એક અજાણ્યા ગાંધીની આત્મકથા -૧ (નટવર ગાંધી)

નવી “ધારાવાહી,” – “એક અજાણ્યા ગાંધીની આત્મકથા”- આવકાર – (જયશ્રી વિનુ મરચંટ) આદરણીય ભાઈશ્રી નટવરભાઈ ગાંધીનું “ધારાવાહી”માં સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. વડીલબંધુ શ્રી પી. કે. દાવડાએ, “દાવડાનું આંગણું” માટે “ધારાવાહી”ની જવાબદારી જ્યારે મને સોંપી, ત્યારે મને તાજેતરમાં જ વાંચેલી, “એક અજાણ્યા ગાંધીની આત્મકથા” યાદ આવી. સાદી, સરળ અને પ્રવાહી ભાષામાં લખાયેલી આ… Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા -૧ (નટવર ગાંધી)

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ 20– આખરે ઓરડી લીધી!

  પ્રકરણ 20– આખરે ઓરડી લીધી! મુંબઈમાં અમારી નાતનાં બધાં જ સેનેટોરિયમોમાં હવે અમે રહી ચૂક્યા હતા. એક ઠેકાણે તો એક્ષ્ટેન્શન પણ લીધું હતું.  કેટલીક જગ્યાએ ટ્રસ્ટીઓ અને મહેતાજીઓ અમને ઓળખી ગયા હતા. હવે ફરી વાર ત્યાં જવું મુશ્કેલ હતું.  એ મળે તોયે ત્રણ મહિના પછી તો એનો એ જ પ્રશ્ન ઊભો રહેવાનો છે.  વધુમાં… Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ 20– આખરે ઓરડી લીધી!

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-

પ્રકરણ ૧૯— સેનેટોરિયમોમાં રઝળપાટ નલિનીને બા કાકા આગળ દેશમાં મૂકીને મારે તો મુંબઈ પાછું જવાનું હતું.  જવાની આગલી રાતે મને ઊંઘ જ ન આવી. હું મારા ભવિષ્યના વિચારે ચડ્યો.  મોટે ઉપાડે મેં લગ્ન તો કર્યું, પણ હવે શું?  ભવિષ્ય એકદમ નિરાશાજનક દેખાયું.  થયું કે હું શું કરી બેઠો?  મુંબઈ જઈને મૂળજી જેઠા મારકેટની ન કરવા… Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-

એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૮ (નટવર ગાંધી)-બા

પ્રકરણ ૧૮– બા લગ્નના સહીસિક્કા થયા.  વડીલોને પગે લાગી અમે સીધા ગયા બોરીબંદર સ્ટેશને.  માથેરાનની ગાડી પકડી.  રાતે હોટેલમાં પહોંચ્યા. જીવનમાં પહેલી જ વાર હોટેલમાં રહેવાનું થયું. અને તેમાંય કોઈ સ્ત્રી સાથે!  મારે મન મોટી વાત હતી. વેવિશાળ પછી અમને બહાર ફરવા જવાની છૂટ હતી.  નલિનીને લઈને હોલીવુડની ફિલ્મો જવા જતો. એમાં હીરો અને હિરોઈનના… Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૮ (નટવર ગાંધી)-બા

એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૭ (નટવર ગાંધી)-તેમાં હું લગ્ન કરીને બેઠો! 

પ્રકરણ ૧૭— તેમાં હું લગ્ન કરીને બેઠો!  મુંબઈમાં મારી એકલતા ટાળવા હું ઘણી વાર શનિ-રવિએ મારા મામા-મામીને ત્યાં વિલે પાર્લામાં જતો.  એમનું ઘર નાનું, બે જ ઓરડીનું, પણ મારે માટે હંમેશ ઉઘાડું. બન્ને અત્યન્ત પ્રેમાળ અને ઉદાર દિલના. એમનો મારે માટે પ્રેમ ઘણો.  શનિવારે જાઉં, રાત રોકાઉ, રવિવારે સાંજના પાછો પેઢીમાં.  મામાની બાજુમાં એક વોરા… Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૭ (નટવર ગાંધી)-તેમાં હું લગ્ન કરીને બેઠો! 

એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૬ (નટવર ગાંધી)

પ્રકરણ ૧૬— મૂળજી જેઠા મારકેટમાં, ફરી એક વાર!  મારી સાથે જે મિત્રો કૉલેજમાં હતા તેમાંથી મોટે ભાગે બધા લાગવગ ઓળખાણને કારણે સારી સારી નોકરીએ લાગી ગયા.  કેટલાક બાપદાદાના ધંધામાં બેસી ગયા.  ભાગ્યશાળી નબીરાઓ અમેરિકા પહોંચી ગયા.  કેટલાકે ચાર્ટર્ડ અકાઉટન્ટ થવા માટે જરૂરી આર્ટીકલ ભરવા મંડ્યા. આ બધા નસીબદાર લોકોની મને ખૂબ ઈર્ષ્યા આવતી.  મારે સાવ… Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૬ (નટવર ગાંધી)

એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૫ (નટવર ગાંધી)

પ્રકરણ ૧૫– હું જર્નાલીસ્ટ અને વીમા એજન્ટ પણ થયો!! એક મિત્ર જન્મભૂમિ જૂથના ધંધાને લગતા સાપ્તાહિક ‘વ્યાપાર’માં પત્રકાર તરીકે કામ કરતા હતા. તેમને એક વાર મળવા ગયો.  પૂછ્યું, તમારે ત્યાં કોઈ મેળ મળે એમ છે?  એ કહે, હમણાં અહીંયા કંઈ નથી,  પણ મેં એમ સાંભળ્યું છે કે ‘જન્મભૂમિ’ના તંત્રી મોહનલાલ મહેતા ‘સોપાન’ યુવાન પત્રકારોની શોધમાં… Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૫ (નટવર ગાંધી)

એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૪ (નટવર ગાંધી)

  પ્રકરણ ૧૪- જારેચા અમેરિકા ઉપડ્યા! એ જમાનામાં લોકોને અમેરિકા જવાનો મોટો મોહ હતો.  આંગળીના વેઢે ગણાય એટલા જ અમેરિકા જઈ આવેલા લોકોને હું ઓળખતો. તે વખતે અમને અમેરિકા માત્ર હોલીવુડની મુવીઓ અને લાઈફ ટાઈમ મેગેઝિનમાં જોવા મળતું એ જ. જો કે અમેરિકા વિષે જાણવાની ઉત્સુકતા ઘણી.  એ વખતે મુંબઈમાં હજી ટીવી પણ આવ્યું નહોતું,… Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૪ (નટવર ગાંધી)

એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧3 (નટવર ગાંધી)

  પ્રકરણ ૧૩— સીડનહામ કૉલેજ કૉલેજમાં દાખલ તો થયો, પણ કૉલેજિયન થવું અઘરું હતું.  કૉલેજમાં જવા વિશેના મારા જે રોમેન્ટિક ખ્યાલો હતા તે બધા એક પછી એક એમ ધીમે ધીમે ઓસરવા માંડ્યાં.  પહેલી મોટી મુશ્કેલી તો એ પડી કે ક્લાસમાં પ્રોફેસર શું બોલે છે તેની કંઈ ખબર જ ન પડે!  હું તો વાયા વિરમગામથી આવેલો.… Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧3 (નટવર ગાંધી)

એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૨ (નટવર ગાંધી)

પ્રકરણ ૧૨— રતિભાઈ હું રતિભાઈનો વિચાર કરું છું ત્યારે થાય છે કે બાળપણના અનાથ જીવનની અનેક હાડમારી, ખાસ કરીને ગરીબી સહન કરીને એમનો જીવન પ્રત્યેનો અભિગમ, અપ્રોચ (approach), “પૈસો મારો પરમેશ્વર” એવો એકસુરી, યુનીડીમેન્શલ (unidimensional) થઈ ગયો હતો. જે પૈસા બનાવે તે હોશિયાર, બાકી બધા ઠોઠ એવું એમનું સ્પષ્ટ માનવું.  એ જયારે માટુંગાની ચાલીમાં રહેતા… Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૧૨ (નટવર ગાંધી)