Category Archives: અન્ય કલાકારો

ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-૧

ઈન્ડીયન કેન્સર સોસાયટીને ધન એકઠું કરવા ભારતભરના કલાકારો પોતાના ચિત્રો ભેટમાં આપે છે. સોસાયટી ચિત્રોનું એક પ્રદાર્શનમાં લીલામ કરે છે. આવું એક પ્રદશેન એપ્રીલ ૨૦૧૫ માં મુંબઈમાં ભરાયું હતું. તેમાં વેંચાયલા ચિત્રોની વિગત લેખમાળામાં આપવામાં આવશે.

કળા માત્ર જોવાની વસ્તુ નથી પણ અનુભવવાનું માધ્યમ છે. કળાકાર જ્યારે ચિત્ર સર્જે છે ત્યારે માત્ર એમા રંગ નથી પુરતો, એમાં એનો આત્મા રેડે છે.

Continue reading ઈન્ડીયન કેન્સર સોસાયટી અને ચિત્રકારો-૧

પ્રિષાની ચિત્રકળા-૩ (અંતીમ)

૧૫ વર્ષની વયે પ્રિષાએ વોટર કલર અને એક્રીલિક ઉપર હાથ અજમાવ્યો. અહીં એના બે એક્રીલિક ચિત્રો રજૂ કર્યા છે.

અમેરિકામાં ફોલ (પાનખર) ૠતુમાં ઝાડના પાંદડાં અને ખરી પડેલા પાંદડાંથી ઢંકાયલા રસ્તા લાલપીળા અને ભડકીલા રંગોથી ખૂબ નયન રમ્ય લાગે છે. પ્રિષાએ ઝાડના થડને ઘેરા રંગના રાખતી વખતે પણ જમીન ઉપર પડેલા પાંડતાના પરાવર્તિત રંગોની અસર થડના નીચલા ભાગમાં બતાવવાની કોશિશ કરી છે. વહેલી સવારનો નઝારો દોરવાના પ્રયાસ જેવું લાગે છે. પવનની દિશાનો પણ ઇશારો છે.

આ ચિત્રમાં પણ વૃક્ષોના ફોલ કલર્સ દેખાય છે. નદીના વહેણમં પાણીની ગતિ દેખાડવા White waters દેખાડયા છે. દૂર એક જગ્યાએથી પાણી પથ્થરોની પાછળ દાખલ થઈ જવાથી, પથ્થરો વચ્ચેથી પસાર થતા પાણીની ફીણવાળી ગતિ દેખાડી છે. નદી છીછરી છે એમ દેખાડવા વચ્ચે વચ્ચે પથ્થર મૂક્યા છે.

હાઈસ્કૂલના અભ્યાસના દબાણને લીધે, ઉનાળાની રજાઓ સિવાય પ્રિષાને ચિત્રો દોરવાનો સમય મળતો નથી, એટલે એના દોરેલા ચિત્રોની સંખ્યા ઓછી છે, પણ જે કંઈ દોરે છે એ ખૂબ કાળજી રાખીને દોરે છે.

 

પ્રિષાની ચિત્રકળા-૨

આજની પોસ્ટમાં પ્રિષાએ ૧૪ વર્ષની વયે દોરેલા કેટલાક પેન્સીલ અને ચારકોલ ચિત્રો રજૂ કર્યા છે. આ ચિત્રો દોરતાં પહેલા એણે છ અઠવાડિયા માટે ડ્રોઈંગ ક્લાસમાં પધ્ધતિસરનું શિક્ષણ લીધેલું. આ પ્રત્યેક ચિત્ર દોરવા માટે આસરે ચાર કલાકનો સમય લાગ્યો હતો.

આ ચિત્રમાં સૌથી આકર્ષક ઘોડાની આંખો અને એના નસ્કોરા છે. એની કેશવાળીમાં પણ સારી એવી મહેનત પડી હશે.

પૂનમની રાતે ઝાડની ડાળી ઉપર બેઠેલું આ ઘૂવડનું બચ્ચું પણ સરસ ઊઠાવદાર બનાવ્યું છે. અહીં પણ એની આંખો અને પાંખો મહેનત માંગે એવાં છે.

બિલાડીના બચ્ચાંના આ ચિત્રમાં એની મુંછના વાળ, કાન અને ચહેરા ઉપરની રૂંવાટી, અને આંખોનો ભાવ સરસ રીતે રજૂ કર્યા છે.

હમીંગબર્ડના આ ચિત્રમાં બર્ડની સાઈઝ થોડી વાસ્તવિક સાઈઝ કરતાં મોટી થઈ ગઈ છે. મેં જોયેલાં હમીંગબર્ડ ખૂબ નાના દેખાય છે, પણ એની ઉડવાની સ્ટાઈલ બતાવવાનો ઠીક ઠીક પ્રયત્ન કર્યો છે.

સપના જોતી આ કન્યાને સ્કેચમાં કેદ કરવાનો સારો પ્રયત્ન કર્યો છે. એના વાળ, નાક, ભ્રમર અને હોઠ દોરવામાં સારી મહેનત કરી છે.

આવતિ અંતીમ પોસ્ટમાં ૧૫ વરસની વયે દોરેલા બે એક્રીલિક વોટર કલરના ચિત્રો રજૂ કરીશ.

પ્રિષાની ચિત્રકળા-૧

૨૦૦૨ ના એપ્રીલ મહીનામાં એક દિવસ, દરિયાની સપાટીથી એક માઈલ ઊંચા ડુંગર ઉપર વસેલા કોલોરાડો રાજ્યના ડેનવર શહેરમાં મારી ત્રીજી પેઢીનું આગમન થયું. દીકરીનું નામ અમે પ્રિષા રાખ્યું. પ્રિષા એટલે ઈશ્વર તરફથી મળેલી ભેટ.

જન્મ પછી થોડા મહિનામાં જ અમે જોયું કે પ્રિષા ડાબોડી (Left handed) છે. જ્યારે એ ત્રણ વર્ષની હતી ત્યારે એક દીવસ મેં જોયું તો એણે પોતાની મેજીક સ્લેટમાં નીચેનું ચેત્ર દોરેલું.

મેં એને પૂછ્યું આ શું છે? તેણે જવાબ આપ્યો BUG.

ત્યાર પછી આસરે બે વર્ષ રહીને, એક દિવસ એણે ફેલ્ટ પેનથી પોતાના જમણા હાથમાં મિકીમાઉસનું ચિત્ર દોર્યું. (પ્રિષા ડાબોડી છે). એ ચિત્ર નીચે આપ્યું છે.

(પ્રિષાની કળા જોઈ ખુશ થતાં દાદી)

જ્યારે પ્રિષા આઠ વર્ષની હતી ત્યારે કેલિફોર્નિયાના Bay Area ના બાળકો માટે એક સંસ્થાએ ચિત્રકળા હરીફાઈ યોજેલી. એમાં પ્રિષાએ આઠ થી દસ વર્ષના બાળકો માટેન ગ્રુપમાં ભાગ લીધેલો. વિષય હતો Memory Drawing. આ હરીફાઈમાં પ્રિષાને બીજું ઈનામ મળેલું. ઈનામી ચિત્ર નીચે આપ્યું છે.

આ Memory ચિત્રમાં પ્રિષાએ કલ્પના કરી છે કે એ એની નાની બહેન ગીતી સાથે સોફા ઉપર બેસી Sony T.V. જુવે છે. (ટી.વી. ઉપર sony લખ્યું છે.) સ્ક્રીન ઉપર એક્વેરિયમનું ચિત્ર બતાવ્યું છે. બાજુમાં પ્રોગ્રામ ગાઈડ રાખેલી દેખાય છે. વચ્ચેની ટીપોય ઉપર ફ્લાવરવાઝ પણ મૂક્યું છે. સોફા ઉપર નાની બહેન સાથે છે એ દર્શાવવા માથાં નાના-મોટાં રાખ્યાં છે. રૂમમાં એનાં રમકડાં, અને ગ્રોસરીનું લીસ્ટ બનાવતી મમ્મી પણ છે. ટી.વી.ની બાજુની બારીમાંથી બેકયાર્ડના ઝાડ દેખાય છે. કેટલું બધું યાદ કરીને ચિત્ર બનાવ્યું છે. આ ચિત્ર માટે એને હરિફાઈમાં બીજું ઈનામ મળ્યું હતું.

(મુલાકાતીઓને પોતાનું ચિત્ર સમજાવવા ઉભી રહેલી પ્રિષા)

(જીતેલી ટ્રોફી સાથે પ્રિષા)

આવતી પોસ્ટમાં પ્રિષાના ૧૪ વર્ષની વયે દોરેલા પેન્સીલ અને ચારકોલ ચિત્રો.

દિલીપ પરીખની ચિત્રકળા-૭ (અંતીમ)

                                       નદી કીનારે

આ ચિત્રમાં ડુંગરોની વચ્ચેથી વહેતી નદીમાં નીલા આકાશનું પડતું પ્રતિબિંબ, પાણી ભરવા નીકળેલી પનિહારીઓ સાથે કપડાં ધોવા નીકળેલી સ્ત્રીને દર્શાવીને ચિત્રકારે ગામ માટે નદીનું મહત્વ સમજાવ્યું છે. ચિત્રમાં વિષયને અનુરૂપ રંગો, પાણિયારીઓના વસ્ત્રોની વિગત અને સ્ત્રીઓની સુંદરતાએ મારૂં ખાસ ધ્યાન ખેંચ્યું છે.

આ સાથે અહીં શ્રી દિલીપ પરીખની ચિત્રકળાની હારમાળા સમાપ્ત થાય છે. આપ સૌને ચિત્રો અને ફોટોગ્રાફ્સ મોક્લવા આમંત્રણ છે.

દિલીપ પરીખની ચિત્રકળા-૬

                                 મેઘદૂત

अषाढस्य प्रथम दिवसे’ શબ્દ વિચારીએ કે તરત ‘મેઘદૂત’નું સ્મરણ થઈ આવે. મહાકવિ કાલિદાસે રચેલું એક અપ્રતિમ કાવ્ય કે જેના વિશે કોઈ પણ શબ્દો ઓછા પડે. ‘મેઘદૂત’ એ મંદાક્રાન્તા છંદમાં રચાયેલું વિરહશૃંગારનું મર્મસ્પર્શી કાવ્ય છે. આ ચિત્રમાં દિલીપભાઈએ કાલિદાસની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. મેધમાં છુપાયલા સંદેશને એમણે ઉજાગર કરી દીધો છે. એ સંદેશની રાહ જોતી મુગ્ધાઓના મુખભાવ ઈંતેજારી દર્શાવે છે.

દિલીપ પરીખની ચિત્રકળા-૫

                સત્યમ, શિવમ, સુન્દરમ

જેમ નૃત્યમાં સત્યમ, શિવમ, સુન્દરમ સમાયલા છે, તેમ સંગીતમાં પણ વધારે સુક્ષ્મરૂપે સમાયલા છે. સંગીત પોતે જ સત છે, કલ્યાણકારી છે અને સુન્દરતાની માફક સંગીત પણ મનને ગમે છે, એટલે એ પોતે જ સુન્દરમ છે. દિલીપભાઈને બ્રહ્માન્ડ, નૃત્ય, સંગીત, દરેકમાં ઓમના દર્શન થાય છે. “ઓમ”નો નાદ પોતે જ સંગીત છે, એટલે “ઓમ” અને સંગીત જુદા નથી. ચિત્રમાં સંગીત સમસ્ત બ્રહ્માન્ડમાં “ઓમ” ના નાદથી કેવું ફેલાઈ જાય છે, એ ચિત્રકારે સરસ રીતે દર્શાવ્યું છે.