Category Archives: અખિલ બ્રહ્માન્ડમાં

અખિલ બ્રહ્માન્ડમાં – ૧૩ (અંતીમ) – (પી. કે. દાવડા)

૧૩. બ્રહ્માંડમાં ઈશ્ર્વર છે કે નહીં?

આ લેખમાળાના અંતીમ લેખમાં ડો. જે. જે. રાવલના એક લેખમાંથી માહીતિ લઈ, આ સવાલનો જવાબ આપવા પ્રયત્ન કર્યો છે.

હંમેશાં વિજ્ઞાનીને પ્રથમ પ્રશ્ર્ન એ પૂછવામાં આવે છે કે તમે ઈશ્ર્વરમાં માનો છો કે નહીં? વિજ્ઞાનીના ઈશ્ર્વરમાં માનવા કે ન માનવા પર ઈશ્ર્વર પણ નિર્ભર નથી અને બ્રહ્માંડ પણ નિર્ભર નથી. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૧૩ (અંતીમ) – (પી. કે. દાવડા)

અખિલ બ્રહ્માન્ડમાં – ૧૨ (પી. કે. દાવડા)

૧૨. દ્રવ્ય અને ઉર્જા

સમય અને અંતર સાપેક્ષ-Relative છે.આ બ્રહ્માંડમાં જો કોઈ absolute-નિરપેક્ષ હોય તો તે માત્ર પ્રકાશ છે, જે 1 sec માં 3 લાખ km.અંતર કાપે છે. આઇન્સ્ટાઇને સાપેક્ષવાદને સમજાવવા બે theory આપી છે.

Special theory of Relativity

General theory of Relativity. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૧૨ (પી. કે. દાવડા)

અખિલ બ્રહ્માન્ડમાં – ૧૧ (પી. કે. દાવડા)

૧૧. ગોડ પાર્ટિકલ

‘ગોર્ડ પાર્ટિકલ’ની શોધ ઈશ્વરના અસ્તિત્વની શોધ નથી. આ શોધ ફિઝિક્સના સંશોધનમાં અતિ મહત્વના કણ અંગે થઈ છે. અણુમાં ઈલેક્ટ્રોન, પ્રોટોન વગેરે કણો છે, જે mass ધરાવતા કણો છે. પાર્ટિકલ ફિઝિક્સમાં બીજા એવા કણો છે જેમાં mass નથી પણ શક્તિ (Energy) છે. આ કણોને બોઝોન કહેવાય છે. આ કણો પદાર્થ (mass) રુપમાં પરિવર્તિત થાય છે. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૧૧ (પી. કે. દાવડા)

અખિલ બ્રહ્માન્ડમાં – ૧૦ (પી. કે. દાવડા)

૧૦. ડાર્ક મેટર

બ્રહ્માંડ અનંત છે. વિજ્ઞાનીઓ બ્રહ્માંડના માત્ર પાંચ ટકા ભાગનો જ અભ્યાસ કરી શક્યા છે. છેલ્લા ૧૦૦ વર્ષના સંશોધનો પછી વિજ્ઞાાનીઓ માને છે કે બ્રહ્માંડનો ૯૫ ટકા ભાગ રહસ્યમય ડાર્ક મેટરથી ભરેલો છે.

ઇ.સ.૧૯૯૮માં બ્રહ્માંડના વિસ્તરણ અને ગતિ ઉપર ડાર્કમેટર  અંકુશ રાખે છે તેવી શોધ થઈ. જોકે વિજ્ઞાાનીઓ ડાર્કમેટરની વાસ્તવિક ઓળખ કરી શક્યા નથી. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૧૦ (પી. કે. દાવડા)

અખિલ બ્રહ્માન્ડમાં – ૯ (પી. કે. દાવડા)

૯. ગુરૂત્વાકર્ષણના તરંગો અને બ્લેક હોલ્સ

૧૬૮૭ માં ન્યુટનના ગુરૂત્વાકર્ષણના નિયમો સ્વીકારાયા ત્યાર બાદ જે કંઈ ઔધ્યોગિક ક્રાંતિ થઈ, એનો શ્રેય મહદ અંશે આ નિયમોને જાય છે. રોજીંદા જીવનમાં ઉપયોગી પ્રત્યેક શોધ માટે આ નિયમો આજે પણ સાચા ઠરે છે. ૧૯૧૫ માં આઈનસ્ટાઈને સાપેક્ષવાદ (General Theory of Relativity) ના નિયમો સમજાવ્યા પછી વિજ્ઞાન બદલાઈ ગયું. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૯ (પી. કે. દાવડા)

અખિલ બ્રહ્માન્ડમાં – ૮ (પી. કે. દાવડા)

૮. દૃષ્યમાન Singularity

જ્યારે બ્રહ્માંડમાં સૂર્યથી દસગણા કે એનાથી પણ મોટા તારાનું બળતણ સમાપ્ત થઈ જાય, અને એ મૃત્યુ પામે, ત્યારે તેમાં એક ખૂબ પ્રકાશિત સ્થિતિમાં વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટને સુપરનોવા કહે છે. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૮ (પી. કે. દાવડા)

અખિલ બ્રહ્માન્ડમાં – ૭ (પી. કે. દાવડા)

૭. બ્લેક હોલ્સ

જ્યારે પ્રકાશ કોઈ વસ્તુને અથડાઈને પરાવર્તિત થઈ આપણી આંખોમાં આવે ત્યારે આપણને એ વસ્તુ દેખાય છે. જો વસ્તુ પ્રકાશના કિરણોને શોષી લે તો એ વસ્તુ આપણને દેખાય નહીં. બ્લેક હોલ પ્રકાશના કિરણોને સંપૂર્ણપણે શોષી લે છે, એટલે આપણને બ્લેક હોલની અંદર શું છે એ દેખાતું નથી. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૭ (પી. કે. દાવડા)

અખિલ બ્રહ્માન્ડમાં – ૬ (પી. કે. દાવડા)

વિકસતું બ્રહ્માંડ

આઈનસ્ટાઈનનો સાપેક્ષવાદ  તારાઓ અને તારામંડળોનું સંચાલન કેવી રીતે થાય છે તે સમજાવે છે. વીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં આઈન્સ્ટાઈને આ વિષયના વિકાસમાં પાયાનો ફાળો આપ્યો. ‘સ્પેશિયલ’ અને ‘જનરલ થિયરી ઓફ રિલેટિવિટી’ ઉપર એમણે પાયાનું કામ કર્યું. એમની થીયરીઓથી સમય તથા અવકાશ વિશેની આપણી આજની સમજણ વિકસી અને આગળ વધી. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૬ (પી. કે. દાવડા)

અખિલ બ્રહ્માન્ડમાં – ૫ (પી. કે. દાવડા)

૫.બ્રહ્માંડની શરૂઆત  (Big Bang)

આપણે પ્રથમ લેખમાં વેદ અને ઉપનિષદના હિસાબે બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એ જોઈ ગયા. હવે વૈજ્ઞાનિકો આ વિષયમાં શું કહે છે એના ઉપર દૃષ્ટી નાખીએ. છેલ્લા ૩૦૦ વર્ષો દરમ્યાન વૈજ્ઞાનિકોએ બ્રહ્માન્ડની ઉત્પતિ માટે અલગ અલગ મત વ્યક્ત કર્યા છે. વૈજ્ઞાનિકો માને છે કે બ્રહ્માંડ એટલે અવકાશ, સમય, અવકાશમાં રહેલા પદાર્થો, અવકાશમાં રહેલી શક્તિઓ અને સમજાયલા અને ન સમજાયલા વૈજ્ઞાનિક નિયમો જે પદાર્થ અને શક્તિ ઉપર અસર કરે છે,(Law of conservation, classical mechanics and relativity.) Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૫ (પી. કે. દાવડા)

અખિલ બ્રહ્માન્ડમાં – ૪ (પી. કે. દાવડા)

ગુરૂત્વાકર્ષણના મોજા

મહાન વિજ્ઞાની ન્યૂટને ગુરુત્વાકર્ષણના બળ વિશે વિશ્વને પહેલી વાર જાણ કરી હતી. ન્યૂટનની થિયરી એવી હતી કે નાના-મોટા દરેક પદાર્થને પોતાનું મૂળભૂત ગુરુત્વાકર્ષણ હોય.

આઇન્સ્ટાઇને ન્યૂટને દીધેલી આ સમજને બદલી નાખી. તેમણે ઠરાવ્યું કે બ્રહ્માંડ ખેંચો તો ખેંચાય, મરોડો તો મરોડાય એવી થ્રી-ડી રબરિયા ચાદર જેવું છે. તેમાં લંબાઇ અને પહોળાઇ ઉપરાંત ઊંડાઇનું પણ પરિમાણ છે. આઇન્સ્ટાઇનની થીયરી પ્રમાણે, દરેક અવકાશી પદાર્થ આ ‘ચાદર’ માં ગોઠવાયેલો છે. એ ચાદરમાં એક જગ્યાએ લોખંડનો ગોળો મૂકીએ તો એ ગોળાવાળા ભાગમાં જાળી સપાટ નહીં રહે, પણ તેમાં ઝોલ પડશે. જાળી પર બીજો કોઇ પ્રથમ ગોળાથી ઓછા વજન વાળું મૂકીએ તો એ પદાર્થ પ્રથમ ગોળાના વજનને કારણે પડેલા ઝોલથી એ ગોળા તરફ આકર્ષાશે. આ આકર્ષણ એટલે ગુરુત્વાકર્ષણ. Continue reading અખિલ બ્રહ્માન્ડમાં – ૪ (પી. કે. દાવડા)