ચાલો મારી સાથે – ૧૦) – ઉત્કર્ષ મઝુમદાર


ચાલો મારી સાથે       – (૧૦) –        ઉત્કર્ષ મઝુમદાર

ગત વખતની અધૂરી રહી ગયેલી વાત આગળ વધારીએ. બ્રિટનમાંથી નાટકોની,થિએટરની હકાલપટ્ટી કરાવનાર, થિયેટરો ધ્વસ્ત કરી નાખનાર પ્યુરિટન્સના  રાજમાં નાટકોમાં સ્ત્રી પાત્રો સ્ત્રીઓ જ ભજવવા લાગી એવું હું  કહું તો માનવામાં ના આવે ખરું? કેટલાક વાચકોને તો વિચાર પણ આવે કે ઉત્કર્ષભાઈ એ ‘છાંટો-પાણી’ કરીને આ લેખ લખ્યો છે કે શું? કારણ કે, આ કઈ રીતે શક્ય છે? નાટકો પર જ બંધી હોય તો પછી નાટકો કેવી રીતે થાય ને જો નાટકો જ ન થાય  હોય તો પછી સ્ત્રી કલાકારો સ્ત્રી પાત્ર ભજવે એ સંભવી જ કેવી રીતે શકે, બરોબર?  ના. લખનારે ‘છાંટો-પા’ણી કરીને આ લેખ લખ્યો નથી ને વાત મારી પુરેપુરી સાચી છે. કોઈ રાજ્યમાં એ દેશમાં દારૂબંધી હોય તેનો અર્થ શું એવો થાય કે ત્યાં દારૂ મળતો જ ના હોય? જાહેરમાં ન મળે પણ ખાનગીમાં તો એ મળી જ રહે ને! બસ તમારા સંપર્કો હોવા જોઈયે બસ એમ જ.

આપણે અગાઉ શેક્સપિયરના માનસપુત્ર ગણાતા મૂળ નાટ્યકાર ને પછી પ્યુરિટર્ન્સના રાજમાં યુરોપમાં પ્રચલિત ઓપેરા નામનો એક પ્રકાર ઇંગ્લેન્ડ માં લઈ આવેલા. એટલું જ નહીં, વિના અડચણે એનું મંચન કરેલું ને લોકપ્રિય થતાં એની પણ રજૂઆત કરેલી. માત્ર એટલું જ નહિ, એ ઓપેરાનો બીજો ભાગ પણ લખેલો એવા વિલિયમ દવેનાન (1606-1668) મહાશયને નાટક લખ્યા વિના ચેન પડતું નહિ અને ભજવાવાના ન હોય તો નાટકો શું કામ લખે? નાટક તો મંચન માટે જ હો. એમને ત્યાં આપણા ગુજરાતી સાહિત્યકારો જેવું નહિ કે સાહિત્યિક નાટકો અને રંગભૂમિના નાટકો એમ નાટકો ને જુદા જુદા ગણાવે! રંગભૂમિ પર જે ભજવાય તે જ નાટક બાકી બધું …. તો….! આ વિલિયમ સાહેબે એનો રસ્તો પણ કાઢ્યો.  પોતાને આંગણે અવૈદ્ય રૂપે નાટકોનું મંચન કર્યું  ને એમાં જાન પહેચાનવાળાઓ આવતાં, અલબત્ત ટિકિટ ખર્ચીને. હવે જ્યાં એક કાયદાનો ભંગ કર્યો જ છે તો બીજા કાયદાનો ભંગ કરવાની પણ હિમ્મત આવી જ જાય. એટલે સ્ત્રી પાત્રો સ્ત્રી કલાકાઓ પાસે ભજવવાવાની શરૂઆત થઇ પણ બધું બંધ બારણે, પદ પાછળ ચાલતી આગળની પ્રવૃત્તિ. માત્ર વિલિયમ જ નહિ, બીજા અનેક માલેતુજાર રસિકજનો હતા, જેમને નાટકો જોવાનો ચસ્કો લાગી ગયેલો. તેથી, તરો, પોતાના ઘરમાં ખાનગી રહે એમ નાટ્ય પ્રયોગો કરતો ને એમાં સ્ત્રી પાત્રો સ્ત્રીઓ જ ભજવતી. પોતાના નાટક ઘેલા અગંત સ્વજનો ને મિત્રો જ ને જ આમાં હાજર રહેવાની નિમંત્રણ મળતું એટલે કોઈ ચુગલી કરી આવે એવું ન બનતું. જે થોડી સ્ત્રી કલાકાઓ નીકળી એમાં એક હતી શ્રીમતી કોલમેન નામની એક માન મર્તબો ધરાવતી ઊંચ પરિવારની એક ગૃહિણી. વિલિયમના જ લખેલા એજ નાટ્યાત્મક ઓપેરામાં એને સ્ત્રીનું પાત્ર ભજવેલું જેનું મંચન વિલિયમના નિવાસસ્થાને જ થયેલું. એક વાત આના પરથી ફલિત થાય છે કે માત્ર કાયદા આણવાથી જ કોઈ વસ્તુ બંધ થતી નથી.

રાજા ચાર્લ્સ દ્વિતિયના શાસનની સાથે સ્ત્રી કલાકારોનું તખ્તા પાર આગમન થયું. સમાજમાં શાસન પાળતા પછી ઘણા ફેરફારો થયા. વળી રાજાને પણ નાટકો પ્રત્યે લગાવ હતો. ચાર વર્ષ માટે દેશનીકાળના સમયગાળામાં એને ઘણા નાટ્ય પ્રયોગો નિહાળેલા જેમાં સ્ત્રી કલાકારો એ ભાગ લીધેલો. એણે ઠરાવ્યું કે ઈંગ્લેન્ડમાં પણ સ્ત્રી કલાકારો માટે દરવાજા ખોલવા. પ્રશ્ર્ન એ હતો કે આ કરવું કેવી રીતે? કારણ કે પ્રજામાં હજી પણ પ્યુરિટર્ન્સની બહુમતી હતી તેમને નારાજ કરવામાં પણ સાવધાની રાખવી પડે તેમ હતી. ચતુરાઈપૂર્વક એણે  ‘દ્રુરી લેન કંપની’ને સનદ આપી જેથી એ રાજાની ખુદની કંપની બની. નાટકમાં સ્ત્રી પાત્રો પુરુષો ભજવી પ્રેક્ષકોને નૈતિક આઘાત ન પહોંચાડે એ અર્થે  એણે સનદમાં પૂર્વ શરત મૂકી કે સ્ત્રી પાત્રો સ્ત્રી કલાકારો દ્વારા જ ભજવાશે. આ દસ્તાવેજ આજે પણ વિદ્યમાન છે. આમ રાજા એ ખુદ સ્ત્રી કલાકારો માટે દરવાજા ખોલી આપ્યા પછી કોણ એમાં ચૂં ચા કરી શકે? 

પ્રેક્ષકોના તો બંને બાજુના પ્રત્યાઘાતો તરફેણ અને વિરુદ્ધમાં આવે એ સામાન્ય છે પરંતુ પુરુષ કલાકારોના અભિપ્રાયો પણ આંચકાજનક રહ્યા। અમુક પુરુષ કલાકારોએ આ નિર્ણયને વધાવ્યો કે આનાથી નાટક વધુ વાસ્તવિક બનશે અને લાંબા ગાળે તખ્તાને ફાયદો થશે. જયારે બીજાઓને આ એકદમ અકુદરતી લાગ્યું. આજે આ જાણીને નવાઈ લાગે છે ને કે આમા અકુદરતી શું છે? ઉલટું પુરુષો જો સ્ત્રી-પાત્રો ભજવે એ અજુગતું ને અકુદરતી લાગે છે. કેટલાકે આનો જબરદસ્ત વિરોધ કર્યો કારણ કે સ્ત્રી કલાકારોના આગમનથી એમના પેટ પર લાત પડતી હતી. આમેય થિયેટરમાંથી આજીવિકા રળવી કઠીન થઇ ગયી હતી ને હવે આનાથી તો દાઝયા પર ડામ જેવી પરિસ્થિતિ સર્જાશે. જયારે અમુકને લાગ્યું કે આ તો ફાયદેમંદસાબિત થશે કારણકે આપણે પત્ની અને દીકરીઓને પણ આ વ્યવસાયમાં લાવી શકીશું ને કુટુંબની આવકમાં વધારો કરી કુટુંબની આર્થિક સ્થિતિ સુધારી શકીશું. કેવું છે નહિ?  એક જ સુધારો કેવી વિવિધ પરિસ્થિતિનું નિર્માણ કરે છે? આનો અર્થ એક આજ કે શાશ્વત સત્ય જેવું કઈ છે નહિ તમે ક્યાંથી એ વસ્તુને નિહાળો છે એના પર  બધો આધાર છે. આ ગણગણાટ ની કઈ અસર ન થઈ કારણ જે હો તે એક વાત નક્કી થઇ ગયી હતી કે પ્રેક્ષકોને આ ફેરફાર અત્યંત પસંદ આવી ગયો. એક વાર સ્ત્રીઓને સ્ત્રી પાત્રોમાં જોયા બાદ એમને હવે પુરુષ કલાકારો સ્ત્રી પાત્રો ભજવે એ જોઈતું ના હતું.  પ્રગતિશીલ કલાકારો અને નિર્માતાઓને એ માપી લીધું કે તખ્તા પર સ્ત્રીના આગમન બાદ નવા પ્રેક્ષકોમાં આવવા લાગ્યા  હતા. આનાથી પ્રયોગોની સઁખ્યામા વધારો થતો હતો જેનો અર્થ થાય વધારે આવક. આ પરિસ્થિતિ બધા માટે લાભકર્તા હતી.

2 thoughts on “ચાલો મારી સાથે – ૧૦) – ઉત્કર્ષ મઝુમદાર

  1. શ્રી ઉત્કર્ષ મઝુમદારની ચાલો મારી સાથે મા નાટકો અંગે વિશ્વમય કરે તેવી માહિતી માણી મઝા આવી ધન્યવાદ

    Like

  2. KAYDA ANVA THI KOI VASTU BANDH THATI NATHI. IT’S 100% TRUE ANY COUNTRY THIS FOLLOW. EXAMPLE SO MANY. INCOMTAX/ DARU BANDHI/ EVEN CORONA MA PAN LOKO KAYDA NE TODI HOME BAHAR JATA HATA. KADYA NE CHATAK BARI HOY CHE. SECOND TAMO VASTU KAY RITE JOVO CHO NE VICHRO CHE TENI UPER ADHAR CHE. BE VAT SATYA CHE.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s