All posts by P. K. Davda

About P. K. Davda

Faculty of Technology and Engineering M.S.University, Baroda. Graduated in 1961

ભાવિન અધ્યારૂની કટાર –૭

કોમેડી ઑફ મેનર્સ : રીતભાતનાં તૈયાર પ્રમાણપત્રો!  

આપણે બધા જ ચારેકોર વિરોધાભાસ થી ઘેરાયેલા છીએ! એક બાજુ સિનેમા સ્ક્રિન પર આલ્કોહોલ કે સ્મોકિંગ આવતા જ જાતભાતની ચેતવણીઓ થી સ્ક્રિન ઇરિટેટ કરી મૂકે છે અને બીજી તરફ ફેમિલી ફિલ્મમાં પણ બિલો ધ બેલ્ટ હ્યુમર અને પ્રાઈમ ટાઈમ ટીવી સિરિયલ્સમાં પણ બેડરૂમ સીન્સ આવવા લાગ્યા છે! આપણી ચર્ચાનો મુદ્દો પ્રિયંકા ચોપરાનું સ્કર્ટ અને એની ક્લિવેજ સાથે સંકળાયેલો તિરંગા વાળો દુપટ્ટો હોય છે. આપણી દેશભક્તિ વંદેમાતરમ ફરજીયાત ગવડાવવામાં અને ‘ભારત માતા કી જય’ બોલાવવામાં હોય છે પણ સ્વાઈન ફ્લુ થી ગુજરાતમાં 288 લોકો મૃત્યુ પામ્યા હોય એ સમાચારો વાંચી આપણે આસાનીથી એને ભુલી જઈએ છીએ! સોમવતી અમાસ સુધી ઉભરાતા શિવાલયો ભાદરવા સુદ એકમ થી જ ખાલીખમ્મ થઇ જાય છે. મેનર્સ અને રીતભાતો સમાજ બનાવે છે, સમાજ એટલે આપણે સૌ! સંસ્કારો શ્રાવણની વધેલી દાઢી જેવા હોય છે, જે સમય આવ્યે દૂર થઇ જતા કોઈની રાહ નથી જોતા! Continue reading ભાવિન અધ્યારૂની કટાર –૭

અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

                                       (૧૩)

સંઘર્ષના ભણકારા

જો કે પરદેશવાસનો આ જે તરફડાટ છે તે પહેલી પેઢીના ઈમિગ્રન્ટ ભારતીયોનો  છે.  અહીં ઊછરતાં એમનાં સંતાનો તો અંશેઅંશ અમેરિકન જ છે.  આ બાળકો બ્લોટિંગ પેપરની જેમ એમની આજુબાજુન અમેરિકન વાતાવરણને આત્મસાત્ કરે છે.  એમની ભાષા અને ઉચ્ચારો, ભાવ અને પ્રતિભાવ, વાતો અને વિચારો, સંસ્કારો અને સંસ્કૃતી–એ બધું અમેરિકન છે. જ્યારથી એ બાળક ટીવી જોવાનું શરૂ કરે ત્યારથી જ એ ભારતીય મટીને અમેરિકન બનવાનું શરૂ કરે.  ટીવીથી શરૂ થયેલું એનું અમરિકનાઈઝેશન (અમેરિકીકરણ) પાડોશ અને સ્કૂલ આગળ વધે છે.  ખાસ કરીને તો અમેરિકન સ્કૂલમાં જ ભારતીય કિશોરને એની અમેરિકન હયાતી મળે છે.  એ કિશોરને પૂછશો તો એ ગર્વથી પોતાનું અમેરિકન અસ્તિત્વ જાહેર કરશે. Continue reading અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

ભાષાને શું વળગે ભૂર – ૨૦ (બાબુ સુથાર)

‘જવું’ કે ‘જાવું’? થવું કે ‘થાવું’?

ગુજરાતી ક્રિયાપદોની વાત કરતી વખતે આપણે જોયું કે ગુજરાતી ભાષામાં ક્રિયાપદો બે ઘટકનાં બનેલાં હોય છે. એક તે આખ્યાતિક મૂળ (root) અને બીજું તે infinitive. આપણે એ પણ જોયું કે infinitive પણ બે ઘટકનાં બનેલાં હોય છે. એક તે infinitive marker -વ્- અને બીજું default gender marker -ઉં. દા.ત. ‘રમવું’ ક્રિયાપદ લો. એમાં ‘રમ્-’ આખ્યાતિક ક્રિયાપદ છે, -વ્- infinitive marker છે અને -ઉં default gender marker છે. તદ્ઉપરાંત, આપણે એ પણ જોયું કે આખ્યાતિક મૂળ કાં તો સાદાં હોય, કાં તો સાધિત હોય. જેમ કે, ‘રમવું’નું મૂળ ‘રમ્-’ સાદું છે. અર્થાત્, એ સાધિત નથી. Continue reading ભાષાને શું વળગે ભૂર – ૨૦ (બાબુ સુથાર)

રામાયણ અને મહાભારતની સરખામણી (પી. કે. દાવડા)

રામાયણ અને મહાભારત, હિંદુ ધર્મના આ બે મહાન ગ્રંથોની તુલના કરવી એક રીતે યોગ્ય નથી. આ બન્ને ગ્રંથો અલગ અલગ યુગમાં અને અલગ અલગ સંદર્ભમાં લખાયલા છે. રામાયણ દ્વાપર યુગમાં અને મહાભારત ત્રેતા યુગમાં રચાયલા છે. Continue reading રામાયણ અને મહાભારતની સરખામણી (પી. કે. દાવડા)

અનુવાદ -૭ (અશોક વૈષ્ણવ)

 

નવી ભાત પાડતું વિચારીએ – જેન પર્ડ્યુ

“જ્યારે સૅલી અને ગ્રૅગ એક જ મિટીંગમાં સાથે થઇ જાય છે ત્યારે, મજા પડી જાય છે. સૅલી કંઇને કંઇ ભુલ બતાવ્યા કરશે અને ગ્રેગ શું બરાબર છે તે બતાવ્યે રાખશે. બન્નેને ભેગાં કરીએ એટલે પ્યાલો અડધો-ખાલી, પ્યાલો અડધો-ભરેલોનું ઉત્કૃષ્ટ સંયોજન જોવા મળી જાય.” Continue reading અનુવાદ -૭ (અશોક વૈષ્ણવ)

ગીતા (મારી સમજ) – ૭ (પી. કે. દાવડા)

(૬) અધ્યાત્મ યોગ

અત્યાર સુધી આપણે વિષાદયોગ, સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાન-કર્મયોગ અને કર્મ-સન્યાસયોગમાં ડોકિયું કર્યું. ગીતાનો અર્થ અને એની જીવનમાં ઉપયોગીતા, ગીતા સમજવાની કોશીશ કરતી વ્યક્તિની ગ્રહણશક્તિ અને સમજણશક્તિ ઉપર આધાર રાખે છે. અહીં જે હું લખું છું, એ મારા સ્તરનું છે. મારાથી અનેક ગણા સમજદાર અને વિદ્વાન લોકો, ગીતાની ઉપયોગીતા તમને વધારે સારી રીતે સમજાવી શકશે. Continue reading ગીતા (મારી સમજ) – ૭ (પી. કે. દાવડા)

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૭ (ડો. ભરત ભગત)

કપડવંજ 

અમેરીકાનું એક સંશોધન પેપર અમારા ધ્યાનમાં આવ્યું જેમાં વિવિધ માધ્યમો થકી વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓની ગ્રહણશક્તિનો અભ્યાસ થયો હતો. આ સંશોધનના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક હતાં જ પરંતું અમારા માટે તો નવી દિશામાં પ્રગરણ માંડવાના પ્રેરક હતાં. શબ્દો હતા શ્રી અનંતભાઈ શાહના કે જેઓ કપડવંજ કેળવણી મંડળના માનદ્ મંત્રી છે. મને એ સંશોધનપત્રની વિગતો જાણવામાં રસ પડ્યો એટલે અનંતભાઈએ માહિતી આપીઃ Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૭ (ડો. ભરત ભગત)

ચારણી સાહિત્ય –૬ (ડો. અંબાદાન રોહડિયા)

(૬) જયમલ્લ પરમાર અને ચારણી સાહિત્ય

ચારણો અને ચારણી સાહિત્યનો ઊંડાણથી અભ્યાસ કરીને તેને વિદ્વાનો, મર્મજ્ઞો અને ભાવકો સમક્ષ યથાર્થ રૂપે રજૂ કરનારા ચારણેતર વિદ્વાનોમાં મેઘાણીની સાથે જ સગૌરવ સ્થાન પામે તેવું ધન્ય નામ છે જયમલ્લ પરમાર. મેઘાણીએ કંડારેલી કેડીએ ચાલનારા આ વિદ્વાને પોતાની મૌલિક સૂઝ – બૂઝથી આ ધારાની મહત્તા અને મર્યાદાઓને સમાજ સમક્ષ મૂકી છે, એટલું જ નહીં આ ધારાના સાહિત્યનું સંશોધન, સંપાદન અને પ્રકાશન “ઊર્મિ નવરચના”ના માધ્યમથી કરીને એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે, એ દૃષ્ટિએ મેઘાણીથી એ એક પગલું આગળ ચાલ્યા છે. Continue reading ચારણી સાહિત્ય –૬ (ડો. અંબાદાન રોહડિયા)

ભાવિન અધ્યારૂની કટાર – ૬

મેરેજ બ્યુરો થી મિટિંગ પ્લેસ: જીવનસાથીની છે કોઈ ફોર્મ્યુલા?

એક પેડ હમને પ્યાર કા મિલ કે લગાયા થા કભી, આતે જો ફલ તો ઠીક થા, જો ના ફલે તો ના સહી! 

કુછ ના હુએ તો ના સહી, ના બને તો ના સહી, ના મિલે ના સહી, કુછ ના રહે તો ના સહી! 

– ઈર્શાદ કામિલ Continue reading ભાવિન અધ્યારૂની કટાર – ૬