ગરબો – “ચાર ચાર સહિયરો..” – યામિની વ્યાસ
ચાર ચાર સહિયરો ઘૂમે એક સાથે
માડી રંગેચંગે આવે રુમઝુમના તાલે
આકાશી ઓઢણી ને ઝગમગતા તારલા
ઓવારણા લઉં છું મા અંબેના નામના
આભેથી ચાંદ આવી નજરુ ઉતારે
વચ્ચોવચ મંચ પર સરુપાઓ મ્હાલે
સાત સાત રંગોના શમણાઓ લાવે,
માડી રંગેચંગે આવે રુમઝુમના તાલે !
ચાર ચાર…
શબ્દોથી ટહૂકા વેરે કળાયલ મોરલા
અંબેમાના ગરબે જાગે અંતરના ઓરતા
ડુંગરથી ઉતરી મા આશિષો આપે
માડીના ચરણોમાં ભાવોત્સવ ગાજે
લાલ લાલ કુમકુમના પગલાંઓ પાડે,
માડી રંગેચંગે આવે રુમઝુમના તાલે !
ચાર ચાર….
Sent from my iPhoneAttachments areaPreview YouTube video ગરબો:યામિની વ્યાસ સ્વરકાર/સ્વર: માયા દીપક તબલા:જિગ્નેશ રાવગરબો:યામિની વ્યાસ સ્વરકાર/સ્વર: માયા દીપક તબલા:જિગ્નેશ રાવ
સરસ ગરબો.
LikeLiked by 1 person
Preview YouTube video ગરબો:યામિની વ્યાસ સ્વરકાર/સ્વર: માયા દીપક તબલા:જિગ્નેશ રાવગરબો:યામિની વ્યાસ સ્વરકાર/સ્વર: માયા દીપક તબલા:જિગ્નેશ રાવ
માણવાની મઝા આવી
ધન્યવાદ
LikeLiked by 1 person
આકાશી ઓઢણી ને ઝગમગતા તારલા”’સરસ.
LikeLiked by 1 person