(૧૨ મી ઓક્ટોબર, ૨૦૨૦, આપણે ગુજરાતના કોકિલકંઠી ગાયિકા કૌમુદીબેનને ગુમાવ્યા. એમના જવાથી સમસ્ત સંગીત જગતને મોટી ખોટ પડી છે. જીવનની પ્રત્યેક ક્ષણને સંગીતમાં જ માણી, મ્હાલી અને મોજમાં રહ્યાં, એવા કૌમુદીબેન માટે શ્રી હેમરાજ શાહે લખેલી આ નાની શ્રદ્ધાંજલિ.)

“Nightingale of Gujarat…- હેમરાજ શાહ
કુંવર નંદલાલ મુનશી અને અનુબેન મુનશીના ફેબ્રઆરી ૧૯૨૯માં જન્મેલા છટ્ઠા સંતાન કૌમુદીબેન. કૌમુદીનાં દાદા વાઇસરોય લોર્ડ મિંટોના સલાહકાર હતા અને મામા પ્રખ્યાત સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈ.
કૌમુદીબેનની સંગીત યાત્રામાં ત્રણ વ્યક્તિ વિશેષ છે… મામા, મામાના સુપુત્ર અક્ષય. આ બે જણનાં પ્રયત્નો અને પ્રેરણાથી સંગીત ઉપાસના શરૂ થઈ અને ૧૯૫૦-૫૧માં રેડિયો પર ગાવાનું શરૂ થયું…
ગુજરાતી સંગીતના આ અત્યંત ઉજળા અધ્યાયની આ શરૂઆત હતી. આકાશવાણીના સ્ટેશન ડિરેક્ટર નીનુ મઝુમદાર કુટુંબના પરિચિત મિત્ર. ત્રણેક વર્ષના ગાઢ પરિચય પછી અને બંને કુટુંબના વિરોધ વચ્ચે નીનુ – કૌમુદીના લગ્ન થયા જ. નીનુએ કૌમુદીને જગ વિખ્યાત ઠુમરી સિદ્ધેશવરી દેવી પાસે તાલીમ અપાવી.
પછી તો તાજ મોહમદ ખાન પાસે ગઝલ ગાયકીની તાલીમ પણ લીધી. કૌમુદીબેનને ભાવાંજલિ અર્પણ કરવા એમની ગાયેલી ખાસ ગુજરાતી ઠુમરી પસંદ કરી છે..
કૌમુદી જેવી વિરલ વ્યક્તિઓ ગુજરાતી સંગીતની મુખ્ય ધરી બનવી જોઈતી હતી. શુદ્ધ સંગીત સંસ્કાર અને સંગીતના શુદ્ધ સંસ્કાર સીંચવા સક્ષમ!
HMV એ એમની પહેલી રેકોર્ડ કાઢી તે કદાચ ‘ ગરબો ‘…
કૌમુદીબેનને ગુજરાત હંમેશા હૃદયસ્થ રાખે અને પ્રભુ એમના આત્માને આનંદે ઓવાળે એ જ પ્રાર્થના.”
કૌમુદીબેનને શ્રદ્ધાંજલિ – જયશ્રી વિનુ મરચંટ
“મને યાદ આવે છે ૧૯૮૧-૮૨ની સાલ, જ્યારે કૌમુદીબેન ફિલાડેલ્ફિયા, પન્નાબેન નાયકને ત્યાં આવ્યાં હતાં. અમે પણ ત્યારે ફિલા રહેતાં હતાં. પન્નાબેનને ત્યાં અમને થોડાં મિત્રોને પણ બે દિવસ એમની સાથે સત્સંગ કરવાનો મોકો મળ્યો હતો. કૌમુદીબેનની સૌમ્યતા અને એમની પાસેથી સાંભળેલી ઠુમરી, હિંદી ગીતો અને ગુજરાતી કાવ્ય સંગીત મારા મન પર ઊંડી છાપ મૂકી ગયું હતું, જે આજ સુધી અકબંધ છે. મને હજી એ સમયનો એક નાનકડો પ્રસંગ યાદ છે. બીજે દિવસે મધુસુદનભાઈને ત્યાં ન્યુ જર્સીમાં પ્રોગ્રામ હતો અને પ્રોગ્રામ શરૂ થવાની પાંચેક મિનીટ પહેલાં તેમણે એક કલાત્મક નાની ડબ્બી પર્સમાંથી કાઢી અને કેસરની પત્તી ને ખડી સાકરનો ગાંગડો મોંઢામાં મૂક્યો. હું ત્યાં એમની બાજુમાં જ હતી. મને આમ નવાઈથી જોયા કરતી એમણે જોઈ. પછી મારી બાજુમાં આવીને કહે, “આ બધાં જ વાહ-વાહ કરે છે, તે સાચા અર્થમાં તો કેસર-સાકરની જ વાહવાહ છે. સૂર કેસર છે અને લય સાકર.” It was very humbling to hear this from such an accomplished artist! આ વાત મને આજ સુધી અક્ષરસઃ યાદ છે. તેઓ એક સરસ વ્યક્તિ અને નખશીખ અદભૂત આભિજાત્ય જ માત્ર ન હતાં, પરંતુ એમની આ આનંદમય વિનમ્રતા જ એમની સિદ્ધિના પાયામાં હતી. એક સાચા કલાકારને ભાષાના કે ધર્મના સીમાડા ક્યારેય નડતા નથી. કૌમુદીબેન મુનશી એનું જ્વલંત ઉદાહરણ હતાં. મને ખાતરી છે કે પ્રભુના દરબારમાં પણ, તેઓ, એ..યને.. મોજથી મોંમાં કેસર અને ખડી સાકરનો ગાંગડો મૂકીને, નિજાનંદમાં મસ્ત રહીને સંગીતની મહેફિલ કે જેમાં ભજનથી માંડી, કાવ્ય-સંગીતથી માંડી ઠુમરીની રંગત જમાવતાં હશે, અને સહુ સ્વર્ગના વાસીઓ, પ્રભુ સંગે આંખ મિંચીંને એ સંગીતના રસમાં તરબોળ થતાં હશે! એમનું આ આત્માને ઠારનારું સંગીત સાંભળીને, સહુ, કદાચ, મનોમન એ પણ કહેતા હોય કેઃ “પિતા કાળના સર્વ સંતાપ શામે!”
કૌમદીબેન એટલે સદૈવ આનંદમંગળની અનુભૂતિ. એમના સાંનિધ્યમાં આપોઆપ શાંતિ અનુભવાય. કૌમુદીબેન, આપનો આત્મા પરમમય ગતિ પામે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.
પ્રભુ એમના આત્માને ચિર શાંતિ આપે. પ્રભુ એમના આત્માને ચિર શાંતિ આપે. ઓમ શાંતિ.”
કૌમુદીબેનના સ્વરમાં સાંભળોઃ (શ્રી દીપક મહેતાના સૌજન્યથી, સાભારઃ)
“રાત રહે જાહરે પાછલી ખટઘડી
સાધુ પુરુષને સૂઇ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
‘એક તું’ ‘એક તું’ એમ કહેવું …”
સ્વર : કૌમુદી મુન્શી
સ્વરાંકન : નીનુ મજમુદાર
રચના : નરસિંહ મહેતા
4.26 મીનીટ
“મેશ ન આંજુ રામ”
સ્વર : કૌમુદી મુન્શી
સ્વરાંકન : નીનુ મજમુદાર
કૌમુદી મુનશીને ઉચિત અંજલિ છે આ-શબ્દ અને સૂર બંનેની.
LikeLiked by 1 person
બન્ને શ્રધ્ધાંજલી અબે કૌમુદી મુન્શી ના સ્વરમા બને રચના માણી આંખ નમ
LikeLiked by 1 person
hemraj shah ane jyshreeben merchant banne shradhanjli keshar ane sakar sur ane ghana gito sambhdya che. keshar ane sakar no swamafak shradhanjli her hamesh yd rahe che. akash vani uper sambhdya che. keshar ane sakar no swad have sambhdva nahi male.
LikeLiked by 1 person
hemraj shah ane jyshreeben merchant banne shradhanjli keshar ane sakar sur ane lay ghana gito sambhdya che. keshar ane sakar no swad shradhanjli her hamesh yd rahe che. akash vani uper sambhdya che. keshar ane sakar no swad have sambhdva nahi male.
LikeLiked by 1 person