કલા જોડે હંમેશાં આપણો એક દ્રશ્યસંવાદ હોય છે, કલા એક દ્રષ્ટિવિષયક ભાષા છે. આ ભાષામાં રેખાઓ અને રંગો, છબિ અને ઘાટ, પ્રતીક અને ચિહ્નો, કથન અને પૃથક્કરણ, સમય અને વિસ્તાર જેવાં એક કે તેથી વધુ પરિમાણો વગેરે તેના મૂળાક્ષરો છે. કલાકાર આ બધી વ્યાખ્યાઓ તેની શાળામાં શીખે છે અને ખૂબ જ કુશાગ્રતાથી અને રસપ્રદ રીતે તેના આ જ્ઞાનને તેની કૃતિઓમાં ઉતારે છે. એક સામાન્ય વ્યક્તિ કલા સાથેના સતત સંવાદ, સંગ્રહાલયોની મુલાકાત, કળાકારો સાથેનો પરિચય, કલાને લગતાં પુસ્તકો, પ્રદર્શનો, કલાને સમજવા માટે થતાં અભ્યાસો દ્વારા ધીમે ધીમે કલાના વાતાવરણમાં રહી આ ભાષાથી પરિચિત થાય છે.
Continue reading કલાની ભાષામાં પ્રતીકવાદનું નિરૂપણ (સંધ્યા બોર્ડેવેકર)