Category Archives: એક અજાણ્યા ગાંધી

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૮ (અમેરિકા, પહેલી નજરે)

પ્રકરણ ૨૮–અમેરિકા, પહેલી નજરે

દેશમાં અમેરિકા વિષે જાણવાની મારી ભૂખ સંતોષવા હું હોલીવુડની મૂવીઓ જોવા જતો.  ટાઈમ અને લાઈફ મેગેઝીન જેવા અમેરિકન સામયિકો વાંચતો.  મુંબઈમાં ચર્ચગેટ સ્ટેશન નજીક આવેલ અમેરિકન લાયબ્રેરી (યુસીસ)માં જઈને અમેરિકન છાપાં ઉથલાવતો.  હું જોહન ગુન્થરના ‘ઇનસાઇડ અમેરિકે’ નામના મોટા પુસ્તકનાં  પાનાં  ફેરવતા અમેરિકાનાં સપનાં જોતો. આ બધું પરોક્ષ જ હતું.  અમેરિકાને જાત નજરે જોવાની પહેલી તક મને એટલાન્ટામાં મળી. કહો કે ત્યાં જ મને અમેરિકા રૂબરૂ જોવા મળ્યું–ઊંચા ઊંચા સ્કાયસ્ક્રેપર બિલ્ડીંગો, વિશાળ રસ્તાઓ, તેના પર પાણીના રેલાની જેમ દોડતી મોટી મોટી ગાડીઓ, મોટા ડીપાર્ટમેન્ટ સ્ટોર્સ, ઊંચી એડીના શુજમાં ફટ ફટ ચાલતી પુરુષ સમોવડી દેખાવડી સ્ત્રીઓ, ઊંચા અને  તંદુરસ્ત પુરુષો વગેરે, વગેરે.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૮ (અમેરિકા, પહેલી નજરે)

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૭-પ્રેક્ટીકલ શિક્ષણ

પ્રકરણ ૨૭–પ્રેક્ટીકલ શિક્ષણ

એટલાન્ટા યુનિવર્સિટી ભલે ગોરી યુનિવર્સિટીઓની સરખામણીમાં નબળી હતી, પણ મુંબઈની અમારી સીડનહામ કૉલેજ કરતા તો હજારગણી સારી હતી! સીડનહામ કૉલેજમાં તો અમે ગોખી ગોખીને ભણતા, ગાઇડ્સમાં જે હતું તે એક્ઝામ પેપર્સમાં ઓકતા. પચાસ સાઠ છોકરાઓના ક્લાસમાં પ્રોફેસર આવે, વેઠ ઉતારતા હોય એમ લેકચર આપીને ચાલતા થાય.  વિદ્યાર્થીઓ સમજે છે કે નહીં એની એને કાંઈ પડી ન હોય.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૭-પ્રેક્ટીકલ શિક્ષણ

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૬-કાળા લોકોની યુનિવર્સિટી

પ્રકરણ ૨૬ કાળા લોકોની યુનિવર્સિટી

ન્યૂ યોર્કમાં પ્લેન બદલીને એટલાન્ટા જવાનું હતું.  એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક ઉપર જઈને ઇસ્ટર્ન એરલાઈન્સનું એટલાન્ટા જતું પ્લેન કેમ પકડવું અને ટેલિફોન કેમ કરવો એ પૂછ્યું.  છોકરી ભલી હતી. એણે વિગતથી મને સમજાવ્યું.  મેં કહ્યું: “Thank you,”  એણે  કહ્યું: “You are welcome.” આપણે ત્યાં જેમ Thank you પછી  “Don’t mention it” કહેવાનો રિવાજ છે તેમ અહીં લોકો  “You are welcome,” કહે. હું એમ સમજ્યો કે એ અમેરિકામાં મારું સ્વાગત કરે છે.  તો વળી પાછું મેં કહ્યું: “Thank you.”  અને એણે કહ્યું: “You are welcome.”  અમારી આ પીંગ પોન્ગની શબ્દ બાજી આગળ વધે તે પહેલાં જ એણે હારીને કહ્યું: “Never mind!” અને મને ટેલિફોન બૂથ પર લઈ ગઈ.  એ જમાનો હજી લેન્ડ લાઇનનો હતો.  એણે મને જારેચાનો નંબર જોડી આપ્યો.  મેં જેવો ટેલિફોન ઉપાડ્યો ત્યાં જ જારેચા પૂછે: કેમ છો તમે, ભાઈ?! બરાબર પહોંચી ગયા?  ટેલિફોનનો અવાજ એટલો સ્પષ્ટ હતો કે જાણે બાજુમાં જ ઊભા હોય એમ લાગે. મને કહે કે આપણે  બે કલાકમાં મળીએ છીએ.  એરપોર્ટ ઉપર તમને લેવા આવું છું.  ઇસ્ટર્ન એરલાઇનનું પ્લેન બે કલાકમાં મને એટલાન્ટા લઈ આવ્યું.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૬-કાળા લોકોની યુનિવર્સિટી

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૫-પ્લેનની પહેલી મુસાફરી

પ્રકરણ ૨૫–પ્લેનની પહેલી મુસાફરી

૧૯૬૫ ના ઑક્ટોબરની દસમી તારીખે મોડી રાતે હું જયારે એર ઇન્ડિયા ના પ્લેનમાં બેઠો એ મારી જિંદગીની પહેલી જ પ્લેનની મુસાફરી હતી.  સાવરકુંડલા જેવા નાનકડા ગામમાંથી વાયા વિરમગામ થઈ મુંબઈ પહોંચેલા અમારા જેવા માટે એરપ્લેનનું એક્સાઈમેન્ટ જબરું હતું!  દેશમાંથી નવા નવા આવેલા અમે મુંબઈના એરપોર્ટ પર પ્લેન જોવા જતાં.  પ્લેનને ચડતુંઊતરતું જોવું એ પણ અમારે માટે મોટો લ્હાવો હતો.  એરપોર્ટના લાઉડસ્પીકર ઉપર થતા એનાઉન્સમેન્ટમાં જયારે  ન્યૂ યોર્ક, લંડન, બર્લિન, મિલાન,  સિડની વગેરે નામો બોલાતાં ત્યારે હું રોમાંચ અનુભવતો.  કલ્પના કરતો કેવાં હશે એ શહેરો? મૂવી થીએટરમાં જયારે ન્યુજ રિલીઝમાં પરદેશ જતા આવતા મહાનુભાવોને પ્લેનમાં હું ચડતાઊતરતા જોતો ત્યારે થતું કે હું ક્યારે આવી રીતે પ્લેનની મુસાફરી કરીશ?  ઑક્ટોબરના એ દિવસે જયારે પ્લેનના પગથિયાં ચડતો હતો ત્યારે માની જ નહોતો શકતો કે હું ખરેખર જ પ્લેનમાં બેસીને ન્યૂ યોર્ક જઈ રહ્યો હતો.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૫-પ્લેનની પહેલી મુસાફરી

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૪ – હું અમેરિકા ઊપડ્યો, ખરેખર!

પ્રકરણ ૨૪–હું અમેરિકા ઊપડ્યો, ખરેખર!

1962માં હું પહેલી વાર અમેરિકા ન આવી શક્યો તેનો જારેચાને રંજ રહી ગયો હતો. ત્યારથી જ એ ભલા માણસ મારા ખર્ચની જોગવાઈ કરવા મથતા હતા. પોતે યુનીવર્સીટીમાં જ કામ કરતા હતા, તેથી મારા એડમિશનની વ્યવસ્થા ત્યાં એ સહેલાઈથી કરી શક્યા, પણ ફી અને રહેવાનું શું?  અને મારે તો અહીંનો જે ખર્ચ તો ઊભો હતો તેનો પણ વિચાર કરવાનો હતો.  એમણે ઉપાય બતાવ્યો.  “તું અહીં આવીને મારી ઑફિસમાં પાર્ટ ટાઈમ કામ કરજે, એમાંથી તારો ત્યાંનો અહીંનો એમ બંને ખરચા નીકળી જશે.  શરૂઆતમાં મારી સાથે રહેજે અને મારી સાથે જ આવજે, જજે.”

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ-૨૪ – હું અમેરિકા ઊપડ્યો, ખરેખર!

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૨૩-અમેરિકાનાં સપનાં

પ્રકરણ ૨૩–અમેરિકાનાં સપનાં

ભલે મેં છાપાંમાં વોન્ટ એડ જોવાનું છોડ્યું પણ છાપાં વાંચવાનું નહોતું છોડ્યું.  એ તો હું પહેલું કરું.  ઑફિસ જવા જેવો હું ટ્રેનમાં બેસું કે તુરત છાપું ઉઘાડું,  જ્યારે આજુબાજુ લોકો પત્તાં રમવામાં પડ્યા હોય, કે ભજન કરતા હોય, કે ઊંઘતા હોય ત્યારે હું છાપામાં તલ્લીન હોઉં.  દેશવિદેશમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની તાલાવેલી ઘણી.  આ છાપાંના પાનાં ઉથલાવતાં મારી નજર “વિદેશ ગમન”ના સમાચાર ઉપર જરૂર પડે.  બાપના પૈસાના જોરે વધુ અભ્યાસમાટે અમેરિકા ઉપડતા મારી જ ઉંમરના જુવાનિયાઓના ફોટા છાપાંમાં જોઈને હું જલીને ખાખ થઈ જતો.  થતું કે આ બધા ભોટાઓ કરતા અમેરિકા જવાની લાયકાત તો મારી વધુ છે.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૨૩-અમેરિકાનાં સપનાં

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૨૨- ડેડ એન્ડ નોકરી

 

પ્રકરણ ૨૨ ડેડ એન્ડ નોકરી

મારા તત્કાલના જીવનનિર્વાહના અને કૌટુંબિક પ્રશ્નોનો નિકાલ કરવા માટે મેં મારું બધું ધ્યાન મારી કારકિર્દી પર દોર્યું.  જો કે ત્યાં પણ નિરાશાજનક ભવિષ્ય સિવાય બીજું કશું દેખાતું  નહોતું.  બબ્બે ડીગ્રીઓ પછી પણ મને કોઈ બહુ સારા પગારની અને કોઈ સારા ઠેકાણે નોકરી નહોતી મળતી, અને એવી નોકરી મળશે એવી આશા પણ મેં છોડી દીધી હતી.  રોજ ટાઈમ્સ જોઈને એપ્લીકેશન કરતો તે બંધ કર્યું, થયું કે એનો અર્થ શું? કોઈ મોટી બેંક કે ઇન્શ્યુરન્સ કંપની અથવા ફોરેન કંપનીમાં લાગવગ સિવાય આપણો નંબર લાગવાનો નથી એ વાત સ્પષ્ટ હતી.  ધંધો કરવા માટે જે મૂડીની શરૂઆતમાં જરૂર પડે તે તો નથી જ, અને એ મૂડી હોય તોય ધંધો કરવા માટે જે આવડત જોઈએ તે ક્યાં હતી?

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૨૨- ડેડ એન્ડ નોકરી

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૨૧ – આખરે મારકેટ છોડી!

આખરે મારકેટ છોડી!

એક દિવસ હું ટ્યુશન પતાવી જતો હતો ત્યાં શેઠે મને હાથના ઈશારે બોલાવ્યો અને બેસવા કહ્યું.  હું તો ગભરાયો, આ ટ્યુશન ગયું કે શું?  કોઈક કારણે તે દિવસે એમને બોલવાની ડોકટરે મના કરી હતી, તેથી એક કાગળ ઉપર લખ્યું, ગાંધી, તમે કોઈ વિશ્વાસપાત્ર  માણસને ઓળખો છો?  મારી ઑફિસમાં મારે મેનેજરની જરૂર છે.  મેં હા પાડી.  મને હાથના ઈશારે પૂછે, કોણ?  મેં કહ્યું,  હું! વળી પાછું કાગળ ઉપર લખીને પૂછ્યું કે તમે અત્યારે જે નોકરી કરો છો તે શા માટે છોડો છો?  મેં કહ્યું કે હું અત્યારે મૂળજી જેઠા મારકેટમાં કામ કરું છું, નોકરી ઠીક છે, પણ સારી નોકરી બીજે ક્યાંય મળતી હોય તો હું બદલવા તૈયાર છું.  મને લખીને જણાવ્યું કે આવતી કાલે ઑફિસે આવજો, આપણે જોબ ઓપનીંગની વાત કરીશું.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ ૨૧ – આખરે મારકેટ છોડી!

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ 20– આખરે ઓરડી લીધી!

 

પ્રકરણ 20– આખરે ઓરડી લીધી!

મુંબઈમાં અમારી નાતનાં બધાં જ સેનેટોરિયમોમાં હવે અમે રહી ચૂક્યા હતા. એક ઠેકાણે તો એક્ષ્ટેન્શન પણ લીધું હતું.  કેટલીક જગ્યાએ ટ્રસ્ટીઓ અને મહેતાજીઓ અમને ઓળખી ગયા હતા. હવે ફરી વાર ત્યાં જવું મુશ્કેલ હતું.  એ મળે તોયે ત્રણ મહિના પછી તો એનો એ જ પ્રશ્ન ઊભો રહેવાનો છે.  વધુમાં આ સેનીટોરીયમમાં દર ત્રણ મહિને થતી રઝળપાટથી હું થાક્યો પણ હતો.  જો સેનેટોરિયમ મળ્યું તો મુંબઈમાં ક્યાં અથવા કયા પરામાં અને કેવું મળશે તે બાબતમાં અમારો કોઈ ચોઈસ થોડો હતો?  ભારતીય વિદ્યા ભવનની બાજુમાં જે એક જગ્યા મળી હતી, તે એવી તો ખખડધજ હતી કે ક્યારે પડી ભાંગશે તેનો કોઈ ભરોસો ન હતો. રૂમની વચમાં જ ટેકા માટે મોટા થાંભલાઓ મૂકાયેલા  હતા!

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-પ્રકરણ 20– આખરે ઓરડી લીધી!

એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-

પ્રકરણ ૧૯ સેનેટોરિયમોમાં રઝળપાટ

નલિનીને બા કાકા આગળ દેશમાં મૂકીને મારે તો મુંબઈ પાછું જવાનું હતું.  જવાની આગલી રાતે મને ઊંઘ જ ન આવી. હું મારા ભવિષ્યના વિચારે ચડ્યો.  મોટે ઉપાડે મેં લગ્ન તો કર્યું, પણ હવે શું?  ભવિષ્ય એકદમ નિરાશાજનક દેખાયું.  થયું કે હું શું કરી બેઠો?  મુંબઈ જઈને મૂળજી જેઠા મારકેટની ન કરવા જેવી નોકરી કરવાની છે, એ જ પેઢીમાં ભૈયાઓ અને ઘાટીઓ સાથે સૂવાનું છે, નાતની વીશીમાં ખાવાનું છે,  બા કાકાને મદદ કરવાની વાત તો બાજુમાં રહી,  હું એમને માથે નલિનીનો ભાર મૂકીને જાઉં છું.

Continue reading એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી)-