Category Archives: અંબાદાન રોહડિયા

ચારણી સાહિત્ય – ૧૩ (અંતીમ)

(ડો. અંબાદાન રોહડિયાએ મારી વિનંતી સ્વીકારીને ચારણી સાહિત્યની અમૂલ્ય માહિતી આંગણાંના વાચકો માટે ઉપલબ્ધ કરાવી એ બદલ એમનો હ્રદયપૂર્વક આભાર માનું છું. આપણે એમની કલમનો ભવિષ્યમાં પણ લાભ લઈશું. – સંપાદક)

મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર :

૧૨ માર્ચ, ૨૦૧૨ ના પૂજય મોરારીબાપુના કરકમળોથી મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રનો શુભારંભ થયો હતો.

ડૉ. અંબાદાન રોહડિયાની વરણી આ કેન્દ્રના નિયામક તરીકે થઈ હતી. આ જવાબદારી તેમની નિયમિત પ્રાધ્યાપક તરીકેની કામગીરી ઉપરાંતની એક વિશેષ જવાબદારી હોવા છતાં તેઓએ ધગશથી એનો સ્વીકાર કર્યો હતો અને ઉત્સાહથી પોતાનું કાર્ય કરે છે. Continue reading ચારણી સાહિત્ય – ૧૩ (અંતીમ)

ચારણી સાહિત્ય -૧૨ (અંબાદાન રોહડિયા)

(૧૨) શક્તિપૂજક ચારણો

ચારણો શક્તિપૂજક છે. જગતજનની ભગવતી સતીએ ચારણોને વચન આપેલું કે ‘તમે સ્મરણ કરશો તો હું રક્ષાર્થે આવીશ અને ચારણકુળમાં અવતાર લઈશ.’ આ વાતની પૂર્ણ પ્રતીતિ થાય એ રીતે આજપર્યંત ચારણકુળમાં આઈપરંપરા જળવાયેલી છે. ભક્તકવિ દુલા કાગે તો આ સંદર્ભે એક કાવ્યમાં કહ્યું છે કેઃ Continue reading ચારણી સાહિત્ય -૧૨ (અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય – ૧૧ (ડો. અંબાદાન રોહડિયા)

(૧૧) ચારણ સંસ્કૃતિ

ચારણોએ સાહિત્યના માધ્યમથી આપણી સાંસ્કૃતિક અસ્મિતાનું જતન કર્યું છે. અવસર આવ્યે બલિદાન અને યુધ્ધનો માર્ગ ચારણોએ અવશ્ય ચીંધ્યો છે, પરન્તુ સાચી વાત તો એ છે કે, સંસ્કૃતિ સદા બલિદાન માગે છે. ધર્મ, ધરા અને અબળાનું રક્ષણ એ ક્ષત્રિય ધર્મ છે, જેણે જેણે ક્ષાત્રત્વના જતનાર્થે આ માર્ગે પગલાં માંડ્યાં તેને ચારણોએ સરાજાહેર બિરદાવ્યાં છે, પરન્તુ જે ક્ષત્રિયોએ પોતાની કુળપરંપર ભૂલીને સમરાંગણમાં પારોઠનાં પગલાં ભર્યા તેની ચારણોએ સરાજાહેર નિંદા કરી છે. આવાં ઉપાલંભકાવ્યો પણ હજારોની સંખ્યામાં મળે છે, એની રચના વખતે તેને સત્તાનો કે મરણનો ભય સતાવ્યો નથી. અલબત્ત, કોઈ ક્ષત્રિય રાજવીને ઉપાલંભ સંભળાવતી વખતે તેની ભૂમિકા તો માતા જેટલી પવિત્ર રહી છે. કેમકે, જેને પોતાના માન્યા છે, જેની વીરતાના યશોગાન ગાયાં છે, તેનું પતન આંખના કણાની જેમ ખટકે છે, હૈયામાં ફરતી સારડી જેમ તેને વેદના પહોંચાડે છે, એ કારણે તે ઉપાલંભકાવ્યો રચે છે, એ વાત ખૂબ જ મહત્વની છે. આ કાવ્યોની આગવી વિશેષતા એ છે કે, તે સંસ્કૃતિ સાથે વિશ્વશાંતિની વાત કરે છે. આથી પ્રતિત થાય છે કે જે ચારણોએ અવસર આવ્યે પોતાની કાવ્યબાની દ્વારા ક્ષત્રિયોને સમરાંગણમાં શસ્ત્રો ધારણ કરાવ્યા છે, એ જ ચારણોએ પોતાની કાવ્યબાની દ્વારા શસ્ત્રો મ્યાન કરાવીને યુધ્ધો અટકાવ્યાં પણ છે. એણે શાંતિદૂત બનીને સૌને સાથે મળીને ‘જીવો અને જીવવા દો’નો સિધાન્ત સમજાવ્યો છે. એ રીતે ચારણો ભારતીય જીવનમૂલ્યોનો ઉદગાતા રહ્યા છે, એ વાત પણ અહીં વિવિધ ઉદાહરણો દ્વારા સુપેરે વ્યક્ત થઈ છે. Continue reading ચારણી સાહિત્ય – ૧૧ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય – ૧૦ (ડો. અંબાદાન રોહડિયા)

(૧૦) ચારણી સાહિત્યમાં રામ

ભારતીય સાહિત્યની અનેકવિધ ધારાઓમાં ચારણી સાહિત્ય એક મહત્વની ધારા છે. વૈદિક પરંપરા અને લોકપરંપરાની રચનાઓના ઊજળા અનુસંધાન રૂપ ચારણી સાહિત્યે ઉભય ધારાને જોડવા સેતુબંધનું કાર્ય કર્યું છે. Continue reading ચારણી સાહિત્ય – ૧૦ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય –૯ (ડો. અંબાદાન રોહડિયા)

(૯) મૂળ કથાનકમાં પોતીકી પ્રતિભા

ચારણી કથાસાહિત્ય સમૂહ સમક્ષ રજૂ કરવા માટેનું સાહિત્ય છે. એનું પઠન વિશિષ્ટ પ્રકારની કેળવણી અને આવડતથી જ કરી શકાય. આ માટે ચારણી સાહિત્યની રજૂઆતની અનેક પાઠશાળાઓ પણ અસ્તિત્વ ધરાવતી હતી, જ્યાં આ ધારાના સાહિત્યને પ્રસ્તુત કરવાના તમામ તરીકાઓ, રીત-રસમો અને પધ્ધતિઓ શિખવવામાં આવતાં, અને બહુધા એ બધું કંઠસ્થ કરાવવામાં આવતું. આ પ્રાચીન પરંપરાથી પરિચિત થયા સિવાય ચારણી સાહિત્યનું ન્યાયી મૂલ્યાંકન કર્યું ન ગણાય. કચ્છ સૌરાષ્ટ્રમાં આ પ્રકારની પાઠશાળાઓ દ્વારા અનેક કવિઓ કાવ્યસર્જન અને કાવ્ય રજૂઆતમાં નિપુણતા મેળવીને પ્રખ્યાત થયાના ઉદાહરણો મળે છે. Continue reading ચારણી સાહિત્ય –૯ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય –૮ (ડો. અંબાદાન રોહડિયા)

(૮) ચારણી સાહિત્યમાં હાસ્ય-વ્યંગ

સાહિત્યકારોએ શબ્દની ત્રિવિધ શક્તિની વાત કરી છે પરંતુ તેઓએ અભિદ્યા, લક્ષણા અને વ્યંજનામાંથી શ્રેષ્ઠ તો વ્યંજનાને જ ગણેલી છે. વ્યંગોક્તિ મર્મયુક્ત કટાક્ષ દ્વારા કહેવાયલી ધારદાર વાત છે. ચારણી સાહિત્યમાં આવી વ્યંગોક્તિ મોટા પ્રમાણમાં મળી આવે છે. Continue reading ચારણી સાહિત્ય –૮ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય –૭ (ડો. અંબાદાન રોહડિયા)

(૭) મૂલ્યનિષ્ઠ શિક્ષણમાં લોકસાહિત્યની ભૂમિકા

ભારતીય સાહિત્યમાં શિક્ષણ અને સંસ્કારનો સુભગ સમન્વય થયો છે. પ્રાચીનકાળથી જ ઋષિમુનિઓએ ત્યાં આશ્રમશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવતી હતી. રાજા-મહારાજાઓ અને શ્રીમંતોનાં સંતાનો પણ આશ્રમમાં રહીને વિદ્યાઅભ્યાસ કરતા હતાં. એ સમયે શિક્ષણમાં માનવમૂલ્યોની વાતને પ્રાધાન્ય અપાતું. એટલું જ નહીં, તેને ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બનાવ્યું. Continue reading ચારણી સાહિત્ય –૭ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય –૬ (ડો. અંબાદાન રોહડિયા)

(૬) જયમલ્લ પરમાર અને ચારણી સાહિત્ય

ચારણો અને ચારણી સાહિત્યનો ઊંડાણથી અભ્યાસ કરીને તેને વિદ્વાનો, મર્મજ્ઞો અને ભાવકો સમક્ષ યથાર્થ રૂપે રજૂ કરનારા ચારણેતર વિદ્વાનોમાં મેઘાણીની સાથે જ સગૌરવ સ્થાન પામે તેવું ધન્ય નામ છે જયમલ્લ પરમાર. મેઘાણીએ કંડારેલી કેડીએ ચાલનારા આ વિદ્વાને પોતાની મૌલિક સૂઝ – બૂઝથી આ ધારાની મહત્તા અને મર્યાદાઓને સમાજ સમક્ષ મૂકી છે, એટલું જ નહીં આ ધારાના સાહિત્યનું સંશોધન, સંપાદન અને પ્રકાશન “ઊર્મિ નવરચના”ના માધ્યમથી કરીને એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે, એ દૃષ્ટિએ મેઘાણીથી એ એક પગલું આગળ ચાલ્યા છે. Continue reading ચારણી સાહિત્ય –૬ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય –૫ (ડો. અંબાદાન રોહડિયા)

(૫) પ્રકૃતિ, ઋતુઓ અને ચારણી સાહિત્ય

ભારતીય સંસ્કૃતિની પાવન વિચારધારાનું ગળથૂથીમાં પાન કરનારા ચારણો પહાડનાં બાળક છે, પ્રકૃતિને ખોળે એનો ઉછેર, લાલનપાલન અને વસવાટ છે. ધરતીપુત્ર તરીકે ખેતી કે પશુપાલન કરનારા ચારણો નગરસંસ્કૃતિનાં નહીં પણ અરણ્યસંસ્કૃતિના જ સંતાન છ. આથી એક દુહામાં કહેવાયું છે કેઃ Continue reading ચારણી સાહિત્ય –૫ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય –૪ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્યમાં આતિથ્ય

ભારતીય સમાજમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને અતિથિ દેવો ભવ એમ કહેવાયું છે. માતા – પિતાનો મહિમા થાય એ તો સમજી શકાય એવી વાત છે, કેમકે બાળકના ઉછેરમાં માતા – પિતાએ સવિશેષ ભોગ આપ્યો હોય છે, તો તેમની ઉત્તરાવસ્થામાં બાળકની પણ ફરજ છે કે તે માતા – પિતાની સેવા કર, પરન્તુ અતિથિ માટે આટલો આદર એ તો ખરેખર આવકાર્ય અને અનુકરણીય છે, કેમકે તેની સાથે તો આપણો લોહીનો કે અંગત સંબંધ નથી. અતિથિધર્મ માટે ભક્તકવિ દુલા કાગ કહે છે કેઃ Continue reading ચારણી સાહિત્ય –૪ (ડો. અંબાદાન રોહડિયા)