All posts by jayumerchant

My Father: Devoted Husband, Innovative Engineer and Accidental Literary Figure – Bhavesh Davda

(This article has been also translated in Gujarati by Shri Hiten Anandpara, Editor in Chief, Gujarati Blog, “આપણું આંગણું”. To read this translated article, please click on the following link:

http://aapnuaangnu.com/2021/06/19/smaruti-vandana-for-davdasaheb-bhavesh-davda/

Thank you.)

My father: devoted husband, innovative engineer, accidental literary figure

Untitled

It’s hard to believe that a year has gone by since Pappa left us for his heavenly abode, but the COVID-19 pandemic that started while he was still with us is still around in many parts of the world, and has taken many of our loved ones in an untimely manner. While living in “lockdown mode” like many, I’ve been missing Pappa as well as Mummy on a daily basis, and often think of the conversations I had with Pappa in his last days and months when I got to spend a lot of quality time with him. I’ll try and share some of these stories the best that I can remember.

First and foremost, he was a responsible, caring and devoted father, first to my sister Jasmine and I in our childhood years growing up, and then as a father-in-law to my wife Kavita and a Dadaji to my daughters Prisha and Geeti. He always wanted the best for us: enrolling my sister and I in the best school in Thane, India, standing in line for admission to the best colleges in Mumbai, India, and allowing us to apply and pursue post-graduation studies in universities of our choice in the US. Letting me come to the US was one of the toughest decisions he had to make. He was not very favorable to the idea in the beginning, and it took a lot of convincing by Mummy and some of his trusted friends in India to allow me to go study in a foreign land to pursue a promising future. A perhaps harder decision was when he and Mummy decided in 2010 that rather than Kavita and I moving back to India with the girls so we could be with them in their later years, it would be better for the entire family if they moved to the US and lived with us instead. So he sold the only home he had in India, gave away most of their hard-acquired belongings, and flew to the US with only 2 suitcases each to live together with us in January 2012.

Many readers who knew Pappa are already aware that by qualification he was a B.E. Civil Structural Engineer specializing in RCC buildings. He designed hundreds of residential buildings as well as many commercial buildings such as hospitals and hotels. At the peak of his career in the 1980s he was associated with a majority of residential construction projects in the suburbs of Mumbai in and around Thane.

When he was bedridden at home in the last few weeks of his life, he recalled a couple of innovative ideas he implemented early in his career as a structural engineer. One such project was while he worked for Larsen & Toubro (L&T) and they had a contract to build a water reservoir using RCC. At that time the prevalent mathematics and physics behind the design was to make the concrete walls of the reservoir weigh enough to counter the buoyancy of the water that would cause the tank to float. He questioned why the weight and thickness of the bottom of the tank could not be increased to achieve the same results, thereby reducing the construction costs of the project by a significant amount. His peers and bosses at L&T were impressed by his innovative thinking, and this became the de facto method of designing water tanks after that. Similarly, he was one of the first engineers as an independent RCC consultant to design overhead RCC-only rectangular water tanks on the terraces of residential buildings, something we’re all used to seeing in all parts of India when we visit the terrace. For the first one he designed, the contractors were terrified to take the supporting struts out from underneath the tank because they had never encountered such an all-RCC tank design. Once again, he used his analytical thinking to try something new which later became a standard.

Perhaps most people who will read this blog post will know Pappa as a literary stalwart. But neither he nor any of us in his family would have imagined that he would spend the last years of his life promoting arts and literature, and that would become his defining legacy. After retiring as a structural engineer in the late 1980s, he picked up various hobbies and interests, including almost becoming a Homeopathic doctor (just didn’t have a degree) by studying all of Mummy’s books from her college days. Mummy was a qualified Homeopathic doctor who left her practice after marriage due to societal customs at that time. Pappa even studied Astrology in detail to see if he could match the predictions of well-known astrologers in the birth charts for close relatives and friends. But he didn’t believe in it enough to ever make future predictions of people who wanted to know when their troubled times would end. That’s right around the time when he got his first PC.

Before moving to this important phase in his life where he became a well-known online figure in promoting Gujarati literature, you’ll be surprised to know that he was one of the earliest adopters of computers in India. His first computer, which is also the first computer I learned to program, was a Casio PB-100 pocket computer, where he would write programs in the BASIC programming language (the same one that made Bill Gates famous) to help with his calculations as a structural engineer. He then upgraded to a Casio PB-700, which had a whopping 4-line display instead of the single line in the PB-100, and wrote even more complex programs in BASIC to help with his work. This was all in the early 1980s!

Fast forward to the late 1990s when he now had a Datamini PC running Windows 95, on which he could get online using a dial-up modem and use email to communicate with us in the US, as well as other early adopters of the internet. He started writing articles in English reflecting about various societal and cultural issues, analysing nuances in relationships, and so on, and sharing them with an ever-growing list of people in his email list. Eventually he got interested in tinkering with Gujarati fonts that were just being introduced by C-DAC and others, to practice typing in Gujarati using the QWERTY keyboard.

Once he moved to the US in early 2012, he quickly made many like-minded friends (too many to name, and I don’t want to risk leaving any name out) and found forums and events where he and Mummy would enjoy participating. He gradually worked up the courage to deliver his own talks in Gujarati about a variety of subjects ranging from religion to language and literature to childhood memories. Fortunately for us, thanks to his tech savviness, he uploaded many of his talks to his YouTube channel. He also wrote a number of e-books, including the one he and Mummy put a lot of effort into called “Madva Jeva Manas” (People Worth Meeting) which got him in touch with the most amazing unsung heroes across the world.

Things changed dramatically on March 16, 2015, when he and Mummy were visiting India on their first trip since moving to the US, and Mummy shockingly passed away in a Kolkata hospital on her 70th birthday. All of us were devastated, but no one as much as Pappa who lost his life partner of 45 years. He had dedicated much of his post-retirement life making sure Mummy got the best treatment for the Rheumatoid Arthritis that she suffered with for 30+ years of her life. There wasn’t any treatment option he spared, whether alternative medicine, or gold injections, or the latest generation of biomedicine available here in the US. Pappa started losing interest in continuing his public talks, or writing articles to send via email, or even talking to friends. In December that year, he idly asked out of curiosity whether it was difficult to create a blog as he had been sending articles via email to other famous Gujarati blog sites. Not having any experience doing it myself, he and I sat down together and created a blog on WordPress.com and I asked him what he wanted it to be called. He looked in our backyard, and said, “How about Davda-nu Aangu?” (Davda’s backyard), a metaphor for an online place for like-minded friends to meet. The rest, as they say, is history; https://davdanuangnu.wordpress.com/ became one of the more popular Gujarati blogs, where initially he wrote several blog posts, but eventually set up a regular schedule for well-known literary figures to contribute articles to the blog, while he used his own posts to promote lesser-known people in the field of arts and literature.

I haven’t even had a chance to cover his early childhood, including his harrowing experience after the explosion at the Bombay docks near where he lived and went to school, or how his father went bankrupt leaving them poor and him taking personal loans to pay his way through college. I’m sure his full life story would make for a fascinating biopic movie script!

Hopefully readers have some new insights into Pappa’s life that they were not aware of. I strive on a daily basis to remember his values, his advice throughout my life when I needed it, and hope to make him and Mummy proud as they smile down upon us from their heavenly abode.

અગત્યની જાહેરાત – જયશ્રી વિનુ મરચંટ

વ્હાલાં વાચકો, સર્જકો, મિત્રો અને શુભેચ્છકો,

“દાવડાનું આંગણું” ના નવા અવતાર, “આપણું આંગણું” ને હવે પાંચ મહિના પૂરા થયા છે. આટલા ટૂંકા ગાળામાં આપ સહુના પ્રેમ થકી “આપણું આંગણુ” મહેકી ઊઠ્યું છે. આપ સહુના અસીમ પ્રેમ માટે આપના આભારી છીએ.

સંપાદક, Editor in Chief, યુવાન સાહિત્યકાર હિતેન આનંદપરાના અથાક પ્રયત્નોથી હવે “આપણું આંગણું” ના બેનર તળે દર મહિને સાહિત્ય અને કલા જગતના ફલકનો ઉઘાડ કરતાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એ વિષેની સૂચના પણ બ્લોગના માધ્યમથી બ્લોગના સબસ્ક્રાઈબરોને મોકલવામાં આવે છે. હાલમાં જ ત્રણ દિવસની ટૂંકી વાર્તા શિબિર કરી , જેમાં યુનિવર્સીટી ઓફ પેન્સિલવેનિયાના રિટાયર્ડ ફેકલ્ટી અને ગુજરાતી ભાષાના ખમતીધર સાહિત્યકાર – કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક ડો. બાબુભાઈ સુથારના વક્તવ્યો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતાં. આ શિબિરમાં ભાગ લેનારા સહુને ટૂંકી વાર્તાના છ ફોલો અપ સેશન્સનો પણ લાભ આગામી દિવસોમાં મળી રહ્યો છે. આ બધાંનો ધ્યેય એક જ છે કે સારા અને શિષ્ટ સાહિત્યની સુગંધ ગુજરાતીઓના ઘરઘર સુધી પહોંચે.

આપે હજુ “આપણું આંગણું” સબ્સક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય કરજો. સબ્સક્રિપ્શન બિલકુલ નિશુલ્ક છે. આપ, અમેરિકામાં કે વતનમાં કે દુનિયાના કોઈ પણ ખૂણામાં “આપનું આંગણું”માં મૂકાતી પોસ્ટ રોજ આપની પસંદગીના માધ્યમથી, -ઈ મેલ કે વોટ્સએપ થી- મેળવી શકશો. આપ સહુને આ બ્લોગ વાંચવા http://aapnuaangnu.com/ ની સાઈટ પર જવા નમ્ર વિનંતી છે. વોટ્સએપ પર પોસ્ટ મેળવવા અથવા એમેઈલથી પોસ્ટ મેળવવામાં તકલીફ પડતી હોય તો આપ અમને aapnuaangnu@gmail.com સંપર્ક કરી શકો છો અને અમે એનું નિવારણ બનતી ત્વરાથી અવશ્ય કરીશું.

અને છેલ્લે, આ બધું જ અમારા માટે દિવંગત વડીલબંધુ પુરષોત્તમભાઈ દાવડાના આશિષ થકી જ શક્ય બન્યું છે. “દાવડાનું આંગણું” વિના ‘આપણું આંગણું” સર્જાયું જ ન હોત. દાવડાભાઈ, મને આપની કમી સદા સાલે છે અને સાલતી રહેશે. ભાઈ, હું આપને હ્રદયપૂર્વક વંદન કરું છું. આપને મારી અશ્રુભરી શ્રદ્ધાંજલિ.

  • જયશ્રી વિનુ મરચંટ

નીચેની જાહેરાત ફરી આપ સહુને યાદ કરાવવા મૂકી છે.

અગત્યની જાહેરાત – જયશ્રી વિનુ મરચંટ

અન્યjayumerchantસંપાદન કરો

“દાવડાનું આંગણું” ના સહુ વ્હાલાં વાચકમિત્રો અને સર્જકોને દિવાળી અને નવા વર્ષના હાર્દિક અભિનંદન અને ઢગલાબંધ શુભેચ્છાઓ કે આવનારું વર્ષ સહુ માટે આરોગ્યમય, ફળદાયી અને સમૃદ્ધ નીવડે.

આજે આ જાહેરાત કરતાં મને અનહદ ખુશી છે કે ધનતેરસના મંગળ દિવસ, નવેમ્બર ૧૩, ૨૦૨૦થી “દાવડાનું આંગણું” હવે નવા નામે, નવું કલેવર લઈને“આપણું આંગણું” નામે શરૂ થઇ રહ્યો છે.

આપ સહુને આ બ્લોગ વાંચવા http://aapnuaangnu.com/ ની સાઈટ પર જવા નમ્ર વિનંતી છે.

આપણા સહુના સદભાગ્યે, “આપણું આંગણું” ના ચીફ એડિટર – મુખ્ય સંપાદકની જવાબદારી કવિશ્રી હિતેન આનંદપરાએ સહર્ષ સ્વીકારી છે એ બદલ હું એમનો અંતઃકરણપુર્વક આભાર માનું છું. આ બ્લોગ બનાવવાથી માંડી, ચલાવવા સુધીનો સઘળો શ્રેય કવિશ્રી હિતેન આનંદપરાને જાય છે. હું એ બદલ એમની ૠણી છું.

આપણી સંગ કવિશ્રી અનિલ ચાવડા અને કવિશ્રી મુકેશ જોશી પણ સહસંપાદક તરીકે જોડાયા છે, તો એમનું “આપણું આંગણું” માં સ્વાગત કરતાં હું આનંદ અનુભવું છું. એમના આ બિનશરતી સહકાર બદલ ગદગદ્ છું.

આ સાથે આપણને સહુને આદરણીય સાહિત્યકાર શ્રી ભાગ્યેશ જહા અને આદરણીય કવયિત્રી પન્નાબેન નાયકનો સાથ પરામર્શક તરીકે મળી રહ્યો છે એ બદલ બેઉ મહાનુભવોને વંદન કરીને એમનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું. એમના આ સ્નેહપૂર્ણ માર્ગદર્શનની છાયામાં “આપણું આંગણું” સતત સમૃદ્ધ થતું રહેશે..

એક ખાસ વ્યક્તિનો આભાર મારે માનવો છે અને કદાચ આજે દાવડાભાઈ હયાત હોત તો તેઓ પણ આ જ કરત. આ ખાસ વ્યક્તિ છે ડો. બાબુભાઈ સુથાર. “દાવડાનું આંગણું”ને અહીં સુધી પહોંચાડવામાં એમનો ફાળો અમૂલ્ય છે. બાબુભાઈ, મિત્ર તરીકે આભાર ન માનવો જોઈએ, પણ, દાવડાભાઈ અને મેં જ્યારે પણ આપ જેવા પ્રખર ભાષાશાસ્ત્રના વિદ્વાન પાસેથી મૈત્રીના હકથી “દાવડાનું આંગણું” માટે મૌલિક શ્રેણીની માગણી કરી છે તો આપે એટલા જ ભાવથી અમને આ અમૂલ્ય સર્જનો આપ્યાં છે. મારે મન આપની આ મૈત્રીનું મૂલ્ય ઘણું મોટું છે. આપનું આ ઋણ માથે ચડાવું છું.

સરયૂબેન પરીખને દાવડાભાઈએ રવિવારના સંપાદનની જવાબદારી સોંપી હતી. દાવડાભાઈના ગયા પછી પણ જે નિયમિતતાથી રવિવારનું સંપાદન કરતાં રહ્યાં છે એ સહકાર બદલ સરયૂબેન, હું અંતરથી આપનો આભાર માનું છું.

આ સાથે Peripherally – પરિઘમાં હું તો છું જ કારણ બેઉ આંગણ મારા સ્વજનોના જ છે અને આપ સહુ વાચકો અને સર્જકોના સ્નેહ થકી આ આપનું, “દાવડાનું આંગણું” કાયમ ઉજળું રહ્યું છે અને આગળ, “આપણું આંગણું” પણ ઉજળું રહેશે જ એની મને ખાતરી છે. આપ સહુના અવિરત સાથ બદલ ખૂબ ખૂબ આભાર.

સર્જકોને માટે નોંધઃ

“દાવડાનું આંગણું” ના સહુ સર્જકોને, “આપણું આંગણું”માં એમના સર્જનો મોકલવા માટેના ઈમેલ એડ્રેસની જાણ એમના ઈમેલ પર મોકલવામાં આવશે.

સહુ વાચકો માટે નોંધઃ

“દાવડાનું આંગણું”માં દર અઠવાડિયે પ્રકાશિત થતી સહુ શ્રેણી પણ એ જ નિર્ધારિત દિવસે હવેથી “આપણું આંગણું”માં પ્રકટ થતી રહેશે. આ શ્રેણીઓના જૂના લેખો વાંચવાની સગવડ માટે “દાવડાનું આંગણું”ની લીંક પણ મૂકવામાં આવશે.

તદુપરાંત, પ્રકટ થયેલા અન્ય જૂના લેખો પણ “દાવડાનું આંગણું”માં મળી રહેશે. આ બ્લોગ સંદર્ભ માટે ચાલુ રહેશે, પણ નવા સહુ સર્જનો “આપણું આંગણું”માં મૂકાશે એની સહુ વાચકો અને સર્જકોએ નોંધ લેવી.

 
આપ સહુ વ્હાલાં વાચકો અને સર્જકોનો “દાવડાનું આંગણું”ને સતત સાથ મળતો રહ્યો છે. આ બ્લોગ ને સ્મૃતિશેષ મારા વડિલબંધુ, પી. કે. દાવડાએ ૨૦૧૬માં શરૂ કર્યો હતો. એમાં પ્રારંભમાં તેઓ પોતાના અભ્યાસલેખો, અને લલિતકળા વિષેના લેખો પોસ્ટ કરતા હતા. પછી હું એમની સાથે એ બ્લોગમાં જોડાઈ અને પછી સાથે જોડાયા ગુજરાતી સાહિત્યના પ્રખર વિદ્વાન ડો. બાબુભાઈ સુથાર અને એમના જોડાવા સાથે “દાવડાનું આંગણું” શોભાયમાન થયું. એ પછી તો ગુજરાતી સાહિત્યના અનેક ડાયસ્પોરાના અને ભારતના સમર્થ સર્જકોનો સાથ મળતો ગયો અને આ બ્લોગને વાચકોએ સહર્ષ પોતીકો કરી લીધો.

આજે આ જ બ્લોગને નવા સ્વરૂપે રજુ કરતાં અમને અત્યંત આનંદ થઈ રહ્યો છે. એ સાથે પૂ.  દાવડાભાઈની કમી પણ સાલે છે પણ અમને ખાતરી છે કે એ જ્યાં હશે ત્યાંથી એમના આશિષ અમારા પર અવશ્ય વરસાવતાં હશે.

“આપણું આંગણું” માં અમારી નેમ છે કે અમે સહુને પોતાનું લાગે એવું સ-રસ, વિશદ ગુજરાતી સાહિત્ય આપ સહુ સુધી. આપના આંગણે લાવી શકીએ.

આશા છે કે આપ સહુ સર્જકો અને વાચકોનો સાથ અને પ્રેમ આ જ રીતે અવિરત મળતો રહેશે.

તા. નવેમ્બર ૧૩, ૨૦૨૦ – ધનતેરસથી બધી જ પોસ્ટ નવા બ્લોગમાં મુકાશે તેની નોંધ લેવા નમ્ર વિનંતી. આપ સહુ વાચકોના email ઓટોમેટીક નવા બ્લોગમાં ટ્રાન્સફર કરી દીધા છે. જેથી સહુને પોસ્ટની અપડેટ રોજિંદી, હંમેશની જેમ જ મળતી રહે.‌

આપને “આપણું આંગણું” સાથે જોડાવાનું સહર્ષ આમંત્રણ છે. આ “આપનું જ આંગણું” છે.

અગત્યની જાહેરાત – જયશ્રી વિનુ મરચંટ

“દાવડાનું આંગણું” ના સહુ વ્હાલાં વાચકમિત્રો અને સર્જકોને દિવાળી અને નવા વર્ષના હાર્દિક અભિનંદન અને ઢગલાબંધ શુભેચ્છાઓ કે આવનારું વર્ષ સહુ માટે આરોગ્યમય, ફળદાયી અને સમૃદ્ધ નીવડે.

આજે આ જાહેરાત કરતાં મને અનહદ ખુશી છે કે ધનતેરસના મંગળ દિવસ, નવેમ્બર ૧૩, ૨૦૨૦થી “દાવડાનું આંગણું” હવે નવા નામે, નવું કલેવર લઈને, આપણું આંગણું” નામે શરૂ થઇ રહ્યો છે.

આપ સહુને આ બ્લોગ વાંચવા http://aapnuaangnu.com/ ની સાઈટ પર જવા નમ્ર વિનંતી છે.

આપણા સહુના સદભાગ્યે, “આપણું આંગણું” ના ચીફ એડિટર – મુખ્ય સંપાદકની જવાબદારી કવિશ્રી હિતેન આનંદપરાએ સહર્ષ સ્વીકારી છે એ બદલ હું એમનો અંતઃકરણપુર્વક આભાર માનું છું. આ બ્લોગ બનાવવાથી માંડી, ચલાવવા સુધીનો સઘળો શ્રેય કવિશ્રી હિતેન આનંદપરાને જાય છે. હું એ બદલ એમની ૠણી છું.

આપણી સંગ કવિશ્રી અનિલ ચાવડા અને કવિશ્રી મુકેશ જોશી પણ સહસંપાદક તરીકે જોડાયા છે, તો એમનું “આપણું આંગણું” માં સ્વાગત કરતાં હું આનંદ અનુભવું છું. એમના આ બિનશરતી સહકાર બદલ ગદગદ્ છું.

આ સાથે આપણને સહુને આદરણીય સાહિત્યકાર શ્રી ભાગ્યેશ જહા અને આદરણીય કવયિત્રી પન્નાબેન નાયકનો સાથ પરામર્શક તરીકે મળી રહ્યો છે એ બદલ બેઉ મહાનુભવોને વંદન કરીને એમનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું. એમના આ સ્નેહપૂર્ણ માર્ગદર્શનની છાયામાં “આપણું આંગણું” સતત સમૃદ્ધ થતું રહેશે..

એક ખાસ વ્યક્તિનો આભાર મારે માનવો છે અને કદાચ આજે દાવડાભાઈ હયાત હોત તો તેઓ પણ આ જ કરત. આ ખાસ વ્યક્તિ છે ડો. બાબુભાઈ સુથાર. “દાવડાનું આંગણું”ને અહીં સુધી પહોંચાડવામાં એમનો ફાળો અમૂલ્ય છે. બાબુભાઈ, મિત્ર તરીકે આભાર ન માનવો જોઈએ, પણ, દાવડાભાઈ અને મેં જ્યારે પણ આપ જેવા પ્રખર ભાષાશાસ્ત્રના વિદ્વાન પાસેથી મૈત્રીના હકથી “દાવડાનું આંગણું” માટે મૌલિક શ્રેણીની માગણી કરી છે તો આપે એટલા જ ભાવથી અમને આ અમૂલ્ય સર્જનો આપ્યાં છે. મારે મન આપની આ મૈત્રીનું મૂલ્ય ઘણું મોટું છે. આપનું આ ઋણ માથે ચડાવું છું.

સરયૂબેન પરીખને દાવડાભાઈએ રવિવારના સંપાદનની જવાબદારી સોંપી હતી. દાવડાભાઈના ગયા પછી પણ જે નિયમિતતાથી રવિવારનું સંપાદન કરતાં રહ્યાં છે એ સહકાર બદલ સરયૂબેન, હું અંતરથી આપનો આભાર માનું છું.

આ સાથે Peripherally – પરિઘમાં હું તો છું જ કારણ બેઉ આંગણ મારા સ્વજનોના જ છે અને આપ સહુ વાચકો અને સર્જકોના સ્નેહ થકી આ આપનું, “દાવડાનું આંગણું” કાયમ ઉજળું રહ્યું છે અને આગળ, “આપણું આંગણું” પણ ઉજળું રહેશે જ એની મને ખાતરી છે. આપ સહુના અવિરત સાથ બદલ ખૂબ ખૂબ આભાર.

સર્જકોને માટે નોંધઃ

“દાવડાનું આંગણું” ના સહુ સર્જકોને, “આપણું આંગણું”માં એમના સર્જનો મોકલવા માટેના ઈમેલ એડ્રેસની જાણ એમના ઈમેલ પર મોકલવામાં આવશે.

સહુ વાચકો માટે નોંધઃ

“દાવડાનું આંગણું”માં દર અઠવાડિયે પ્રકાશિત થતી સહુ શ્રેણી પણ એ જ નિર્ધારિત દિવસે હવેથી “આપણું આંગણું”માં પ્રકટ થતી રહેશે. આ શ્રેણીઓના જૂના લેખો વાંચવાની સગવડ માટે “દાવડાનું આંગણું”ની લીંક પણ મૂકવામાં આવશે.

તદુપરાંત, પ્રકટ થયેલા અન્ય જૂના લેખો પણ “દાવડાનું આંગણું”માં મળી રહેશે. આ બ્લોગ સંદર્ભ માટે ચાલુ રહેશે, પણ નવા સહુ સર્જનો “આપણું આંગણું”માં મૂકાશે એની સહુ વાચકો અને સર્જકોએ નોંધ લેવી.

 
આપ સહુ વ્હાલાં વાચકો અને સર્જકોનો “દાવડાનું આંગણું”ને સતત સાથ મળતો રહ્યો છે. આ બ્લોગ ને સ્મૃતિશેષ મારા વડિલબંધુ, પી. કે. દાવડાએ ૨૦૧૬માં શરૂ કર્યો હતો. એમાં પ્રારંભમાં તેઓ પોતાના અભ્યાસલેખો, અને લલિતકળા વિષેના લેખો પોસ્ટ કરતા હતા. પછી હું એમની સાથે એ બ્લોગમાં જોડાઈ અને પછી સાથે જોડાયા ગુજરાતી સાહિત્યના પ્રખર વિદ્વાન ડો. બાબુભાઈ સુથાર અને એમના જોડાવા સાથે “દાવડાનું આંગણું” શોભાયમાન થયું. એ પછી તો ગુજરાતી સાહિત્યના અનેક ડાયસ્પોરાના અને ભારતના સમર્થ સર્જકોનો સાથ મળતો ગયો અને આ બ્લોગને વાચકોએ સહર્ષ પોતીકો કરી લીધો.

આજે આ જ બ્લોગને નવા સ્વરૂપે રજુ કરતાં અમને અત્યંત આનંદ થઈ રહ્યો છે. એ સાથે પૂ.  દાવડાભાઈની કમી પણ સાલે છે પણ અમને ખાતરી છે કે એ જ્યાં હશે ત્યાંથી એમના આશિષ અમારા પર અવશ્ય વરસાવતાં હશે.

“આપણું આંગણું” માં અમારી નેમ છે કે અમે સહુને પોતાનું લાગે એવું સ-રસ, વિશદ ગુજરાતી સાહિત્ય આપ સહુ સુધી. આપના આંગણે લાવી શકીએ.

આશા છે કે આપ સહુ સર્જકો અને વાચકોનો સાથ અને પ્રેમ આ જ રીતે અવિરત મળતો રહેશે.

તા. નવેમ્બર ૧૩, ૨૦૨૦ – ધનતેરસથી બધી જ પોસ્ટ નવા બ્લોગમાં મુકાશે તેની નોંધ લેવા નમ્ર વિનંતી. આપ સહુ વાચકોના email ઓટોમેટીક નવા બ્લોગમાં ટ્રાન્સફર કરી દીધા છે. જેથી સહુને પોસ્ટની અપડેટ રોજિંદી, હંમેશની જેમ જ મળતી રહે.‌

આપને “આપણું આંગણું” સાથે જોડાવાનું સહર્ષ આમંત્રણ છે. આ “આપનું જ આંગણું” છે.

મારા વ્યવસાયની સંઘર્ષગાથા – રેખા સિંઘલ

મારા વ્યવસાયની સંઘર્ષગાથા

  • રેખા સિંઘલ

શૂન્યથી અનંત સુધીની સફર કરાવતા અંકોના સૂત્રો સમજાવવા અને ગણિતના કોયડાઓ ઉકેલવાની તાલિમ આપવી તે મારો હાલનો વ્યવસાય એટલે કે હું ગણિતની શિક્ષિકા છું. અમેરિકામાં લગભગ છેલ્લા દસ વર્ષથી ખાનગી ક્ષેત્રે આ કાર્ય કરૂં છું. સ્વદેશમાં કારકિર્દીની શરૂઆતના સાતેક વર્ષ માધ્યમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનની શિક્ષિકા તરીકે કાર્ય કરેલ પછી વચ્ચેના લગભગ વીસેક વર્ષો સુધી અમેરિકા આવ્યા બાદ અનેક સંઘર્ષો વચ્ચે મને ગમતા આ મૂળ વ્યવસાયને જાળવી રાખ્યાનો મને આનંદ છે.

Continue reading મારા વ્યવસાયની સંઘર્ષગાથા – રેખા સિંઘલ

ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૭ – દીપક મહેતા

ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૭

વાડિયા મૂવીટોન, હન્ટરવાલીથી શ્રી કૃષ્ણલીલા

ભૂસ્તરશાસ્ત્રી અને ઉદ્યોગપતિ વાડિયાઓ 

________________________________________________

દીપક મહેતા

જમશેદ અને હોમી વાડિયા

વાડિયા કુટુંબ વિશેની વાત ગયે અઠવાડિયે અધૂરી રહી હતી એ આજે આગળ વધારીએ. હન્ટરવાલી, હિન્દ કેસરી, મિસ ફ્રન્ટિયર મેલ, પંજાબ મેલ, ડાયમંડ ક્વીન, બમ્બઈવાલી, બચપન, શ્રી રામ ભક્ત હનુમાન, ધૂમકેતુ, શ્રી ગણેશ મહિમા, જંગલ કે જવાહર, ચાર દરવેશ, ખિલાડી, શ્રી કૃષ્ણ લીલા, એડવેન્ચર્સ ઓફ અલ્લાદીન. જેમને આપણી જૂની ફિલ્મોમાં રસ હશે તેમને તો તરત ખ્યાલ આવશે કે આ બધાં નામો એક જમાનામાં બહુ ગાજેલી ફિલ્મોનાં નામ છે. અને સાથોસાથ કેટલાકને કદાચ સવાલ પણ થશે કે  વહાણ બાંધકામના ક્ષેત્રે આખી દુનિયામાં નામ કાઢનાર ખાનદાનની વાત કરતી વખતે આ બધી ફિલ્મોનાં નામ લેવાની શી જરૂર? પણ જે લવજી વાડિયાએ અને તેમના બેટાઓએ વહાણો બાંધીને તરાવ્યાં  તે જ કુટુંબના બે નબીરાઓએ આ અને આવી બીજી ફિલ્મો બનાવીને ફરતી મૂકી હતી.

Continue reading ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૭ – દીપક મહેતા

‘અલી જોને સખીરી’- યામિની વ્યાસ

આ નમણાં ઝરણાઓ

અલી જોને, સખીરી…

અહીં જોને, સખીરી…આ નમણાં ઝરણાંઓ

જાણે જળનાં ચંચળ કૂદતાં આ હરણાંઓ,

વગડે વગડે ગુંજન કરતાં આ ઝરણાંઓ,

અલી જોને સખીરી…

ઝરણું ક્યાંથી આવ્યું? સહિયર, કોના છલકયાં નેણ

એકબીજાની વાતે ખળખળ જાણે ડૂબ્યાં વેણ!

જંગલની વચ્ચોવચ ફરવાં નીકળ્યાં ચાંદરણાંઓ

અલી જોને, સખીરી…

વનપંખીના ટહુકા જેવો મીઠો રવ આ કરતાં દોડે,

સરી જતાં હર જળપગલાંને એક ગતિએ જોડે!

આળોટે આકાશ ઘડીભર એના પાથરણાંઓ.

અલી જોને, સખીરી…

  • યામિની વ્યાસ

Attachments area

Preview YouTube video અલી જોને સખીરી.:યામિની વ્યાસ સ્વરાંકન/સ્વર:સોનલ વ્યાસ

અલી જોને સખીરી.:યામિની વ્યાસ સ્વરાંકન/સ્વર:સોનલ વ્યાસ

“ઊંઘી ગઈ છે”- ગઝલ નો આસ્વાદ – સપના વિજાપુરા

“ઊંઘી ગઈ છે” – ગઝલ

ટેબલ ઉંઘી ગયું છે , ખુરશી ઊંઘી ગઈ છે
કાગળ , કલમ , ગઝલની પંક્તિ ઊંઘી ગઈ છે !

અંધાર આખા ઘરમાં , બિંદાસ્ત હરે ફરે છે
એને ખબર પડી ગઈ , બત્તી ઊંઘી ગઈ છે !!

વાતો રહે પવન , પણ મર્મર જરી ન થાયે
પર્ણો ઉંઘી ગયાં છે , ડાળી ઊંઘી ગઈ છે !

સારું થવાની આશે , બેસી રહ્યો સમય પણ
સારપની આખ્ખેઆખી , પેઢી ઊંઘી ગઈ છે !!

વિરમી ગયા વિચારો , એવી જ રીતે મનમાં
મેટ્રો સીટીમાં જાણે , ગિરદી ઊંઘી ગઈ છે !!

જાગ્યા નહીં જરા પણ , કેવી તમારી નિદ્રા ?!
તમને જગાડવામાં , મૂર્તિ ઊંઘી ગઈ છે !!

શ્રદ્ધાને હક છે જાગે , ઇશ્વરને પણ જગાડે
જાણી બુઝીને મારી , બુદ્ધિ ઊંઘી ગઈ છે !!

એની જ દ્રષ્ટિમાં છે અંધાપો , એ ન જાણે
એને તો એમ છે કે સૃષ્ટિ ઊંઘી ગઈ છે !!

ભીંતો તમારા ઘરની ખખડાવતો રહ્યો હું…
જ્યારે વહેમ પડ્યો કે બારી ઊંઘી ગઈ છે !

મોડે સુધી ગઝલને આદત છે જાગવાની
લાગે છે આજ થોડી જલ્દી ઊંઘી ગઈ છે !!

રિષભ મહેતા 

રિષભ મહેતા ની ગઝલ નો આસ્વાદ – સપના વિજાપુરા

ગઝલ જગતમાં રિષભ મહેતાના નામથી કોઈ અજાણ્યું નહિ હોય. મલ્ટી ટેલેન્ટ ધરાવતા કવિ શ્રી ગોધરાના વાતની છે અને ગોધરામાં વસવાટ કરે છે. કવિશ્રી એક સુંદર અવાજના માલિક અને સ્ટેજ શો માટે મશહૂર છે. એમની આ ગઝલ ફેઈસબુક પરથી મળી. વાંચતા જ ગમી જાય એવી આ ગઝલના નવ શેર છે અને ઉંઘી ગઈ છે રદીફ લઈને એક થી એક ચઢિયાતા શેર આપ્યા છે.


ટેબલ ઉંઘી ગયું છે , ખુરશી ઉંઘી ગઈ છે
કાગળ , કલમ , ગઝલની પંક્તિ ઉંઘી ગઈ છે !

કોઈવાર ગઝલ લખવા બેઠા હોઈએ અને કલમ હાથમાં રહી જાય અને કાંઈ સૂઝે નહિ. તો કેવી હાલત થાય. મગજ સુન્ન હોય એમાં કોઈ પણ પ્રકારની ખળભળ ના હોય કશું યાદ ના આવે ત્યારે કોઈપણ કાઇને લાગે કે ટેબલ ઉંઘી ગયું છે ખુરશી ઉંઘી ગઈ છે કાગળ, કમ અને છેવટે ગઝલની પંક્તિ ઉંઘી ગઈ છે. મત્લાનો શેર કોઈપણ ગઝલકારની હાલતનું બયાન કરે છે. આવી પરિસ્થિતિ દરેક કવિના જીવનમાં આવતી હશે. પંક્તિ ડોકિયા કરીને ઉંઘી જતી હોય છે.

અંધાર આખા ઘરમાં , બિંદાસ્ત હરે ફરે છે
એને ખબર પડી ગઈ , બત્તી ઉંઘી ગઈ છે !!

જેવી બત્તીની સ્વીચ બંધ કરો. અંધકારની ભૂતાવળ ચારેબાજુ ફરવા લાગે છે. અંધકારને બિંદાસ્ત ફરે છે. કારણકે હવે પ્રકાશ એને કનડતો નથી. એને ખબર છે કે બત્તી ઉંઘી ગઈ છે. કવિની બત્તીને ઉંઘાડવાની વાત ગમી. સામાન્ય માણસ હોય તો કહે બત્તી બંધ કરો, પણ કવિ આત્મા હોય તો એમ જ કહે બત્તીને ઉંઘાડી દો.

વાતો રહે પવન , પણ મર્મર જરી ન થાયે
પર્ણો ઉંઘી ગયાં છે , ડાળી ઉંઘી ગઈ છે !

પવન ભલે ધીમે ધીમે વાતો રહે. પણ બિલકુલ ચુપચાપ! જરા પણ મર્મર કે સળવળ ના થાએ! કારણ? કારણકે થાકીને આ પર્ણો ઉંઘી ગયા છે અને ડાળી ઉંઘી ગઈ છે. કવિ પ્રકૃતિને પણ સુવાડી દે છે.

સારું થવાની આશે , બેસી રહ્યો સમય પણ
સારપની આખ્ખેઆખી , પેઢી ઉંઘી ગઈ છે !!

આજ સારું થશે કાલ સારું થશે !! એમ કરતા કરતા સમય વીતતો જાય છે. પણ આ સમય ખરેખર વીતે છે કે કૈક સારું થશે એની આશ માં બેસી રહે છે. આજકાલની પેઢી પર શ્લેષ કરતા કવિ કહે છે કે સારપ ની આખી પેઢી ઉંઘી ગઈ છે. ખરેખર જ્યારે આંખે બુરાઈની પટ્ટી આંખે બાંધેલી હોય એ પેઢીને ઉંઘતી પેઢી જ કહેવાયને!! સારપ ની એ પેઢીને શું થયું? જમાનાની એવી હવા લાગી છે કે લોકો માં ભલમાનસાઈ રહી નથી. સારપ શોધવા જાઓ તો મળતી નથી.

વિરમી ગયા વિચારો , એવી જ રીતે મનમાં
મેટ્રો સીટીમાં જાણે , ગિરદી ઉંઘી ગઈ છે !!

મેટ્રો સિટીમાં માણસને માણસની પડી નથી. ગિરદી એટલી છે કે માણસને શોધવો અઘરો છે. એ ગિરદી પણ કેવી? ઉંઘેલી લાગણીવહિન, બેઅસર, પથ્થર સમાન માનવી જાગે તોય શું અને ઉંઘે તોય શું? ગામ છોડવાની સજા છે. કે માણસને પથ્થર બનાવી ગઈ. પછી વિચારો પણ એ રીતે લાગણીવિહીન અને બેઅસર થઇ જતા હશે. બિલકુલ મેટ્રો સિટીની જેમ!

જાગ્યા નહીં જરા પણ , કેવી તમારી નિદ્રા ?!
તમને જગાડવામાં , મૂર્તિ ઉંઘી ગઈ છે !!

મંદિરમાં થતા ઘંટારવથી ઈશ્વર જાગતો નથી! તો તમને કેવી રીતે જગાડવા? આ તમારી નિદ્રા કેવી છે ઈશ્વર? મૂર્તિ ઈ સમક્ષ રોજ પૂજા થાય છે. તમને જગાડવા ઘંટારવ થાય છે તમને જગાડતા જગાડતા મૂર્તિ ઉંઘી ગઈ છે! પણ તમારી નિદ્રા તૂટતી નથી! આ કરોના કાળમાં તો દરેક ધર્મના લોકો ઈશ્વરનો દરવાજો ખટખટાવી ચુક્યા પણ ઈશ્વર પણ જાને બધિર થઇ ગયા છે કે પછી ઈન્સાનના પાપ વધી ગયા છે!

શ્રદ્ધાને હક છે જાગે , ઇશ્વરને પણ જગાડે
જાણી બુઝીને મારી , બુદ્ધિ ઉંઘી ગઈ છે !!

ઉપરના શેર કરતા બિલકુલ વિરુદ્ધનો શેર બન્યો છે કવિને હજુ પણ શ્રદ્ધા છે કે એ ઈશ્વરને જગાડી શકશે. આ તો બુદ્ધિ ક્યારેક ઉંઘી જાય એટલે ઈશ્વર પરથી શ્રદ્ધા ઉઠી જાય પણ ફરી શ્રદ્ધા જગાડી પણ જાય અને ઈશ્વરને જગાડે!

એની જ દ્રષ્ટિમાં છે અંધાપો , એ ન જાણે
એને તો એમ છે કે સૃષ્ટિ ઉંઘી ગઈ છે !!

આંખો બંધ કરી લેવાથી સામેથી મુશ્કેલીઓ હટી નથી જતી! એ તો ત્યાંજ હોય છે. આંધળા માણસને વળી પ્રકાશની શું ખબર? એજ રીતે પોતાની આંખનો અંધાપો આપણને ક્યાં સાચી હકીકત બતાવે છે. સુષ્ટિ ઉંઘી નથી પણ મારી આંખ સામે પરદા છે. કહે છે ને જગતના કાંચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે,જગત કાજી થઈને તું ના પીડા વહોરી લેજે!

ભીંતો તમારા ઘરની ખખડાવતો રહ્યો હું…
જ્યારે વહેમ પડ્યો કે બારી ઉંઘી ગઈ છે !

દીવાલ સાથે માથા પટકાવાથી શું ફાયદો? કોઈના દિલમાં ઉતારવા માટે હૃદયની બારી પર દસ્તક કરો અને જ્યારે ખબર પડે કે હૃદયની બારી ના ખુલે તો એ પથ્થર હૃદયની દીવાલો પર ટકોરા મારતા રહો!! બારી જ ઉંઘી ગઈ છે તો ભીંત શું જવાબ આપવાની!

મોડે સુધી ગઝલને આદત છે જાગવાની
લાગે છે આજ થોડી જલ્દી ઉંઘી ગઈ છે !!

ગઝલ આવે તો અડધી રાતે આવે!! આ ગઝલનું પણ એવું છે. દિવસના ભાગમાં ભાગતી ફરે અને રાતે તકિયે આવીને બેસી જાય! એટલે ગઝલ પણ રાતરાણી જેવી છે. એ રાતે જ મહેકે! એને જાગવાની આદત છે. પણ ક્યારેક આખી રાત જાગો તો પણ એ ના આવે! ત્યારે કવિ કહે છે કે આમ તો મોડે સુધી જાગતી હોય છે પણ આજ જરા વહેલી સુઈ ગઈ છે! કવિ શ્રી રિષભ મહેતાજી ખૂબ સુંદર રદીફ સાથે સુંદર ગઝલ !!ધન્યવાદ!

સપના વિજાપુરા

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધઓગણીસમો અધ્યાયમહારાજ પરીક્ષિતનું અનશન-વ્રત અને શુકદેવજીનું આગમન

 (પ્રથમ સ્કંધના અઢારમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, રાજા પરીક્ષિત ભૂખ તરસથી વ્યાકુળ બનીને શમીક ઋષિના આશ્રમમાં પાણીની શોધમાં આવી ચડે છે. શમીક ઋષિ તો એમની બ્રહ્મ સમાધિમાં લીન હતા. મહારાજના બોલાવવા છતાં એમણે કોઈ જવાબ ના આપતાં ક્ષુધા અને તૃષાથી પીડાતાં મહારાજને ગુસ્સો આવતાં, પાસે પડેલો મરેલો સાપ એમના ગળામાં નાખીને ક્રોધાવશ ત્યાંથી ચાલી નીકળ્યાં. શમીક ઋષિનો પુત્ર ઘણો તેજેસ્વી હતો. તે બીજા ઋષિકુમારો સાથે નજીકમાં જ રમતો હતો. જ્યારે તેણે સાંભળ્યું કે રાજાએ એના પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે ત્યારે એ ઋષિપુત્ર, હાથમાં કૌશિકી નદીનું જળ લઈને આચમન કરીને પોતાની વાણીરૂપી વજ્રનો પ્રયોગ કરીને, પોતાના તપોબળ થકી રાજા પરીક્ષિતને શાપ આપે છે કે આજથી સાતમા દિવસે તક્ષક નાગ તેને ડસશે. 

Continue reading શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

સાયકોલોજીકલ રિવર્સલ યાને મનની અવળચંડાઈ!- પરભુભાઈ મિસ્ત્રી

સાયકોલોજીકલ રિવર્સલ યાને મનની અવળચંડાઈ!

મારા એક મિત્રને બીડી પીવાનું વ્યસન છે. તેઓ ખુદ માને છે કે તમાકુ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મિત્રોની મહેફિલ જામી હોય કે કોઈ સભામાં બેઠા હોય ને એમને ખ્યાલ આવે કે હવે નિકોટિનનું લેવલ નીચે જઈ રહ્યું છે એટલે બહાર જઈને તેમણે ધુમ્રપાન કરી આવવું પડે છે. આમ કરતાં તેમને સંકોચ થાય છે, અપરાધભાવ અનુભવે છે, પણ સંનિષ્ઠ પ્રયાસો કરવા છતાં તેમનાથી આ વ્યસન છૂટતું નથી. આપણે કહીએ છીએ કે મન હોય તો માળવે જવાય, પણ ભૂતકાળમાં એમણે વ્યસન છોડવાના દિલથી પ્રયત્નો કર્યા હોવા છતાં વ્યસન એમને ગાંઠતું નથી. એમની પ્રામાણિકતા પર શંકા ઉઠાવવાનું કોઈ કારણ નથી. મક્કમ મનોબળ થકી એમણે જીવનમાં મુશ્કેલમાં મુશ્કેલ લક્ષ્યાંકો સર કર્યા છે, પણ નાનકડી બીડી સામે હાથ જોડવા પડ્યા છે.

Continue reading સાયકોલોજીકલ રિવર્સલ યાને મનની અવળચંડાઈ!- પરભુભાઈ મિસ્ત્રી

મ્હાંને ચાકર રાખોજી- મીરાંબાઈ

મ્હાંને ચાકર રાખોજી,

      ગિરધારી લાલ, મ્હાંને ચાકર રાખોજી!

ચાકર રહસું, બાગ લગાસૂં, નિત ઊઠ દર્શન પાસૂં;
વૃંદાવન કી કુંજ – ગલનમેં, ગોવિંદા – લીલા ગાસૂં રે !
                                   મ્હાંને ચાકર રાખોજી!

ચાકરી મેં તો દરસન પાઊં, સુમરિન પાઊં ખરચી;
ભાવ–ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતાં સરસી રે !
                                   મ્હાંને ચાકર રાખોજી!

મોર મુકુટ પીતામ્બર સોહે, ગલે બૈજંતી માલા;
વૃન્દાવનમાં ધેનુ ચરાવે, મોહન મૂરલીવાલા રે!
                                   મ્હાંને ચાકર રાખોજી!

ઊંચે ઊંચે મહલ બનાઊં, બિચ બિચ રાખું બારી;
સાંવરિયા કે દરસન પાઊં, પહિર કસુમ્બી સારી રે !
                                   મ્હાંને ચાકર રાખોજી!

જોગી આયા જોગ કરનકો, તપ કરને સંન્યાસી;
હરિભજન કો સાધુ આયે, વૃન્દાવનકે વાસી રે !
                                   મ્હાંને ચાકર રાખોજી!

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા, હૃદે રહોજી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીજો, જમુનાજી કે તીરા રે!
                                   મ્હાંને ચાકર રાખોજી!

– મીરાંબાઈ

મીરાં એટલે તો ભક્તિનું મૂર્તિમંત અને સ્ફૂર્તિમંત સ્વરુપ. મીરાં જેવી કર્મયોગી પણ બીજી કોઈ નહીં મળે. મેવાડ છોડ્યું, વૃંદાવને વ્હાલું કર્યું અને સંપૂર્ણ જીવન માત્ર ભક્તિ અને ભક્તિના પ્રસારમાં વ્યતીત કર્યું. કૃષ્ણપ્રેમ એ જ એનો કર્મયોગ અને એ જ એનો ભક્તિયોગ. જ્યાં કર્મ અને ભક્તિનો સંગમ થાય ત્યાં જ કર્મયોગની પરમ અને ચરમ સીમા છે. આ સીમા પાર કરી જાઓ પછી બસ, ઈશ્વરની અસીમ કૃપાનું બ્રહ્માંડ ઊઘડે છે. મીરાં પાસે નાનું અમથું જાણે ઝાકળબિંદુ કૃષ્ણપ્રેમનું ,જે વિસ્તરતાં બની જાય છે, જ્ઞાનનો આખો સમુદ્ર!

 મીરાંની ભક્તિની પરાકાષ્ઠા એવી કે બીજું કશું ત્યાં ટકી જ ન શકે કે જે કૃષ્ણ સાથે નિયોજીત કે સંયોજીત ન હોય. મીરાં એટલે સર્વસમર્પણ, ચરણાગતિ અને શરણાગતિનું સાયુજ્ય. ‘મ્હાંને ચાકર રાખોજી”, આ ઉદગારમાં “જી” અક્ષરમાં નરી આરત ભરી છે. વિનંતી છે, કોઈ પણ શરત વિનાની શરણાગતિ છે, કારણ, સમસ્ત વિશ્વના વિધાતાના ચાકર રહેવામાં એના સાંનિધ્ય માટેની અમીટ તૃષા છે. એની સાથે ભીની ખુમારી એવી છે કે ઈશ્વરને પણ કહે છે કે તારા માટે અમે બાગ રચી આપીશું. મીરાં બાગને ઉછેરે છે કે ભક્તિને ઉછેરે છે એ મીરાંની અને આપણી મીઠી મૂંઝવણનો વિષય છે. બાગ ઉછેરવાનું તો બહાનું છે. મૂળ કારણ તો રોજરોજ એ બાગના ફૂલો સાંવરિયાનાં ચરણે ધરીને એના દર્શન પામવાનું છે. પણ આ તો મીરાં નો બાગ છે, એ કંઈ જેવો તેવો ન હોય! મીરાંનો બાગ તો આખું વૃંદાવન જ હોય! એક ક્ષણ માટે આંખો બંધ કરીને કલ્પી જોઈએ ઈશ્વરને માટે બાગ રચવાનો, એ બાગમાં રહેવાનું, રોજરોજ ગોવિંદની લીલા ગાવાની, હરિના દર્શન કરવાનાં, એમના ચરણોમાં ભક્તિપ્રેમનાં બાગમાં ઊગાવેલાં તાજાં, મઘમઘતાં પુષ્પો ધરવાનાં અને કૃષ્ણના સ્મરણનો સતત ઓચ્છવ ઊજવવાનો! આ કેટલું અદભૂત હોય, એ વિચાર આવતાં જ પળવાર મીરાંની અમીરાતની અસૂયા થયા વિના રહે નહીં. મીરાંની પાસે મોટામાં મોટી મૂડી જે છે, તે છે એની ભાવભક્તિ. ઈશ્વરનું સોહામણું સ્વરૂપ મીરાંના જીવનની પળેપળને રળિયામણું કરે છે અને અહીં જ આ ભજન ન રહેતાં કવિતા બની જાય છે. એટલું જ નહીં, એની પરાકાષ્ઠાને પાર કરે છે. અહીં કલ્પનાશીલતા તો જુઓ, ઊંચાઊંચા મહેલ અને બીચબીચ બારી, જે આપણને સીધી પરમાત્માની સાથે જોડી આપે છે! રાજકુંવરી અને રાજરાણી મીરાંની ભક્તિમાં પણ રાજવી ઠાઠમાઠ છે. વાત શરૂ કરતાં કહે છે કે ‘મને ચાકર રાખોજી’ પણ પછી કહે છે કે હું બગીચો રચી આપીશ. ભાવનાને કોઈ અંત નથી હોતો. કહે છે કે, ઊંચાઊંચા મહેલ બનાવીશ, વચ્ચેવચ્ચે બારીઓ રાખીશ અને સંવારિયાનાં દર્શનનો પ્રસંગ એ કંઈ જેવોતેવો નથી. એ દર્શન કરીશ ત્યારે કસુંબી સાડી પહેરીને કરીશ. કસુંબી રંગ પણ સાંકેતિક છે. મીરાં તો જોગ, તપ વગેરેથી પણ પર થઈ ગઈ છે. એ તો હરિભજનમાં રમમાણ થઈ ગઈ છે અને એને તો રસ છે વૃંદાવનવાસી થઈ જવામાં. છતાં સાંવરિયાને રીઝવવાએ કસુંબી રંગના વસ્ત્રો ધારણ કરવા તૈયાર છે કારણ એના હૈયા પર તો પિયુનો કસુંબી રંગ ક્યારનોય ચડી ચૂક્યો છે. એણે પોતાની આસપાસ એક ભજનમય ભાવસૃષ્ટિ રચી છે જેમાં વૃંદાવન છે, યમુનાના નીર છે, યમુનાના તીર છે અને એની સામે એનો ‘મનમોહના’ સાંવરિયો શ્રી કૃષ્ણ છે. આ જ છે મીરાંનું સદેહે રચેલું સ્વર્ગ. આ સ્વર્ગમાં એ એના સાંવરિયા કૃષ્ણના દર્શન કરશે ત્યારે એના સિવાય બીજું કોઈ નહીં હોય, હશે સામે એક માત્ર એનો પિયુ, એનો પ્રીતમ, અને એ મનોમન ગુંજતી હશે, “મૈં તો હરિગુણ ગાવત નાચૂંગી”.

મીરાંની કવિતાને બાહ્ય સંગીતની જરુર નથી પડતી કારણ, એ તો મીરાંના રોમરોમથી નીતરતા આંતરસંગીતથી છલોછલ છલકાય છે.

(સુરેશ દલાલ સંપાદિત પુસ્તક “ભજનયોગ”ના સૌજન્યથી, સાભાર . )