આ નમણાં ઝરણાઓ
અલી જોને, સખીરી…
અહીં જોને, સખીરી…આ નમણાં ઝરણાંઓ
જાણે જળનાં ચંચળ કૂદતાં આ હરણાંઓ,
વગડે વગડે ગુંજન કરતાં આ ઝરણાંઓ,
અલી જોને સખીરી…
ઝરણું ક્યાંથી આવ્યું? સહિયર, કોના છલકયાં નેણ
એકબીજાની વાતે ખળખળ જાણે ડૂબ્યાં વેણ!
જંગલની વચ્ચોવચ ફરવાં નીકળ્યાં ચાંદરણાંઓ
અલી જોને, સખીરી…
વનપંખીના ટહુકા જેવો મીઠો રવ આ કરતાં દોડે,
સરી જતાં હર જળપગલાંને એક ગતિએ જોડે!
આળોટે આકાશ ઘડીભર એના પાથરણાંઓ.
અલી જોને, સખીરી…
- યામિની વ્યાસ
Attachments area
Preview YouTube video અલી જોને સખીરી.:યામિની વ્યાસ સ્વરાંકન/સ્વર:સોનલ વ્યાસ
વાહ, સુંદર રચના અને સરસ સ્વરાંકન.
સરયૂ
LikeLiked by 1 person
વનપંખીના ટહુકા જેવો મીઠો રવ આ કરતાં દોડે,
સરી જતાં હર જળપગલાંને એક ગતિએ જોડે!
આળોટે આકાશ ઘડીભર એના પાથરણાંઓ.
અલી જોને, સખીરી…
વાહ
અલી જોને સખીરી કવયિત્રી:યામિની વ્યાસની સુંદર રચનાનુ સુ.શ્રી:સોનલ વ્યાસ દ્વારા સ રસ સ્વરાંકન અને સ્વર
LikeLiked by 1 person
ખળખળ ઝરણાં જેવું રમતીલું ગીત.
LikeLiked by 1 person
અતિ સુંદર તસ્વીર કુદરતની
LikeLike