થોડી ખાટી, થોડી મીઠી – (૧૬) – દિપલ પટેલ


આજે મારે કોઈ માણસની નહિ પણ મારા જીવનમાં આવેલા શ્વાનોની વાત કરવી છે. મને યાદ નથી ક્યારથી મને કૂતરાં ગમવા લાગ્યાં. પણ મારા હૃદયમાં એમના માટે એક વિશેષ સ્થાન તો છે જ 🙂 
ધ્રુવ ભટ્ટની અકૂપાર વાંચી ત્યારે જોયું કે ગીરના લોકો હાવજ (સિંહ)ને માણસની જેમ જ ગણે, એમનાં નામ પણ રાખે. મારુ પણ કુતરાઓ વિષે એમ જ 🙂

શિયાળામાં અમારા ગામ જવાનું થાય અને દિવાળીનો સમય હોય અને લગભગ એજ સમયે કુતરીને ગલૂડિયાં થયાં હોય, એટલે મમ્મી મને રોજ શિરો બનાવી આપે અને રોજનું 1 લીટર દૂધ વધારે આવે ગલૂડિયાં માટે 🙂 ઘણી વાર એમ બને કે સાંજે મહેમાન આવે અને મમ્મી ચા બનાવવા દૂધ શોધે તો હોય નહિ કારણકે મેં કુતરાઓને પીવડાવી દીધું હોય!
આપણી આસપાસ કુતરાઓ શોધવા એટલા અઘરા નથી. ભારતમાં તો બધે મળી જ જાય. અને હા મને કૂતરાં ગમે બહુ પણ ઘરમાં પાળવા નહિ. મને આપણી ગલીના એ આઝાદ કૂતરાં વધારે પ્રિય છે. 

અમારાં ફ્લેટમાં ગલૂડિયાં થાય તો એમને જીવડાં પડે એટલે નવડાવાનો એ વિશેષ આનંદ હોય. બીમાર પડે તો હોસ્પિટલ લઇ જાઉં. એમની સાથે ભરપૂર રમુ. દિવાળી વેકેશનમાં મારી બપોરનો કાર્યક્રમ એમની સાથે રમવાનો જ હોય. 

એક દિવસ હું 11 માં ધોરણમાં હતી અને સ્કૂલેથી પાછી આવી ત્યારે એક કાબરચીતરી અને અતિશય પાતળી કુતરી અમારા ફ્લેટના બાંકડે ડરીને બેઠી હતી. અમારા વિસ્તારમાં મેં એને ક્યારેય જોઈ ન હતી. હું નજીક ગઈ એ થોડી ડરી પછી મેં એને વ્હાલથી બોલાવી અને માથે હાથ ફેરવ્યો. કૂતરાં બહુ જલ્દી સમજી જતાં હોય છે કે હું એમને નુકશાન નહિ પહોચાડું. 
પછી તો મમ્મીને બૂમ પાડી અને મમ્મી રોટલી અને દૂધ લઈને આવી. એને પીવડાવ્યું. અને કહ્યું કે હવે અહીં જ રહેજે. જાણે એ સમજી ગઈ હોય એમ એ ફ્લેટમાં જ રહેવા લાગી. એનું નામ મેં રાની પાડ્યું. પછી તો અમે બધા ખાવાનું આપતા અને હવે એ જાડી પણ થઇ હતી. એને ગલૂડિયાં થવાનાં હતા અને એક સવારે બચ્ચાંઓનો રડવાનો અવાજ આવ્યો અને નીચે જઈને જોયું તો રાનીના ગલૂડિયાં જન્મી રહ્યા હતા. મમ્મીએ તરત જ શિરો બનાવ્યો અને અમે એની બાજુમાં બેસી રહ્યાં. એ કોઈને એને પાસે આવવા ન દે. માત્ર મને અને મમ્મીને જ આવવા દે. 
પછી તો એના 7 ગલૂડિયાં મોટા થયા અને ભયંકર ધમાલ કરે. અને ફ્લેટનો દરવાજો ખુલે એટલે બહાર ભાગે અને હું નીચે ભાગુ એમને પકડીને અંદર લાવવા. 
એ વખતે મારાં સવારના 5:30 વાગ્યાના ટ્યુશન હતા, જે હું ઘરેથી ચાલીને જતી અને અંધારું અને વિસ્તાર પણ સૂમસામ હતો. હું એકદમ છાનીમૂની નીકળું પણ રાનીને કાયમ ખબર પડી જાય અને હજુ તો હું ગેટે પહોંચું ત્યાં એ પાછળ આવીને ઉભી જ હોય. મને રોજ મારા ટ્યુશન સુધી મુકવા આવે. આમ સ્વભાવે અતિશય શાંત પણ રસ્તામાં બીજા કૂતરાં આવે તો મારાં માટે એમની સામે લડે. મારા ટ્યુશન હોય ત્યાં મૂકીને પાછી ન જાય, એ ત્યાં બેસી રહે હું પાછી ન આવું ત્યાં સુધી અને પછી એ મારી સાથે પાછી આવે 🙂
આ તે કેવો પ્રેમ? 🙂

ફ્લેટ રોડ ઉપર હોવાને કારણે રાનીના ગલૂડિયાં બહાર જતાં રહે અને એમાંથી ઘણા ગાડી નીચે આવીને અને ઘણા એમ જ માંદા પડીને મરી ગયા. એ વર્ષે એના એક પણ બચ્ચાં ન જીવ્યા. 
બીજા વર્ષે એને બીજા 7 બચ્ચાં થયા. અમારી મિત્રતા અકબંધ હતી. એક રાત્રે અમારી ફ્લેટના બે છોકરા મને બોલાવા આવ્યાં કે રાનીના પગ ઉપરથી એક્ટિવા પસાર થઇ ગયું છે એ રડે છે પણ કોઈને અડવા નથી દેતી. હું અને મમ્મી તરત જ ગયા. અને અમને જોઈને જાણે અમારી જ રાહ જોતી હોય એમ ફરિયાદ કરવા માંડી. અમે એને તેડીને અંદર લઇ આવ્યા. પપ્પાએ એની દવા કરી, પાટો બાંધ્યો. એને ફ્રેક્ચર ન હતું થયું એ સારું હતું. પછી એને અમે રોજ કસરત કરાવતાં અને ધીમે ધીમે તો એ ચાલતી થઇ ગઈ. એક દિવસે હું સ્કૂલેથી પાછી આવી અને રાની ના દેખાઈ. આમ હું બૂમ પાડું તો દોડતી આવે પણ આવી નહિ. એના ગલૂડિયાં પણ ખુબ રડતાં હતા. મને સમજાયું નહિ. મેં મમ્મીને બૂમ પાડી. મમ્મીએ કીધું કે તું ઉપર આવ જમી લે પછી આપણે એને જઈએ શોધવા. મારો જીવ ના ચાલે. 
ઘરે આવીને મમ્મીનો ચહેરો પણ ઉદાસ લાગ્યો. મેં પૂછ્યું તો મમ્મીએ કહ્યું કે રાની રોડ ઉપર સૂતી હતી અને બસનું ટાયર એના ઉપરથી પસાર થઇ ગયું. તું આવીને જોઈ ના શકત એટલે હું અને રાજુભાઈ એને દાટી આવ્યા. હું અને એના ગલૂડિયાં આખી બપોર રડ્યાં. ગલૂડિયાં માંડ 15 દિવસના હતા. અને હવે જાણે એ મારા ભરોસે મૂકીને ગઈ હોય એમ અમે એ બધાને મોટા કરવાનું શરુ કર્યું. દૂધની બોટલ લઇ આવ્યા. દૂધ પીવડાવીએ, અમારાથી સચવાય એટલું સાચવીએ. ધીમે ધીમે બધા ગલૂડિયાં મરી ગયાં. પણ એક ગલુડિયું જીવ્યું જેનું નામ મેં પાડ્યું કુકી. અને એ કુકી પછી મોટી થઇ અને અમારા વિસ્તારની વાઘણ કહી શકાય એવી મસ્ત થઇ. હું મારુ એક્ટિવા કાઢું એટલે એ પાછળ દોડતી આવે. નીચેથી બૂમ પાડું તો ત્રીજે માળ ચઢીને આવે અને દરવાજે આવીને બારણું ખખડાવે. એ પણ એટલી જ માયાળુ, પ્રેમાળ પણ જબરી. 
પછી તો હું લગ્ન કરીને અમેરિકા આવી પણ હજુયે એ મમ્મીની સાથે છે. 🙂
હું અમેરિકા ગઈ પછી મને કૂતરાં બહુજ મિસ થતાં. એમરિકામાં પાર્કમાં બધાના સરસ કૂતરાં હોય પણ કોઈને અડીએ એ ગમે નહિ. 4-5 મહિના પછી અમે રાત્રે ચાલવા નીકળ્યા હતા. અને અમારી આગળ એક બહેન મોટું ગોલ્ડન રિટ્રીવર(કૂતરાની પ્રજાતિ) કૂતરું લઈને ચાલતાં હતા. મારાથી રહેવાયું નહિ અને મેં એમને પૂછ્યું કે હું તમારાં કૂતરાંને વ્હાલ કરું? એ બહેન સમજી ગયાં હશે કદાચ અને મને હસીને હા પાડી. એ કૂતરાને હું ભેટી પડી અને રડી પડી. એ કૂતરું પણ જાણે સમજી ગયું હોય એમ મને વ્હાલથી ચાટવા લાગ્યું. એ બહેન પણ સમજી ગયા હશે. અમે કાંઈજ ન બોલ્યાં અને બસ મેં એમનો બહુજ આભાર માન્યો અને પાછા આવ્યા. 

જીવનમાં પ્રાણીઓ પણ કેટલો બધો પ્રેમ શીખવાડી જતાં હોય છે? બસ આવો જ નિસ્વાર્થ પ્રેમ અને વફાદારી આપણે પણ અપનાવી શકીએ 🙂

2 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૧૬) – દિપલ પટેલ

 1. યાદ આવ્યું
  અમે નાનપણમા ગલુડીઆ રમાડવા જતા ત્યારે ગાતા
  બાને વા’લાં છે જેમ વીરો ને બેની કાળવીને વા’લાં કુરકરિયાં જી રે હાલો ગલૂડાં રમાડવા જી રે
  કાળિયો ને લાળિયો પાદર પસાયતા બાઉ બાઉ આલબેલ બોલિયા રે હાલો ગલૂડાં રમાડવા જી રે
  ગોળ-ઘી-લોટના શીરા બનાવિયાં કાળવીનાં પેટડાં પૂરિયાં રે હાલો ગલૂડાં રમાડવા જી રે
  પેટ ભરીને માડી બાળક ધવરાવે ધાવીને પોઢે ટીપૂડિયાં રે હાલો ગલૂડાં રમાડવા જી રે અને
  ‘મેં એમને પૂછ્યું કે હું તમારાં કૂતરાંને વ્હાલ કરું?’ વાતે
  Cuddling your dog isn’t just good for your pet, but for you too. Cuddling can have multiple psychological benefits for both you and your furry friend. It reduces levels of Cortisol, the hormone that is responsible for stress, anxiety, depression and, worst-case scenario, breakdown.બાકી અહીં ‘cuddle a therapy cow for $75 !

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s