
(ઉત્કર્ષભાઈનો પરિચયઃ ઉત્કર્ષભાઈનો પરિચય આમ જુઓ તો દુનિયાના કોઈ પણ છેડે વસેલા ગુજરાતીને હોય હોય ને હોય જ! છતાંયે આજથી દર શનિવારે, એમની ખૂબ જ વખણયેલી શ્રેણી, “ચાલો મારી સાથે” નો લાભ “દાવડાનું આંગણું’ ના વાચકોને મળવાનો છે, એનો મને અત્યંત આનંદ છે. આ શ્રેણી ગુજરાતી ન્યુઝપેપર, “નવગુજરાત સમય”માં નિયમિત પ્રસારિત થઈ છે. એમના જેવી ભાગ્યે જ મળતી પ્રતિભાનો પરિચય આપવો એ મારા માટે ગૌરવની વાત છે. કલાકાર, સાહિત્યકાર, નાટ્યકાર, દિગ્દર્શક, લેખક, જન્મજાત અભિનેતા (સ્ટાર એક્ટર), આમ એમની પ્રતિભા બહુમુખી છે. ઉત્કર્ષભાઈ જેવા કલાકારો કોઈ એક ભાષા કે એક જ ભાષાના સ્ટેજ સુધી સિમીત રહી જ ન શકે. છેલ્લા ૫૦ વર્ષોથી ઉત્કર્ષભાઈ કલાજગતમાં સતત સક્રિય રહ્યા છે. એમણે નાટકો માત્ર ગુજરાતી ભાષામાં જ નહીં, ઈંગ્લીશ અને હિન્દીમાં પણ લખ્યા છે, ભજવ્યા છે અને દિગ્દર્શન પણ કર્યું છે. એમનું “ભક્ત કવિ નરસૈંયો” અને “માસ્ટર ફુલમણિ” એ બે નાટકોની બોલબોલા અમેરિકામાં આજે પણ છે. એમની બહોળી કારકીર્દીમાં એમણે દેશના વિવિધ શહેરોમાં દૂરદર્શન કેન્દ્રોમાં પ્રોગ્રામ એક્ઝીક્યુટીવ તરીકે અને નાટકો, પ્રફોર્મિંગ આર્ટ્સ તથા ડોક્યુમેન્ટરીસ ના પ્રોડ્યુસર- ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી છે. અનેક ટીવી શ્રેણીઓને એમણે પોતાના અભિનયથી માતબર કરી છે. એમનો સરદાર પટેલ તરીકે નો રોલ, વિખ્યાત ડિરેક્ટર શ્યામ બેનેગલની “સંવિધાન” ટીવી સિરીયલમાં આજે પણ લોકો યાદ કરે છે. ગુજરાતી અને હિન્દી મુવીસમાં પણ એમણે એમની કલાના કિરણો પાથર્યા છે. (જેમ કે, સપ્તપદી, વેન્ટીલેટર, અને શોર્ટ સરકીટ, રઈશ, સત્યા, બાઝાર, અંતરાનંદ, વગેરે) ઉત્કર્ષભાઈ પોતે સંગીતકાર પણ છે અને સુંદર ગાય પણ છે. એમની પાસેથી જૂની રંગભૂમિના (ભાંગવાડી) નાટકોના ગીતો સાંભળવા અને માણવાનો આનંદ અને લ્હાવો અનેરો છે. આટલી બધી પ્રવૃત્તિઓમાં આટલી વિશદતા ને વિશારદતા પાછળ એમના સશક્ત અભ્યાસનું બળ છે. એમણે ઈંગ્લીશ લિટરેચરમાં બી.એ. કર્યું છે. સંસ્કૃતમાં કોવિદ કર્યું છે અને માસ કમ્યુનિકેશનમાં ડિપ્લોમા કર્યો છે. એટલું જ નહીં, પૂના ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાંથી ટેલિવિઝનનો સર્ટીફિકેટ કોર્સ પણ કર્યો છે. આટલો બહોળો ને શિસ્તપૂર્ણ અભ્યાસ જ એમની કલાની સતત સાધનાના મૂળમાં છે. આવા “લાખોમાં એક”, અનેક કલાના સ્વામી એવા ઉત્કર્ષભાઈની કલમનો લાભ આપણે પામવાનાં છીએ તો આપણે એમને અને એમની કલમને સાથે મળીને વધાવીએ. ઉત્કર્ષભાઈ, આપનું “દાવડાનું આંગણું”માં હ્રદયપૂર્વક સ્વાગત કરતાં હું ગૌરવ અનુભવું છું. આશા છે આપ સહુ વાચકો પણ એમની કલમને વ્હાલથી માણશો. )
“ચાલો મારી સાથે” – (૧ ) -શેક્સપિયર – ઉત્કર્ષ મઝુમદાર

Continue reading “ચાલો મારી સાથે” – (૧ ) -શેક્સપિયર – ઉત્કર્ષ મઝુમદાર →
Like this:
Like Loading...