All posts by P. K. Davda

About P. K. Davda

Faculty of Technology and Engineering M.S.University, Baroda. Graduated in 1961

અખિલ બ્રહ્માન્ડમાં – ૩ (પી. કે. દાવડા)

આઈનસ્ટાઈની સ્પેશિયલ અને જનરલ થીયેરી ઓફ રીલેટીવિટી.

૧૯૦૫ માં આઈંનસ્ટાઈને પહેલી વાર એની Specila Theory of Relativy જાહેર કરી, ત્યાં સુધી ૧૬૮૬ માં ન્યુટને આપેલા ગતિના નિયમો સર્વમાન્ય હતા. એ નિયમો અનુસાર ઔદ્યોકિક જગતમાં ઘણી પ્રગતિ થયેલી. આઈનસ્ટાઈનના ગણિત અને અવલોકનો દ્વારા ન્યુટનના નિયમો અવકાશમાં ગતી માટે અપૂરતા લાગ્યા. એણે ખૂબ જ જટીલ ગણત્રી કરી પોતાની વિખ્યાત Special Theory of Relativity જાહેર કરી. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૩ (પી. કે. દાવડા)

Advertisements

મોદીની હવેલી -૩ (પૂર્વી મલકાણ)

. ત્રીજી લીટી                                                               

भगवान का तो पता नहीं, पर शैतान के दर्शन इस दुनिया में आये दिन होते है
शकले इंसान की, पर फितरत शैतान की होती है ।
पहेचान न पाओ वैसे यह दरिंदे हमारे बीच ही रहेते है
पर इस दुनिया का नियम है की हर हिसाब यहीं पर होता है,
इसी लिये येह दरिंदे एक दिन खुद लोंगों के शिकार होते है।

મારી યાદો સાતલડીનાં વહેણ જેવી છે, તેથી આગળ પાછળ થયાં કરશે, જેમાં આપને વહેવાનું જ છે, મારી સાથે. આ પ્રસંગોની થોડી યાદો મારી પાસે છે, થોડી નથી, તેથી મમ્મીની મદદ લઈને આ પ્રસંગો તરફ આગળ વધુ છું. શરૂઆત કરતાં પહેલાં એ કહી દઉં છું કે, આ યાદો થોડી ભારે હોવાથી આજની આપણી શરૂઆત આપણે એક વાર્તાથી કરીએ જે મારા પપ્પા હંમેશા મને કહેતાં. Continue reading મોદીની હવેલી -૩ (પૂર્વી મલકાણ)

બસ આટલું જ કર (રેખા ભટ્ટી)

અરે ઓ મારી પ્રિયતમા,

તારા માટે હું

ચુના માટીના ઘોળમાં

સોના ચાંદીનો વરખ ભેળવીને;

એક સુંદર મહેલ બંધાવું. Continue reading બસ આટલું જ કર (રેખા ભટ્ટી)

કન્યાદાન ! (પરભુભાઈ મિસ્ત્રી)

કન્યાનું દાન થઈ શકે?

કન્યા કોઈ ચીજ વસ્તુ છે?

       વરસો પહેલાં, આ કન્યાદાન શબ્દ  પર ડો. શશિકાંત શાહ સાથે ચર્ચા થયેલી. શશિકાંતભાઈનો તકિયાકલામ ‘અદભુત!’ સાંભળવા મળ્યો. તમારા વિચારો ક્રાંતિકારી છે. Continue reading કન્યાદાન ! (પરભુભાઈ મિસ્ત્રી)

ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૧ (દીપક ધોળકિયા)

 પ્રકરણ ૨૧: સિરાજુદ્દૌલા વિરુદ્ધ કાવતરું

 સિરાજુદ્દૌલા ચિતપુરમાં એના પડાવ પર હુમલો કરવાના ક્લાઇવના પ્રયાસથી અંદરખાને હચમચી ગયો હતોપરિણામે, એણે અંગ્રેજો સાથે પણ શાંતિ સમજૂતી કરી લીધી. મોગલ હકુમતે કંપનીને આપેલા અધિકારોનો એ વિરોધ કરતો હતો પણ હવે તેનાથીયે વધારે અધિકારો એણે કંપનીને આપી દીધા. આ સમજૂતીમાં કંપનીને પોતાના રૂપિયા બનાવવાની ટંકશાળ બનાવવાનો અધિકાર પણ મળ્યો. Continue reading ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ૨૧ (દીપક ધોળકિયા)

રાહેં રોશન – ૨ (ડો. મહેબૂબ દેસાઈ)

પ.પૂ.મોરારીબાપુ અને સર્વધર્મસમભાવ

પ. પૂ. મોરારીબાપુ માત્ર ગુજરાતના જ નહિ પણ સમગ્ર વિશ્વના સંત અને કથાકાર છે. પણ તેમની ઓળખ અહિયાં અટકતી નથી. તેઓ કથાકાર કરતા એક શિક્ષક અને સુધારક વિશેષ છે. રામાયણની કથા તો વર્ષોથી એક જ છે. પણ તે કથામાં સાંપ્રત વિચારો, સમસ્યોઓ અને સર્વધર્મસમભાવને સુંદર અને અસરકારક રીતે સાંકળીને તેમણે એક સામાજિક ચિંતકનો દરજ્જો પણ પ્રાપ્ત કર્યો છે. તેમની કથામાં વ્યક્ત થતો સર્વધર્મસમભાવ એ માત્ર શબ્દો કે વિચાર નથી. પણ જીવનમાં અપનાવેલ વ્યવહાર અને સંસ્કાર પણ છે. Continue reading રાહેં રોશન – ૨ (ડો. મહેબૂબ દેસાઈ)

મારું નામ મીરાં (જયશ્રી વિનુ મરચંટ)

શું રંગ છે આજે તો પાર્ટીમાં…! ૧૯૯૧ની સાલના બધાં જ રંગો આજે અહીં ઢોળાયાં હતાં…! રંગબેરંગી દુપટ્ટાઓ અને જાજરમાન સાડીઓના ઠસ્સામાં આજે તો જાણે ભારતની વસંત સદેહે શાહ દંપતીના ચાર   મિલીયન ડોલરના મેન્શનમાં હિલોળે ચડી હતી…! મહેમાનોની ભીડ જમા થઈ ચૂકી છે એનો અંદાજ વધતી જતી પર્ફ્યુમની સુંગંધની તીવ્રતાથી આવતો હતો. આ બધાં જ મહેમાનો “Elite” અને “Who is who of the Philadelphia and Tristate Area” ના ખાસ પર્સનાલીટીસ હતાં. એટલું જ નહીં, પણ છેલ્લા વીસ-પચીસ વર્ષોથી અહીં આવેલા ભારતના બુદ્ધિજીવી વર્ગનું નવનીત હતાં. આ સહુએ એમની પ્રતિભાથી અને મહેનતથી અમેરિકામાં સફળતા અને સિદ્ધિના શિખરો સર કર્યાં હતાં. ધીરે ધીરે, વારે તહેવારે ભારતીય હોવાનું ગૌરવ લેતાં અને લેવડાવતાં એમને ફાવી પણ ગયું હતું. અહીં હાજર રહેલાઓની વાતોમાં આ હકીકતનો ખ્યાલ આવી જતો હતો. Continue reading મારું નામ મીરાં (જયશ્રી વિનુ મરચંટ)

ભાષાને શું વળગે ભૂર:૨ (બાબુ સુથાર)

આપણે મીઠું વાપરીએ છીએ. આપણે ભાષા પણ વાપરીએ છીએ. આપણે મીઠા વિશે વધારે જાણીએ છીએ. પણ ભાષા વિશે ઓછું.  આ લેખમાળાનો એક આશય તમને ભાષા વિશે વિચારતા કરવાનો છે. હું કોઈને ભાષાશાસ્ત્રી બનાવવા નથી માગતો. કેમ કે જેટલા છે એમનો પણ સમાજ ઉપયોગ નથી કરતો તો પછી વધારે ઊભા કરવાનું પાપ શા માટે કરવાનું? Continue reading ભાષાને શું વળગે ભૂર:૨ (બાબુ સુથાર)

અખિલ બ્રહ્માન્ડમાં – ૨ (પી. કે. દાવડા)

૨. બ્રહ્માંડ અને વિજ્ઞાન

આજથી થોડી સદીઓ પહેલા લોકો એવું માનતા કે આપણી સૂર્યમાળામાં સૂર્ય, ચંદ્ર અને અન્ય ગ્રહો પૃથ્વીની આસપાસ ફરે છે. આજે પણ ભારતનું જ્યોતિષ શાસ્ત્ર આ ધારણા ઉપર ચાલે છે. જ્યારે જ્યારે વૈજ્ઞાનિકોએ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એમ કહેવાની હિમ્મત કરી, ત્યારે ત્યારે રાજ્યે અને પ્રજાએ એમને દંડિત કર્યા. છેક ૧૫૦૯ માં પોલેંડના વૈજ્ઞાનિકે જાહેર કર્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. એ સમયે હજી દૂરબીનની શોધ થઈ ન હતી. માત્ર આંખો વડે જોઈ, અને ગણીતની મદદથી એણે આ શોધી કાઢ્યું હતું. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૨ (પી. કે. દાવડા)

મોદીની હવેલી -૨

૨  મોદીની હવેલીથી સિનેમાપટ સુધી                    

अब सब की शक्ल भी मुश्किल से याद आती है,

वोह नाम जो होते थे कभी मेरे लब्स से जुदा,

आज मेनू पता नहीं कौन से बसेरे में जा कर बस चुके है

( अहेमद मुश्ताक ) 

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલ બગસરા એ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ હતી, અને મારે માટે એ જન્મભૂમિ હતી. એક સમયે આ ગામનું નામ બગેશ્વર હતું, પણ ઇ.સ. ૧૫૨૫ માં દેવગામ દેવલીના કાઠી વાળામંછાએ બગેશ્વર જીતી લીધું અને અહીં પોતાની સત્તા જમાવી. વાળામંછા પછી તેનો પુત્ર ભૈયામંછા ગાદીએ આવ્યો, જેણે બગેશ્વરમાંથી “બગસરા” નામ કર્યું. આ ભૈયામંછા કાઠી એટલો પ્રિય બન્યો કે, તેની પાછળથી બગસરાના કાઠીઓ ભૈયાણી તરીકે ઓળખાવા લાગ્યાં. બ્રિટિશ શાસન દરમિયાન બગસરા થોડા વર્ષો નગરવાળા કાઠીઓને હસ્તગત રહ્યું, પછી પાછળથી એ કાઠિયાવાડ એજન્સી હેઠળનું થાણું બન્યું. જે સમયે મારું મોટાભાગનું બચપણ બગસરાની આજ ગલીઓમાં દોડતું હતું તે સમયે બગસરામાં ન રિક્ષા હતી, ન છકડા. અમે કશેય બહારગામ જતાં તો, બગસરા ગામની બહાર કુંકાવાવને નાકે ગુજરાત સ્ટેટની બસમાંથી ઉતરતા અને ગલીકૂંચીઓમાંથી થઈને ઘરે પહોંચતાં. Continue reading મોદીની હવેલી -૨