ગાંધી બાપુને પોસ્ટ નહીં કરેલો પત્ર..
પ્રિય બાપુ,
સાદર પ્રણામ.
જત જણાવવાનું કે, આપે રોપેલ અહિંસાના વૃક્ષની ડાળ રોજ કપાય છે. ને હવે તો એ વૃક્ષને સાવ ઠૂંઠુ કરી અહિંસામાંથી ‘અ’ને જ ઉડાડી દીધો છે,એ ઉડાડનાર ફક્ત વિકૃત, દારૂડિયા કે અભણ નહીં પરંતુ ઘરનાં જ સગાંઓ, ગુરુજનો કે સુરક્ષા કરનારા પણ હોય શકે!
વર્તમાનપત્રો વાંચવાને બદલે નીચોવી જોજો…
સંભાળશે ચીસ, ટપકશે આંસુઓ ને ખરી પડશે ઢગલાબંધ ‘અ’…
બાપુ,આપે અંધારામાં ડરવાની ના કહી હતી , પણ હવે તો અજવાળાની ય બીક લાગે છે.ભૂત પ્રેતની નહીં, માણસની બીક લાગે છે.
સહમત ના હોઈએ ત્યાં સવિનય અસહકાર,આપે જ શીખવ્યું હતું. પણ એવું વિચારવાનો મોકો જ ક્યાં? ‘અ’ની ગેરહાજરીમાં ઉઠાવી જવું, પીંખી નાખવું…
ઓહ…!
વધુ કહી શકતી નથી…પણ હરણ, હનન ને હત્યા..
અરે, મૃત્યુ પછી પણ અસલામતી..!
‘અ’ના અભાવમાં આવી તો કેટલીયે દેખીતી ઘટના, બીજી તો કેટલીય ઘરની ચાર દિવાલમાં બંધ !
આજે આપના જન્મદિને ભેટ આપવાને બદલે,માગીએ છીએ કે એ ‘અ’ને શોધીને તાત્કાલિક મોકલી આપો બાપુ જેથી હિંસા આગળ કવચ રૂપે લગાડી શકાય …નહીં તો કદી નહીં સાંભળી શકશો એજ વૃક્ષ પર ઝૂલતાં અમારા નિર્દોષ ટહૂકાઓ !
લિ.
આપની દીકરીઓ
ઉંમર ૧૪મહિના, ૧૪વર્ષ, ૪૪વર્ષ, ૬૪વર્ષ કે કોઈ પણ.
યામિની વ્યાસ
Sent from my iPhoneAttachments areaPreview YouTube video રજૂઆત:એષા દાદાવાળા:ગાંધી બાપુને પોસ્ટ નહીં કરેલો પત્ર:કવયિત્રી યામિની વ્યાસ કાવ્યસંગ્રહ:સૂરજગીરીરજૂઆત:એષા દાદાવાળા:ગાંધી બાપુને પોસ્ટ નહીં કરેલો પત્ર:કવયિત્રી યામિની વ્યાસ કાવ્યસંગ્રહ:સૂરજગીરીPreview YouTube video ગાંધી બાપુને પોસ્ટ નહીં કરેલો પત્ર:યામિની વ્યાસ રજૂઆત: આર્જવી વ્યાસગાંધી બાપુને પોસ્ટ નહીં કરેલો પત્ર:યામિની વ્યાસ રજૂઆત: આર્જવી વ્યાસ
ખૂબ સાચી વ્યથા છે. દેશ પ્રગતિ કરી રહ્યો છે, યુવતીઓ યુવાનો સાથે ખભેખભા મિલાવી પ્રગતિ કરી રહી છે, પણ એ જ દેશમાં બળાત્કાર, દહેજ,જેવી સમસ્યા વકરતી જ જાય છે.
LikeLiked by 1 person
બાપુને પોસ્ટ નહીં કરેલો પત્ર સુ શ્રી યામિની વ્યાસ દ્વારા સાંપ્રત સમયની વ્યથાનું પ્રખ્યાત કવયિત્રી એષા દાદાવાળા અને અભિનેત્રી આર્જવી વ્યાસ દ્વારા સ રસ પઠન
ધન્યવાદ
LikeLiked by 1 person