દશેરાએ માને પત્ર
શબ્દો:યામિની વ્યાસ
સ્વર:સોનલ વ્યાસ
પત્ર પાઠવી રહી છું આજ મા તને ખમ્મા ખમ્મા
હવે પૂરી થઈ નવરાત મા તને ખમ્મા ખમ્મા
જગતજનની,ત્રિભુનેશ્વરી,વિશ્વવિજયીની મા
હે દુર્ગેશ્વરી, આદયશક્તિ મા,ઓ જગદંબા મા
ધરતી પરથી પત્ર લખતી તારી દીકરીઓના શત શત નમન
જત જણાવવાનું કે મા અમારી ધરતી ડગમગ થાય
જત જણાવવાનું કે અહીં તારી દીકરીઓની આબરૂ લૂંટાય
ઘણી કળીઓની લખવી છે વાત મા તને ખમ્મા ખમ્મા
અહીં ઊગ્યા છે ઊંડા આસુરી અંધારાં
એને ઉલેચી માડી ફેલાવો અજવાળાં
લાવો સાચું દશેરાનું પ્રભાત મા તને ખમ્મા ખમ્મા
ટૂંકમાં કહું તો હરણ,હનન,હત્યા થાય છે બહુ
બસ રહેંસી નાખે નારીને, વધુ તો હું શું કહું!
રોકી દે રોજનો ઉલ્કાપાત મા તને ખમ્મા ખમ્મા
લાખો ત્રિશૂલો લઈ ગબ્બરથી આવીને વધ કર
ધરતીના મહિષાસુરને વધેરી ખપ્પરનો ભોગ ધર
રક્તબીજ સમા માનવ દાનવને સંહાર મા તને ખમ્મા ખમ્મા
તા. ક. માં લખું છું છેલ્લે વિન્નતી ત્રિશુળનું વરદાન દઈ દે તારી દરેક દીકરીને આત્મસુરક્ષા કાજ મા તને ખમ્મા ખમ્મા
યામિની વ્યાસ
Attachments areaPreview YouTube video Dashero Garbo: યામિની વ્યાસ સ્વરાંક/સ્વર:સોનલ વ્યાસDashero Garbo: યામિની વ્યાસ સ્વરાંક/સ્વર:સોનલ વ્યાસ
ત્રિશુળનું વરદાન દઈ દે તારી દરેક દીકરીને આત્મસુરક્ષા કાજ મા…
LikeLike
દશેરાએ માને પત્ર સુ શ્રી :યામિની વ્યાસના સ રસ શબ્દો
: સુ શ્રી સોનલ વ્યાસના સ્વરમા મધુર ગાન
LikeLike
EXCELLENT, DHARTI NA MAHISHUR NE VADHERI KHAPPAR NO BHOG DHAR. LAKHO TRISHUR LAI AV DHARTI UPER ROJ NARI LUTAY LUTARA NO NASH KAR. FELAV PRAKASH DASHERA NE DIN.. KHUB SARAS YAMINI BEN DASERA NO GARBO. HEART TOUCH. MEANING FUL AJ NA JAMANA NE ANUSAR PERFECT
LikeLike