પાંચમું નોરતું
ગરબો
શબ્દો:યામિની વ્યાસ
સ્વર/સ્વરકાર:સોનલ વ્યાસ
એક નવલો તે ગરબો જાતે કોરીયો રે લોલ.
માંહી શ્રધ્ધાનો દીવડો પ્રગટાવીયો રે લોલ
પ્રસરે ઘડુલે રૂડી અજવાળી તેજધાર
એમાં ફેલાતો આખા ગરબાનો ટૂંકસાર
તારા આવ્યા છોડી આકાશી દરબાર
તાલે તાલે પાછળ નક્ષત્રોની હાર
મેં તો ચાંદાને ચોકમાં ઘુમાવીયો રે લોલ
એક નવલો તે…
આવનજાવનમાં ગૂંજે અનહદનો એક નાદ
પગ નર્તન કરે જ્યાં પડે ગરબાનો એક સાદ
રગ રગમાં માંડ્યો સહુએ અખિલ નૌતમ રાસ!
આખું બ્રહ્માંડ આવીને નીરખે ગરબાની આસપાસ
સકલ વિશ્વનો ગરબો ગવડાવીયો રે લોલ
એક નવલો તે …
યામિની વ્યાસ
Attachments areaPreview YouTube video Garbo: યામિની વ્યાસ સ્વર/સ્વરકાર:સોનલ વ્યાસGarbo: યામિની વ્યાસ સ્વર/સ્વરકાર:સોનલ વ્યાસ
સુ શ્રી યામિની વ્યાસ નો સુંદર ગરબો
એક નવલો તે ગરબો જાતે કોરીયો રે લોલ.
માંહી શ્રધ્ધાનો દીવડો પ્રગટાવીયો રે લોલ
ના સ્વર/સ્વરકાર:સોનલ વ્યાસ દ્વારા મધુર ગાન
ધન્યવાદ
LikeLike