હું વાત કરી રહી હતી, અમેરિકાના લોકોની પ્રામાણિકતા વિષેની.
આજ વાત આગળ વધારતા એક બીજો કિસ્સો જણાવું. સમય હતો થેન્ક્સગિવિંગનો. જેમાં દુકાનોમાં ખુબ ભીડ અને ચેકઆઊટ કાઉન્ટર ઉપર લાંબી લાઈન હોય. હું પણ આવી જ એક લાઈનમાં કલાકથી ઉભી હતી.
(હા, અહીંના કાઉન્ટર ઉપરના લોકો ઘણાં ધીમા હોય છે, કામ બાબતે) મારી આગળ એક બહેન હતા 4-5 જોડી કપડાં અને બીજી વસ્તુઓ હાથમાં લઈને ઉભા હતા. એમની આગળ એક બહેન એમની નાનકડી દીકરીને સ્ટ્રોલરમાં લઈને ઉભા હતા. હવે કદાચ એમનો જ વારો હશે અને એમની નાનકડી દીકરીએ અચાનક ઉલ્ટી કરી અને એ બહેન દીકરીને તેડીને તરતજ ત્યાંથી બાથરૂમ તરફ ભાગ્યાં. અને એમની દીકરીનો બુટ પડી ગયો. હવે એમની પાછળ વાળા બહેને આ જોયું અને બુટ આપવા પાછળ દોડ્યાં. અમે સ્ટ્રોલર અને એમનો સમાન બાજુ ઉપર મુક્યો અને એમની રાહ જોઈ. એ બહેન આવ્યા નહિ પણ જે બહેન બુટ લઈને પાછળ ગયાં હતા એ એ બહેન થોડી વારે પાછા આવ્યાં. અને આવીને લાંબી લાઈનને છેક છેલ્લે જઈને શાંતિથી ઉભા રહી ગયા. હું પણ એમની રાહ જોતી હતી એટલે મેં એમને જતાં રોક્યાં અને કહ્યું કે તમે મારી આગળ હતાં. આવી જાઓ. એ બહેન ખચકાયા. અને આખી લાઈનમાં દરેક વ્યક્તિને પૂછી આવ્યા કે “are you sure?” બધાં જાણતાં હતા કે શું બન્યું હતું એટલે બધાએ એમને આગળ જવા કહ્યું. એમણે ખુબ આભાર માન્યો અને આગળ આવીને ગોઠવાયા.
આ દ્રશ્ય જોઈને મને થયું કે શું સ્ત્રી છે આ! મારી જેમ એ પણ કલાકથી જ લાઈનમાં ઉભા હતા ને! એમણે તો લાઈન તોડી, એ તો પેલી નાની છોકરીના બુટ આપવા માટે તોડી હતી. છતાંય આવીને ચુપચાપ પાછળ જઈને ગોઠવાઈ ગયાં!
આ બહેનની ધીરજ અને પ્રામાણિકતાને વંદન.
ચોથી વાત, જે અમને ગમતી એ છે ત્યાંના દાદા-દાદી. ઘણાં નેશનલ પાર્કમાં અમે ફરવા જઈએ તો દાદા-દાદી રીટાયર થઈને ત્યાં પાર્કમાં સેવા આપવા આવ્યા હોય. એમની જાતે ફરવા નીકળ્યા હોય, અમે જે 13 માઈલની હાઈક કરતાં હોઈએ ને ત્યારે ઘણાં દાદા-દાદી પણ કરતાં હોય, વાંચતા હોય. નવી નવી વસ્તુઓ શીખતાં હોય. મને આ બધું જાણવું ખુબ ગમે એટલે ત્યાં લાયબ્રેરીમાં થતાં નાના ફ્રી વર્કશોપમાં હું જતી. અને નવા લોકોને મળતી. મને હજુ યાદ છે હું એક એવા વર્કશોપમાં ગઈ હતી જ્યાં દાદા-દાદીને ટચસ્ક્રીન ફોન અને ફેસબુક એપ કેવી રીતે ડોઉનલોડ કરીને વાપરી શકાય એ શીખતાં હતા. મેં ઘરે આવીને અનુજને કહ્યું તો એ હસ્યો અને મને કહે: “તું કોમ્પ્યુટર એન્જિનિયર અને એપ ફોનમાં કેવી રીતે નાખવી એ શીખવા ગઈ હતી?, મેં કહયું “ના, હું એ દાદા- દાદી પાસેથી સ્વત્રંત રહીને નવી વસ્તુઓ કેવી રીતે શીખી શકાય એ શીખવા ગઈ હતી!! ”
અમેરિકાના લોકોની પ્રામાણિકતા વિષેની…. આ વાત તો અમારા અનુભવની !
‘દાદા-દાદીને ટચસ્ક્રીન ફોન અને ફેસબુક એપ કેવી રીતે ડોઉનલોડ કરીને વાપરી શકાય …’જેવી અનેક વાતો અમે પૌત્રો પાસે શીખ્યા
LikeLiked by 2 people