વ્હાલાં વાચકો, સર્જકો, મિત્રો અને શુભેચ્છકો,
“દાવડાનું આંગણું” ના નવા અવતાર, “આપણું આંગણું” ને હવે પાંચ મહિના પૂરા થયા છે. આટલા ટૂંકા ગાળામાં આપ સહુના પ્રેમ થકી “આપણું આંગણુ” મહેકી ઊઠ્યું છે. આપ સહુના અસીમ પ્રેમ માટે આપના આભારી છીએ.
સંપાદક, Editor in Chief, યુવાન સાહિત્યકાર હિતેન આનંદપરાના અથાક પ્રયત્નોથી હવે “આપણું આંગણું” ના બેનર તળે દર મહિને સાહિત્ય અને કલા જગતના ફલકનો ઉઘાડ કરતાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એ વિષેની સૂચના પણ બ્લોગના માધ્યમથી બ્લોગના સબસ્ક્રાઈબરોને મોકલવામાં આવે છે. હાલમાં જ ત્રણ દિવસની ટૂંકી વાર્તા શિબિર કરી , જેમાં યુનિવર્સીટી ઓફ પેન્સિલવેનિયાના રિટાયર્ડ ફેકલ્ટી અને ગુજરાતી ભાષાના ખમતીધર સાહિત્યકાર – કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક ડો. બાબુભાઈ સુથારના વક્તવ્યો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતાં. આ શિબિરમાં ભાગ લેનારા સહુને ટૂંકી વાર્તાના છ ફોલો અપ સેશન્સનો પણ લાભ આગામી દિવસોમાં મળી રહ્યો છે. આ બધાંનો ધ્યેય એક જ છે કે સારા અને શિષ્ટ સાહિત્યની સુગંધ ગુજરાતીઓના ઘરઘર સુધી પહોંચે.
આપે હજુ “આપણું આંગણું” સબ્સક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય કરજો. સબ્સક્રિપ્શન બિલકુલ નિશુલ્ક છે. આપ, અમેરિકામાં કે વતનમાં કે દુનિયાના કોઈ પણ ખૂણામાં “આપનું આંગણું”માં મૂકાતી પોસ્ટ રોજ આપની પસંદગીના માધ્યમથી, -ઈ મેલ કે વોટ્સએપ થી- મેળવી શકશો. આપ સહુને આ બ્લોગ વાંચવા http://aapnuaangnu.com/ ની સાઈટ પર જવા નમ્ર વિનંતી છે. વોટ્સએપ પર પોસ્ટ મેળવવા અથવા એમેઈલથી પોસ્ટ મેળવવામાં તકલીફ પડતી હોય તો આપ અમને aapnuaangnu@gmail.com સંપર્ક કરી શકો છો અને અમે એનું નિવારણ બનતી ત્વરાથી અવશ્ય કરીશું.
અને છેલ્લે, આ બધું જ અમારા માટે દિવંગત વડીલબંધુ પુરષોત્તમભાઈ દાવડાના આશિષ થકી જ શક્ય બન્યું છે. “દાવડાનું આંગણું” વિના ‘આપણું આંગણું” સર્જાયું જ ન હોત. દાવડાભાઈ, મને આપની કમી સદા સાલે છે અને સાલતી રહેશે. ભાઈ, હું આપને હ્રદયપૂર્વક વંદન કરું છું. આપને મારી અશ્રુભરી શ્રદ્ધાંજલિ.
- જયશ્રી વિનુ મરચંટ
નીચેની જાહેરાત ફરી આપ સહુને યાદ કરાવવા મૂકી છે.
અગત્યની જાહેરાત – જયશ્રી વિનુ મરચંટ
“દાવડાનું આંગણું” ના સહુ વ્હાલાં વાચકમિત્રો અને સર્જકોને દિવાળી અને નવા વર્ષના હાર્દિક અભિનંદન અને ઢગલાબંધ શુભેચ્છાઓ કે આવનારું વર્ષ સહુ માટે આરોગ્યમય, ફળદાયી અને સમૃદ્ધ નીવડે.
આજે આ જાહેરાત કરતાં મને અનહદ ખુશી છે કે ધનતેરસના મંગળ દિવસ, નવેમ્બર ૧૩, ૨૦૨૦થી “દાવડાનું આંગણું” હવે નવા નામે, નવું કલેવર લઈને, “આપણું આંગણું” નામે શરૂ થઇ રહ્યો છે.
આપ સહુને આ બ્લોગ વાંચવા http://aapnuaangnu.com/ ની સાઈટ પર જવા નમ્ર વિનંતી છે.
આપણા સહુના સદભાગ્યે, “આપણું આંગણું” ના ચીફ એડિટર – મુખ્ય સંપાદકની જવાબદારી કવિશ્રી હિતેન આનંદપરાએ સહર્ષ સ્વીકારી છે એ બદલ હું એમનો અંતઃકરણપુર્વક આભાર માનું છું. આ બ્લોગ બનાવવાથી માંડી, ચલાવવા સુધીનો સઘળો શ્રેય કવિશ્રી હિતેન આનંદપરાને જાય છે. હું એ બદલ એમની ૠણી છું.
આપણી સંગ કવિશ્રી અનિલ ચાવડા અને કવિશ્રી મુકેશ જોશી પણ સહસંપાદક તરીકે જોડાયા છે, તો એમનું “આપણું આંગણું” માં સ્વાગત કરતાં હું આનંદ અનુભવું છું. એમના આ બિનશરતી સહકાર બદલ ગદગદ્ છું.
આ સાથે આપણને સહુને આદરણીય સાહિત્યકાર શ્રી ભાગ્યેશ જહા અને આદરણીય કવયિત્રી પન્નાબેન નાયકનો સાથ પરામર્શક તરીકે મળી રહ્યો છે એ બદલ બેઉ મહાનુભવોને વંદન કરીને એમનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું. એમના આ સ્નેહપૂર્ણ માર્ગદર્શનની છાયામાં “આપણું આંગણું” સતત સમૃદ્ધ થતું રહેશે..
એક ખાસ વ્યક્તિનો આભાર મારે માનવો છે અને કદાચ આજે દાવડાભાઈ હયાત હોત તો તેઓ પણ આ જ કરત. આ ખાસ વ્યક્તિ છે ડો. બાબુભાઈ સુથાર. “દાવડાનું આંગણું”ને અહીં સુધી પહોંચાડવામાં એમનો ફાળો અમૂલ્ય છે. બાબુભાઈ, મિત્ર તરીકે આભાર ન માનવો જોઈએ, પણ, દાવડાભાઈ અને મેં જ્યારે પણ આપ જેવા પ્રખર ભાષાશાસ્ત્રના વિદ્વાન પાસેથી મૈત્રીના હકથી “દાવડાનું આંગણું” માટે મૌલિક શ્રેણીની માગણી કરી છે તો આપે એટલા જ ભાવથી અમને આ અમૂલ્ય સર્જનો આપ્યાં છે. મારે મન આપની આ મૈત્રીનું મૂલ્ય ઘણું મોટું છે. આપનું આ ઋણ માથે ચડાવું છું.
સરયૂબેન પરીખને દાવડાભાઈએ રવિવારના સંપાદનની જવાબદારી સોંપી હતી. દાવડાભાઈના ગયા પછી પણ જે નિયમિતતાથી રવિવારનું સંપાદન કરતાં રહ્યાં છે એ સહકાર બદલ સરયૂબેન, હું અંતરથી આપનો આભાર માનું છું.
આ સાથે Peripherally – પરિઘમાં હું તો છું જ કારણ બેઉ આંગણ મારા સ્વજનોના જ છે અને આપ સહુ વાચકો અને સર્જકોના સ્નેહ થકી આ આપનું, “દાવડાનું આંગણું” કાયમ ઉજળું રહ્યું છે અને આગળ, “આપણું આંગણું” પણ ઉજળું રહેશે જ એની મને ખાતરી છે. આપ સહુના અવિરત સાથ બદલ ખૂબ ખૂબ આભાર.
સર્જકોને માટે નોંધઃ
“દાવડાનું આંગણું” ના સહુ સર્જકોને, “આપણું આંગણું”માં એમના સર્જનો મોકલવા માટેના ઈમેલ એડ્રેસની જાણ એમના ઈમેલ પર મોકલવામાં આવશે.
સહુ વાચકો માટે નોંધઃ
“દાવડાનું આંગણું”માં દર અઠવાડિયે પ્રકાશિત થતી સહુ શ્રેણી પણ એ જ નિર્ધારિત દિવસે હવેથી “આપણું આંગણું”માં પ્રકટ થતી રહેશે. આ શ્રેણીઓના જૂના લેખો વાંચવાની સગવડ માટે “દાવડાનું આંગણું”ની લીંક પણ મૂકવામાં આવશે.
તદુપરાંત, પ્રકટ થયેલા અન્ય જૂના લેખો પણ “દાવડાનું આંગણું”માં મળી રહેશે. આ બ્લોગ સંદર્ભ માટે ચાલુ રહેશે, પણ નવા સહુ સર્જનો “આપણું આંગણું”માં મૂકાશે એની સહુ વાચકો અને સર્જકોએ નોંધ લેવી.
આપ સહુ વ્હાલાં વાચકો અને સર્જકોનો “દાવડાનું આંગણું”ને સતત સાથ મળતો રહ્યો છે. આ બ્લોગ ને સ્મૃતિશેષ મારા વડિલબંધુ, પી. કે. દાવડાએ ૨૦૧૬માં શરૂ કર્યો હતો. એમાં પ્રારંભમાં તેઓ પોતાના અભ્યાસલેખો, અને લલિતકળા વિષેના લેખો પોસ્ટ કરતા હતા. પછી હું એમની સાથે એ બ્લોગમાં જોડાઈ અને પછી સાથે જોડાયા ગુજરાતી સાહિત્યના પ્રખર વિદ્વાન ડો. બાબુભાઈ સુથાર અને એમના જોડાવા સાથે “દાવડાનું આંગણું” શોભાયમાન થયું. એ પછી તો ગુજરાતી સાહિત્યના અનેક ડાયસ્પોરાના અને ભારતના સમર્થ સર્જકોનો સાથ મળતો ગયો અને આ બ્લોગને વાચકોએ સહર્ષ પોતીકો કરી લીધો.
આજે આ જ બ્લોગને નવા સ્વરૂપે રજુ કરતાં અમને અત્યંત આનંદ થઈ રહ્યો છે. એ સાથે પૂ. દાવડાભાઈની કમી પણ સાલે છે પણ અમને ખાતરી છે કે એ જ્યાં હશે ત્યાંથી એમના આશિષ અમારા પર અવશ્ય વરસાવતાં હશે.
“આપણું આંગણું” માં અમારી નેમ છે કે અમે સહુને પોતાનું લાગે એવું સ-રસ, વિશદ ગુજરાતી સાહિત્ય આપ સહુ સુધી. આપના આંગણે લાવી શકીએ.
આશા છે કે આપ સહુ સર્જકો અને વાચકોનો સાથ અને પ્રેમ આ જ રીતે અવિરત મળતો રહેશે.
તા. નવેમ્બર ૧૩, ૨૦૨૦ – ધનતેરસથી બધી જ પોસ્ટ નવા બ્લોગમાં મુકાશે તેની નોંધ લેવા નમ્ર વિનંતી. આપ સહુ વાચકોના email ઓટોમેટીક નવા બ્લોગમાં ટ્રાન્સફર કરી દીધા છે. જેથી સહુને પોસ્ટની અપડેટ રોજિંદી, હંમેશની જેમ જ મળતી રહે.
આપને “આપણું આંગણું” સાથે જોડાવાનું સહર્ષ આમંત્રણ છે. આ “આપનું જ આંગણું” છે.
We used to get Davdanu Angnu regularly. But don’t get anything after that since last five months.
Radhekant & Kusum Dave
LikeLike
હું વર્ષોથી ‘આંગણાં’નો વાચક છું અને આંગણું બહુજ ગમે છે અને પોતીકુંજ લાગે છે. જાતજાત અને ભાતભાતના લેખો થકી જ્ઞાનની જે લહાણી કરવામાં આવે છે, તેનાથી ‘ગુજરાતી’ ભાષા પણ Recharge થાય છે.
દાવડાભાઈનો જ્ઞાન પીરસવાનો વારસો તમે બધાએ વહેંચી લીધો અને અમને બધાને પણ ભાગ આપો છો એ અમારું સદભાગ્ય છે.
બસ, એટલુંજ કહીશ, અમે સાથ અને સહકાર આપીશું અને ગુજરાતી વાંચકોના ભલા માટે પણ આ જ્ઞાનપરબ ચાલુ રાખજો.
LikeLike