Category Archives: અંબાદાન રોહડિયા

ચારણી સાહિત્ય – ૩ (ડો. અંબાદાન રોહડિયા)

(૩) મરસિયાં

લોકસાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં એક મહત્વનું સ્વરૂપ છે લોકગીત. લોકગીતનો ઉદભવ ક્યારે થયો એ અંગે પ્રમાણભૂત વિગતો મળતી નથી, પરંતુ અરણ્યવાસી માનવોમાં જ્યારે ભાવનાઓનાં અંકુરો ફૂટ્યાં હશે, બુધ્ધિ વિકસી હશે અને પ્રકૃતિની વિવિધ લીલાની અનુભૂતિ અને અભિવ્યક્તિ શક્ય બની હશે ત્યારે સૌપ્રાથમ લોકગીત ઉદભવ્યું હશે. ઝવેરચંદ મેઘાણી ‘રઢીયાળી રાત’ માં નોંધે છે કે, ‘જેના રચનારાંએ કદી કાગળ અને લેખણ પકડ્યાં નહીં હોય, એ રચનારાં કોણ તેની કોઈને ખબર નહીં હોય અને પ્રેમાનંદ કે નરસિંહ મહેતાની પૂર્વ કેટલો કાળ વીંધીને સ્વરો ચાલ્યા આવે છે તેનીય કોઈ ભાળ નહીં લઈ શક્યું હોય એનું નામ લોકગીત. ધરતીના કોઈ અગમ્ય અંધારાં પડોમાંથી વહ્યાં આવતાં ઝરણાંનું મૂળ જેમ કદાપિ શોધી શકાતું નથી, તેમ આ લોકગીતોનાં ઉત્પત્તિસ્થાન પણ અણશોધ્યાં જ રહ્યાં છે.’ Continue reading ચારણી સાહિત્ય – ૩ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય – ૨ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય અને સંસ્કૃતિ

ચારણી સાહિત્યમાં સચવાયલી સામગ્રી સાંસ્કૃતિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની છે. ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ આ સામગ્રી વગર અધૂરો છે. ખરી વિગતો અહીં સ્થાન પામી નથી, કેમકે રાજદરબારા અને લોકદરબારને જોડનાર ચારણ કવિઓએ ઘણી બધી એવી વિગતો કાવ્યાંકિત કરી છે, જેનો ઈતિહાસમાં ક્યાંય ઉલ્લેખ મળતો નથી. રાજા-મહારાજાઓ કે વિદ્વાનોથી દૂર વસેલા ગ્રામજનો, અરણ્યમાં વસતા માલધારીઓ કે છેવાડાના માનવીઓએ દાખવેલાળ શૌર્ય, ત્યાગ, બલિદાન, ચારિત્ર્યશીલતા અને માનવતાનાં ભરપૂર ઉદાહરણો મળે છે. માતૃભૂમિ, સ્વધર્મ, અબળા અને નિર્બળ્ના રક્ષણ માટે ક્ષત્રિયોની જેમ સમાજના અન્ય લોકો પણ લડ્યા છે, તેમની શહાદતને ચારણોએ અવશ્ય લાડ લડાવ્યા છે. આથી તો ચારણકવિઓએ કહ્યું છે કેઃ Continue reading ચારણી સાહિત્ય – ૨ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય – ૧ (ડો. અંબાદાન રોહડિયા)

(અંબાદાનભાઈનો જન્મ ૧૯૫૯માં રાજકોટ શહેરમાં ચારણ કુટુંબમાં થયો હતો. બચપણથી એમણે એમના પિતાના ધાર્મિક, સેવાભાવી, આતિથ્યપ્રેમી અને સાહિત્યપ્રેમી સંસ્કારો ઝીલ્યા હતા. M. A. સુધીનો અભ્યાસ કરી, ભાવનગર અને રાજકોટની હાયર સેકંડરી શાળાઓમાં શિક્ષક તરીકે સેવા આપી. ત્યાર બાદ ઈડર, ધોરાજી અને રાજકોટની કોલેજોમાં લેકચરર તરીકે રહ્યા. ૧૯૯૬ માં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાના રીડર તરીક જોડાયા. ૨૦૦૪ થી ત્યાંજ પ્રોફેસર તરીકે કાર્ય કરે છે. એમના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એમ. ફીલ. અને પીએચડીની ડીગ્રીઓ મેળવી છે.

છેલ્લા પચીસ વરસથી એમણે ચારણી સાહિત્યને પોતાનું સંશોધનક્ષેત્ર બનાવ્યું છે. ૧૯૯૦ માં “હરદાસ મિસણઃ એક અધ્યયન” વિષય ઉપર શોધનિબંધ લખીને એમણે પીએચડીની ડીગ્રી મેળવેલી, અને ત્યારથી એમની આ સંશોધન પ્રવૃત્તિ વણથંભી ચાલુ છે. એમણે કરેલા સંશોધનોની વિષયસૂચી ખૂબ જ લાંબી છે. એમણે ચારણી સાહિત્ય વિશેની માહિતી એકઠી કરવા અનેક સ્થાનોની મુલાકાત લીધી છે. Continue reading ચારણી સાહિત્ય – ૧ (ડો. અંબાદાન રોહડિયા)