણ ધરાવતા હતાં તે ગ્લોબ થિયેટરે સન 1608માં ખરીદી લીધું. આ થિયેટર હાથમાં આવવાથી કંપનીને બહુ ફાયદો થયો. ગ્લોબ એ એમફીથીયેટર એટલે કે ખુલ્લું થિયેટર હતું જયારે આ બ્લેકફ્રાયર્સ થિયેટર બંધ મકાનમાં હતું. ખુલ્લું થિયેટર હોવાને લીધે દરેક મોસમમાં નાટ્યપ્રયોગો યોજી શકતા નહિ. આ નવું થિયેટર મળવાથી એ સમસ્યા દૂર થઇ ગઈ. કોઈપણ મોસમમાં હવે નાટ્ય ભજવણી કરવાનું શક્ય બન્યું. વરસના સાત મહિના કંપની અહીં એમના નાટકો ભજવતી ને ગરમીના દિવસોમાં ગ્લોબ ખાતે. અલબત્ત આ થિયેટરમાં ટિકિટના દર પહેલીથી જ વધારે હતા. કેટલો મોટો ફરક હતો એ આ વાતથી સમજાશે કે આ થિયેટરમાં જે ન્યુનતમ દર હતો તે ગ્લોબ થિયેટરમાં સૌથી વધુ દર હતો. ગ્લોબમાં ટિકિટનો લઘુતમ દર હતો પેનીથી લઈને સિક્સપેન્સ મહત્તમ જયારે આ થિયેટરમાં લઘુતમ દર હતો સિક્સપેન્સને મહત્તમ દર હતો બે શિલિંગ સિક્સપેન્સ. અહીં સંભ્રાંત પ્રેક્ષકો આવતા.  

ગ્લોબમાં જેટલી આવક થતી એના પ્રમાણમાં અહીં લગભગ બમણી આવક થતી. દર પ્રયોગ દીઠ ખર્ચો કાઢતાં શેરધારકોને 13 પાઉન્ડ મળતાં. આથી તો જયારે ગ્લોબ થિયેટર બળીને ખાક થઇ ગયું ત્યારે તેઓ ભાંગી ન પડ્યા ને પૈસાની સમસ્યા ન હોવાથી તાબડતોબ ગ્લોબને ફરી બાંધવાનું કામ શરુ કરી દીધું.

બુરબાગે કુટુંબ જે બ્લેકફ્રાયર્સ નામના થિયેટરની માલિકી પણ ધરાવતા હતાં તે ગ્લોબ થિયેટરે સન 1608માં ખરીદી લીધું. થિયેટરમાં જોઈતા ફેરફાર કરાવી અહીં સન 1609થી નાટકો ભજવવાનું શરુ કરી દીધું. આ થિયેટર હાથમાં આવવાથી કંપનીને બહુ ફાયદો થયો. ગ્લોબ એ એમફીથીયેટર એટલેકે ખુલ્લું થિયેટર હતું જયારે આ બ્લેકફ્રાયર્સ થીએટર બંધ મકાનમાં હતું. ખુલ્લું થિયેટર હોવાને લીધે દરેક મોસમમાં નાટ્યપ્રયોગો યોજી શકતા નહિ. આ નવું થિયેટર મળવાથી એ સમસ્યા દૂર થઇ ગઈ. કોઈપણ મોસમમાં હવે નાટ્ય ભજવણી કરવાનું શક્ય બન્યું. વરસના સાત મહિના કંપની અહીં એમના નાટકો ભજવતી ને ગરમીના દિવસોમાં ગ્લોબ ખાતે. અલબત્ત આ થિયેટરમાં ટિકિટના દર પહેલીથી જ વધારે હતા. કેટલો મોટો ફરક હતો એ આ વાતથી સમજાશે કે આ થિયેટરમાં જે ન્યુનતમ દર હતો તે ગ્લોબ થિયેટરમાં સૌથી વધુ દર હતો. ગ્લોબમાં ટિકિટનો લઘુતમ દર હતો પેનીથી લઈને સિક્સપેન્સ મહત્તમ જયારે આ થિયેટરમાં લઘુતમ દર હતો સિક્સપેન્સને મહત્તમ દર હતો બે શિલિંગ સિક્સપેન્સ. અહીં સંભ્રાંત પ્રેક્ષકો આવતા.  જોકે અહીંની બેઠક ક્ષમતા ગ્લોબ કરતા ખુબ ઓછી હતી.

ગ્લોબમાં જેટલી આવક થતી એના પ્રમાણમાં અહીં લગભગ બમણી આવક થતી. દર પ્રયોગ દીઠ ખર્ચો કાઢતાં શેરધારકોને 13 પાઉન્ડ મળતાં. બીજો અગત્યનો ફાયદો એ થયો કે બીજું થિયેટર હાથવગું હોવાથી નાટકોની હસ્તપ્રતો, નાટકના વસ્ત્રો અન્ય સાધન સામગ્રી બધું નાશ ન પામ્યું. એમ જો થયું હોત તો નવેસરથી બધું ઉભું કરવું અતિ મુશ્કેલ બની જાત. જે એડમિરલ્સ મેન્સ નામની થિયેટર કંપની જોડે બનેલું. સન 1621માં ફોરચૂન થિયેટરમાં આગ લાગવાથી કંપનીની બધી સાધન સામગ્રી પણ નાશ પામી અને પછી કંપની ફરી પાછી બેઠી ન થઇ શકી. 

લંડનમાં રોગચાળો ફાટી નીકળતો ત્યારે ત્યારે લંડનની બહાર કંપની નાટકોના પ્રયોગો કરવા નીકળી જતી એટલે વાંધો આવતો નહિ ને વળી રાજ્યાશ્રય હોવાથી રાજ તરફથી પણ રોગચાળા વખતે ખાસ મદદ મળતી હોવાથી આર્થિક ફટકો પણ ન પડ્યો ને કંપની સુપેરે ચાલતી રહી.

(વધુ આવતા શનિવારે)

3 thoughts on “ચાલો મારી સાથે – (૫) – ઉત્કર્ષ મજુમદાર

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s