અનુપમાના અનુપમ સૌંદર્યને છેલ્લી વખત જોઈને તેનો પતિ અજય એક પુરુષ હોવા છતાં છાતી ધ્રુજાવી દે તેવું આક્રંદ કરી રહ્યો હતો.તેનું મન હજુ માનતું નહતું કે ખરેખર તેની અનુપમા તેને આમ અડધે રસ્તે મૂકીને અચાનક ચાલી ગઈ. હેકડેઠઠ બેઠેલા બધાજ લોકોની આંખો આંસુથી ઊભરાતી હતી. બધાંને એક જ વાતનું આશ્ચર્ય હતું કે આટલી બહાદુર અને હિંમતવાળી સ્ત્રીની આ દશા!!!!!! અને આવું મોત!!!!!
હમેશાં પોતાની દીકરીની વાત કરતા જેની છાતી ગજ ગજ ફૂલતી હતી તે મનુભાઈ ચા વાળા આજે ભગવાનને ફરિયાદ કરતા હતા કે “તને જરાય શરમ ન આવી, મારી વાઘ જેવી અનુની આ દશા કરતા? તેં આજે મને અનાથ બનાવી દીધો” વજ્ર જેવી છાતીવાળો બાપ આમ દીકરીના અચાનક,અકાળે થયેલ ક્રૂર હત્યાથી નાસીપાસ થઈ તેની છાતી પર માથું મૂકી પોંકે પોંકે રડી રહ્યા હતા.
અનુપમા આજથી પચાસ વર્ષ પહેલાં એક આગવી પ્રતિભા ધરાવતી ,આગવી વિચારધારા ધરાવતી,સી.એ થયેલી સૌંદર્યવાન સ્ત્રી હતી. તેનો પતિ અજય અને તે કોલેજથી જ સાથે ભણતાં. ભણવામાં હમેશાં અવ્વલ અનુપમાએ અને અજયે સાથે જ સી.એ પાસ કર્યું હતું.
અજયને અનુપમા પહેલેથી જ ખૂબ ગમતી. લગ્નનો પ્રસ્તાવ લઈને તે જ્યારે અનુપમા પાસે ગયો ત્યારે જ અનુપમાએ અજયને જીવન અંગે, દુનિયાદારી વિશે,સમાજમાં સ્ત્રી તરીકે અને સ્ત્રીના અસ્તિત્વ અંગે શું વિચારે છે તે સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું. સાથેસાથે, એમ પણ કહ્યું કે, “હું આજ વિચારધારા સાથે જીવન વ્યતીત કરવા માંગું છું. તમે અને તમારો પરિવાર સાથે બેસીને વિચારી લો પછી જ આપણે લગ્ન કરીએ.
તે માનતી હતી કે સ્ત્રી અને પુરુષનું વજૂદ સમાજમાં એક સમાન હોવું જોઈએ. હું ભણેલી ગણેલી હોવાથી વ્યાવસાયિક કામકાજ કરીશ. જીવનમાં ઘરનાં અને બહારનાં બધાજ નિર્ણયોમાં હું તમારી સમકક્ષ રહીશ. સ્ત્રી તરીકે અબળાનારી તરીકે મને ક્યારેય ગણવી નહી. આમ નારીશક્તિ જિંંદાબાદનાં બધાં જ નારાઓ તેણે અજય સામે ઉચાર્યા. નામ પ્રમાણે ગુણ ધરાવતી, ‘અનઉપમેય’ અનુપમાના સૌંદર્ય ,વાક્છટા અને આગવી પ્રતિભાથી અંજાઈ ગયેલ અજય તો તેના પ્રેમમાં પાગલ હતો. તેમનાં ખૂબ ધામધૂમથી લગ્ન થયા.
બધી જ રીતે તૈયાર અનુપમાએ તેની હોશિયારીથી ઘર, વર અને કુટુંબીજનોના હ્રદયને જીતી લીધું હતું. ચોખ્ખું ચણાક ઘર, સ્વાદિષ્ટ રસોઈ અને વટ વ્યવહારમાં પણ કાબેલ દીકરાની વહુના વખાણ કરતા સાસુ પણ થાકતા નહીં. આખા કુટુંબમાં તેનું એક ચક્રી શાસન ચાલતું. કોઈ ઢીલીપોચી વાત કરે કે “બાપ, આપણેતો બૈરાની જાત, આપણાથી આ ના થાય “ તો તે સ્ત્રીને તે ત્યાંને ત્યાં ખખડાવી નાખતી. પોતે ઓડીટ કરવા બહારગામ જતી તો પોતે કરતી તે ઘરના કામ પતિ કરે તેવો આગ્રહ રાખતી. પરતું અજયને અનુપમા ખૂબ વહાલી હતી તેને અનુપમાની કોઈ વાત સામે વાંધો નહોતો. કોઈ પંચાતિયાતો એવું પણ કહેતા કે “સો ભાયડા મારીને એક સ્ત્રી બનાવી છે ભગવાને અનુપમાને”.
એ દિવસે અનુપમા ડાકોર ઓડીટનાં કામે ગઈ હતી. રાત્રે આઠ વાગે ઘેર પહોંચી જતી અનુપમા રાત્રે દસ વાગેપણ ઘેર ન આવી. અજયે મનુભાઈને ત્યાં પૂછવા ફોન કર્યોકે અનુ ત્યાં કામ પરથી સીધી આવી છે? અનુ ત્યાં હતી નહી પણ મનુભાઈએ કીધું”મારા દીકરા જેવી દીકરી ઘેર આવી જ જશે અને અમદાવાદથી ડાકોર દૂર પણ કયાં છે કે તમે ચિંતા કરો છો! સૂઈ જાઓ નિરાંતથી તમે ત્યારે”
એટલામાં તો અનુપમાનો ફોન આવ્યો કે “હોળી ની પૂનમ નેધૂળેટીનાં ઉત્સવને લીધે ડાકોરમાં એટલી ભીડ છે અને બધીજ બસો ભરેલી છે. મને બસ મળતી નથી પણ હું કંઈ પણ કરીને ઘેર પહોંચી જઈશ.” હવે અજયને શાંતિ થઈ. પરતું રાતના બે વાગ્યા પણ અનુ આવી નહી .અજયને ઊંઘ ન આવી પણ તે ફોન પણ કયાં કરે? ત્યારે સેલ ફોન પણ કયાં હતા!!!
સવારનાં પાંચ વાગતા જ તેણે મનુભાઈને ફોન કર્યો કે “અનુ હજી આવી નથી હું ડાકોર તપાસ કરવા જાઉં છું આપ કે અનુનો ભાઈસાથે આવો તો સારું.” બંને જણાને લઈને તેઓ તરત જ ડાકોર જવા નીકળ્યા.આખું ગામ કેટલીય વાર ફરી વળ્યા પણ અનુનો ક્યાંય પત્તો ન લાગ્યો. તેના પરિવારજનો અને સગાંવહાલાને મિત્રોના ઘેર બધે તેની માતા અને ભાભીએ તપાસ કરી પણ અનુનો ક્યાંય પત્તો ન જડ્યો. છેવટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. તેના ફોટા આપ્યા.
ડાકોરમાં તેનાે ફોટો લઈને ફરતા અજયને કોઈ પાનના ગલ્લાવાળાએ કીધું કે”આ બહેનને
મારા પાનના ગલ્લાને બંધ કરતો હતો ત્યારે એક ટ્રકવાળા સાથે મગજમારી કરતા સાંભળ્યા હતા કે
“મને બસ મળતી નથી રહેવાની જગ્યા પણ મળતી નથી. હું તને પૈસા આપીશ ,તું મને અમદાવાદ
ઉતારી દે.”
પોલીસને તપાસ કરતા જ ડાકોર નજીકના એક ગામના ખેતરમાંથી અનુપમાની જોવાય નહી તેવી
તૂટેલા ફાટેલ વસ્ત્રોવાળી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી. પોલીસના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું મોત તો તેની ગળચી દાબીને કરવામાં આવ્યું હતું અને તેના મૃત્યુ પહેલા તેની પર કેટલીએ વાર બળાત્કાર થયો હતો. તપાસના અંતે જાણવા મળ્યું કે તે ટ્રકમાં ડ્રાઇવર સાથે છ જણા હતા. બધાંએ ભેગા મળી અનુને પીંખીં નાંખી હતી. અને પછી ગળું દબાવી મારી નાંખી હતી.
ભડવીર જેવી અનુપમાની આવી દુર્દશા કરીને અમાનવીય હત્યાની વાત સાંભળી એકેએક વ્યક્તિનું હ્રદય કંપી જતુ હતું. અનુપમાના પિતા આજે પહેલીવાર પોતાની દીકરીને બેબસ નજરે જોઈને તેના સ્ત્રી હોવાપણાને ધિક્કારી રહ્યા હતા.
વુમન એમ્પાવરમેન્ટ ,નારી શક્તિ અને નારી સ્વતંત્રતાની વાતો ગમે તેટલી કરો પણ ભગવાને
સર્જેલી નારીની શારીરિક રચના અને શારીરિક શક્તિની જે મર્યાદા છે તેને તો સ્વીકારવી જ રહી.
સ્ત્રી એ સ્ત્રી છે તેની કોઈક મર્યાદા તો છે જ તેનો સ્વીકારતો કરવો જ રહ્યો.
દર્દનાક ઘટનાઓથી દિલ હલી જાય છે. કેમ અટકાવી શકાય? માતાઓ કપૂત ન થવા દે.
LikeLiked by 1 person
અનુપમાની આવી દુર્દશા કરીને અમાનવીય હત્યાની વાત સાંભળી એક કસક
‘વુમન એમ્પાવરમેન્ટ ,નારી શક્તિ અને નારી સ્વતંત્રતાની વાતો ગમે તેટલી કરો પણ ભગવાને
સર્જેલી નારીની શારીરિક રચના અને શારીરિક શક્તિની જે મર્યાદા છે તેને તો સ્વીકારવી જ રહી.
સ્ત્રી એ સ્ત્રી છે તેની કોઈક મર્યાદા તો છે જ તેનો સ્વીકારતો કરવો જ રહ્યો.’ આ વાત સાથે સંમત નથી.કોઇક અંશે આ સત્ય છે પણ એ અંગે નારીને કેળવણી અપાય તો સ્થિતીમા સુધારો થાય.
LikeLiked by 1 person
અત્યારની ૨૧મી સદીમાં પણ સ્ત્રીની આવી દુર્દશા એ અત્યંત ઘૃણાજનક ઘટના છે. પુરૂષોની હવસને કોઈ સીમા નથી. એક દિકરીનો બાપ આવું નિંદનીય કામ કેવી રીતે કરી શકે એ સમજની બહાર છે.
LikeLike
૨૧મી સદીમાં અને અત્યારે નવરાત્રીના સમયે આ વાર્તા વાંચી . ખરેખર આ સમય છે નારી એ મહાકાળી સ્વરૂપ ધારણ કરી નરાધમોને હંફાવાવાનો. આને માટે બાળપણથી નારી જાતીને ટ્રેનીંગ આપવી જરૂરી છે.
LikeLike