All posts by SARYU PARIKH

About SARYU PARIKH

INVOLVED IN SOCIAL VOLUNTEER WORK. HAPPILY MARRIED. DEEPLY INTERESTED IN LITERATURE, ADHYATMIK ABHYAS,MUSIC AND FAMILY. EDUCATION IN SCIENCE AT BHAVNAGAR AND BARODA.

મિત્રો સાથે વાતો. ચિત્રોમાં એક ચહેરો…સરયૂ પરીખ

આજે “દાવડાનું આંગણું” ખોલ્યું છે. અહીં લખતાં રહીએ. કોઈને વાંધો હોય તો જણાવશો.

ચિત્રોમાં એક ચહેરો                      લેખિકાઃ સરયૂ પરીખ

            મારી મિત્ર સુજાતા હંમેશા નાની મોટી બેનપણીઓથી ઘેરાયેલી રહેતી. એ ૧૯૫૮ના વર્ષો, જ્યારે હું સ્વપ્નશીલ બાર વર્ષની અલ્લડ અને બેદરકાર કિશોરી હતી અને મારા કરતા ત્રણ વર્ષે મોટી અને બધાની પ્રિય સુજાતા મારી ખાસ બેનપણી બની ગઈ હતી. અમે છોકરા છોકરીઓ, રોજ સાંજે ઘર સામેના મોટા રમતગમતના મેદાનમાં ભેગા થતાં અને એમાં સુજાતાની બાજુમાં ઉભા રહેવા માટે ચડસા ચડસી કરતાં. એની સામે કયો મોટો છોકરો તાકી રહ્યો છે એની માહિતી પણ આપતાં, અને સુજાતા મોઘમ હસીને આંખ ફેરવી લેતી. આ રીતે મળતું મહત્વ એને બહુ ગમતું. પરંતુ જ્યારે અન્યને મહત્વ મળતું તો એના ચહેરા પર  ઈર્ષાભાવની વાદળી છવાઈ જતી.

           સુજાતા રમગમતમાં અને ભણવામાં હોશિયાર હતી. એ કોલેજમાં ગઈ પછી અમારો સહવાસ ઓછો થઈ ગયો પણ નજીકમાં રહેતી હોવાથી એના બદલાતા કોલેજ મિત્રો વિષે, અને સુજાતાના વધુ પડતા કાળજી લેતા ભાઈઓ દ્વારા થતી એમની મારપીટના સમાચારો મળતાં રહેતાં. અમારા મિત્રમંડળને લાગતું કે અમુક બહુ યોગ્ય ઉમેદવારોને પણ સુજાતાના ભાઇઓએ ભગાડી દીધેલાં. એની કોલેજ પૂરી થતાં જ સુજાતા શહેર
છોડીને એની બહેન સાથે રહેવા જતી રહેલી.

          થોડા મહિનાઓ પછી એને પાછી આવેલી જોઈ મને આનંદ થયો. એના ઘરમાં ગંભીર વાતાવરણ હતું. અકળાયેલી સુજાતાએ, ખાસ ખુશી વગર, મને જણાવ્યું કે એના લગ્ન એક એન્જીનિયર સાથે નક્કી થઈ ગયા છે. પરાણે હા પાડવી પડી હતી. લગ્ન વખતે રીસાયેલા મુખવાળા વરરાજાને જોઈ એક ટીખળી છોકરો બોલ્યો, “સુજાતા, વરરાજામાં ખાસ દમ નથી લાગતો, એક તમાચો મારીશ તો પણ કાંઈ બોલશે નહીં.” બદનસીબે, વરરાજાની બહેન સાંભળી ગઈ અને બોલી, “ના હોં, અમારા ભાઈ કાંઈ એવા નથી.”

           મેં કહ્યું, “અમારી સુજાતા પણ કોઈને મારે એવી નથી.” પણ વાતાવરણમાં ખારાશ આવી ગયેલી. એ વખતે અમને ખબર નહોતી કે એ લપસણી સપ્તપદી પર પગ માંડી રહી છે. .

        એકાદ મહિનામાં સુજાતા પિયર આવી અને રડતાં રડતાં જણાવ્યું કે, “હું પાછી જવાની જ નથી, મારા પર એણે હાથ ઉઠાવ્યો હતો.” એના ઘરમાં બધાને ચિંતા થઈ ગઈ. અંતે એના સાસુ આવ્યા અને અનેક બહાના કરી, સમજાવીને, પાછા લઈ ગયા. ત્યાર પછી, જ્યારે પણ મેં એને જોઈ ત્યારે એક હમદર્દીનો સૂર અનાયાસ દિલમાંથી નીકળતો, ને સવાલ ઊઠતો, “શું આ એ જ સુજાતા છે?” મારા અમેરિકા આવતા પહેલાં સુજાતા એની નાની બેબીને લઈને મારા બાને ઘેર મળવા આવી હતી અને કહેતી હતી કે, “આ બાળકી મારા જીવનમાં કંઈક સુખ લઈ આવી.”

        સુજાતાને મળ્યે ઘણાં વર્ષો નીકળી ગયા. એના સમાચારોમાં જાણવા મળ્યું હતું  કે એને બે દીકરીઓ છે અને સાદુ જીવન જીવી રહી છે.

         એ સમયે અમે કેલિફોરર્નિઆમાં રહેતાં હતાં અને અમારાં બે બાળકો અને બીજા પરિવારના સભ્યો સાથે હું જીવનમાં ઘણી વ્યસ્ત હતી. એવામાં મારા શ્વસુરના મિત્ર અમારે ઘેર ત્રણ દિવસ રહેવા આવ્યા. વાતો વાતોમાં હું ભાવનગરની છું એ જાણીને એમણે મને સવાલ કર્યો કે, “સુજાતાને ઓળખો છો?” મેં મીઠી યાદોને વાગોળતાં કહ્યું કે, “સુજાતા મારી એક વખતની ખાસ બેનપણી હતી.” ત્યાર પછી, એ મુરબ્બીની વાતોથી હું હલી ઊઠી.
             મહેમાને કહ્યું કે, “સાન ફ્રાંસિસ્કોમાં, અમારા પડોશમાં એક રિતીક નામનો ચિત્રકાર રહે છે, જે આજ પણ સુજાતાની આરાધના કરી રહ્યો છે.” મેં એનું નામ સાંભળેલું પણ સુજાતા સાથેની ખાસ દોસ્તી વિષે મને ખબર ન હતી. મને વિચાર કરતાં એ સમય અને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. સુજાતા થોડા મહિનાઓ એની બહેનને ઘેર રહેવા ગઈ હતી ત્યારે રિતીક સાથે સ્નેહ સંબંધ થયેલો. અને ત્યાંથી પાછી આવી કે તરત એના લગ્ન નક્કી થઈ ગયેલાં તેથી એ વાત સુજાતાએ તદ્દન ગુપ્ત રાખી હતી.

           મારા અને સુજાતાની મિત્રતા વિષે ખબર મળતા જ રિતીકનો ફોન આવ્યો અને મને ઘણાં સવાલો પૂછી લીધાં. પછી અંતે મને પૂછ્યું કે, “તમારા નામે-સરનામે હું સુજાતાને પત્ર મોકલવા માંગુ છું, તો એટલું મારું કામ કરી આપશો? મારે સુજાતા માટે કોઈ તકલીફ ઊભી નથી કરવી.” વાહ! ચાહતના વિવિધ રંગો.

          આવી લાગણી વિવશ પરિસ્થિતિમાં મને વચ્ચે મૂકાતા જરા ખચકાટ થયો, તો પણ મેં હા પાડી. થોડા સમયમાં સુજાતાનો જવાબ પણ આવ્યો જે મેં રિતીકને રવાના કર્યો . . . આમ થોડા પત્રોની આપ-લે થયા પછી પત્રવ્યવહાર બંધ થતાં મને નવાઈ લાગી, પણ વાત વિસરાઈ ગઈ અને સમય વહેતો રહ્યો. એક વખત ભારતની મુલાકાત દરમ્યાન ઉતાવળમાં સુજાતાને મળી ત્યારે એણે રિતીકના ખબર પૂછ્યાં હતાં અને પછી થોડી વાતચીત કરી અમે છૂટા પડેલાં.

         અમારા ૠણાનુબંધ હજી પૂરા નહોતા થયા. રિતીક અને અમે એક જ શહેરમાં રહેવા આવ્યાં અને એના ચિત્રોના પ્રદર્શનમાં એક ઓળખીતાને ઘેર ભેગા થઈ ગયા. બધા ચિત્રો અમે નિરાંતે જોઈ રહ્યાં હતાં ત્યારે એક ચંદ્ર અને દૂર દોડી જતી છોકરીના ચિત્ર પર, “વેચવા માટે નથી” તેવી નોંધ જોઈ. કોણ જાણે કેમ પણ એ સાથે સુજાતાની યાદ આવતાં મેં રિતીકને તેનાં વિષે પૂછ્યું.

           “હાં, એ ખાસ ચિત્ર મારા દિલથી બહુ નજીક છે. કોઈવાર તે વિષે પણ કહીશ.”

           ઘણો ભાવનાશીલ અને સરળ, પણ જરા ધૂની વ્યક્તિત્વવાળો રિતીક અમારો મિત્ર બની ગયો તેનાં અવનવા ખ્યાલો સાથે થોડી અંધશ્રધ્ધા ભળેલી લાગતી હતી. એક નિરાંતભરી સાંજે એણે સંકોચ વગર પોતાનો ભૂતકાળ કહી બતાવ્યો.

          રિતીક બોલ્યો, “હું પહેલી વખત સુજાતાને એના બહેનને ઘેર મળ્યો. મને નસીબની બલિહારી પર શ્રધ્ધા તેથી થોડા સમયમાં જ મારાં મનનો ભાવ દ્રઢ થઈ ગયો કે, સુજાતા મારી જીવન સંગિની બનશે. એ મળે ત્યારે મીઠાશ રાખતી, પણ સંબંધોમાં વિશેષ એકરાર કે ઊંડાણ નહોતા . . . પણ એક એ સાંજ મારા જીવનકાવ્યમાં સુંદર રચના બનીને  આલેખાઈ ગઈ. . . સુજાતાના બહેન મને તેમની સ્કુલ પાંસે મળી ગયા અને બોલ્યાં, ‘રિતીક, આજે શરદ પુનમ છે. અમે સાંજે દરિયા કિનારે ઉજાણી કરવાં જવાના છીએ. તું અને મિત્રો પણ આવજો.’

           “મારી ખુશીનો પાર નહોતો. મારો મિત્ર, તેની પત્ની અને હું, અનેક વસ્તુઓ સાથે લઈ અરબી સમુદ્રના તોફાની તટ પર આવી પંહોંચ્યાં. આહ! સુજાતા તેના નીલા રંગના ડ્રેસમાં અત્યંત લોભામણી લાગતી હતી.
હું એની પાંસે જઈને બેઠો. ઘેલા પવનમાં ઊડતાં તેનાં ડ્રેસને પકડવા જતાં, કે મારી ડીશમાં કશું મુકવા જતાં તેના મધુરાં સ્પર્શનો આહલાદ અનુભવ્યો. નાસ્તા પછી અમે બધાં દરિયાકિનારાની સૈર કરવા નીકળ્યાં. બીજાને પાછળ રાખી અમે દોડતાં આગળ નીકળી ગયાં. અંતે હાંફતાં અને હસતાં અમે રેતીમાં ઢળી પડ્યાં. એકબીજાની આંખો મળી અને નિશબ્દ વાતો થઈ. મેં તેનો હાથ પકડી ઊભી કરી અને મારા ઊમડતાં અરમાનોને વાચા આપું તે પહેલાં જ, તેની બહેનનો અવાજ સાંભળી તે હાથ છોડાવી દોડી ગઈ. 

            “એ સમયે હું દિશાહીન, અસ્થિર ભવિષ્યવાળો કલાકાર હતો. સુજાતાએ મારા પરિવારની આર્થિક સ્થિતિ અને મારી કમાણી વિષે બધી માહિતી જાણી લીધેલી. હું એને રીઝવવા પૂરા દિલથી પ્રયત્ન કરતો હતો, અને એ હસતે ચહેરે મને પટાવતી રહેતી. એવામાં એક દિવસ સુજાતાએ કહ્યું કે, ‘મારે ગામ પાછાં જવાનું છે.’

          “મારું દિલ રડી ઊઠ્યું, “આપણા ભવિષ્યનું શું? હું તારા મમ્મી-પપ્પા પાસે આવીને તારા હાથની માંગણી કરું?

         “’ના, એનો કોઈ ફાયદો નહીં થાય અને ઉપરથી તને માર પડશે.’ સુજાતાની નિર્લેપતા જોઈ મને આઘાત લાગ્યો. હું મારું સર્વસ્વ ન્યોચ્છાવર કરી ચૂક્યો હતો અને એ તો સાવ કોરી હતી!”

          રિતીકની દિલસ્પર્શી ગાથા સાંભળી મને સુજાતા સાથે છેલ્લે થયેલ વાર્તાલાપ યાદ આવ્યો. મેં જ્યારે પૂછેલું કે, “રિતીકને મૂકીને તેં બીજે લગ્નની હા કેમ પાડી હતી?” સુજાતાએ કહેલું, “મારી સાથેની છોકરીઓ પૈસાદાર, ડીગ્રીવાળાને પરણતી હતી, તેથી મેં એક એન્જીનીયર અને એના શ્રીમંત ઘર માટે હા કહેવાની ભૂલ કરેલી. જો કે, પરિવારના દબાણ નીચે મારી પાંસે ખાસ વિકલ્પ નહોતાં.”

         રિતીક સાથે વાત આગળ ચલાવતા, મેં એમના પત્રવ્યવહાર વિષે સવાલ કર્યો. રિતીક કહે, “જ્યારે સુજાતાને મોકલાવેલ પત્રનો જવાબ આવ્યો, ત્યારે મને આનંદ થયો. જાણે વર્ષો બાદ મારા રંગોમાં ફરી નવી ચમક આવી! પણ જ્યારે એણે પોતાની અને દીકરીઓની મુશ્કેલીઓનો ઉપચાર કરવા, હું એમને અમેરિકા બોલાવું એવો અનુરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે હું મારી કાલ્પનિક તંદ્રામાંથી જાગી ગયો. મને સમજમાં આવ્યું કે હું કોઈની પત્ની સાથે આ ગુપ્ત વ્યવહાર કરી રહ્યો છું. તેથી મેં પત્રવ્યવહાર બંધ કરી દીધો.

           રિતીક ભારે હૈયે બોલ્યો, “હજી પણ હું માનું છું કે નિયતીએ મને સુજાતાનો પરિચય કરાવ્યો અને મારા મનમાં જે રેખાચિત્ર વર્ષો પહેલા દોરાયું એ આજે પણ પ્રેરણા આપી રહ્યું છે. સુજાતા મને જે કારણોથી છોડીને ગઈ એ સુખ એને મળ્યું કે નહીં એ ખબર નથી, પણ મારા ચિત્રોમાં એના ચહેરા પર આજે પણ સ્મિત છે.” રિતીક મનોમન બોલ્યો, “એક ચહેરાની  યાદમાં આ ચિત્રકારની આખી ઝિંદગી એકલતામાં અટવાઈ ગઈ.”

           જીવન ગંગા વહેતી વહેતી લય તરફ વધી રહી. સિત્તેર વર્ષનો રિતીક છેલ્લા બે વર્ષથી એક દિવાલ પર કેનવાસ ટેકવી ચરક મુનિના આશ્રમનું ચિત્ર બનાવી રહ્યો હતો. તેમાં પણ પાછળ સુજાતાનો ચહેરો લઈ આછા અંધારામાં એક સ્ત્રી આલેખાઈ હતી.

          “અમદાવાદમાં ભાઈની હોસ્પિટલ માટે ચિત્ર મોકલવાનું છે.” અમારી સાથે વાત કરતાં રિતીક બોલ્યો. “અનાવરણ વખતે હું જવાનો છું, આશા રાખું કે તમે પણ આવો.”

           મહિનાઓની તૈયારી પછી, અનાવરણ સમયે હું અમદાવાદમાં મારા બહેનને ત્યાં હતી. સુજાતા એ જ ગામમાં સ્થાયી થયેલ હતી તેથી મેં ફોન કર્યો, “હેલ્લો સુજાતા.”

         “કોણ છે? કેમ ફોન કર્યો?” તેનો અકળાયેલો અવાજ સંભળાયો. પરંતુ પછી મને ઓળખીને ખુશીથી વ્યાકુળ થઈ ગઈ. તબિયત સારી નહોતી રહેતી અને ઘણી જવાબદારીઓથી ઘેરાયેલી હતી.

          ગુરુવારે સાંજે ચાર વાગે મળવા આવશે તેવો વાયદો કરેલ. મેં રિતીકને જણાવ્યું અને “બસ એકવાર તેને મળી લઉં!” એ લાગણી સાથે એ પણ સુજાતાની રાહ જોતો મારી સાથે બેઠો. અરધો કલાક રાહ જોઈ, પણ તે આવી નહીં. એને માટે લાવેલ એક ચિત્ર મૂકી રિતીક દાદર ઉતરી ગયો. મેં ગેલેરીમાં આવીને જોયું તો સુજાતા રીક્ષાવાળા સાથે રકજક કરતી હતી અને બાજુમાંથી રિતીક પસાર થઈ આગળ નીકળી ગયો. મારાથી બૂમ પડાઈ ગઈ, “અરે, જો જો . . . તારી સુજાતા.” ખેર, એ દૂર નીકળી ગયો હતો. 

           સુજાતા માટે મેં બારણું ખોલ્યું. કાળધોળા વાળ અને કરમાયેલા શરીર પર મને જોઈ ચેતન આવ્યું. એક સમયનું હાસ્ય મને ફરી જોવા મળ્યું.  પોતાના ચિત્રને જોઈ સુજાતાના કરચલીઓવાળા ચહેરા પર આનંદ અને  ગમગીનીની રેખાઓ અંકાઈ.

          તે વિસ્મયથી બોલી, “હું રિતીકને આવી દેખાતી હતી!  હું સાવ અબૂધ હતી . . .”

          “હાં! તું મને એવી દેખાતી હતી.” રિતીક અંદર આવતાં બોલ્યોં.

          “તું આવ્યો?” એ આશ્ચર્ય પામી.

          “મારા મને ધક્કો મારી અહીં પાછો મોકલ્યો.”

          સુજાતાની આંખોમાં આંસુ આવ્યા અને પ્રયત્નપૂર્વક ઊઠીને રિતીકના હાથ, પોતાના બે હાથમાં પકડીને તેને નિશબ્દ જોઈ રહી. . .. પોતે હતી તેના દિલની પ્રેરણા . . . અને તોયે સાવ અણજાણ . . .

     અઠવાડીયા પછી મારે સમાચાર આપવા પડ્યાં . . . “રિતીક, સુજાતા હાર્ટએટેકમાં આજે સવારે મૃત્યુ પામી!”

ચિત્રોમાં એક ચહેરો
                                       
 એ  મારા  ચિત્રો અને ચિત્તમાં વસી ગઈ,
 પ્રેમ કરીયો કે નહીં! આવી ને ખસી ગઈ.

વિધિના વિધાન સી એ પહેલી મુલાકાત,
 નજરું  મળતા રે ખીલી  પૂર્ણ ચન્દ્ર રાત.
જિગર  દીપ  એમનો ઝળહળ્યો કે નહીં!
સદૈવ  જલે  દીપ,  વાટ  સંકોરું  અહીં.

મારા મૂક પુષ્પો  એના પંથમાં  કરમાય,
ત્યાં એ ગયા  દોડી,  ફૂલ  મોંઘા  દેખાય.
મારા   કુસુમોને  એણે  સૂંઘ્યા  કે  નહીં!
શુષ્ક થઈ લપાયા  જીવન પાનામાં અહીં.

પૂર્વગતા  દિવસો અજવાળે  મમ આજ,
 મેઘધનુ   રંગ  ભરે   અલ્પ  એ  અંદાજ.
સુવિધા  ને સુખ  તેને  મળીયા  કે નહીં!
  મધુ  મુખ   મલકે,  મારા  ચિત્રોમાં અહીં.
———
સરયૂ પરીખ  www.saryu.wordpress.com

Sujata – a face in his paintings

           I had always seen my friend, Sujata, surrounded by some admiring girlfriends and worshiping boys in our neighborhood playground.  It was 1958, when I was a dreamy-eyed twelve-year-old, and my friend Sujata was three years older than I. We all wanted to be her best friend and felt privileged when we could stand next to her. She knew how to please the people around her. She was a very good athlete, a clever student with a charming personality. Some used to compare her to the contemporary film star, Nutan.

In spite of the three-year age difference, we became best friends. I did not bribe Sujata with any special gifts or a fruit from my garden. Of course, having a good-looking older brother might have helped. An awkward, clueless young girl as I was, I learned from Sujata how to be sweet and make friends. Every evening, boys and girls played at our neighborhood playground.  We used to get a kick out of telling her which older boy was staring at her. Her response would be a hidden smile. She loved all that attention.

Sujata graduated from high school and joined an art college. She was very successful in sports, dance and in her studies. Later, we were not very close, but I would hear about her love affairs and her brothers beating up the guys to keep them away from Sujata.  But our friends felt that she was making good choices. One boy was very right for her, but her family would not allow a union. After she graduated from college, Sujata went away to live with her sister in another city for some time.
Then one day, her marriage was arranged. It was disheartening to see her being pressured to say “yes” to a man of her family’s choice. I met him at their wedding. Some younger, crude friends started joking, “Sujata, he looks so dull – if you slap him, he would not say anything.”  One sister of the groom heard the comments and protested sharply, “Don’t you dare. Our brother is not like that.” I said, “Our Sujata is not someone who would slap anyone.” But the damage was done, and Sujata felt ashamed.
But, unfortunately it happened the other way around – the groom hit our Sujata. She came back to her parents’ home after a month or so. She was very upset and refused to return to her in-laws’ house. It was a big scandal. Her mother-in-law came to take her back, and after some tricks, threats, and promises, Sujata had to return.  After that, every time I saw her my heart ached for her and my mind questioned, “Is this the same Sujata?”  The last time I saw her was with her six-month-old-baby. She said, “This baby has brought some joy to my life.”

A few years later, I moved to the USA from India and did not meet Sujata again for several years.  I heard that Sujata had two daughters and was living a somber life.
We were in California. My life was full with two lively children, my parents-in-law, and other family members in the house. One time, some friends of my father-in-law came to visit from northern California. We were talking about my hometown, and he asked me whether I knew Sujata! When I told them that she was my friend, they told me a story which shook me up.
The elderly uncle said, “We have one artist named Ritik in our neighborhood who still worships Sujata after all these years.”
I did not know this fellow because they had met when Sujata stayed with her older sister in another town, but I had heard his name. He had gone to school in a different city but was from the same town and caste as Sujata.  As soon as he found out about me, Ritik called. He wanted to know all about Sujata. Then he requested, “Can you please, mail a letter for me from your address and also receive Sujata’s reply at your address? I don’t want to create any problem for her.”
Wow! I was puzzled by this new romantic complication. Anyway, I agreed and a few letters passed back and forth through my hand. After several months the letters stopped. During a visit to India I met Sujata briefly. She inquired about Ritik, but I did not have any information. I asked her a few questions before we bid goodbye.
With another twist of circumstances, Ritik and our family moved to the same city, and we were invited to his exhibition of paintings. We established a connection. After a few weeks, we sat down for a long talk.
Ritik’s life had been hanging by a thread named Sujata. He said, “In my paintings, do you recognize her face? The day I met Sujata was like a planned event by the stars up above. I believed that Destiny had Her hand in bringing us together. It was love at first sight for me. I met her several times and expressed my feelings and hoped to spend our lives together. I had a hard time reading her thoughts. She was casually agreeing with my feelings and was sweet to me. I made her a painting and presented it to her. Her sister did not look very pleased with our friendship but did not say anything. Sujata was inquiring about my finances and education, which were quite modest. The day came when she had to go back to her parents’ home. I asked, ‘What about us? I love you. Can I come to your house and ask your parents for your hand in marriage?’ She said, ‘My parents will not agree and my brothers will beat you up badly. I cannot displease my family.’ I was devastated.  I had sort of written away my life to her name.  With time, I realized that she had been making up excuses. Maybe she was not committed to this relationship as I had been. But it was too late for me to return to my old self.”
In India, the conversation I had had with Sujata flashed in my mind. I had asked her, ‘Why did you marry this guy instead of Ritik?’ She confessed, ‘I was envious of the girls around me marring the rich guys – so greed clouded my judgment and I agreed to marry an engineer instead of an artist.’
I asked about the letters. Ritik said, “When I wrote the first letter, I was skeptical, but when I received her reply, I felt that on the branch of my mute life the birds started to sing. She said that she had been thinking about me often and missed being with me. As communications continued, she begged me to make arrangements to bring her to America with her two teenage daughters. That proposal made me look at this revived fling differently. I am secretly corresponding with someone’s wife! And I stopped.

So, in this lifetime, I feel rich that I have loved someone. I am not alone because in the corner of my heart Sujata is there. I look and see her face in my paintings. The question does not arise whether she loved me or not because, for me, the reality is that I will always love her.”

Her face in my paintings…
She loved me, she loved me not,
The question does not prick anymore.
Her presence is here like a twinkle in a star,
I am out of her circle, a far-fallen star.

She came into my life, I felt it destined,
Left her shadow melted barely with mine.
Those were the days–tepid, trivial for her.
They still trim colors for this lifelong dreamer.

I offered her a simple and singular daisy,
She chose to take the bunch of roses.
A sweet melancholy comes to sit besides,
Keeps me warm and cozy inside.

My precious past is anchored deep within,
On my blues and grays, bright red reigns.
There she may be, withered and wise,
But smiles in my paintings with a shy surprise.
———-

Saryu Parikh.  www.saryu.wordpress.com

વિશિષ્ટ પૂર્તિ. દિવાળી. પ્રસંગ.પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ.

દિવાળીનો મર્મ 

    અગ્યારસઃ   
        અગ્યારસ ઉપવાસ, તપ ને નિયમન
        વિખરાયલ વ્રુતિઓનો સંયોજક દિન 
    બારસઃ    
       વાક બારસ, વિમળ વાણી વરદાન
        દેવી મા શારદા, સમર્પણ આ દિન
  ધનતેરસઃ
        ધનતેરસ, સમજાવે સૃષ્ટિની  વૃષ્ટિ
         યોગ્ય વ્યય સંચય સમતોલન દિન
  ચૌદશઃ
                    કાળીચૌદશ,  મનઃ ક્લેશનુ મરદન            
          નષ્ટ કષ્ટ  કકળાટો, ગોષ્ઠીનો  દિન  
    દિવાળીઃ
         દિવાળી  આજ, મધુ-દીપ હું જલાવુ
         અંતઃકરણ  અજવાળે  શાંતિનો  દિન

——
સરયૂ પરીખ

રંગોળી..ઈલા મહેતાઃ

મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો જ્યોતિ ભટ્ટ  પ્રસંગ (૧૩.નોળવેલની મહેક, ગુજરાતી સાહિત્ય પરિષદ)

 

મારા બચપણથી જ મિત્ર બની ગયેલ સ્વર્ગસ્થ કિશોર પારેખ¹ (1930-1982) ભારતના એક ઉત્તમ છબી–પત્રકાર હતા. પરંતુ તે ઉપરાંત વિવિધ પ્રકારની છબીકળામાં પણ માહેર હતા. એક સમયે મને તેમનો સંદેશ મળ્યો કે, “એક કાપડની મીલ માટે કેલેન્ડર બનાવવાનું છે. કેલેન્ડર માટે ફોટોગ્રાફી કરવા માંડુ જવાનું છે. તમને (રાઘવ કનેરીયા અને મને) રસ હોય તો માંડુ આવી જાઓ, મજા આવશે’’. એમણે જણાવેલ સમયે અમે પણ માંડુ પહોંચી ગયા. માંડુ એક ઊંચી પણ વિશાળ ટેકરી પર આવેલું પુરાણું ગામ છે. ત્યાં 14મી સદીમાં બનેલાં અફઘાન સ્થાપત્યનાં ઘણાં ખંડેરો બચ્યાં છે. ફેશન ફોટોગ્રાફીમાં મોડેલની બેકગ્રાઉન્ડ જો સુંદર છતાં વિસ્મય પમાડે તેવી હોય તો છબી વધુ અસરકારક નીવડે તેવું કિશોર પારેખ માનતા હતા.

એક સવારે અમે બધા કોઈ સારું સ્થળ શોધવા નીકળ્યા. એક દીવાલ પાસે આવેલ સ્થળ પસંદ પડ્યું. ત્યાં આજુબાજુ બકરા ચરાવતા નાના બાળકો પણ હતાં. દસ બાર ફૂટ ઊંચા એક ઓટલા પર એક મોડેલને ઉભી રાખીને કિશોર પારેખ તેની છબીઓ લેતા હતા. તે જોઈ બકરીવાળા બાળકો પેલી ઊંચી દીવાલ પર ચડીને તે કુતુહલથી જોવાં લાગ્યાં. આને લીધે આખું ચિત્ર વધુ વિસ્મય પમાડે એવું બની રહ્યું. મારી પાસે પણ કેમેરા તો હતો જ તેથી મને પણ એક પહેલા કદી ન લીધેલ વિષયની છબી લેવાનો મોકો મળી ગયો.

શ્રી જ્યોતિ ભટ્ટે લીધેલ છબીકાર શ્રી કિશોર પારેખની છબી:
Kishore Parekh, Ladakh, 1981

ભારતમાં કિશોર પારેખ એક જ એવા  છબીકાર હતા  જેમની રણભૂમિ પર જઈ લીધેલી છબીઓ પ્રકાશિત થઈ હોય. ઈ.સ. 1962માં ચીન સાથેના અને 1965માં પાકીસ્તાન સાથેના યુદ્ધની તેમની છબીઓ ભારતીય પત્રકારત્વમાં આગવું સ્થાન ધરાવે છે. 1971 દરમિયાન બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન નિર્વાસિતોની છાવણીઓની છબીઓ લેતા લેતા સરહદ પાર કરી લશ્કરની વિવિધ કાર્યવાહીઓની અને ઢાકામાં વિજેતા અને પરાજિત દળોના વડાઓએ દસ્તાવેજો પર દસ્તખત કર્યા તેવા અનેક પ્રેક્ષકોનું લોહી થીજાવી દે તેવા પ્રસંગોની પણ – છબીઓ લીધેલી.

 નોંધ : The Indian Portrait નામે પ્રતિષ્ઠિત ચિત્રપ્રદર્શનશ્રેણી અંતર્ગત શ્રેણીના નિયોજક અને કળાસંગ્રાહક શ્રી અનિલ રેલિયાએ શ્રી જ્યોતિ ભટ્ટે લીધેલી કળાકારમિત્રો–સ્વજનોની છબીઓનું ‘The Indian Portrait – XI’, નામે એક પ્રદર્શન અમદાવાદની ગૂફા, અમદાવાદ ખાતે તા. ૩–૮ માર્ચ ૨૦૨૦ દરમિયાન નિયોજિત કર્યું હતું. પ્રદર્શનમાં મૂકાયેલી છબીઓને તેમજ એ છબીઓના સંદર્ભોને આવરી લેતું એક સરસ પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. આ પ્રદર્શનશ્રેણી વિશે વધુ જાણવા માટે તેમજ આ પુસ્તક (ઈ–કેટેલોગ)  જોવા માટે નીચે આપેલ લીંકનો ઉપયોગ કરશો :


http://www.theindianportrait.com/the-indian-portrait-11-jyoti-bhatts-photographs-of-his-contemporaries/

સાહિત્યમિત્રો, “દાવડનાં આંગણું”માં આ મારું છેલ્લું પ્રકાશન છે.
આનંદ સાથ આભાર. સરયૂ પરીખ http://www.saryu.wordpress.com

નોંધઃ “દાવડાનું આંગણું” ના સહુ વ્હાલાં વાચકમિત્રો અને સર્જકોને દિવાળી અને નવા વર્ષના હાર્દિક અભિનંદન અને ઢગલાબંધ શુભેચ્છાઓ કે આવનારું વર્ષ સહુ માટે આરોગ્યમય, ફળદાયી અને સમૃદ્ધ નીવડે.

આજે આ જાહેરાત કરતાં મને અનહદ ખુશી છે કે ધનતેરસના મંગળ દિવસ, નવેમ્બર ૧૩, ૨૦૨૦થી “દાવડાનું આંગણું” હવે નવા નામે, નવું કલેવર લઈને, “આપણું આંગણું” નામે શરૂ થઇ રહ્યો છે…જયશ્રીબેન મરચંટ


– શ્રી જ્યોતિ ભટ્ટ (ઈમેઈલ): jotu72@gmail.com
————– સંપાદનઃ સરયૂ પરીખ. The above link will open a treasure.

મિત્રો સાથે વાતો. સરયૂ પરીખ

‘આપણું આંગણું’ આવકાર

આવકાર

આહટોથી આંગણું છલછલ છલકતું ગાય છે,
આજનાં આનંદમાં તનમન હસીને ન્હાય છે.

નહીં નહીં જે  જાણતો કે જીંદગીમાં  આખરે,
શુદ્ધ  કર્મી  માનવીઓ  પ્રેમથી  પૂજાય  છે.

શત્રુઓના ખેલ સામે ખેલદિલ થઈ ઝૂમતો,
સ્નેહ  કેરા  સ્પર્શ સાથે મિત્રતા પરખાય છે.

રાખીને  જે આપતો  ને આપીને જે રાખતો,
દાન ને સ્વીકાર બેથી ધન્ય જીવન થાય છે.

દ્વાર પર  તોરણ  સજાવી  રંકને  સત્કારતો,
તેની  સાથે કૃષ્ણ  હોંશે રાસ રમવા જાય છે.
   —–

સલોની            સરયૂ પરીખ

“સલોની…! સવારના સાડાસાત વાગ્યા, બ્રેકફાસ્ટ રેડી…,” શ્યામની ત્રીજી બૂમનો પણ કોઈ જવાબ ન આવ્યો!
“મારા બોલાવતા પહેલા હાજર થનારી મારી રાજકુમારી, ક્યાં છે?” એમ કહેતો યુવા ઉંમરનો Law-Profesor શ્યામ, તેના વિશાળ બંગલામાં દસ વર્ષની દીકરીને શોધવા નીકળ્યો. સલોની પોતાનાં રૂમમાં નથી! કદાચ, તેની બિલાડીને લઈને બગીચામાં ગઈ હશે…પણ બારણું તો અંદરથી બંધ હતું! ઘરમાં અને બગીચામાં શ્યામ બધે જોઈ વળ્યો. હવે શ્યામની ગભરામણ વધી ગઈ.

દસ વર્ષની નાજુક સલોની એકદમ શાંત અને રોજના નિત્યક્રમમાં વ્યવસ્થિત હતી. શ્યામની કોરીઅન પત્ની, કીમ, સવારમાં મોડી ઊઠે તેથી વર્ષોથી સવારમાં શ્યામ રસોડામાં હોય. તે બન્ને લો-સ્કૂલમાંથી સાથે ડીગ્રી લીધા પછી લગ્નગ્રંથીથી જોડાયેલાં. હજી બે દિવસ પહેલાં જ સલોની તેની દાદી સાથે ફેઈસ ટાઈમ પર વાત કરતી હતી.

“મારે અને સીસને દરરોજ કલાક પિયાનો પ્રૅક્ટિસ કરવાની.” ‘ગમે છે કે નહીં?’ તેનાં જવાબમાં બોલી, “મમ્મી કહે છે કે કરવાની જ.” તેની ઉશ્કેરાટ વગર વાત કરવાની રીતને લીધે, સલોનીનો અણગમો બહુ વાંધાજનક પ્રતીત થયો નહીં. અમે બધાંએ માની લીધું કે તેને પિયાનો પ્રૅક્ટિસ ગમે છે.

“ક્યાં ગઈ હશે?” શ્યામ આમતેમ શોધી રહ્યો…એ પંદર મિનિટ અને અગણિત ક્ષણો… સલોની ન મળતા શ્યામની ચિંતા દરેક ક્ષણે વધી રહી હતી. ફરીને શ્યામ ઘરમાં ઊપર-નીચે શોધ્યા પછી બહાર બધે જોઈને અંદર આવ્યો ત્યાં તેની મોટી દીકરી નીચે આવી. તે પણ નાની બહેનને શોધવા લાગી. તેણે જોયું કે, એક નાના રૂમમાં બારી ખુલ્લી હતી અને જાળી ખસેડેલી હતી. ‘કોઈ ભૂલી ગયું હશે’ વિચારીને તેણે બારી બંધ કરી. પણ એ અવાજ સાંભળી શ્યામને ભયંકર વિચાર આવ્યો.

“સલોનીનું કોઈ અપહરણ કરી ગયું!!!” …શ્યામના મન મગજ પર અનેક વિચારો હથોડાની જેમ ધબકવા લાગ્યાં.

“હું ૯૧૧ને ફોન કરું છું…” તેના અવાજમાં ધ્રૂજારી હતી. ત્યાં શ્યામનો સેલ-ફોન રણક્યો. તેના નજીકના મિત્રનો ફોન હતો. “શ્યામ! સલોની અહીં અમારા ઘરનાં બારણા પાસે બેઠી છે. તેને સવાલ પૂછું તે પહેલાં તને જણાવું.” તેમની દીકરી અને સલોની બેનપણીઓ હતી.

“ઓહ! હું અબઘડી આવું છું.” અને શ્યામ કાર લઈ દોડ્યો. અમેરિકાના શ્રીમંત વિસ્તારમાં છૂટાછવાયા ઘર. મિત્રને ઘેર પહોંચતા નાની સલોનીને દસેક મિનિટ ચાલવું પડ્યું હશે. શ્યામના મનમાં કેટલાય સવાલો ઊમડતા હતા. પણ મનને શાંત કરીને મિત્રના ઘર સામે કાર રોકી. જુએ છે તો તેના દિલનો ટૂકડો ત્યાં પગથિયા પર પોતાની બેક-પેક, પર્સ અને તેનું સદાનું સાથી, નાનું ઓશીકું લઈને બેઠેલ નજરે પડતાં શ્યામની આંખો અશ્રુભીની થઈ ગઈ. જરાય અકળાયા વગર શ્યામ સલોનીની પાસે જઈને બેઠો.

“કેમ બેટા અહીં આવી?”

“બસ મારે થોડા દિવસ ક્યાંક દૂર જતાં રહેવું છે.” સલોની સાદી સીધી વાત કરતી હોય તેમ બોલી.

“પણ કેમ?”

“મારે આવતા બુધવારના પિયાનો પ્રોગ્રામમાં ભાગ નથી લેવો અને મારે કલાક દોઢ કલાક પ્રેક્ટિસ નથી કરવી. બસ હું દૂર જતી રહીશ.” સલોનીને એક ડૂસકું આવી ગયું.

“ચાલ ઘેર, તારા વગર હું કે બીજા કેમ રહી શકિએ?” અને કોમળતાથી પોતાના પિતાનો હાથ ઝાલી સલોની સાથે જવા તૈયાર થઈ ગઈ. શ્યામે જોયું તો બેગમાં થોડા કપડા અને ૧૨૦ ડોલર પણ હતાં.

“તું તો બરાબર તૈયારી કરીને નીકળી છો, પણ તને સવારમાં ન જોતા મને તો હાર્ટ એટેક આવી ગયો હતો.” શ્યામે વ્હાલથી સલોનીને હ્રદય સાથે ચાંપીને, મિત્રનો આભાર માનીને, સાથે ઘેર જવા નીકળ્યા.

ઘેર જઈને બારણા પાસે રાહ જોતી તેની મમ્મીને સલોની ભેટી. કીમને શું કારણ છે તે ખબર ન હોવાથી સવાલો ન કર્યા. સલોનીની બેન તેને ખેંચીને લઈ ગઈ અને રડતાં રડતાં ધમકાવવા લાગી. એ સમયે, શ્યામે ઈશારાથી કીમને – ‘પિયાનો પ્રેક્ટીસ’ સામેનાં વિરોધનું કારણ સમજાવી દીધું.

“સલોની બેટા, હવે પછી અમે તારી વાત ધ્યાનથી સાંભળશું. પણ આમ કહ્યાં વગર ક્યારેય ન જતી…વચન?” મા-પિતાને તાળી આપીને સલોની ઉપર દોડી ગઈ.

શ્યામ તેના મા અને પિતા સાથે ફોન પર વાત કરતા બોલ્યો, “હું કીમ પર ગુસ્સે તો ન થયો પણ આ બાબતમાં દીકરીઓ પર હવેથી કોઈ પણ જાતનું દબાણ કરવાની મેં મનાઈ કરી દીધી છે.” તેનો અવાજ ગળગળો થઈ ગયો. “એ પંદર મિનિટ હું કદી ભૂલી શકીશ નહીં. મને હતું કે સલોની મારાથી એટલી નિકટ છે કે હું તેને બરાબર સમજુ છું. પણ મારી સમજ ટૂંકી પડી. મારી વ્હાલી દીકરી એટલી મુંઝાઈ ગઈ હશે કે ઘર છોડીને જતી રહી!”

“બાળકના મનમાં શું ચાલી રહ્યું હોય છે તે સમજવું ઘણીવાર મુશ્કેલ હોય છે. આ ઉંમરના કેટલાયે બાળકોએ આવી- ભાગી જવાની હરકતો કરી હોય છે – જે સમય સાથે મજાક બની જતી હોય છે. તેથી દીકરા! પોતાને બહુ ગુનેગાર નહીં માનતો.” શ્યામની માએ અશ્વાસન આપ્યું.

તમારા બાળકો તમારા નથી, તમારી પરછાઈ નથી;
એ તો પોતાના જીવનની ઝંખનાના પ્રતિછાયાનાં પુત્ર અને પુત્રી છે.

બાળકો આપણી દ્વારા આવ્યા છે, આપણામાંથી નથી આવ્યા.
આપણી સાથે છે પણ આપણી જાગીર નથી.
તેમને પ્રેમ આપો, તમારા વિચારો ન થોપો.

ખલિલ જીબ્રાન સમજ આપે છે કે…,
તમે બાળક જેવા બનવા પ્રયત્ન કરો,
તેમને તમારી જેવા બનાવવા ન મથો.
કારણકે, જીવનચક્ર ભૂતકાળ તરફ નથી ફરતું.

Your children are not your children.

They are sons and daughters of life’s longing for itself.

They come through you, but not from you,

And though they are with you they belong not to you.

Give them love, not your thoughts.

You may strive to be like them, but seek not to make them like you,

For life goes not backward.
Wisdom of Khalil Gibran.—

સાહિત્યમિત્રો, “દાવડનાં આંગણું”માં આ મારું છેલ્લું પ્રકાશન છે.
આનંદ સાથ આભાર. સરયૂ પરીખ http://www.saryu.wordpress.com

“દાવડાનું આંગણું” ના સહુ વ્હાલાં વાચકમિત્રો અને સર્જકોને દિવાળી અને નવા વર્ષના હાર્દિક અભિનંદન અને ઢગલાબંધ શુભેચ્છાઓ કે આવનારું વર્ષ સહુ માટે આરોગ્યમય, ફળદાયી અને સમૃદ્ધ નીવડે.

આજે આ જાહેરાત કરતાં મને અનહદ ખુશી છે કે ધનતેરસના મંગળ દિવસ, નવેમ્બર ૧૩, ૨૦૨૦થી “દાવડાનું આંગણું” હવે નવા નામે, નવું કલેવર લઈને, “આપણું આંગણું” નામે શરૂ થઇ રહ્યો છે…જયશ્રીબેન મરચંટ

મિત્રો સાથે વાતો. ‘ઘર ભાડે મળશે?’ આશા વીરેન્દ્ર. ‘ચાકડો’ કાવ્ય, રસદર્શન.

http://મિત્રો સાથે વાતો. ‘ઘર ભાડે મળશે?’ આશા વીરેન્દ્ર. ‘ચાકડો’ કાવ્ય, રસદર્શન.

ઘર ભાડે મળશે?       લેખિકા. આશા વીરેન્દ્ર

શાહીન અને શોએબ બંને મધ્યમ વર્ગનાં,ખાનદાન અને ભણેલ ગણેલ કુટુંબનાં સંતાનો. શાહીન પોતાના પી. એચ.ડી.ના અભ્યાસની સાથે નોકરી કરતી હતી તો શોએબે જર્નાલીઝમમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. બંને પરિવારની રાજીખુશીથી એમના નિકાહ થયા હતા અને નવપરિણિત યુગલ બધી રીતે ખુશ હતું. મુશ્કેલીની શરુઆત ત્યારે થઈ જ્યારે બંનેને હૈદ્રાબાદમાં સારી જગ્યાએ અહીં કરતા ઊંચા પગારની નોકરી મળી ગઈ.નોકરીમાં પગાર ભલે સારો હોય પણ બેઉનાં મનમાં મૂંઝવણનો પાર નહોતો.

‘શોએબ, અત્યારે ભલે પગારનો આંકડો મોટો દેખાતો હોય પણ મોટા શહેરના ખર્ચા પણ મોટા. આટલો પગાર તો અડધા મહિનામાં જ ચટણી થઈ જશે.’

 ‘એ તો હું પણ જાણું છું પણ એમ ગભરાઈને બેસી રહીએ તો જિંદગીમાં આગળ કેવી રીતે વધીશું?  હિંમત તો કરવી જ પડશે.’

‘હિંમતે મર્દા તો મદદે ખુદા’-એમ તો હું પણ માનું છું પણ સૌથી મોટો સવાલ એ છે કે હૈદ્રાબાદ જેવા અજાણ્યા શહેરમાં આપણે રહીશું ક્યાં?’

‘મારા કૉલેજના દોસ્ત જુનેદને મેં પૂછ્યું હતું. એણે કહ્યું છે કે ત્યાંના મુસ્લિમોના લત્તામાં ભાડેથી ઘર મળી જાય છે. ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક ઘર મળી જ જશે. ને જ્યાં સુધી બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એનાં ઘરમાં આપણો સમાવેશ થઈ જશે.’ હૈદ્રાબાદ પહોંચીને જુનેદનું ઘર  જોયું તો બંને ડઘાઈ જ ગયાં. બે નાનાં નાનાં રૂમ અને રસોડાનાં ઘરમાં એનાં અમ્મી-અબ્બુ, નાનો ભાઈ અને બેન તથા એ અને એની બીબી એમ છ જણાં સાંકડ-મોકડ રહેતા હતાં. બેઉએ વિચાર્યું કે, ગમે તેમ કરીને જેમ બને તેમ જલ્દી ભાડાનાં ઘરનો બંદોબસ્ત કરવો.

બીજે દિવસે ‘ઘર ભાડે આપવાનું છે’ એવું પાટિયું જોઈને એમણે બેલ મારી. એક કાબરચીતરી દાઢી વાળા, લુંગી પહેરેલા આધેડ વયના પુરુષે તોછડાઈથી ‘શું છે’ એમ પૂછ્યું.શોએબે અત્યંત નમ્રતાપૂર્વક ઘરની જરૂરિયાત વિશે જણાવ્યું.

  ‘ઠીક છે, આવો મારી સાથે ઉપર.’ એણે રૂઆબભેર કહ્યું. ઘર કંઈ ગમી જાય એવું નહોતું પણ અત્યારની તાતી જરૂર જોતાં ખોટું પણ નહોતું. પતિ-પત્ની બેઉએ ઈશારા માં વાત કરી લીધી કે ચાલશે.ભાડું નક્કી થયું, ડિપોઝીટની રકમ અપાઈ ગઈ ને બંને હરખભેર દાદર ઉતરવા લાગ્યાં. હા…શ, કાલ ને કાલ સામાન લઈને આવી જઈશું. પછી તો આપણું પણ એક ઘર…ત્યાં જ પેલા પુરુષના કર્કશ અવાજે પૂછયેલા પ્રશ્ને એમના વિચારો પર બ્રેક મારી.

‘શું નામ કહ્યું તમારું, શોએબ અને શાહીન, બરાબર? એટલે તમે મુસલમાન તો છો જ. તો પછી શાહીન બુરખો કેમ નથી પહેરતી? પડદામાં કેમ નથી રહેતી?’ અચાનક આવેલા આ સવાલથી બંનેને એવો આઘાત લાગ્યો કે, જવાબ શું આપવો એ જલ્દી સૂઝ્યું નહીં.

‘બસ, આમ જ. અમારા ઘરમાં સ્ત્રીઓએ બુરખો પહેરવો જ જોઈએ એવો કોઈ આગ્રહ નથી. શાહીને કદી બુરખો પહેર્યો નથી અને પહેરવાની પણ નથી.’

‘તો લો આ ડિપોઝીટના પૈસા પાછા. જેનામાં શર્મો-હયા ન હોય એવી ઓરત માટે આ મહોલ્લામાં કોઈ ઘર નહીં આપે.’ ત્યારપછી, દિવસો સુધી બંનેની ઘરોના દાદર ચઢ-ઉતર કરવાની કવાયત ચાલી. જાતજાતના સવાલોનો સામનો કરવો પડ્યો.

‘હિંદુ કે મુસલમાન?’ ’વેજ કે નોનવેજ?’’ સિયા કે સુન્ની?’ ’તમિલ કે તેલુગુ?’-કેટલાય અપમાનજનક સવાલો અને ધારદાર નજરોનો સામનો કરતાં કરતાં બેઉ હતાશ થઈ ગયાં. શાહીન તો એક દિવસ ખૂબ રડી.

‘શોએબ, મને લાગે છે કે, આપણને ક્યાંય ઘર નહીં મળે કેમકે, કોઈને એ જાણવામાં રસ નથી કે, આપણું ખાનદાન કેવું છે, આપણું ભણતર કેટલું છે, ઈંસાન તરીકે આપણે કેવા છીએ? સૌ પોતપોતાની વાડાબંધીમાં જ જીવતા હોય ત્યાં આપણે કયા ચોકઠાંમાં ફીટ થઈશું?

પણ એક એવો દિવસ ઉગ્યો ખરો જ્યારે એમને નાત-જાતના,રહેણી-કરણીના કે  ખાન-પાનના સવાલો પૂછ્યા વિના એક સજ્જન પોતાનું ઘર ભાડે આપવા તૈયાર થયા. એમણે કહ્યું,

‘હું શા માટે તમને ઘર આપવા માંગુ છું જાણો છો? એક તો એ કે તમને જોઈને જ મને એવું લાગ્યું કે તમારા હાથમાં મારું ઘર સચવાશે. બીજું કે, તમે બંને ભણેલા છો.તમારી પાસેથી મને અને મારા આખા પરિવારને કંઈક સારું શીખવા મળશે, જાણવા મળશે.  હું હંમેશા ભણતરનો આદર કરું છું.’

આ ઘરમાં આવીને શાહીને મકાનમાલિકની કામવાળી નરસમ્માને જ વાસણ અને કચરા-પોતા માટે રાખી લીધી.થોડા દિવસમાં તો એને શાહીન સાથે સારું ફાવી ગયું. નીચેનાં ઘરનું કામ પતાવીને એ ઉપર આવે ત્યારે શાહીન પણ કૉલેજથી આવી ગઈ હોય એટલે નરસમ્મા ફૂરસદના સમયમાં અલક-મલકની વાતો કર્યા કરતી. શાહીન પણ એને કારણે આ શહેરથી થોડી પરિચિત થતી જતી.આમ જ વાતો કરતાં કરતાં નરસમ્માએ એક દિવસ કહ્યું,

‘ભલે જાત જે હોય તે પણ નીચે વાળા શેઠ-શેઠાણી દિલનાં બહુ સારાં. મારા ઘરમાં કંઈ પણ મુશ્કેલી હોય, એ લોકો કાયમ મને મદદ કરે. મારાં છોકરાઓને ભણાવવા માટે પણ પૈસા આપે.’ જે સવાલ પો તાને બંદૂકની ગોળીની જેમ વીંધી નાખતો હતો એ પૂછ્યા વિના શાહીનથી રહેવાયું નહીં. એણે પૂછ્યું,’ એટલે? એ લોકો કઈ જાતના છે?’

‘લે, તમને નથી ખબર? એ લોકો તો ‘અરિજન’.

‘ઓહ દલિત છે એ લોકો?’ કશું પૂછ્યા વિના એમણે પોતાને ઘર શા માટે આપ્યું હતું એ કોયડો આજે આપોઆપ જ ઉકલી ગયો.એણે શોએબને આખી વાત કરતાં કહ્યું,

‘બ્રાહ્મણ, પંજાબી, શીખ, શિયા કે સુન્ની-આ બધા માટે કોઈ ને કોઈ અછૂત છે. પણ જેમને માટે કોઈ અછૂત નથી એવા દલિતો જ શું સાચા માનવ ન કહેવાય?’

‘હા, મને પણ એવું જ લાગે છે. માણસ જેવો છે તેવો એને સ્વીકારી લેવાની સહજતા એમનામાં જ છે.આજે એમની જાતિ વિશે જાણીને  તો મારો એમના પ્રત્યેનો આદર વધી  ગયો છે.

 (ઉમા ભ્રુગુબંદાની તમિલ વાર્તાને આધારે)                           આશા વીરેંદ્ર

 –આશા વીરેન્દ્ર શાહ   વલસાડ. Mobile : 94285 41137 eMail : avs_50@yahoo.com

(તા. 16-9-2019ના ‘ભુમીપુત્ર’ પાક્ષીકમાં છેલ્લે પાને પ્રકાશીત થયેલી આ વાર્તા, લેખીકાબહેનની અનુમતીથી સાભાર…ઉ.મ.) મુરબ્બી ઉત્તમભાઈએ લખ્યુઃ વહાલાં સરયુબહેન, ‘નેકી ઔર પુછ પુછ!’ લો, આ રહી વાર્તા..!! મંજુરી છે.. મુકો પ્રેમથી…
♦●♦ આવી ‘ટચુકડી’ વાર્તાઓની ‘ઈ.બુક’ તમને આવી નાનકડી, માત્ર 750 શબ્દોની મર્યાદામાં રચાયેલી વાર્તાઓ – પચીસ વાર્તાની એક રુપકડી ઈ.બુક બનાવી છે.. તમને તે જોવા–વાંચવાનો ઉમળકો થાય તો, તમારું પુરું નામ, સરનામું અને કૉન્ટેક્ટ નંબર લખીને જ, મને ઈ.મેલ uttamgajjar@gmail.com અથવા https://www.aksharnaad.com/downloads/ ઉપરથી 71મી બુક મફત ડાઉનલોડ કરજો. બીજાંય ઘણાં પુસ્તકો ત્યાંથી મળશે.
—————————————————————————————————————————-

કવિ નાથાલાલ દવેના અનેક ચાહકોનું પ્રિય ભજનઃ

ચાકડો

કાચી  રે  માટીના  ઘૂમે  ઘડુલિયા
ધણી ઘડે જૂજવા રે ઘાટ,
વાગે  રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ—કાચી.

વ્હાલા! શીદને ચડાવ્યાં અમને ચાકડે?
કરમે  લખિયા  કાં  કેર?
નિંભાડે  અનગળ  અગનિ  ધગધગે,
ઝાળું  સળગે  ચોમેર—કાચી.

વેળા  એવી  વીતી  રે વેદન તણી
ઊકલ્યાં અગનનાં અસ્નાન,
મારીને   ટકોરા  ત્રિકમ   ત્રેવડે
પાકાં  પંડ રે  પરમાણ—કાચી.

હરિએ હળવેથી  લીધા  હાથમાં,
રીજ્યા  નીરખીને   ઘાટ,
જીવને  ટાઢક  વળી તળિયા  લગી
કીધા  તેં અમથા  ઉચાટ—કાચી.
——

કવિ નાથાલાલ દવે, ભાવનગર. કાવ્યસંગ્રહ, ‘અનુરાગ’ ૧૯૭૩.        

રસ દર્શન…મુનિભાઈ મહેતા.
જીવનના ચાકડાનું આ ભજન બેનમૂન છે અને જીવનમાં ડગલે ને પગલે વધુ સમજાતું જાય, ગમતું જાય. માનવી એટલે જાણે કાચી માટીમાંથી બનાવેલો ઘડો. ઘડનારો દરેકને નવા નવા ઘાટ આપે છે – ચાકડે ચડાવે છે – અવળી સવળી થપાટો મારે છે. અને પ્રત્યેક જીવને થાય છે કે, “મારે કેમ આવા દુખ? કરમનાં ચાકડે ચડવાનું, નિંભાડામાં દુખની જ્વાળાઓમાં શેકાવાનું.” એવાં દુખ આવે કે જાણે એમાંથી ક્યારેય પાર નહીં ઉતરાય. “હે ભગવાન! કેમ આવી કસોટી? કેમ આવી વેદના આપી? ક્યાં છે આનો અંત?”

પણ, દુખ અને કસોટીમાંથી ઘડાઈને જ માણસ ‘પાકો’ ઘડો થાય છે. અનુભવોમાંથી નીકળતો, આત્મજ્ઞાન પામતો – ‘नष्ट मोह स्म्रुति लब्धा’ની વાત જાણે સમજતો જાય છે. સુખ-દુખનો સામનો કરી, પુરૂષાર્થથી માર્ગ કાઢે છે.

કવિવર રવિન્દ્રનાથે લખ્યું છે –
“એ જીવન પુણ્ય કરો દહત – દાને.
                                 વ્યથા મોર ઊઠબે જવલે ઉર્ધ્વ – પાને.

                              દાહનું દાન દઈને આ જીવન પવિત્ર કરો,
                              મારી વ્યથા ઉર્ધ્વમુખ બનીને પ્રજળી ઊઠશે.

ભજનની ચરમ સીમામાં જાણે કોઈ તંબૂર લઈ સંધ્યા ટાણે શાંત સતોષથી ગાતું સંભળાય છે…
 “હરિએ હળવેથી લીધા હાથમાં,
રીજ્યા નીરખીને ઘાટ,
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તેં અમથા ઉચાટ.” 
 

એવું કહીને જીવન જીવ્યાનો, સુખ-દુખથી ઘડાયાનો આનંદ અને સંતોષ સૂચવી જાય છે. અને મનમાં ઓછપ આણ્યા વગર, ઉચાટ કર્યા વગર જીવન જીવવા જેવું છે – માણવા જેવું છે…એવો અનહદ નાદ સૂણાવી જાય છે. અસ્તુ.
કવિશ્રીના ભાણેજ, મુનિભાઈ, પદ્મશ્રી ડો.એમ.એચ.મહેતા. chairman@glsbiotech.com વડોદરા.
————————————————————

રંગોળી, ઈલા મહેતા

વિશિષ્ટપૂર્તિ. નવરાત્ર રંગોળી. ઈલા મહેતા અને ‘ઝૂમ’તો ગરબો…દેવિકા ધ્રુવ.

http://વિશિષ્ટપૂર્તિ. નવરાત્ર રંગોળી. ઈલા મહેતા અને ‘ઝૂમ’તો ગરબો…દેવિકા ધ્રુવ.

રંગોળી-નવરાત્ર. ઈલા મહેતા.
ભારત અને પરદેશના રંગોળી રસિકને જોડતી વિજાણું દોરી રોજ સવારમાં અનેક નવી કલા બતાવે છે. આ ગ્રુપમાં આઠ દિવસ તમે નવી રંગોળી ન મુકો તો બાકાત કરવામાં આવે છે.
આ વર્ષે નવરાત્રના પ્રસંગે નીચે આપેલ સૂચનો અનુસાર રંગોળીઓ કરવાની હતી. તેમાં ઈલા મહેતાની રંગોળીઓ અહીં રજુ કરી છે. સરયૂ

૧. Gray Swastika. 1 સાથિયાની ડિઝાઇન. રંગ ગ્રે.

૨. Orange Stars. સ્ટાર, રંગ ઓરેન્જ.

૩. White Conches  શંખ, સફેદ.

૪. Red Lotus Flower. કમળ, લાલ.

૫. Royal Blue Fish. માછલી બ્લુ.

૬. Yellow Kunbham. કુંભ, પીળો.

૭. Green Padikolam means… 4 lines Rangoli with Chirodi.
Ila got prize in this Rangoli.

૮. Peacock Green. દીવો, મોરપીંછ.

૯. Purple Veena. વીણા જામલી રંગ. અને તેની સાથે આગળના આઠેય એલિમેન્ટ્સ સાથે રંગોળી. 

—————————————————————————————————–
અને પછી તરત આવી કરવા ચોથ… તેથી દર વર્ષની જેમ, પુત્રવધૂ શુભ્રા માટે ઈલાબેને બનાવેલો દીવો..

———————————————————-
પર્ણપુષ્પ
mailmehtaila@gmail.com વડોદરા. — ઈલાનાં બા, હીરાબેન માનશંકર ભટ્ટનો પ્રાતઃક્રમ હતો. શિશુવિહાર, ભાવનગર.

આજનો ‘ઝૂમ’તો ગરબો.

http://આજનો ‘ઝૂમ’તો ગરબો.

નવરાત્રી પૂરી થઈ. શરદ-પૂનમ પણ આવી ને ચાલી ગઈ. દરમ્યાનમાં નેટના પડદે ઘણું ઘણું જોયું. તે પછી આજની સવારે, મૂળે ગંભીર પ્રકૃતિની મને, કોણ જાણે કેમ, એક મજાકી, ટીખળી વિચાર સૂઝ્યો. મને પોતાને ય નવાઈ લાગી. પણ પેનને ચાલવા જ દીધી.
અટકાવી જ ન શકી ને! જુઓ તો, આવું મેં ક્યારેય લખ્યું છે?!!!

હળવો ગરબોઃ
(કેસરિયો રંગ મને લાગ્યો ‘લા, ગરબા..ના ઢાળમાં)

ઝૂમતણા ઝાંપેથી નીકળીને લો હવે,
ચાલ્યાં આ ફેસબુકના ફળિયે રે લોલ.

મંગળા, આરતી ને પૂજાના પાઠ સૌ,
વંચાવવાને (!) મળિયે રે લોલ..

ઊંડું ને ઊંચું કૈં વાંચવાને બદલે,
કોને ગમ્યું મારું, જરા કળિયે રે લોલ.

લાગણીઓ-બાગણીઓ કોરાણે મૂકી
કોઈનું સ્વ-નામે રળિયે રે લોલ.

આજના તાલે ને રાસે રે ઘૂમીએ
ખુદના નગારા લૈ નીકળીએ રે લોલ.

અંતરના આંગણે ઝુમતાં ના આવડે.
અંબર પર પહોંચવા ઉછળીએ રે લોલ.

ઓછું વધારે તો કહેવું શું જાતને!
સાનમાં સમજીને વળીએ રે લોલ.

માઠું કે મીઠું ના લગાવ મારા જીવડા,
લીટાડા ખેંચી હવે ઢળીએ રે લોલ..

દેવિકા રાહુલ ધ્રુવ https://devikadhruva.wordpress.com/

              
   

વિશિષ્ટપૂર્તિ. ડૉ.રાઘવ કનેરિયાને અભિનંદન.

http://વિશિષ્ટપૂર્તિ. ડૉ.રાઘવ કનેરિયાને અભિનંદન.

શિલ્પકાર રાઘવ કનેરિયા.….સંપાદનઃ સરયૂ પરીખ

સ્નેહી મિત્રો,
ભારતના કલાક્ષેત્રે વડોદરાની ફાઇન આર્ટસ કોલેજના શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો ફાળો ઘણો મોટો રહ્યો છે. તેમાના એક, પ્રાધ્યાપક રાઘવ કનેરિયા વિદ્યાર્થી હતા ત્યારથી જ ઘણા પુરસ્કારો અને સન્માનો મેળવતા રહ્યા છે. તેવા પુરસ્કારોની હારમાળમાં એક નવું પુષ્પ હાલમાં જ ઉમેરાયું છે. તે જાણીને મારી જેમ જ બધા કળા પ્રેમીઓને આનંદ થશે. પશ્ચિમ બંગાળની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટિ તરફથી રાઘવ ભાઈ ને માનદ પદવી- ડૉક્ટરેટ અપાઈ છે.
શુભ નવરાત્ર. કદાચ આજે કેટલાક લોકો ભૂલી ગયા છે કે ગુજરાતમાં ફેલાઈને મુંબઈ સુધી વ્યાપેલ ગરબાનાં આજના સ્વરૂપના  બીજ ઠેઠ 1950ના દાયકામાં ફાઇન આર્ટસ કોલેજમાં રોપાયેલા. તેને વિકસાવનાર માળીઓમાં રાઘવભાઈએ  સિંહ  ફાળો આપેલો.  
તમારા કળા રસિક મિત્રોને આ સમાચાર જણાવશો. ..જ્યોતિ ભટ્ટ.   28 ઓક્ટોબર 2020


ડૉક્ટર રાઘવ કનેરિયાને દાવડાના આંગણાના સાહિત્ય અને કલા રસિક મિત્રો તરફથી અભિનંદન.

હાલમાં તેમના પત્ની શકુંતલા સાથે વડોદરામાં છે.
સંપર્ક માટે તેમના પુત્ર અંકુરની ઈમેઈલ…AnkurKaneria@hotmail.com

૨૦૧૮માં શ્રી દાવડાસાહેબ દ્વારા પ્રકાશિત શ્રી રાઘવભાઈ કનેરિયા વિષેના લેખોને ઘણો આવકાર મળેલ. દાવડાસાહેબ મહિનાઓ પછી પણ આશ્ચર્ય-આનંદ સાથે કહેતા કે કનેરિયાભાઈના વિભાગને હજી સુધી લોકો જોતા રહ્યા છે. એ પ્રકાશનો અહીં ફરીને મ્હાણીએ

વિભાગ-૧

રાધવ કનેરિયાનો જન્મ ૧૯૩૬માં એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ૧૯૫૫ માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટસ કોલેજમાં જોડાયા. એ જ વરસે એમની સાથે જોડાયેલા અને પછીથી મોટા કલાકારો તરીકે જાણીતા થયેલા અન્ય વિદ્યાર્થીઓ હતા જ્યોતિ ભટ્ટ, હિંમત શાહ, ગુલામમોહમ્મદ શેખ, વિનોદ શાહ, કૃષ્ણ છાતપર અને વિનોદરાય પટેલ. એમના અધ્યાપકો હતા માર્કંડ ભટ્ટ, એન.એસ. બેન્દ્રે, શંખો ચૌધરી અને કે. જી. સુબ્રમન્યમ જે બધા જ ભારતના કલાજગતના ખુબ જ મોટા નામો છે.

જ્યોતિભાઈ અને રાઘવભાઈની પ્રથમ વર્ષમાં જ પાકી દોસ્તી થઈ ગઈ. ૧૯૫૬ માં જ્યોતિભાઈને યુનિવર્સીટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં એક મોટું મ્યૂરલ (ભીંતચિત્ર) તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. જ્યોતિભાઈએ આ કામ માટે અન્ય બે મિત્રો અને રાઘવભાઈને મદદનીશ તરીકે લીધા. એમાંથી જે મહેનતાણું મળ્યું એ ચારે જણાએ વહેંચી લીધું. ત્યારે રાઘવભાઈની આર્થિક પરિસ્થિતી સારી ન હતી, અને અભ્યાસ છોડી દેવાનો વિચાર પણ આવ્યો હતો, પણ આ મહેનતાણું મળતાં એમને રાહત થઈ હતી.
વધું વાંચો…શિલ્પી રાઘવ કનેરિયા-૧ ( પી. કે. દાવડા )

વિભાગ-૨

શિલ્પ સિવાય રાધવભાઈના અન્ય શોખમાં ચિત્રકળા, ફોટોગ્રાફી અને ફોક મ્યુઝિક છે. એમના મોટા ભાગના સ્કલ્પચર્સ સ્ટિલ, બ્રોન્ઝ અને બ્રાસથી તૈયાર કરવામાં આવ્યા છે. પ્રિન્ટમાં ફાયર વર્ક કરીને તૈયાર કરેલ પ્રિન્ટ, પેન્સિલ અને ક્રેયોન ડ્રૉઇંગ્સનો સમાવેશ થાય છે.

(૧૯૭૪ માં રાઘવભાઈ પોતાના એક શિલ્પને ગ્રાઈંડ કરી રહ્યા છે.) આગળ વાંચો..શિલ્પી રાઘવ કનેરિયા-૨ ( પી. કે. દાવડા 

વિભાગ–

રાઘવભાઈના શિલ્પોમાં એમના નંદી અને વાછરડાં ખુબ પ્રસિધ્ધ છે. આજના એપીસોડમાં આપણે આવા ચાર શિલ્પ જોઈએ.

કુદાકુદ કરીને પોતાનો આનંદ વ્યક્ત કરતાં વાછરડાંનું શિલ્પ કાંસાનું છે. 15″×13″× 28″ ના શિલ્પને લાકડાના પ્લેટફોર્મ ઉપર Mount કરવામાં આવ્યું છે. શિલ્પનું શ્રી બાબુ સુથારે કરેલું અવલોકન પ્રમાણે છે.

ગતિ અને એમાં પણ પુનરાવર્તિત થતી ગતિને શિલ્પ જેવા સ્થિર માધ્યમમાં પ્રગટ કરવાનું કામ સાચે જ અઘરું છે. અહીં શિલ્પકારે એ કામ કર્યું છે. વાછરડાના સ્નાયુઓ પર નજર કરો. એમાં રહેલું tension ગતિ, એ પણ પુનરાવર્તિતિ ગતિ,નું સૂચન કરે છે. માથું નીચે. પૂંછડી ઉપર . અદભૂત સમતુલા.” આગળ વાંચો… શિલ્પી રાઘવ કનેરિયા-૩ ( પી. કે. દાવડા અને શ્રી બાબુ સુથાર )

વિભાગ-૪

ચિત્રમાં રાઘવભાઈ એક ધાતુના શિલ્પ ઉપર કામ કરી રહ્યા છે. એમની એકાગ્રતાને લઈને જાણે કે શિલ્પનો એક ભાગ બની ગયા છે. ચિત્ર મેં એટલા માટે પસંદ કર્યું છે કે જેથી વાંચકોને જાણ થાય કે શિક્પકારે માત્ર માનસિક નહીં પણ શારીરિક શ્રમ પણ ખૂબ કરવો પડે છે.

સાથે શિલ્પકળાની શ્રેણી હાલ પુરતી પુરી કરૂં છું. આશા છે કે શ્રી નરેંદ્ર પટેલ અને શ્રી રાઘવ કનેરિયા જેવા બે જગપ્રસિધ્ધ શિલ્પકારોની શિલ્પકળા તમને સૌને ખૂબ ગમી હશે. આગળ વાંચો… http://શિલ્પી રાઘવ કનેરિયા-૪ (અંતીમ) – પી. કે. દાવડા

પી. કે. દાવડા

મિત્રો સાથે વાતો. અશક્ય-શક્ય…સત્યકથા.

http://મિત્રો સાથે વાતો. અશક્ય-શક્ય…સત્યકથા.

અશક્ય—શક્ય…સરયૂ પરીખ

દર બે-ત્રણ વર્ષે વડોદરા ભાઈને ઘેર જવાનું હોય અને એક-બે મહિના મહેમાનગતી માણવાની હોય. પરિવારના સભ્યો મારા આગમનથી ખુશ થતાં હોય…તેમાં રસોડા પાસે ઉર્મિલા, “કેમ છો સરયૂબેન?” કહીને હસતી ઊભી હોય. ઉર્મિલાની હાજરી ઘરમાં હંમેશની થઈ ગઈ હતી. નાજુક તબિયતવાળી સત્તર વર્ષની નવવધુ ઉર્મિલાએ ત્રીસ વર્ષ પહેલાં ભાભી-ભાઈના ઘરમાં કામ શરૂ કર્યુ હતું. તેનાં બાળકોના જન્મ સમયે ભાભી અને ભાઈની ખાસ કાળજીને લીધે બન્ને સારી રીતે ઊજર્યાં હતાં. વર્ષો સાથે વિશ્વાસ અને ભરોસો વધતાં રહ્યાં. ભાઈએ નવું ઘર બાંધ્યું ત્યારે ઉર્મિલાના પરિવાર માટે પણ પાકું રહેઠાણ બંધાવી આપ્યું. તેના બાળકોને કોઈ વાતની કમી ન હોય તેના ધ્યાન સાથે તેમને ભણાવવાની જવાબદારી મારા ભાભીએ લીધેલી. ઉર્મિલાનાં બહોળા પરિવારમાં તેની દીકરી પહેલી કોલેજ ગ્રેજ્યુએટ થઈ.

ઉર્મિલાને મદદ કરવા આવી દીકરી, વર્ષા.

વિશ્વાસ અને કુશળતાની વાત કરીએ તો, ગઈ દિવાળીએ અમે વડોદરાથી દિલ્હી અને ત્યાંથી આગ્રા ગયેલાં. હોટેલમાં દરેક જણની પાસે ID card હતું. પણ મારે તો પરદેશી હોવાથી પાસપોર્ટ બતાવવાનો હતો, તે વગર મને રહેવા ન દે. પાસપોર્ટની નકલ દિલ્હીમાં પડી હતી અને પાસપોર્ટ વડોદરા. મારા ભત્રીજાએ વર્ષાને ફોન જોડ્યો. “વર્ષા, ફોઈના રૂમમાં જા, તેની બેગમાંથી પાસપોર્ટ શોધી, ફોટો પાડી, અપલોડ કર.” પંદર મિનિટમાં વર્ષાએ કામ પતાવી દીધું. આવા અગત્યનાં દસ્તાવેજ હોય કે કોઈ કિંમતી ચીજ હોય, ઉર્મિલાના પૂરા પરિવાર પર સંપૂર્ણ વિશ્વાસ. આજે ભાઈની જ કંપનીમાં નાની વર્ષા MSW કર્યા પછી, Head of the Department થવા માટે સક્ષમ્ય બની છે.

ઉર્મિલાના ગામડે તેની મા, ભાઈ-બેનને શું તકલિફ છે તેનું પણ ભાભી ધ્યાન રાખતાં. બધી વાતમાં ઉર્મિલા બેનની સલાહ લેતી. થોડાં વર્ષો પહેલા એક વાત સાંભળી તેમના સરળ સંબંધ વિષે ખ્યાલ આવ્યો. બાજુનાં મોટા બંગલામાં અમેરિકાથી પ્રૌઢ પતિ-પત્ની રહેવા આવ્યાં જેનાં વાત-વ્યવહારમાં ડોલરની ચમક બધી જગ્યાએ દેખાતી. તે બહેન ઉર્મિલાની મદદ લે ત્યારે સારા એવા પૈસા અને ભેટ આપે. એક દિવસ ઉર્મિલા આવીને ભાભીને કહે કે, “બેન, આ બાજુવાળા મને કહે છે કે મારે ઘેર કામે આવી જા. મોટો પગાર અને બીજા લાભ આપીશ.” ભાભી સરળતાથી કહે, “તને સારું લાગતું હોય તો જા. મને વાંધો નથી.” એ તો ન ગઈ પણ હવે, ઉર્મિલાનાં ઘરનાં બીજે રહેવા જાય તો પણ એ બેનને છોડીને ન જાય. તેને ભાભી માટે એટલું માન કે પોતાના મોટા છોકરાઓ જો કાંઈ બરાબર ન કરતા હોય તો એટલું જ કહે કે, “બેન વઢશે.”

એક બીજી મજાની વાત…ઉર્મિલાનો દીકરો ભણવામાં નબળો. તેને ઉત્સાહ આપવા ભાભીએ કહ્યું કે, “તું હાઇસ્કૂલની છેલ્લી પરિક્ષામાં પાસ થઈશ તો તને વિમાનમાં વડોદરાથી મુંબઈ લઈ જઈશ.” પરિક્ષા તો આપી પણ પરિણામ આવતાં પહેલાં જ કહે, “બેન ચાલોને હમણાં મુંબઈ જઈએ!” અમે હસી પડ્યાં…આજનો લ્હાવો લીજીએ રે…પરિણામ પછી જવાની શક્યતા નહીં જાણીએ રે….

ઉર્મિલાએ ભાભીને ઘેર કામ કરવાનું શરૂં કર્યા પછીની મારી એ બારમી મુલાકાત હતી. ઉર્મિલાએ તેની પુત્રવધૂ અને નાના પૌત્રનો પરિચય કરાવ્યો. દીકર-વહુને માટે (ભાભીની મદદથી) અલગ ફ્લેટ હતો પણ વધારે સમય વહુને સાસુ સાથે જોતી. તે ઉપરાંત, ભાભીના માર્ગદર્શનથી ‘બિઝનેસ વુમન’ બની ગઈ હતી. જ્યાં સંપ હોય ત્યાં સુખ, શાંતિ અને સંતોષનો સહજ વાસ હોય છે.               

એક સવારે ઉર્મિલાના પૌત્રની સાથે છએક વર્ષનો છોકરો રસોડામાં રમતો હતો. મેં પૂછ્યું તો ઉર્મિલા કહે કે, “આ મારા ભાઈનો છોકરો છે. કાલે ભાઈ તો આવીને ગ્યા, પણ દશરથ જીદ કરીને અહીં રોકાઈ ગ્યો.” બાળક મારી સામે જોઈ મીઠું હસ્યો.                       

          ઉર્મિલાનો પૌત્ર અને દશરથ.       

મેં જઈને ભાભીને કહ્યું કે, “છોકરો કેવો મજાનો છે!”

“એની પાછળ તો રસભરી કહાણી છે.” ભાભીએ તેમની વિશિષ્ટ શૈલીમાં વાત કહી. ઉર્મિલાનાં ભાઈના લગ્ન પછી થોડા સમયમાં ખબર પડી ગઈ કે ‘છોકરાં નથી થતાં.’ ગામડાના કુટુંબમાં ચિંતાનો વિષય હતો. છ વર્ષ પહેલાં ઉર્મિલાની બેનને બાળક આવવાનું હતું તેથી તેનાં બા હોસ્પિટલમાં હાજર હતાં. વાતો થતી હતી તે સાંભળવામાં આવી કે… કોઈ બાઈ, છોકરાને જનમ આપીને જતી રહી છે. ગામડા-ગામમાં શોધવા જવાવાળા પોલિસનાં માણસો ક્યાંથી મળે! ડોક્ટર કહે…હવે આ બાળકને કોને સોંપવું! ઉર્મિલાનાં બા અને પરિવારે મળી બાળકને ગોદ લેવાની વાતચીત કરી અને તેને માટે જરૂરી કાગળિયાં કરાવી આ છોકરાને ઘેર લઈ આવ્યા. આ બાળકને કુટુંબીજનોનો પ્રેમ મળી રહ્યો હતો અને તેની આંખોમાં ઊજળા ભવિષ્યની ચમક દેખાતી હતી.

કેવી સરળ વાત…નહીં કોઈ કાયદાના ચક્કર કે આંટીઘૂંટી. માનવ સંબંધો કાયદાઓના ભારથી દબાઈ રહ્યાં છે તેમાં આવી અનુકૂળ હકીકત સાંભળવી ગમે. ઘણા લોકો ભાભીને કહે, “તમારે તો ઉર્મિલા સારી મળી ગઈ. અમને ય શોધી આપો ને.” પરંતુ જ્યાં રાખનારની ઉમદા સમજ અને રહેનારની પ્રમાણિકતામાં સંવાદિતા ન હોય, ત્યાં ઉર્મિલા મળવાની શક્યતા નથી.   

દાદા, પૌત્ર અને અમારી આરિયા.

ઈલા મહેતા લખે છેઃ ‘અશક્ય-શક્ય’ વાત વાંચી. બહુ સરસ લખી છે. આંખમાં પાણી આવી ગયા. આ સત્યકથાનું નામ મેં આપ્યું ઋણાનુબંધ. અમારા સંગને આ દિવાળીએ ૩૦ વર્ષ થશે. મારા બાળકો કરતાં ઉર્મિલા અને તેનો પરિવાર આપણી સાથે વધુ રહ્યાં અને અમારી ખૂબ સંભાળ રાખે છે. આતો અરસ પરસ છે. એક હાથે દેવું ને એક હાથે લેવાની વાત છે. કોઈ અનુબંધ લાગણીઓ હશે. ખરેખર આ ઋણાનુબંધ નહીં તો બીજું શું?  … ઉર્મિલાનાં ‘બેન’

સંતોષ

સ્વપ્ન સમય સાથી  સંજોગ,
 સ્વીકારું  સૌ  યોગાનુયોગ.

શક    શંકા  સંશય મતિદોષ,
વિશ્વાસે    મંગળ    સંતોષ.

સાથ સફર   જે   હો  સંગાથ,
પડ્યું  પાનું  ઝીલવું  યથાર્થ.

 સરળ સ્વચ્છ સ્ફટિક આવાસ,
 આરસીમાં   સુંદર  આભાસ.

 ભક્તને ત્યાં આવે આશુતોષ,
મધુર સબંધ  લાવે  સંતોષ.

તૃપ્ત મન  સાગર    સમાન
 
વ્હાલા કે વેરીને સરખુ સંમાન.

જે  મારી પાસ   તે  છે  ઘણું,
પછી હોય છોને અબજ કે અણું.
                   ——   સરયૂ પરીખ


પ્રતિભાવઃ ખૂબ સુંદર રજૂઆત…યશવંત ઠક્કર.
—————————————————–

કુદરત અને ચિત્ર…ગીતા આચાર્ય


વિશિષ્ટ પૂર્તિ. નારી. શૈલા મુન્શા. પુસ્તક-પ્રેમ. જીતેશ ડોંગા

નારી

નથી હોતી અબળા હર કોઈ નારી સદા,
પડકારો સામે ના એ ઝુકી, ના હારી સદા!

હરિયાળી ધરતીની ભીતરે ભર્યો લાવા અખૂટ,
થાય વિસ્ફોટ જ્યારે, તો પડે છે એ ભારી સદા!

બની મા અંબા પૂજાતી રહી સદા જે જગમાં,
હણવા રિપુને એ જ  બની દુર્ગા રહી ડારી સદા!

નારીના હર રૂપ અનોખા, હર ગુણ અનોખા,
બની મીરા કે રાધા, કૃષ્ણ પર રહી વારી સદા!

શૈલા મુન્શા  તા૧૦/૦૨/૨૦૧૬
———

http://પ્રદીપ નામ છે એનું. લે. જીતેશ ડોંગા forwarded by Shaila Munshaw

પ્રદીપ નામ છે એનું.  લે. જીતેશ ડોંગા forwarded by Shaila Munshaw

પ્રદીપ રાજસ્થાનના કોઈ ગામડામાં જન્મેલો છે. શરીરમાં કદાચ પોલીયો કે કોઈ અજાણી બીમારી છે એટલે પાંત્રીસેક વર્ષનો આદમી હોવા છતાં નાનકડો છોકરો લાગે. પીઠ પર ખુંધવાળો માણસ. અવાજ એકદમ ઝીણોતીણો. (શારીરિક દેખાવને લીધે કદાચ એને કોઈ દોસ્ત કે જીવનસાથી ન મળ્યું)

આ આદમી રાજસ્થાનનું પોતાનું અતિ ગરીબ ઘર છોડીને સત્તરેક વર્ષ પહેલાં વડોદરા આવેલો. શહેરના સેફ્રોન સર્કલ પર વળાંકમાં ફૂટપાથ પર જુના અને પાઈરેટેડ કોપી કરેલાં પુસ્તકો વેચે છે.. શહેરમાં ક્યાંક ઝુંપડપટ્ટીમાં ભાડાની તૂટેલી રૂમ રાખીને એકલો રહે છે. રાત્રે હાથે જમવાનું બનાવે છે. દિવસે ફૂટપાથ પર બેસીને જૂનાં પુસ્તકો વેચીને જે બસ્સો-પાંચસો રૂપિયા કમાય છે. એમાંથી પોતાના પરિવારને રાજસ્થાન રૂપિયા મોકલે છે. પુસ્તકો વેચીને બહેનને પરણાવી છે.

આ માણસે પોતાની પાસે છે એ દરેક પુસ્તક વાંચેલું છે! આઈ રિપીટ : એણે પોતાની પાસે પડેલું દરેક પુસ્તક વાંચ્યું છે. રોજે પુસ્તકો પાસે બેઠોબેઠો વાંચ્યા કરે. સાંજે ઘરે જાય. રૂમમાં રાખેલાં ગેસ પર બટાકા-ડુંગળીનું શાક બનાવીને ખાય લે. રાત્રે લેમ્પ રાખીને પુસ્તક વાંચે. સુઈ જાય.

હું છ-સાત વર્ષ પહેલાં એની પાસે પુસ્તકો ખરીદવા ગયેલો. મેં પાઉલો કોએલ્હોની કોઈ બુક માંગેલી. મને એણે એ બુક સાથે બીજી આઠ-દસ બુક વાંચવા આપી. નેઈલ ગેઈમેન, સીડની શેલ્ડન, વેરોનીકા રોથ, હારુકી મુરાકામી, જેફી આર્ચર બધાં લેખકોની બેસ્ટ નવલકથાઓ વિષે એક-એક મસ્ત-મસ્ત વાતો કરી. મને માણસ એટલો ગમી ગયો કે ત્યાં જ દોસ્તી થઇ ગઈ. મારી પાસે બધી નવલકથા ખરીદવાના પૈસા ન હતા તો મને કહે : “આપ સબ બુક્સ લે જાઓ. પઢ કે વાપસ દે જાના.”…મારા જેવા તો કેટલાયે માણસોને એણે પુસ્તકો આપી દીધેલાં હશે. કેટલાયે પુસ્તકો પાછા નહીં આવ્યા હોય. રાત્રે પુસ્તકોના થપ્પાને તાડપત્રીથી ઢાંકીને એ જતો રહે અને કેટલીયે વાર પુસ્તકો ચોરાયા છે. 

ત્રણ વર્ષ પહેલાં વડોદરામાં પુર આવેલા, વિશ્વામિત્રી ગાંડી થયેલી. પ્રદીપ તો રાત્રે ઘરે હતો કારણકે વરસાદમાં એનું ભાડાનું મકાન તૂટી પડેલું. એક તાડપત્રી ઓઢીને રાતો કાઢી નાખેલી. નહીં અન્ન, નહીં વીજળી. હાથમાં પુસ્તક ખરું. કોઈ આવીને ખાવાનું આપી જાય તો ખાય લે. વિશ્વામિત્રીના પૂર ઉતર્યા પછી એ પોતાના પુસ્તકો જોવા આવ્યો અને બધા જ પુસ્તકો પાણીમાં તણાઈ ગયેલાં. ખિસ્સામાં એક રૂપિયો ન હતો. કોઈ સગાવહાલાં નહીં. કોઈ મદદ કરનારું નહીં.

…પણ એ ભાઈ…આ પ્રદીપ હસતો હતો. એને દુઃખ કે આંસુડાં જલ્દી આંબતા નથી. એ પોતાની બાહો ફેલાવીને જે આવે એ હસતાંહસતાં સ્વીકારી લે છે. છ-છ દિવસ સુધી ભૂખ્યો સુઈ જાય છે. ભાડાનું મકાન તૂટી ગયું તો ફૂટપાથ પર સુઈ ગયો. એ પુર વખતે મને કોઈ દોસ્તનો ફોન આવેલો. કહ્યું કે પ્રદીપના બધા પુસ્તકો તણાઈ ગયા. મેં બેંગ્લોરથી પ્રદીપને ખુબ કોલ કર્યા. એનો Nokia 1100 મોબાઈલ દિવસો સુધી બંધ હતો.

વડોદરાની M.Sયુનિવર્સીટીમાંથી ઘણાં સારા વિદ્યાર્થીઓ પ્રદીપને ચહેરા કે સ્વભાવથી જાણતાં. એમને જ્યારે ખબર પડી ત્યારે એમણે વોટ્સએપમાં એકબીજાને સંપર્ક કરીને ત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા. સૌએ પોતાનાં જુના પુસ્તકો ભેગાં કરીને ફૂટપાથ પર ગોઠવ્યાં. પ્રદીપ એટલો ભોળો કે જ્યારે બધાં પુસ્તકો આપવાં આવતાં તો પણ કહેતો કે હું તમને આનું પેમેન્ટ કરી દઈશ!હજુ આજે પણ એનાં પુસ્તકોમાં ભેજની સુગંધ આવે છે. કારણકે એણે રસ્તા પર તણાઈ ગયેલાં કેટલાંયે ભેગા કરીને તડકે સુકવીને રાખી મૂકેલાં છે.

એક વર્ષ પહેલાં પ્રદીપ રાજસ્થાન ગામડે ગયેલો. ત્યાં ખબર પડી કે એનાં કોઈ દૂરના કાકાનો વીસ વર્ષનો દીકરો ખુબ હોંશિયાર હોવાં છતાં ભણવાનું મુકીને મજૂરીએ જવા લાગ્યો છે કારણકે એનાં માબાપ હવે રહ્યા નથી. પ્રદીપે એ છોકરાને દત્તક લીધો. પોતાની ભેગો વડોદરા લાવ્યો. પોતાની રૂમ પર એને સાચવ્યો. ભણાવ્યો. છોકરાને કોઈ સરકારી નોકરી મળી જાય એ માટે દિલ્લીમાં ક્લાસીસ કરવાં હતા. વડોદરામાં સેફ્રોન સર્કલ પર બેંક ઓફ બરોડા છે. એ બેંકના મેનેજર વર્ષોથી પ્રદીપને જુએ. પ્રદીપ એ બેંકમાં ગયો અને ત્રીસ હજારની લોન માંગી. મેનેજરને ખબર હતી કે આ માણસ ત્રીસ હજાર કેમ ભેગાં કરી શકે? એને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ કેટલો સાચો અને સારો છે.

લોન મળી. છોકરાને ફ્લાઈટમાં બેસાડીને પ્રદીપે દિલ્હી મોકલ્યો. એનું રૂમનું ભાડું, એની ભણવાની ફી, ખાવાનું બધો ખર્ચો પ્રદીપે ભોગવ્યો. અહીં વડોદરામાં એ રોજે પાંચસો રૂપિયાના પુસ્તકો વેચે. ચાલીસ રૂપિયામાં પોતે બપોરે જમી લે. બાકીના બધા બેકમાં જઈને જમા કરાવી દે જેથી લોન પૂરી થાય! રાત્રે ન જમે. પોતે ભૂખ્યો સુઈને પેલાં છોકરાને માટે બધું જ કરે.

આ જ ગાળામાં કોરોના આવ્યો. લોકડાઉન આવ્યું. પુસ્તકોને ઢાંકીને પ્રદીપ ઘરે ગયો એ ગયો, મહિનાં સુધી ઘર બહાર નીકળી ન શક્યો. પોતાની બધી જ આવક દિલ્હી મોકલી આપેલી. ઘરમાં ગેસ ન હતો. અનાજ નહીં. માત્ર બટાકા હતાં. પ્રદીપે કાચાં બટાકા ખાઈને પણ ગુજારો કર્યો છે..

…પણ એક દિવસ એ અંદરથી ભાંગી ગયો. હું હમણાં એને મળવા ગયો ત્યારે એ કહેતો હતો : “જીતેશભાઈ…મેને ઇતને સારે કિતાબ પઢ લીયે. મુજે લગતા થા કી કોઈ દુઃખ મુજે તોડ નહીં સકતા. પર લોકડાઉન મેં જબ પૂરા હપ્તા કુછ નહીં ખાયાં તો અકેલે-અકેલે મેં તૂટ ગયાં. મુજે લગા કી મેને પૂરી જીંદગી જીતના પઢા ઔર સમજા વહ સબ મુજે કામ નહીં આયા. મેં રોને લગા. પહલીબાર”

આ ચાર ફૂટના અશક્ત શરીરમાં જીવતો મહાન દિલદાર ભાયડો પહેલીવાર કદાચ જીંદગીની કાળાશ સામે ઝૂક્યો હશે. એનું નામ જ ‘પ્રદીપ’ છે, એ અંધારે દીવડાની જેમ બળતો હોય અને અચાનક અંધકાર એટલો વધી જાય કે આ દીપ હાર માની લે.

જેનો કોઈ નહીં બેલી, એનો અલ્લાહ બેલી. કોઈ પોલીસનો કર્મચારી જે કોરોનાની ડ્યુટીમાં હશે એણે ફૂટપાથ પર કેટલાયે દિવસથી પડેલાં પુસ્તકો જોયાં. એણે પ્રદીપને ખુબ મહેનત પછી શોધ્યો. એને માટે બીરયાની લઇ ગયો. એ દિવસે પ્રદીપે બીરયાની ખાધી. પોલીસનો આભાર માન્યો. અને પુસ્તક વાંચવા બેસી ગયો. પછી ઘણાં પોલીસના કર્મચારીઓએ પ્રદીપને જમવાનું પહોચાડવાનું રાખ્યું.

હમણાં થોડા દિવસ પહેલા પ્રદીપે દત્તક લીધેલા પેલાં છોકરાએ ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરી. પ્રદીપને હું મળ્યો ત્યારે કેવો ખુશ હતો. મેં પૂછ્યું કે હવે તો તમારો દત્તક લીધેલો છોકરો તમારી લોન ભરી દેશે ને?

“નહીં. મેને ઉસકો બોલા હી નહીં હૈ કી મેંને ઉસકે લીયે લોન લીયા. ઉસકો મૈને બોલા હૈ કી મેરે પાસ બુક્સ બેચ કે પૈસા બહોત હૈ” આવો ઘસાઈને ઉજળો થનારો માણસ.

***- જીતેશ ડોંગા_ હું વડોદરામાં જોબ કરતો ત્યારે રવિવારે અને રજાના દિવસે પ્રદીપ પાસે જતો. અમે બંને પુસ્તકોની વાતો કર્યા કરીએ. પ્રદીપ બપોર વચ્ચે એક લોજમાં જમવા જાય તો એટલો સમય હું એનાં પુસ્તકો વેચી દઉં. કદાચ આ માણસની મૂંગી જીંદગીની ઊંડાઈ અને ઉંચાઈ એવી કે મને હંમેશા એમ જ થયા કરે કે કઈ રીતે આ માણસ આટલી મહાન સારપ અંદર રાખીને જીવતો હશે? વડોદરામાં રહેતાં હો અને સેફ્રોન સર્કલ જાઓ તો પ્રદીપ પાસે જાજો. એને પૂછીને કોઈ વાંચવા લાયક પુસ્તક ખરીદજો. તમને ગમશે. માણસની મીઠી છાંયડી ગમશે. પુસ્તક પણ ગમશે. કારણકે એણે એ વાંચી નાખેલું હશે.

————————-

મિત્રો સાથે વાતો. મૌજમે રહેના-૨ સરયૂ પરીખ. અહા! કેવી મનોહર…

http://મિત્રો સાથે વાતો. મૌજમે રહેના-૨ સરયૂ પરીખ. અહા! કેવી મનોહર…

મૌજમેં રહેના-૨ …. સરયૂ પરીખ

ભાવનગરમાં B.Sc. કર્યા પછી વડોદરા M.Sc. માટે પહેલી વખત ગઈ ત્યારે મુનિભાઈ સાથે હતા, પરંતુ બીજી વખત ફી ભરવા અને હોસ્ટેલનું પાકુ કરવા સવારની વહેલી બસમાં હું એકલી જવા નીકળી. વડોદરામાં કોઈ ઓળખીતું નહીં, પણ મામાએ એક મિત્રને મારા આવવા વિષે પોસ્ટકાર્ડ લખેલ, તેમનું મારી પાસે સરનામું હતું. આઠેક કલાકની બસની મુસાફરી દરમ્યાન એક ભાઈ સાથે ઓળખાણ થઈ અને તેમની બહેન વડોદરા ભણે છે એવી વાત થઈ. વડોદરા પહોંચી ત્યારે પેલા ભાઈએ રીક્ષામાં મને મૂકી જશે, એવો આગ્રહ કર્યો. સાંજના છ વાગ્યા હતા અને મેં અચકાતા તેમના આગ્રહને માન આપ્યું. ડરમાં રસ્તો અનંત લાગ્યો. મામાના મિત્રના ઘેર પહોંચી બારણાની ઘંટડી વગાડી. નોકર કહે, શેઠ-શેઠાણી કાશ્મીર ફરવા ગયા છે. યજમાનનો પંદરેક વર્ષનો દીકરો કહે કે, “પોસ્ટકાર્ડ મળ્યું છે પણ…” હવે મારાથી ત્યાં તો રહેવાય નહીં, ક્યાં જવું?

મારા ભાવનગરી ભાઈ સાથે રીક્ષામાં ફરી ઊપડ્યા અને તેઓ ‘પંડિતા ગાર્ગી હોલ’, લેડિઝ હોસ્ટેલમાં મને લઈ ગયા. ભાઈને ત્યાંના વ્યવસ્થાપકની ઓળખાણ હોવાથી મને ત્યાં ત્રણ દિવસ રહેવાની વ્યવસ્થા કરાવી આપી. શક્ય હતું કે, અજાણ્યા પર વિશ્વાસ કરવાથી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ પણ આવી પડી હોત…પણ એ ભાઈ ખરેખર સજ્જન નીકળ્યાં. થોડા વિદ્યાર્થીઓની હાજરીને લીધે હોસ્ટેલનું રસોડું ચાલું હતું ત્યાં જમી લીધું. ખાટલાની લોખંડની જાળી પર પાતળો ટુવાલ પાથરીને લંબાવ્યુ અને ગહેરી ઊંઘમાં ખોવાઈ ગઈ…પણ ભાવનગરમાં બાને થાય, “અરર! સરયૂને એકલી શું કામ મોકલી?” તેણી વીસ વર્ષની છે અને ઘણી મુસાફરી કરેલી છે… તેવી દલીલો છતાંય નીંદ્રાદેવી રિસાયેલાં રહ્યાં.

વડોદરામાં સખા-સખી અને સ્વતંત્રતા…અનેક અવનવા આહ્‍લાદક અનુભવો અને જીવનનું સત્ય સમજાવતી ઘટનાઓ સાથે બે વર્ષો વહી ગયા. લગ્નની અમુક દરખાસ્તોમાં એકને યાદ કરતા હાસ્ય ફરકી જાય છે. એક બીજા ડીપાર્ટમેન્ટમાં Ph.D. કરતા વિદ્યાર્થીએ સામે ચાલી મારી ઓળખાણ કરી. અમારા હોસ્ટેલ-રૂમની જાળી રસ્તા પર પડતી…ત્યાંથી પસાર થતાં તેને હું દેખાઈ હોઈશ. પછી તો લગભગ રોજ સવારમાં એ ત્યાંથી જોતો જોતો પસાર થાય. મારી બેનપણીઓને ટીખળ કરવાનું બહાનું મળી ગયું. ઘણી વખત તેના આમંત્રણને માન આપીને હું તેની સાથે બહાર જતી પણ હંમેશા મારી બેનપણી સાથે હોય. મિત્ર તરિકે સારો હતો, પણ તેની અપેક્ષા વધારે લાગી. એક દિવસ મારા નિકળવાના સમયે રાહ જોતો ઊભો હતો.

“મંગળવારે મારો જન્મદિવસ છે, મારે ઘેર આવશો?” તેણે પૂછ્યું. મારે ના કેમ પાડવી! જરા વ્યાકુળ થઈ, મૂંજાઈ ગઈ. મારી બેનપણી સામે જોઈને બોલી, “મંગળવારે કયો દિવસ છે? આપણે કામ છે, ખરું? ના ના મારાથી નહીં અવાય.” આ જવાબનો કોઈ ઠીકઠાક અર્થ તો નહોતો, પણ એ સમજી ગયો. ત્યાર પછી, તેને કેમ અણદેખ્યો કરવો એ કલાકારીનો વિષય બની ગયો હતો.

એ પછી લગ્ન વિષયક શક્યતાઓ આવી… તેનું હવે અવલોકન કરતા વિચાર આવે છે કે, બધી રીતે સારું લાગતું હોય તો પણ, વ્યક્તિ એકની સાથે લગ્ન કરવા સહમત થાય અને બીજા સાથે નહીં. એવું કેમ? છે તો જરા ગૂંચવાયેલો સવાલ. મુનિભાઈના મિત્ર તરફથી કાગળ આવ્યો હતો જેમાં તેમણે પોતાના અમેરિકામાં ભણતા સહોદરનો પરિચય લખ્યો હતો. તે વાંચતાં… ઉચ્ચ અભ્યાસ સાથે શાસ્ત્રીય સંગીત, કલા અને ફોટોગ્રાફીમાં રસ…અરે વાહ! તેમની પાસે કેમેરા અને કાર પણ છે, એ વાત રસપ્રદ લાગી. અત્યારે એ વિચાર હસવા જેવો લાગે છે પણ એ સમયે અમારા માટે જાણે કેમેરા, કાર, ફોન જેવી ઘણી વસ્તુઓ અલભ્ય લાગતી હતી.

દિલીપે વડોદરામાં ભણતા તેના ખાસ મિત્રને મારા વિષે પૂછ્યું તેનાં જવાબમાં, “મને નજીકનો પરિચય નથી, પણ બધાની વચ્ચે જૂદી તરી આવે તેવી છે,” એવું પ્રમાણપત્ર મારા માટે આપેલું. મારી મુશ્કેલી એ હતી કે, ‘અમેરિકા જવાનું!’…અમારા નાનકડા પરિવારથી દૂર! તે છતાંય, વાત આગળ ચાલતી રહી. દિલીપ ભારત આવ્યા અને ભાવનગર મળવા આવ્યા. મારી સરળતાથી મળવાની અને વાતચીત કરવાની આદતથી, દોઢ દિવસમાં સારો એવો પરિચય થઈ ગયો. બે-ચાર કલાકમાં, જીવનપર્યતનો નિર્ણય મારા તરફથી લેવાઈ ગયો. જોકે એને તો… સ્વભાવ પ્રમાણે, બરાબર વિચાર કરવાનો સમય લેવાનો હતો. મારા બાપુજીને “મુનિભાઈના મિત્રના ભાઈ” તરિકે પરિચય કરાવ્યો હતો. મારી સહેલી, મારા બા, ભાઈ-ભાભી અને મારા મામાની હા આવી ગઈ હતી.

બીજે દિવસે સવારે બાએ બાપુજી સાથે વાત છેડી, “સરયૂને દિલીપ સાથે લગ્ન કરવા છે.”

“વાણિયા છે ને? તને આવો સરસ બ્રાહ્મણનો અવતાર મળ્યો છે…” આમ આગળ વાત થતાં, ધીરે ધીરે ગુસ્સો વધતો ગયો. દિવસો જતાં એક ઘડી એવી આવી કે, દિલીપના અનુજની દેખતા જ બાપુજીએ કહી દીધું, “તું આ લગ્ન કરીશ તો હું ઝેર ખાઈશ.” ઓહ! બાપુજી નાતજાતને આટલું મહત્વ આપે છે! એ વાત અમને બધાને ઓચિંતી સમજમાં આવી. પહેલા તો બીજા લોકોની વાત થતી હોય તો ખાસ વિરોધ નહોતા બતાવતા પણ મારી વાત આવી ત્યારે નાતના લોકો એમ બોલે કે, “ભણે ગણે એટલે પછી નાતબહાર લગ્ન કરવાની ઉછ્રંખલતા આવે. જોયું ને?” બાપુજીને મારું ખરાબ દેખાવાની ચિંતા હતી.

મેં વિચાર્યું કે મારે દિલીપ સાથે કોઈ પ્રેમ પ્રકરણ તો નથી, તેથી પિતાને દુખી શા માટે કરવા! મેં ભાઈની મદદથી કાગળ લખ્યો… ”મારું તમારા તરફનું વલણ નહોતું, ખાસ ઈરાદો નહોતો, તેથી ના લખું છું.” …અને દિલીપનું logical મન એ માનવા તૈયાર નહોતું. તેના સુંદર અક્ષરે લખેલો કાગળ આવ્યો. હું પિતાની માન્યતાઓને મહત્વ આપીને ના પાડું છું… તેના અનુસંધાનમાં “Guess who is coming to dinner?” એ સમયે જાણિતી ફિલ્મની હકિકત પણ લખી હતી. મારા જવાબમાં બીજો કાગળ પણ આવ્યો. મૂંઝવણમાં બે અઠવાડિયા નીકળી ગયા.

એ દિવસે, લગ્ન પ્રસંગે એક ઘરમાં, સગાના ટોળામાં હું બેઠી હતી અને જે બધી રીત-રસમ, વાર્તાલાપ ચાલી રહ્યાં હતાં, તેમાં મારા વિચારો ક્યાંય બંધબેસતા ન હતા. તે જ રીતે અલગ વિચારધારાવાળા મારા બા, તેમની સમકાલિન સ્ત્રીઓ વચ્ચે તે એક જ કોલેજ સ્નાતક હતાં. વ્યવહાર સાંચવવાં ત્યાં સામેલ થયાં હતાં. મને મનમાં ચમકારો થયો, “શું હું આ બધા લોકોનો વિચાર કરી મારું ભવિષ્ય ગોઠવી રહી છું? હું જો દુખી હોઈશ તો આમાંથી કોઈ મદદમાં આવી શકે તેવી કાબેલિયતવાળા નથી.” બસ, એકદમ સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે મારે શું કરવું છે. બાપુજી સગાની જાનમાં ગામડે ગયા. અમે અને મામાએ મળી લગ્નની સંમતિનો તાર મોકલી આપ્યો. દિલીપના બહોળા કુટુંબનો સંપૂર્ણ સહકાર અને તેના પપ્પાના સૂચન સાથ, થોડાં લોકોની હાજરીમાં એક સપ્તાહ પછી લગ્ન કરી લીધા. રાતની ટ્રેઈનમાં ભાવનગરથી અમદાવાદ રવાના થયાં. અમારા આગમન સમયે ચાર-પાંચ રૂમના ઘરમાં તેર જણાનો મેળો હતો. મને સૌ સાથે એટલું ગમતું કે મેં કહ્યું હતું કે. “અમેરિકામાં તો આ બધા નહીં હોય, તેથી હનિમૂનના નામે એકલાં ફરવા નથી જવું.” આમ, નવા પરીવારમાં … “સુખી થઈશ અને સુખી કરીશ”નાં શ્રી ગણેશ મંડાયા.

ભાવનગરમાં વાત જરા વિપરીત હતી… મારી ખોટ પડેલી અને ઉપરાંત બાપુજી ઘણા નારાજ હતાં, જેનું સૌથી વધારે કષ્ટ લાગણીશીલ મુનિભાઈને સહેવું પડ્યું. હું પંદર દિવસ પછી ભાવનગર ગઈ. હું અને બાપુજી…અમારી નજર મળતાં, રડી પડ્યા… અને એ આંસુઓ સાથે અમારો અણબનાવ ઓગળી ગયો.
——————-    

કેવી મનોહર દુનિયા… ભાવાનુવાદઃ સરયૂ પરીખ

હું જોઉં લાલ ગુલાબ ને વૃક્ષો લીલા
સૌ આપણા માટે જાણે હસતા ખીલતા
 ને હું વિચારું…અહા! કેવી મનોહર દુનિયા

હું જોઉં નીલ આકાશ ને શુભ્ર સંગ વાદળીઓ,
તેજલ મંગળ દિન ને ઘેરી પાવન રાતો
ને હું વિચારું…અહા! કેવી મનોહર દુનિયા

મેઘધનુના રંગો જોને શણગારે આકાશ
ચહેરાઓ પર ઝળકે તેનો તેજોમય આભાસ
જોઉં છું કે, મિત્રો કરતા હોંશે હસ્ત મિલાપ
પૂછે છે એ “હાલ કેમ છે? મને કરોને વાત”
સાચે તો, દરકાર કરે છે, “પ્રેમ કરે છે”

બાળક કેરા ક્રંદન સાથે સુણું આશનું ગીત
ઊભરતા ને ઊજરતા, બાળકનું સંગીત
જાણું છું કે બનશે એ મારા કરતા અદકેરા
ના જાણું કે બનશે કેવા અનુપ ને ઊંચેરા
અને હું વિચારું, અહા! કેવી મનોહર દુનિયા

હાં, મારા મન અંતરના સ્પંદન…
અહા! શું મનોહર દુનિયા
હાં, ખરેખર 
            
 —–
સૃષ્ટિની સામાન્ય વસ્તુઓમાં સુંદરતા જોઈ જે આનંદિત થાય છે તે સરળ, સહજ અને અપેક્ષા-રહિત વ્યક્તિ છે. અન્યમાં સ્નેહ જોવો અને તેનો પ્રતિધ્વનિ આપવા જેવી સંવેદના હોય તેને બધે પ્રેમનો અનુભવ થાય છે. જીવનના ચડાવ ઉતારમાં, ‘દુનિયા અદ્ભૂત છે’ એ લાગણી ઝરણાની જેમ અંતઃસ્થલમાં વહેતી રહે.

saryuparikh@yahoo.com   www.saryu.wordpress.com

Wonderful World…
I see trees of green Red roses too
I see them bloom For me and you
And I think to myself…What a wonderful world…
I see skies of blue And clouds of white
The bright blessed day The dark sacred night
And I think to myself… What a wonderful world…
The colors of the rainbow So pretty in the sky
Are also on the faces Of people going by
I see friends shaking hands Saying, “How do you do?”
They’re really saying “I love you”…
I hear babies cry I watch them grow
They’ll learn much more Than I’ll never know
And I think to myself…What a wonderful world

Yes, I think to myself
What a wonderful world
Oh yeah
                 To listenઃ go to this clip: https://youtu.be/CWzrABouyeE
Writer(s): Douglas George, Thiele Bob Being used in the film “Good Morning, Vietnam” in 1987.  In 1968, it charted only at number 116, but this time it went to 32. The curious thing is that the film is set in 1965, two years before the song was first released. Louis Armstrong’s recording was inducted in the Grammy Hall of Fame in 1999. 
Nitinbhai had kindly sent me this song, which transpired into “કેવી મનોહર દુનિયા..
“What A Wonderful World” …Forwarded by Nitin Vyas. NDVyas2@gmail.com
———–
રંગોળી..ઈલા મહેતા

વિશિષ્ટ પૂર્તિ. યાદ..રમેશ પટેલ. કાવ્ય, નાથાલાલ દવે અને સરયૂ

વિશિષ્ટ પૂર્તિ. યાદ..રમેશ પટેલ. કાવ્ય, નાથાલાલ દવે. સરયૂ

http://વિશિષ્ટ પૂર્તિ. યાદ..રમેશ પટેલ. કાવ્ય, નાથાલાલ દવે અને સરયૂ

રમે સર ચંદુલાલ ત્રિવેદી. સંસ્મરણઃ લે. રમેશ પટેલ

દિવ્ય ભાસ્કર સમાચારમાં પ્રગટ થયેલ સરદાર વલ્લભભાઈની દુર્લભ તસ્વીરોમાં … પંજાબ પ્રાન્તના ગવર્નરન, સર ચંદુલાલ ત્રિવેદીની તસ્વીર જોઈને, હું રોમાંચિત થઈ ગયો..સાચે જ કહું…હું તેમને રુબરુ મળેલ, પણ આ બાબતનો અણસાર મને ન હતો…આવો મારી આ વાત તમને કહું…

કોલેજમાંથી ઈલેક્ટ્રીકલ ઈજનેર બની, કપડવંજ મુકામે, જીઈબીમાં ૧૯૭૨માં જોડાયો. સબડિવિજન એટલે જાણે કલેક્ટર જેવો રૂઆબ. જુવાનીનો જુસ્સો, કપડવંજ એટલે તેલની મીલો, કપાસના જીનો અને તાલુકા મથક..વિકસિત નગરમાં પાકા રોડ ને ગટર..સુવિધાથી મલકાતું નગર. કવિતાનો ચટકો, હજુ હમણાં લાગ્યો..પણ કવિ શ્રી રાજેન્દ્ર શાહનું વતન..આ કપડવંજ અને ફાલ્ગુની પાઠક..ઈંધણા વીણવા ગઈ’તી જે ગાય છે..એ એમની રચના. 

હું સબ સ્ટેશને બેઠો હતો ને આણંદ સર્કલ ઓફિસના સુપરિન્ટેડન્ટ એન્જિનિયરનો  ફોન આવ્યો…જીઈબી, હેડ ઓફિસ. વડોદરા, ચેરમેનશ્રીનો ફોન છે..તાત્કાલિક હરિકૃષ્ણ સોસાયટીએ જઈ, તેમની ફરિયાદ વિશે મળી, રિપોર્ટ  કરો. હું તો સ્ટાફ સહિત ત્યાં પહોંચ્યો..તે વખતે કપડવંજની લાયસન્સી, બોર્ડે ઓવેરટેક કરેલી, તેનું કમ્પલેન સેન્ટર સિટી પાસે હતું. તેના ઈન્ચાર્જ ઈજનેર પણ ત્યાં આવી ગયા. અમે  તેમના ઘર પર ગયા. તક્તી પર લખ્યું હતું. સર સી.એમ.ત્રિવેદી, પંજાબના માજી ગવર્નર… સર ત્રિવેદી રિટાયર્ડ થયા પછી વતનમાં આવી વસ્યા હતા.  

અમે બહાર બેઠેલ ચોકીદારને વાત કરી. અમે જીઈબીમાંથી મળવા આવ્યા છીએ. અમને અંદર બોલાવી બેસાડ્યા. તેમની વયોવૃધ્ધ ઉમ્મર છતાં ખુમારીને વિવેક જોઈ, અમે દંગ રહી ગયા.  મેં જોયું કે તેમના ઘરની લાઈટ ચાલું હતી…હળવેથી પૂછ્યું. “આપે વિધ્યુત સપ્લાય માટે  ચેરમેનશ્રીને ફોન કરેલ….તો શી મુશ્કેલી છે?તેમણે તેમના ઘરના એટેન્ડેન્ટને ફ્રીઝ બતાવવા કહ્યું. મારી સાથે આવેલ ઈજનેર કહે..આતો ઘરના અંદરનો કોઈ ફોલ્ટ છે, તે તેમણે કરાવવાનો છે. આપણો સપ્લાય તો મીટર સુધી, બરાબર છે. …. ચાલો જઈએ પાછા.

હું ભલે નવો હતો, પણ જે ભારથી સુપરિન્ટેડન્ટ ઈજનેરનો ફોન  હતો…તે પરથી લાગેલ કે સ્થાનિક ફરિયાદનો નિકાલ કરવો એ અગત્યનું કામ છે. મેં મારી સાથે આવેલા સ્ટાફ થકી ચેક કરી, સપ્લાય ફ્રીઝને ઓન કરી દીધું. અમને તેમણે બેસાડ્યા, આઈસક્રીમ આપ્યો. મેં તેમને પૂછ્યું, “આપે વડોદરા કેમ ફોન કર્યો? આતો લોકલ ઑફિસનું કામ છે.”

તેમણે કહ્યું કે, “મારે તો ફ્રીઝનો ઉપયોગ દવા વિગેરે માટે ખૂબ જ જરુરી છે…મારી પાસે ડાયરીમાં આ તમારા ચેરમેનશ્રીનો ફોન હતો..તેથી તે નંબર મને લગાવી આપ્યો ને મેં વાત કરી”..મેં તેમને કહ્યું, “હવે પછી આપ..આ બે નંબરે સિટી કે સબસ્ટેશને ફોન કરજો…અમે તાત્કાલિક આવી જઈશું.” સાચું કહું…ત્યાર બાદ મને અમારા સર્કલના ઈજનેરશ્રી ઓળખતા થઈ ગયા ને મને એક શીખ મળી..ફિલ્ડમાં કામ કરનારે સ્થાનિક આગેવાનો, સરપંચ કે સંસ્થાઓ જોડે, સામેથી ચાલી સંબંધો જાળવવા.

એ દિવસે, કેવી ભવ્યતા ભરી જીંદગીના એ સ્વામી, સર સી. એમ. ત્રિવેદીસાહેબને મળવાનું અને અનાયાસ મદદ કરવાનું મને સૌભાગ્ય મળ્યું!…આજે ફોટા જોઈ બોલાઈ જવાયું!——–લે. રમેશ પટેલ.
———

કવિ નાથાલાલ દવે
નિર્વ્યાજ એના સ્નેહની તે વાત ક્યમ કહેવી?
જિંદગી લાગે મધુર તે જીવવા જેવી.

યાદ

આજ સ્વપ્નામાં ફરી આવી છબી દિલદારની,
યાદ એ આપી ગઈ મુજને ભુલેલા પ્યારની.

જિંદગાનીના પરોઢે તું મળી’તી મહેરબાં!
બોલતાં આભે પરિન્દા, “ચાહવા જેવી જહાં,”
                              ને બજી ઊઠી સિતારી  જિદ્દ કેરી કારમી        — આજ

એ હતી પહેલી મહોબ્બત, એ ખુમારી, એ નશો,
ખુશનસીબીનો ભરાયેલો છલોછલ જામ શો!
                         ગુલશને જામી ગજબ મસ્તી ફૂલોના બ્‍હારની    — આજ

ઊડવા આસમાન શું બુલબુલને પાંખો મળી,
સાંપડી ગુમરાહ દિલને પ્યાર કેરી રોશની;
                        ખીલતાં ગુલને મળી મીઠી નજર આફતાબની    — આજ

એ દિન ગયા, દિલબર ગઈ, પલ્ટાઇ સારી જિંદગી,
મારી દોલતમાં રહી ગઈ યાદ ઘેલા પ્યારની,
                     યાદ એ પાગલ દિલોના બેફિકર ઈતબારની         — આજ
—-

અર્પણ
પ્રિય એ વાચક! ઝીલો હાસ્ય કેરાં ફૂલ,

નર્મ મર્મ માણી થાજો મનથી પ્રફુલ્લ.
હસે તેનો વિશ્વ મહીં વિજય નિશ્ચિત,
સર્વ સંકટોને સ્મિત કરે પરાજિત.

——-
મામા, કવિ નાથાલાલ દવે કાવ્યસંગ્રહ ‘ઉપદ્રવ’ ૧૯૭૯

વિશેષ કોણ?

સહેજે અગર ન લઈ શકે, કશું ન દઈ શકું,
ન પ્રેમ કે નફરતની એક બુંદ દઈ શકું.

લેવાને મદદ આવે તો મને રુણી ગણું,
વિશ્વાસના વ્યવહારને સન્માન હું ગણું.

નફરત ભરેલ કોઈના હુંકાર, હુંપણું,
અસ્પર્શ છે, જો મન રહે નિસ્પૃહ આપણું.

હું એ જ છું, કોઈ કહે, પરબ એક પ્રેમનું,
કોઈ જતાવે… હોવું મારું, સાવ નકામું.

અજબની લેણ દેણ છે ઉપકાર ને સ્વીકાર,
વિશિષ્ટ કોણ બેઉમાં, લેનાર કે દેનાર?
               ——  સરયૂ પરીખ

જ્યાં સુધી લેનાર તમારી ભેટ ગ્રહણ ન કરે ત્યાં સુધી તમે ગમે તેટલાં ઉદાર હો તો પણ ન દઈ શકો. તમે પ્રેમ સભર હો પણ લેનારને તમારી કદર ન હોય તો તેને પ્રેમ દેખાય નહીં.
તેમ જ નફરત કોઈ ઉમદા દિલ સ્વીકારે નહીં, તો વ્યર્થ રહે છે.