Category Archives: કાવ્યધારા

કાવ્યધારા-૧૩ (અંતીમ)

પાંદડી વાયરાને વળગી શું કામ? – પન્ના નાયક

લોગઇન

પાંદડી વાયરાને વળગી શું કામ?
ડાળ ઉપર ઝૂલતી ’તી, ડાળ ઉપર ખૂલતી ’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ?

Continue reading કાવ્યધારા-૧૩ (અંતીમ)

કાવ્યધારા – ૧૨

બંધાઈ રહેલું મકાન મનીષા જોષી

એ ઘરમાં ક્યારેય કોઇ રહ્યું જ નથી.

મકાન બંધાતું હતું ત્યારે

રોજ ઈંટ-રેતી લાવનારી મજૂરણ અને તેનો પતિ

કયારેક ત્યાં બે-ત્રણ ઈંટો ગોઠવીને ખાવાનું બનાવતા હતા.

Continue reading કાવ્યધારા – ૧૨

હાસ્ય મુક્તકો (અજ્ઞાત)

પ્રેમાલાપ ઉપર ધંધાની અસર

[૧] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છે

પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે

ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે

એમની પાસે નજરની એક કરવત હોય છે

Continue reading હાસ્ય મુક્તકો (અજ્ઞાત)

અક્ષરોની રમત (ભગવતીકુમાર શર્મા)

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

Continue reading અક્ષરોની રમત (ભગવતીકુમાર શર્મા)

કાવ્યધારા-૧૧

 પન્નાને, જન્મદિનેનટવર ગાંધી

   નથી કહેવાનું કૈં, કહી દીધું બધું પ્રેમ કરીને,

          લખ્યાં કાવ્યો, પૃથ્વી, વળી શિખરિણી, છન્દ ઝૂલણે,

          કદી મન્દાક્રાન્તા, કદીક હરિણી, લેખ લખીને,

   સખી તારી વાતો લળી લળી કરી રાત દિન મેં.

Continue reading કાવ્યધારા-૧૧

કાવ્યધારા-૧૦

સામૂહિક હત્યા      – પન્ના નાયક

માણસો, માણસો, માણસો

ટોળામાં ડૂબેલા

ટોળામાં ઊગેલા

ટોળામાં વિકસેલા

માણસો, માણસો, માણસો Continue reading કાવ્યધારા-૧૦

કાવ્યધારા-૯

ને પછી    –     જયશ્રી વિનુ મરચંટ

કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો, ને પછી,

અટકળને અંધ પાંખો ફૂટે ને પછી,

એ..ને… અટકળ ઊડી, ઊડી ને એવી તે ઊડી, ને, પછી,

અટકળ બની ગઈ અફવા, ને, પછી,

અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ, ને, પછી,

ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ, ને, પછી, Continue reading કાવ્યધારા-૯

કાવ્યધારા-૮

(“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી
*અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા*
*કોઈ માણસ થોડોઘણો પણ વેરાન ન હોય એવું તો બને જ કેવી રીતે?*)

*લોગ ઇનઃ*

ચાલ વર્ષો બાદ આજે સાથ બેસી ઓસરીમાં;
ને અબોલા એકસાથે ચલ ઉલેચી ઓસરીમાં.
એકબીજામાં રહેલાં રણ જરા ખંખોળીએ તો,
થાય સ્મરણોની ઘણીયે રેત ભેગી ઓસરીમાં.
જોઈએ શું નીકળે છે આંસુડાં કે મોતીડાંઓ?
આજ મેં વર્ષો જૂની ખોલી છે પેટી ઓસરીમાં.
વિશ્વની ગલીઓમાં થઈને ને રસ્તામાં થઈને,
છેવટે આવીને અટકી એક કેડી ઓસરીમાં.
બસ હવે ઘરને સજાની જેમ ભોગવતી રહે છે,
‘ભગ્ન’ બેઠી છે જુઓને થઈને કેદી ઓસરીમાં.

– જયશ્રી મરચન્ટ Continue reading કાવ્યધારા-૮

કાવ્યધારા-૭

 

ઘડપણ  (કિરણસિંહ ચૌહાણ)

ખારા વાળ સફેદ થાય તો

ભલે થાય

સફેદ એ તો પવિત્રતાનું પ્રતીક છે.

તારા ચહેરા પર

કરચલીઓ આવી પડે

Continue reading કાવ્યધારા-૭

કાવ્યધારા-૬

ગોષ્ઠિ વિપિન પરીખ

બે વૃક્ષ મળે ત્યારે

સોના અને રૂપાનું પ્રદર્શન નથી કરતાં

માત્ર સૂરજના પહેલા કિરણનો રોમાંચ આલેખે છે.

બે પંખીઓ મળે ત્યારે

રેલવેના ટાઇમટેબલની ચિંતા નથી કરતાં.

Continue reading કાવ્યધારા-૬