માતૃભાષા (મહેન્દ્ર મહેતા)

(શ્રી મહેન્દ્ર મહેતા માત્ર આંગણાંના શુભેચ્છક જ નથી, આંગણાંના સહાયક છે. કલાગુરૂ રવિશંકર રાવળ અને ધરતીના કલાકાર ખોડિદાસ પરમારની લેખમાળા માટે એમણે સક્રીય સહાય કરેલી. આજે આંગણાંમાં એમનો આ લેખ મૂકતાં હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.) માતૃભાષા અમારા મિત્ર બટુકભાઈ સાથે મળીને અમે એક મંડળ બનાવ્યું હતું . આદર્શવાદી વલણ હજી ઓસર્યું નહોતું … Continue reading માતૃભાષા (મહેન્દ્ર મહેતા)

ધરતીના કલાકાર-૧૪ (અંતીમ)

ખોડીદાસ પરમાર સૌરાષ્ટ્રની લોકકળાની ફોરમને પારખી ચિત્રાંકન કરતા અને તે ચિત્રોને અલૌકિક સ્વરૂપ આપી દેતા.એમણે એમનું સમગ્ર જીવન લોકકલા, લોકસાહિ‌ત્ય અને ચિત્રકલાને સમર્પિ‌ત કરી દીધું હતું. પોતે જે ધરતી પર જન્મ્યા, રમ્યા, ભમ્યા એ ગોહિ‌લવાડની ધરતીની લોકકલાને પોતાની પીંછી વડે ગૌરવપૂર્ણ બનાવી અને વિશ્વના ચોક વચ્ચે મૂકી. ખોડિદાસભાઈને સૌરાષ્ટ્રની લોકકલા અને લોકસાહિ‌ત્યના આભને અડતો ચંદરવો … Continue reading ધરતીના કલાકાર-૧૪ (અંતીમ)

સફરની સ્મૃતિના સથવારે -૧૦ (રાજુલ કૌશિક)

કુદરતના કરિશ્મા સમો યલોસ્ટોન નેશનલ પાર્ક       પૃથ્વીના ફલક પર અનેક રંગોથી ઇશ્વરે એવી અદ્ભૂત ખુબીઓ રચી છે જેને જોઇને માનવ મનમાં ચિત્રકળા કોને કહેવાય એવી સમજ આવી હશે. આસમાનમાં એકરૂપ થઈ જતી એવી ક્ષિતિજ ,એ ક્ષિતિજમાં એકાકાર થઈ જતી આ ધરતી ….કેટલું વિશાળ કેન્વાસ ! અને આ કેન્વાસને ઇશ્વરે અનેક રંગોથી સજાવ્યું. … Continue reading સફરની સ્મૃતિના સથવારે -૧૦ (રાજુલ કૌશિક)

લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૧૩ (અંતીમ)

          (પદ્મશ્રી સન્માનથી સન્માનિત શ્રી જોરાવરસિંહ જાદવનો એમના અણમોલ સાહિત્યને આંગણાં માટે ઉપલબ્ધ કરાવવા બદલ હ્રદયપૂર્વક આભાર – સંપાદક) લોકસાહિત્યની વિરાસત – પાંચકડા  લોકસાહિત્યની વ્યાખ્યા હું તળપદ લોકવાણીમાં આ રીતે આપું : “બરોબર ઊતરતો ઉનાળો ને બેહતું ચોમાહુ હોય, જેઠ અને અહાઢ મઈનાની ગડાહાંધ હોય, ખેડૂતો આંખ્યું માથે હાથનાં નેજવાં કરી … Continue reading લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૧૩ (અંતીમ)

લોકક્લાના જાગૃત સંત્રી પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ – ૨

જોરાવરસિંહ જાદવે મોતી વિણ્યાં અણમૂલ (સંસ્કૃતિમાંથી સાભાર) મલપતી મહાલતી ફલંગે ચાલતી, સાંઢણીઓ તણાં ઝુંડ ફરતાં પવનથી ચમકતાં ઘોડલાં ઘમકતાં ધમકતાં ધરણ પર પાંવ ઘરતાં ઢળકતી ઢેલ-શી રણકતી માણકી થનગનતી કોંતલો કનક વરણી ભારતી માતને ખોળલે ખેલતી ધન્ય હો ! ધન્ય હો ! કચ્છ ધરણી !

વારલી ચિત્રકાર જીવ્યા સોમા મશે (શ્રી જ્યોતિ ભટ્ટ)

(આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વરીષ્ઠ કલાકાર શ્રી જ્યોતિ ભટ્ટે બે દિવસ પહેલા મને આ લેખ ઈ-મેઈલ દ્વારા મોકલતાં લખ્યું, “Dear Davadabhai, Hoping that this may be useful for your blog, I am sending a copy of one article that I have written recently for a local magazine. Warm regards, Jyoti” વારલી ચિત્રકાર જીવ્યા સોમા મશે ગુજરાતની … Continue reading વારલી ચિત્રકાર જીવ્યા સોમા મશે (શ્રી જ્યોતિ ભટ્ટ)

ધરતીના કલાકાર-૧૨

શ્રી ખોડિદાસ પરમારના રંગીન ચિત્રોની આ આખરી પોસ્ટ મૂકું છું. હવે પછી એમના થોડા પેન્સીલ ચિત્રો મૂકીશ. પતિ-પત્ની ગામડાના આ પતિ-પત્નીના ચિત્રમાં સ્થાનિક પહેરવેશ અને આભુષણો તો છે જ પણ એમના મુખ ઉપરની શાલિનતા તમને શહેરી પતિ-પત્ની જ્યારે ફોટોગ્રાફરને પોઝ આપતા હોય ત્યારે જોવા નહીં મળે. અહીં પુરુષના વસ્ત્રોની રંગીન કોર પણ ખાસ ધ્યાન આકર્ષે … Continue reading ધરતીના કલાકાર-૧૨

ધરતીના કલાકાર-૧૧

ખોડિદાસ પરમારના એટલા બધા ચિત્રો મને ગમે છે કે એમાંથી પસંદ કરી આંગણાંમાં મૂકવાનું કામ ખૂબ કઠીન છે. આજે થોડા અલગ અલગ વિષયને આવરી લેતા ચિત્રો મૂકું છું. વસંતશ્રી વસંત ઋતુ દર્શાવતા આ ચિત્રમાં પ્રકૃતિની વસંત જ નહીં, મનુષ્યજીવનની વસંત પણ આબેહૂબ રજૂ કરી છે. મુગ્ધાવસ્થા, વસ્ત્રો અને ફૂલોના બનેલા આભૂષણો ઉપરાંત પ્રકૃતિમાં પૂરજોશમાં ખીલેલી … Continue reading ધરતીના કલાકાર-૧૧

ધરતીના કલાકાર-૧૦

ખોડિદાસભાઈએ ધર્મ, સામાજીક પ્રથાઓ અને ગ્રામ્ય જીવનને પોતાના ચિત્રોમાં પ્રદર્શિત કર્યા છે. આજે  ધાર્મિક વિષયમાંથી બે ચિત્રો, અને  સામાજીક પ્રથાઓમાંથી એક ચિત્રર જૂ કરૂં છું. આ ચિત્રમાં માયાવી સુવર્ણ મૃગનો શીકાર કરવા ધનુષ્ય સાથે મૃગની પાછળ દોડતા રામને એક ઉચ્ચ કોટીના કલાકારને છાજે એ રીતે રજૂ કર્યા છે. રામ અને કૃષ્ણ બન્ને વિષ્ણુના જ અવતાર … Continue reading ધરતીના કલાકાર-૧૦

ધરતીના કલાકાર-૯

ખોડિદાસ પરમારના મોટાભાગના ચિત્રો Two Dimensional છે. તેમણે ભીંત આલેખનો, લોક રમકડાં, કપડાંની ભાત, પાળિયા, ધાર્મિક તહેવારો, વગેરેને એકઠાં કરી એક આગવી શૈલીનું સર્જન કર્યું છે. તેમના ચિત્રોમાં સીધી અને સરળ રચનાની ગૂંથવણી, સ્થાનિક પહેરવેશવાળાં માનવીઓ, ગૂઢા ઘેરા રંગોનો ઉપયોગ, એમની આગવી ઓળખ બની રહે છે. વિવાહ, મેળા, ધાર્મિક કથાઓ, કાલિદાસની કૃતિઓ અને એના પાત્રો … Continue reading ધરતીના કલાકાર-૯