થોડી ખાટી, થોડી મીઠી-(૧૫) – દિપલ પટેલ


આ હમણાં ગયા અઠવાડિયાની જ વાત છે. મેં હમણાં જ બેંગ્લોરમાં યોગા ટીચર ટ્રેનિંગના કલાસ કર્યા.અમે ગાંધી જયંતિના દિવસે બધાં યોગા ક્લાસના મિત્રો બપોરે એક કેફેમાં ભેગા થયા. સુંદર શાંત જગ્યા અને ખુલ્લામાં ચારેબાજુ નાના છોડથી ઘેરાયેલી જગ્યા. આખા કેફેમાં માત્ર અમે સાત જણા જ હતા.
અમારો મુખ્ય આશય જમવાનો નહીં પણ બેસીને એકબીજાને મળવાનો અને અમે અમારી યોગા યાત્રામાં ક્યાં પહોંચ્યા એની ચર્ચાનો હતો.

અમે બધાએ કંઈક ખાવાનું મંગાવ્યું અને ઘણી વાતો કરી. પછી અચાનક એક સ્ત્રી, જે કેટલાય દિવસોથી નાહ્યી નહીં હોય, કાળી આખો, ભૂખી, ગભરાયેલી અંદર આવી અને કંઈક બોલવા લાગી.
અમને થયું એને પૈસા આપીએ, અમે જલ્દીથી બધા એ પાકિટમાંથી પૈસા કાઢ્યા અને રામ(અમારો મિત્ર) એમને આપવા ગયો. તો એમણે ના પાડી કે – “I don’t want money”
અમે કહ્યું જમવું છે તો જમાડીએ. એમાં પણ ના પાડી.
અંગ્રેજીમાં સરસ વાત કરતી હતી બહેન એટલે અમે ગભરાયા. કે આ સામાન્ય ભિખારી તો નથી જ.
એટલે રૂપાએ એમની સાથે વાત શરૂ કરી. (રૂપા મૂળ બંગાળની છે અને અહીં બેંગ્લોરમાં પ્રાણીઓ સાથે કામ કરતા NGO સાથે કામ કરે છે, અમારાં બધામાં એકદમ શાંત અને ઠરેલ). પણ બહેન ગોળ ગોળ જવાબ આપે, એમને જ ન સમજાય કે શું બોલી રહ્યા છે. અમને સમજાયું કે આ માનસિક બીમારીનો શિકાર છે અને સારા ઘરની બહેન છે પણ ખોવાઈ ગઈ  છે અથવા ઘરમાંથી કાઢી મૂકી છે. એમનાં ઘરનું એડ્રેસ એ બોલતા હતા.
અમે એમને અંદર બેસવા કહ્યું અને NGO શોધવા લાગ્યા. રૂપા કોઈકને ઓળખતી હતી જે NGO સાથે છે. એમની સાથે વાત કરી અને એમણે કહ્યું કે પોલીસમાં womens cell માં પહેલા વાત કરો, પોલીસ એમને લઈ જાય પછી અમે ત્યાંથી એમને લઇ જઈશું.
અમે womens cell હેલ્પલાઇન નંબર 1098 ઉપર ફોન કર્યો. અને અમારા વિસ્તાર અંગે અને પરિસ્થિતિ અંગે માહિતી આપી.
પછી ત્યાંના લોકલ પોલીસ સ્ટેશન ઉપરથી ફોન આવ્યો અને અમે જણાવ્યું અને ત્યાં પોલીસ તરત આવ્યા.
બહેન જે વિસ્તાર વિશે બોલી રહયા હતા ત્યાં પોલીસે એમને મોકલવાનું નક્કી કર્યું.
આગળ શું થયું એ નથી ખબર, કદાચ ત્યાંથી NGO વાળા એ બહેનને લઇ ગયા હશે. 

પણ મને આ પ્રસંગે બહુ ખિન્ન કરી. કેવો સમાજ આપણે રચીએ છીએ? લોકોમાંથી સંવેદના કયા ગાયબ થઈ ગઈ છે? બહુ ડિસ્ટર્બ થઈ જવાયું, મગજ એટલા વિચારોએ ચઢ્યું. ઘણી ચર્ચાઓ કરી જાત સાથે, મિત્રો સાથે. આજે ગાંધી જયંતિના દિવસે આ જે પ્રસંગ બન્યો ત્યારે ગાંધીજી અમારી જગ્યાએ હોત તો કદાચ આ બહેનને પોતે ઘરે લઇ જાત અને સાજી કરત. શું અમે કર્યું એ સારું કર્યું ગણાય? એવો સમાજ ક્યારેય બનશે જેમાં બધા જ સુખી હોય? 

એ બધું શાંત થયું પછી સમજાયું અને સમજ્યું કે જો આજુબાજુ જોશો તો આવા ઘણા લોકો છે જેને મદદની જરૂર છે. તમારાથી યથાશક્તિ એ સમયે, એ પરિસ્થિતિએ જે શ્રેષ્ઠ થાય એ કરવું. 

2 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી-(૧૫) – દિપલ પટેલ

  1. જો આજુબાજુ જોશો તો આવા ઘણા લોકો છે જેને મદદની જરૂર છે. તમારાથી યથાશક્તિ એ સમયે, એ પરિસ્થિતિએ જે શ્રેષ્ઠ થાય એ કરવું.’ પ્રેરણાદાયી વાત.આપણને આવા કેટલાક અનુભવ થાય છ્ર પણ
    આપણે મદદ કરવાનુ ચુકી જઇએ અને પાછળથી પસ્તાવો થાય- સારો વિચાર આવે તો તરત અમલ કરવો

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s