Category Archives: ઉષા ઉપાદ્યાય

કાદવભર્યો રસ્તો – વાર્તા – ઉષા ઉપાધ્યાય

કાદવભર્યો રસ્તો

‘નીલુ, જો આ આપણું નવું ઘર. કહે, કેવું લાગ્યું તને?”

મેં સ્નેહથી નીલાની આંખોમાં તાકતા પૂછ્યું. એના ચહેરા પર એક લજ્જાભર્યું સ્મિત રેલાઈ ગયું. હળવેથી એણે મારા ખભા પર માથું ઢાળી દીધું. થોડા મહિના પહેલાં જ અમારાં લગ્ન થયાં હતાં. નીલુ આ નવા જીવનથી ઘણી પ્રસન્ન હતી. હંમેશા એની આંખમાં મોહક સ્વપ્નોની ભીની ભીની ચમક ઝળક્યાં કરતી. Continue reading કાદવભર્યો રસ્તો – વાર્તા – ઉષા ઉપાધ્યાય

મારી વિદ્યાયાત્રા-૧ : ઉષા ઉપાધ્યાય

(કવિ, વાર્તાકાર અને વિવેચક, ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં આર્ટસ ફેકલ્ટીના ડીન અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ઉષાબહેન થોડા સમય પહેલાં અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના Bay areaની મુલાકાતે આવેલાં. એમના જાહેર કાર્યક્રમોમાં મેં હાજરી આપેલી. આઝાદીના ઇતિહાસના પ્રખર જ્ઞાતા, સમાજસેવાના અનુભવી,સાહિત્યના અનેક સ્રોતો ખેડનાર અને અનેક સાહિત્યિક પુરસ્કારોથી સન્માનિત ઉષાબહેનની લેખિનીનો લાભ આંગણાંના મુલાકાતીઓને આવતા ત્રણ મહિના સુધી મળતો રહેશે. મારા આમંત્રણનો સ્વીકાર કરી આંગણાં માટે લેખમાળા લખી મોકલવા માટે હું ઉષાબહેનનો હૃદયપૂર્વક આભાર માનું છું. – સંપાદક)

Continue reading મારી વિદ્યાયાત્રા-૧ : ઉષા ઉપાધ્યાય