તુ મારો રાજા, હું તારી રાણી- વાર્તા-જિગીષા પટેલ


આઝાદ જીમમાં કસરત કરી પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. સુનયનાદેવી બરાબર તેની સામેની બાજુ આઝાદ દેખાય તેવી રીતે સાઈક્લીંગ કરી રહ્યા હતા. આઝાદ એવો ફૂટડો નવયુવાન -છ ફૂટ બે ઈંચ ઊંચો, કસરત કરીને ચુસ્ત બનાવેલ પહોળી છાતીવાળુ પૌરુષત્વ નીતરતું બદન, ભીનો વાન અને કોઈને પણ ગમી જાય તેવું સ્મિત..આઝાદ લોકરમાંથી પોતાના કપડાંની બેગ લઈને સ્વીમીંગપુલ તરફ ગયો. બાથરુમમાં શાવર લઈ તે સ્વીમીંગપુલમાં ડાઈ મારી જયાં પુલમાં પાણીની બહાર આવ્યો તો તેના શરીર પર કોઈ સુંવાળો હાથ ફરતો હોય તેવું તેને લાગ્યું. પોતાનાથી ભૂલમાં કોઈ સ્ત્રીને અડકી જવાયું કે કોઈ જાણી જોઈને તેના શરીરને સ્પર્શી રહ્યું હતું, તે બેઘડી તેને ન સમજાયું. પુલનાં પાણીમાંથી જેવું તેનું માથું બહાર આવ્યું તો સુનયનાદેવી હોલ્ટર સ્વીમીંગસુટમાં હાસ્ય વેરતાં આઝાદના ‘Sorry Medam’ નો ‘It’s ok ‘ જવાબ આપી રહ્યાં હતાં.

પોતાની ઓળખાણ આપતાં ”હું લાલચંદ રાયચંદની પુત્રવધુ ,સુનયના રાયચંદ, મિસિસ સુકુમાર રાયચંદ”

સુનયનાદેવીની ઓળખ સાંભળતાં જ આઝાદ બે હાથ જોડી તેમને નમસ્કાર કરવા લાગ્યો, તો સુનયનાએ તો તેને હસ્તધૂનન કરી તેને ભેટી તેના કસરતથી ચુસ્ત બનેલા શરીરના વખાણ કરવા માંડ્યા. આઝાદને સુનયનાદેવીનું વર્તન જરા અજુગતું લાગ્યું પણ આવા વગદાર,નામી, કરોડપતિના પત્ની હોવાથી તેમના નામી નામથી અભિભૂત થઈ ,આઝાદ ચૂપચાપ હસતો જ રહી તેમની વાતમાં હામી ભરતો રહ્યો. એટલામાં સુનયનાદેવીએ તો, તેને તૈયાર થઈને બહાર આવે એટલે કોફી પીવાનું આમંત્રણ પણ આપી દીધું. આટલી મોટી હસ્તીના આમંત્રણને તો તે ઠુકરાવી જ કેમ શકે? બંને જણા કોફી સાથે સેન્ડવીચ ખાઈને છૂટાં પડ્યા. છૂટા પડતાં પડતાં ઔપચારિક વાતોમાં સુનયનાએ આઝાદની ઘણી વાતો જાણી લીધી હતી. તેના માતપિતા કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. દાદીએ મોટો કર્યો ને ભણાવ્યો હતો. હમણાં થોડા સમય પહેલાં જ તેમનો પણ સ્વર્ગવાસ થયેા હતો. તે હવે એમ.બી.એ કરીને નોકરીની શોધમાં હતો. આઝાદે તો તેમને વગદાર માની પોતે જોબની શોધમાં છે તેવું કહેલું પણ તેમણે કીધું “હવે તારે જોબની જરુર નથી, તને જોબ મળી ગઈ સમજ ને!”

આઝાદ વિચારતો રહી ગયો. તેને કંઈ સમજાયું નહીં.- જોબ મળી ગઈ સમજ ને!!!

હવે તો રોજ સુનયનાદેવી આઝાદના જીમનાં સમયે જ જીમમાં આવતાં અને તેની સાથે સમય વિતાવવા કોફી પીવા કે લંચ કરવા પણ આઝાદને લઈ જતા. આઝાદ આમ તો તેમનાથી વીસ વર્ષ નાનો હતો. શરુઆતમાં તો આઝાદ પણ તેમના વર્તનને સમજી નહોતો શકતો. તેમના પૈસા અને વગથી પોતે કામકાજમાં ક્યાંક સેટ થઈ જશે તેમ સમજી તે પણ તેમની હા માં હા ભેળવી ચાલતો હતો. તેમના પતિ સુકુમાર રાયચંદ ધંધાના કામ અંગે હમેશાં દેશ-વિદેશ ફરતા રહેતા. સુનયનાને બાળક હતું નહી. સુનયનાના પિતા પણ ગર્ભશ્રીમંત હતા. પૈસાદાર મિલએજંટેાની એક જુદી નાત હોય છે.

પોતાની પ્રતિષ્ઠા સમાજમાં જળવાય અને લોકો “વાહ-વાહ” કરે તેમ વિચારી પોતાની સ્વરૂપવાન, તેજસ્વી સુનયનાને રાયચંદ કુંટુંબનાં પીપ જેવા જાડા, કદરુપા સુકુમાર સાથે તેના માતા-પિતાએ પરણાવી દીધી. સુકુમારને રાયચંદ શેઠ પોતાના વિશાળ અને દેશવિદેશમાં પથરાયેલા વેપારમાં કાબેલ બનાવવા પોતાની જોડે લઈને ફરતા.

એ દિવસે આઝાદની પચ્ચીસમી વર્ષગાંઠ હતી. ફોન કરીને દરિયા કિનારાના આલીશાન સાગરમહેલ એપાર્ટમેન્ટનાં વીસમાં માળે સુનયનાએ આઝાદને બોલાવ્યો. સુંદર સજાવટ કરેલ અદ્યતન ફર્નીચરવાળો વિશાળ ફ્લેટ જોઈ આઝાદ વિસ્મય પામી ગયો. ”મેડમ કોના ત્યાં આવ્યા છીએ આપણે?” તેના જવાબમાં તે તેને હાથ પકડીને પાછલા માસ્ટરબેડરુમની બાલ્કનીમાં લઈ ગઈ. સૂર્યાસ્તનાં સમયનો લાલઘૂમ સૂરજ તેની લાલિમા આકાશ અને ધરતી પર પાથરી રહ્યો હતો. ઉછાળા મારતો સાગર આકાશની લાલિમાને ચૂમવા જાણે ગાંડુંતૂર બની ગયો હતો. આ પ્રકૃતિની માદકતાને લઈને વાતો પવન સુનયનાની વિશાળ બાલ્કનીના હીંચકાને ઝુલાવી રહ્યો હતો.

સુનયનાએ આઝાદને ફ્લેટની ચાવી અને સાથે બી.એમ.ડબલ્યુ કારની ચાવી આપી. સુનયનાની આવી ગીફટથી આભો બનેલો આઝાદ મેડમ…….મેડમ …..આટલું બધું…….બોલતો રહ્યો અને આજથી હું તારી મેડમ નહી ખાલી સુના….. આવું કહેતાની સાથે તેને રુમમાં પલંગમાં સુવાડી આવેગમાં આવી તેના કપડાં ફાડી તેને હતો, નહતો કરી દીધો. પોતાની તરસી યુવાનીની શરીરની

ભૂખને મિટાવવા તે આઝાદ પર તૂટી પડ્યા. પિસ્તાલીસ વર્ષે પણ ત્રીસ વર્ષના યુવતી હોય તેવું સુંદર આરસપહાણની કોતરેલ પ્રતિમા જેવું બદન જોઈ આઝાદે પણ પોતાની જાતને લુંટાવી દીધી.

આખી રાત આમ જ વિતાવી થાકીને સૂઈ ગયેલ બંને જણ મળસ્કે ઊઠ્યા. સુનયના પોતાની જાતે ચા બનાવી ટ્રે લઈને આવી. તેણે આઝાદને બેડમાં જ ચા આપી.

હજુ આઝાદ તો સુનયના ચા આપે તો ઊભો થઈ જતો હતો. સુનયનાએ ચાની ટ્રેન સાથે લાવેલ કંકાવટીમાંથી કંકુ લઈ તેના કપાળમાં ચાંલ્લો કર્યો અને ચોખા લગાવ્યા.તેનાં કપાળ પર અને હોઠ પર પ્રેમથી ચુંબન કર્યું અને કહ્યું,”તું આજથી આખેઆખો મારો અને હું તારી. તારે હવે કોઈ જોબ કરવાની જરુર નથી.”

આઝાદે પૂછ્યું, “તમારા પતિ? તે આપણા સંબધ અંગે જાણશે તો? રાયચંદ શેઠને ખબર પડશે તો? હું તો એક નાનો માણસ છું”

સુનયનાદેવીએ કીધું “તું હવે નાનો નથી. મારા સમગ્ર સામ્રાજ્ય પર હવે તારું રાજ! એ લોકો કંઈ નહી બોલે ……મને અત્યાર સુધી દબાવીને રાખી છે. સમાજની પ્રતિષ્ઠાને બહાને……હું પરણીને અઢાર વર્ષની આવી હતી……સુકુમાર પુરુષમાં જ નથી…..રાયચંદ શેઠ…….સુકુમાર અને દીકરીના યૌવનથી વધારે સમાજમાં પોતાની પ્રતિષ્ઠાનો વિચાર કરનાર મારા માતપિતા …..સૌએ ભેગા મળી મારા યૌવનને રેતમાં રગદોળી નાંખ્યું છે. મારું જીવન તહસ નહસ કરી નાંખ્યું છે. તું સ્વપ્નમાં પણ વિચારી ન શકે એવા પૈસા, સાહેબી અને એશઆરામની લાંચ આપી, તેમણે સમાજમાં તેમની પ્રતિષ્ઠાને હાની ન પહોંચે તેનો સોદો મારી સાથે કર્યો. હવે મારો વારો છે. માત્ર પૈસાથી સુખ ખરીદી શકાતું નથી કહી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી……”

ફરી શાંત થઈ તે બોલી,

“હવે કોઈ કંઈ નહી બોલે…..બધું હતું તેમ મોઘમ જ ચાલશે……પણ આજથી તું મારો રાજા અને હું તારી રાણી

સુનયનાએ બાલ્કની ખોલી અને જોરદાર સુસવાટા સાથેના વહેલી સવારના ઠંડા પવને રુમમાં તાજગી 
ફેલાવી દીધી. સાથે રસોડામાં વાગી રહેલ જૂના પાંચ હજાર ગીતના ગીતમાલા કાર્નિવલનાં ગીતના 
અવાજે વાતાવરણને  પલટાવી દીધું….

“તુમ જો મિલ ગયે હો તો …..યે લગતા હૈ કે …..જહાઁ મિલ ગયા….

 એક ભટકે હુએ  રાહી કો કારવાઁ….. મિલ ગયા…. કે જહાઁ મિલ ગયા…”

2 thoughts on “તુ મારો રાજા, હું તારી રાણી- વાર્તા-જિગીષા પટેલ

  1. તુ મારો રાજા, હું તારી રાણી-સુ શ્રી જિગીષા પટેલની સ રસ વાર્તા
    ‘સુકુમાર પુરુષમાં જ નથી ‘વાતે “હવે કોઈ કંઈ નહી બોલે…..બધું હતું તેમ મોઘમ જ ચાલશે……પણ આજથી તું મારો રાજા અને હું તારી રાણી” સટિક ઉપાય જાત્ર જ શોધ્યો અને મધુર અંતે ‘કે જહાઁ મિલ ગયા’ મજા

    Liked by 1 person

  2. SO MANY things LEARN FROM STORY. (1) MONEY IS BUYING EVERYTHING, (BUT NEVER BUY BORN’S MOTHER) SU NAYNA BUY AZAD DUE TO MONEY. AZAD WANT JOB, SHE takes THAT (2) SOME CERTAIN AGE MEN OR WOMEN NEED SAX IT’S NATURAL RULE. LIKE HUNGER STOMACH NEED FOOD FOR LIVING SAME WAY SAX NEED. (3) BEFORE MARRIAGE, MEDICAL CHEK UP NECESSARY BY NUTRAL DOCTOR. (NOT FAMILY) (4) RICH PEOPLE HAVE MONEY GHAMAND. JE NO NASH THAVO JOIE. (5) PARENTS MUST ASK THEIR KIDS FOR PARTNER SELECTION ON THEIR WAY- SELECTION. NEVER FORCE BY PARENTS FROM RICH OR MEDIUM-POOR CLASS. EXCELLENT STORY. SO MANY THINGS LEARN FROM STORY AFTER THINKING.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s