Category Archives: એક અજાણ્યા ગાંધી

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૮-નલિનીનું દુઃખદ નિધન

 

નલિનીનું દુઃખદ નિધન

અમેરિકામાં ઘર લેવું વેચવું એ ભારે માથાકુટિયું કામ છે. મહિનાઓ નીકળી જાય, ખાસ કરીને ઘર લેવામાં. ઘર લેતી વખતે જ્યાં આપણે મૂવ થવાના છીએ ત્યાં સંતાનોની સ્કૂલ  કેવી હશે તેની મુખ્ય ચિન્તા. સ્કૂલમાં ભણતર કેવું હોય, કયાં પાઠયપુસ્તકો વાપરવાં, કેવા ટીચર રાખવા વગેરે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બધા પ્રશ્નો લોકલ ગવર્નમેન્ટ નક્કી કરે. સંતાનોનાં માબાપો એ બધી બાબતમાં જબરો રસ લે.  બધાને ખબર હોય છે કે જો સંતાનો નબળી સ્કૂલમાં જશે તો એમને સારી કૉલેજમાં એડમિશન મળવું મુશ્કેલ પડશે.  કાઉન્ટી સરકારના પ્રોપર્ટી ટેક્સ આ સ્કૂલ સીસ્ટમનો ખર્ચ કાઢવામાં વપરાય.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૮-નલિનીનું દુઃખદ નિધન

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૭-જીએઓમાં પરમેનન્ટ જોબ મળ્યો

જીએઓમાં પરમેનન્ટ જોબ મળ્યો

1957માં સાવરકુંડલા છોડ્યું પછી વોશીન્ગટન સિવાય ભાગ્યે જ કોઈ જગ્યાએ હું આટલાં બધાં વર્ષો રહ્યો હોઈશ.  મુંબઈ, એટલાન્ટા, ગ્રીન્સબરો, બેટન રુજ, પીટ્સબર્ગ–આ બધાં શહેરોમાં તો કામ પતાવીને ભાગવાની જ વાત હતી.  પણ જ્યારે 1976માં વોશીન્ગટન આવ્યો ત્યારે થયું કે અહીં લાંબું રહેવા મળે તો કેવું સારું!  સદ્ભાગ્યે એવું જ બન્યું.  અને આ લખાય છે ત્યારે મને અહીં વોશીન્ગટનમાં ચાલીસ વર્ષ થશે.  લાગે છે કે હવે બાકીની જિંદગી હવે અહીં જ જશે.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૭-જીએઓમાં પરમેનન્ટ જોબ મળ્યો

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૬-અમે વોશીન્ગ્ટન જવા ઊપડ્યા

અમે વોશીન્ગ્ટન જવા ઊપડ્યા

બીજાં ત્રણ વરસનો કોન્ટ્રેક મને મળવાનો છે, અને અહીં પીટ્સબર્ગમાં આવતાં ચાર વરસ તો સહીસલામત છું, એ બાબતથી જરૂર મને રાહત થઈ પણ ઊંડે ઊંડે મનમાં ભય હતો કે હું અહીં ઝાઝું ટકી નહીં શકું. પીએચ.ડી.ની  થીસિસમાંથી જે જર્નલ આર્ટીકલ તૈયાર કરીને જ્યાં જ્યાં પબ્લીશ કરવા મોકલ્યો હતો ત્યાં બધેથી પાછો આવવા મંડ્યો. બેટન રુજમાં મારા થીસિસ એડવાઈજરે મને જે ચેતવણી આપી હતી તે વારે વારે યાદ આવતી હતી.  એણે મને કહ્યું હતું કે હાયર કેલ્ક્યુલસ, સ્ટેટીસ્ટીક્સ અને ઈમ્પીરીકલ એનાલીસીસ વગરનું કાંઈ પણ પબ્લીશ કરવું મુશ્કેલ પડશે.  હવે પરિસ્થિતિ એવી થઈ હતી કે હું એકેડેમિક જર્નલ્સમાં મારું લખાણ જો પબ્લીશ નહીં કરી શકું તો પીટ્સબર્ગમાં મને ટેન્યર મળે તેમ ન હતું.  બિજનેસ સ્કુલના ડીને મને સ્પષ્ટ કહ્યું હતું કે હું ગમે તેટલો સારો ક્લાસ રૂમમાં ટીચર હોઉં અને વિદ્યાર્થીઓમાં પોપ્યુલર હોઉં છતાં મને એના આધારે ટેન્યર નહીં મળે.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૬-અમે વોશીન્ગ્ટન જવા ઊપડ્યા

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૫-અમેરિકન સિટીજનશીપ લીધી

અમેરિકન સિટીજનશીપ લીધી

હવે અમને અપાર્ટમેન્ટ નાનો પડવા મંડ્યો.  પણ બીજો ભાડાનો અપાર્ટમેન્ટ લેવાનો અર્થ ન હતો.  અમેરિકાના ટેક્સના કાયદાઓ એવા તો વિચિત્ર છે કે એમાં જે લોકો ભાડે રહે તેમના કરતાં જે ઘરનું ઘર લે તેમને નાણાંકીય દૃષ્ટિએ વધુ ફાયદા થાય.  ટૂંકમાં એમને ટેક્સ ઓછો ભરવો પડે.  અહીંની રીઅલ એસ્ટેટ અને હોમ બિલ્ડર્સની લોબી એવી તો જોરદાર છે કે એમણે અમેરિકન ટેક્સ કોડમાં આવી બધી યોજનાઓ જડબેસલાક બેસાડી દીધી છે.  આને કારણે દરેક અમેરિકન જેવો કમાતો થાય કે તરત જ પોતાનું ઘર લેવાની વાત કરે.  ત્રીસ વરસનું લાંબું મોર્ગેજ મળે.  માત્ર દસ કે વીસ ટકા જેટલું ડાઉન પેમેન્ટ કરવાનું.  વધુમાં જેટલું મોટું ઘર લો અને મોટું મોર્ગેજ રાખો એટલો ટેક્સમાં વધુ ફાયદો!  આને લીધે અમેરિકન ઘરો જરૂર કરતાં વધુ મોટા, એમાં સ્વીમીંગ પુલ, ટેનીસ કોર્ટ, વગેરે લટકણિયાં લગાડેલાં હોય. એ બધાંને કારણે મોર્ગેજ પેમેન્ટ મોટું થાય. ઘણી વાર તો માસિક હપ્તો ભરવો પણ મુશ્કેલ બની જાય.  આ વાત એટલી હદે પહોંચી કે 2008-2012ના ગાળામાં દેશમાં ભયંકર ઇકોનોમિક ક્રાઈસીસ આવી.  જેમાંથી બહાર નીકળતા લોકોને નાકે દમ આવી ગયો.  અને છતાં ઘરનું ઘર કરવાનો ટેકસનો ફાયદો અને લોકોનો મોહ એટલો ને એટલો જ છે.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૫-અમેરિકન સિટીજનશીપ લીધી

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૪ -અમે પીટ્સબર્ગ ઉપડ્યા

અમે પીટ્સબર્ગ ઉપડ્યા

 બેટન રુજની હોસ્પિટલમાં દીકરા અપૂર્વનો જન્મ થયો.  દીકરાનો જન્મ બહુ ટાઈમસર થયો. મારે તો જલદી જલદી પીએચ.ડી. પૂરું કરવું હતું તેથી હું રાતદિવસ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં પડી રહેતો.  નલિની નવા સંતાનના ઉછેરમાં પડી હતી.   બેટનરુજની ગરમ આબોહવા, એના પ્રેમાળ લોકો, એમની ઉષ્માભરી આગતાસ્વાગતા અમને બન્નેને ગમી ગઈ હતી. અમને સસ્તે ભાવે બે બેડ રૂમનો બૈરી છોકરાવાળા વિદ્યાર્થીઓ માટેનો અપાર્ટમેન્ટ મળી ગયેલો.  ટીચીંગ ફેલોશીપ માટે જે પગાર મળતો હતો તે મારા દેશના પગારથી પણ વધુ હતો.  તે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે જરૂર પ્રમાણે નહિવત વ્યાજથી લોન મળે. તે પણ અમે લીધી હતી.  હું હજી દેશનો નાગરિક પણ નહોતો થયો, છતાં મારા જેવા પરદેશીને પણ ભણવાની આવી સગવડ કરી આપે એવા આ દેશની ઉદારતા મને ખૂબ ગમી ગઈ.   બેટન રુજમાં મને ક્યારેય પૈસાની તંગી પડી હોય એવું લાગ્યું નથી.  જો કે અમારો ખર્ચ પણ ખાવા પીવા જેટલો જ. ત્યાં મોંઘવારી પણ બહુ ઓછી. બાકી તો નવા બાળક માટે જે કંઈ થોડું ઘણું લાવવાનું હોય તેટલું વધારે.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૪ -અમે પીટ્સબર્ગ ઉપડ્યા

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૩-બેટન રુજ

બેટન રુજ

હું અને નલિની જ્યારે ગ્રીન્સબરો છોડીને બેટન રુજ જવા નીકળ્યા ત્યારે અમારી નાનકડી મસ્ટેંગ ગાડીમાં બધી ઘરવખરી સમાઈ ગઈ.  ગ્રીન્સબરોમાં અમે બહુ કંઈ વસાવ્યું ન હતું.  આમ અમે ખાલી અપાર્ટમેન્ટમાં ખાલી હાથે જઈ પહોંચ્યા. યુનિવર્સિટીના આ અપાર્ટમેન્ટ પરણેલાં વિદ્યાર્થીઓ માટે ખાસ બંધાયા હતા.  સસ્તું ભાડું, અને યુનિવર્સિટી પાસે. દરરોજ ચાલતા જઈ શકાય. ગાડી હતી એટલે સ્ટોર્સમાં જઈને ગ્રોસરી અને બીજી જરૂરી વસ્તુઓ અને દરરોજનું ઉપયોગી ફર્નીચર લઈ આવ્યા અને અમે ઘર માંડયું. હું દરરોજ યુનિવર્સિટીમાં ભણવા અને ભણાવવા જાઉં.  મને ટીચીંગ ફેલોશીપ મળી હતી. નોર્થ કેરોલિના કરતા વ્યવસ્થા જુદી થઈ.  ત્યાં હું ફૂલ ટાઈમ ટીચર અને પાર્ટ ટાઈમ સ્ટુડન્ટ હતો.  અહીં ફૂલ ટાઈમ સ્ટુડન્ટ અને પાર્ટ ટાઈમ ટીચર થયો.  જ્યારે ત્યાં ક્લાસમાં લગભગ સો ટકા વિદ્યાર્થીઓ કાળા હતા, તો અહીં ગોરા હતાં, અને પ્રોફેસરો પણ બધા ગોરા.  કાળો ચહેરો જોવા મળે તે તો માત્ર કામ કરવાવાળાનો–કિચનમાં કુક, જેનીટર, સાફસૂફી કરનારાઓનો.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૩-બેટન રુજ

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૨-ગોરી પ્રજાનો પહેલો પરિચય

ગોરી પ્રજાનો પહેલો પરિચય

ગ્રીન કાર્ડ મળતાં જ મેં કંપનીઓમાં નોકરી શોધવાની શરૂ કરી.  જે કાંઈ થોડા ઈન્ટરવ્યૂ આપ્યા અને જે એકાદ બે નાની અને લોકલ કંપનીઓમાં નોકરીની ઓફર આવી તેમાં મારે જે કામ કરવાનું હતું તે જમા ઉધારની જર્નલ એન્ટ્રીઓ પાડવાનું હતું.  વધુમાં મારી મહેચ્છા હતી કે મને આઈ.બી.એમ કે ઝીરોક્સ જેવી મોટી ગ્લોબલ કંપનીઓમાં એક્ઝીક્યુટીવ જોબ મળે જેમાં હું બીઝનેસ ડિસીશન લઉં!  એપ્લીકેશન કરી હોય એના જવાબ જરૂર આવે, પણ એ બધામાં ના જ હોય, તો પછી ઇન્ટરવ્યૂ આપવાની વાત જ ક્યાં હોય?  એવી કોઈ નોકરી મળે એવી શક્યતા ન હતી. આખરે તો હું એટલાન્ટા યુનિવર્સીટીની છાપ લઈને નીકળ્યો હતો અને બ્લેક ન હતો.  મારે જો કોઈ મોટી કંપનીમાં અગત્યની નોકરી મેળવવી હોય તો હાર્વર્ડ, પેન કે યેલ જેવી યુનિવર્સીટીમાંથી ડિગ્રી લેવી જોઈએ. પણ એને માટે તો વળી પાછુ ભણવું પડે.  એવી યુનિવર્સીટીમાં એડમિશન પણ ક્યાંથી મળવાનું હતું?  અને ધારો કે એડમીશન મળ્યું તો એવી મોંઘી યુનિવર્સીટીમાં ભણવાના પૈસા ક્યાંથી કાઢવા?

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૨-ગોરી પ્રજાનો પહેલો પરિચય

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૧– બ્લેક પાવરની ઝુંબેશ

પ્રકરણ ૩૧– બ્લેક પાવરની ઝુંબેશ

એટલાન્ટાની સરખામણીમાં ગ્રીન્સબરો આમ તો નાનું શહેર ગણાય.  પણ અમેરિકન સિવિલ રાઈટ્સ મુવમેન્ટમાં એનું મહત્ત્વ ઘણું.  અમેરિકાના એક મોટા ડીપાર્ટમેન્ટ સ્ટોર વૂલવર્થના લન્ચ કાઉન્ટર પર એ. એન્ડ ટી. યુનિવર્સીટીના ચાર વિદ્યાર્થીઓએ 1960માં સીટ-ઇન કર્યું.  એ દિવસોમાં કાળા અને ગોરા લોકોના લન્ચ કાઉન્ટર જુદા.  કાળા લોકોના કાઉન્ટર પર જગ્યા ન હોય તો કાળા લોકોએ રાહ જોવાની.  ગોરાઓના  કાઉન્ટર પર જગ્યા હોય તો પણ ત્યાં એ બેસી ન શકે.  જેવું લન્ચ કાઉન્ટરનું તેવું જ બસનું અને બીજી અનેક પબ્લિક ફેસીલીટીઓનું–કાળા અને ગોરા લોકો માટે જુદી જુદી વ્યવસ્થા અને ગોરાઓને પહેલો પ્રેફરન્સ મળે.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૩૧– બ્લેક પાવરની ઝુંબેશ

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૦ (પ્રોફેસર થયો)

પ્રોફેસર થયો

 મુંબઈની સીડનહામ કૉલેજમાં ભણવાથી એક ફાયદો એ થયો એ કે મને અંગ્રેજી પ્રમાણમાં સારું આવડતું હતું.  સાવરકુંડલામાં તો મારું ભણતર ગુજરાતી માધ્યમમાં જ થયું હતું, એટલે સીડનહામ કોલેજનું ઈંગ્લીશ મીડિયમ મને બહુ આકરું લાગેલું.  પણ કૉલેજનાં ઈંગ્લીશ મીડિયમના ચાર વર્ષો અને મુંબઈના વસવાટને કારણે અંગ્રેજી ભાષાની સગવડ વધી હતી.  એટલાન્ટા યુનિવર્સિટીમાં ભાષાની બાબતમાં કોઈ વાંધો નહી આવ્યો. ભણવાના વિષયો પણ મને મુખ્યત્વે સહેલા લાગ્યા.  પ્રોફેસરો ક્લાસમાં શું બોલે છે કે ભણાવે છે એ સમજવામાં મુંબઈમાં જે મુશ્કેલી પડી હતી, તે એટલાન્ટામાં ન પડી!  જેમ મુંબઈના કોઈ પ્રોફેસરની બુદ્ધિમત્તાથી હું અંજાયો ન હતો, તેવું જ એટલાન્ટામાં થયું, જો કે અહીંના પ્રોફેસરો પોતાના વિષયની બરાબર તૈયારી કરીને આવતા, અને પોતાના વિષયના નિષ્ણાત દેખાતા. સીડનહામ કૉલેજમાં પ્રોફેસરો વેઠ ઉતારતા હતા એવું લાગતું, જ્યારે અહીં પ્રોફેસરોને પોતાના વિષયમાં અને વિદ્યાર્થીઓમાં રસ હોય એવું દેખાતું.  આ બધામાં એટલાન્ટાનું પહેલું વરસ તો ક્યાં ગયું તેની ખબર જ ન પડી.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૩૦ (પ્રોફેસર થયો)

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૯ (અમેરિકાની જાહોજલાલી)

પ્રકરણ ૨૯–અમેરિકાની જાહોજલાલી

દેશની ગરીબી અને તંગી હજી હમણાં જ અનુભવીને આવ્યો હતો એટલે મારે મન સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો અમેરિકાની સમૃદ્ધિ અને ભૌતિક જાહોજલાલીની હતી.  આપણે ત્યાં જે પૈસાદારો જ માણી શકે એ બધું સામાન્ય માણસને અહીં સહેલાઈથી મળતું હતું તે મેં જોયું. સામાન્યમાં સામાન્ય માણસને પણ જીવનની બધી પ્રાથમિક જરૂરિયાતો મળતી હતી. સારું રહેવાનું, ખાવાપીવાનું, અને વ્યક્તિગત  સગવડ બધાને મળે. મધ્યમ વર્ગના લોકોની પાસે પણ રહેવા માટે મોટાં ઘર, એકે એક ઘરમાં લીવીંગ રૂમ, ડાઈનીંગ રૂમ, બે ત્રણ બેડરૂમ, બેઝમેન્ટ, આગળપાછળ યાર્ડ હોય. ઘરમાં સેન્ટ્રલ હિટીંગ અને એરકન્ડીશનીન્ગ,  રેફરીજરેટર, ઠંડા અને ગરમ પાણીના શાવર, ટોઇલેટ વગેરેની વ્યવસ્થા હોય. જેની પાસે આવાં ઘર ન હોય, તે અપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહે, જો કે તેમાં પણ બધી સગવડો તો હોય જ.  બધાને ત્યાં બબ્બે નહીં તો ઓછામાં ઓછી એક  કાર તો ડ્રાઈવે કે ગરાજમાં જરૂર પડી હોય. અને એ કારમાં પણ અનેક પ્રકારનાં ગેજેટ હોય.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૯ (અમેરિકાની જાહોજલાલી)