Category Archives: કિશોર દેસાઈ

સંપાદકીય-૭(કિશોર દેસાઈ) અંતિમ

સંપાદકીય

મને કોઈ દત્તક લ્યો

અંકમાં શ્રી જયંતિલાલ આલગિયા લિખિતનર્સિંગ હોમમાં કેમ રહેવુંલેખ ઉપરથી લખવાની પ્રેરણા થઈ. લેખમાં એમણે એમની બાના નર્સિંગ હોમમાં રહેવાના સુખદ અનુભવની વાત કરી છે તે પ્રેરણાદાયક છે. આપણે ઘણીવાર Positive attitude હકારાત્મક અભિગમ રાખવા વિશે વાંચીએ છીએ. અહીં તો એવો હકારાત્મક અભિગમ એમની બાના જીવનમાં ગૂંથાઈને ઓતપ્રોત થયેલો જોવા મળે છે.

આપણામાંથી ઘણા મોટા વર્ગે હવેનર્સિંગ હોમપ્રતિ પ્રણાય કરવું પડે એવી અવસ્થાએ આપણે પહોંચી ગયા છીએ. ‘નર્સિંગ હોમમાં સ્વેચ્છાએ જવાનું કોને ગમે? અને છતાં સંજોગો આપણેને નર્સિંગ હોમમાં જવાની ફરજ પાડતા હોય છે. નર્સિંગ હોમમાં જવું પડશે કે નહીં તેનો આધાર મુખ્યત્વે ત્રણ જાતના સંજોગો પર આધારિત છે.

() કેટલાંક અસંસ્કારી સંતાનો માતાપિતાનું ભરણપોષણ અને તેમની સેવાસુશ્રુષા કરવાની જવાબદારી લેવા ઇચ્છતાં નથી હોતાં. જરૂર હોવા છતાં પણ તેઓ પરાણે માબાપને નર્સિંગ હોમમાં ધકેલી દેવાનું પસંદ કરતાં હોય છે.

() કેટલાંક સંસ્કારી સંતાનો માતા પિતા પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ ધરાવતાં હોવા છ્તાં સમયના તકાજાને તાબે થઈ ભારે હૈયે માતાપિતાને નર્સિંગ હોમમાં રહેવા મોકલતાં હોય છે અને નિયમિત તેમની દેખરેખ રાખતાં રહે છે.

() સંસ્કારી સંતાનોનો એક વર્ગ એવો પણ છે જે કોઈપણ ભોગે માતાપિતાને નર્સિંગ હોમમાં નથી મોકલવાં એવો દૃઢ નિશ્ચય કરીને બેઠાં હોય છે અને માટે કાંઈ પણ ભોગ આપવો પડે તેની પુર્વ તૈયારી કરીને બેઠા હોય છે.

ત્રીજી કક્ષાની પરિસ્થિતિ ઉત્તમ હોવા છતાં આપણું સ્થાન છેલ્લી કક્ષામાં હશે એમ આપણે છાતી ઠોકીને કહી શકીએ એમ નથી. આમ નર્સિંગ હોમમાં રહેવાની ફરજ પડવાની છે એવી માનસિક તૈયરી રાખીને ચાલવું એમાં આપણું શ્રેય છે. એમાં લેખમાંથી કાંઈક માર્ગદર્શન મળી રહેશે એવી આશા છે.

વૃધ્ધાવસ્થા એક એવી અવસ્થા છે જેમાં વાત આપણી હોવા છતાં આપણે કોઈ નિર્ણયમાં ભાગ લઈ શકતા નથી. મનસુખલાલ ઝવેરીનું એક કાવ્યવિષણ્ણ વય વૃધ્ધવાંચેલું. તેમાં ભાવ એવો હતો કે મને વૃધ્ધાવસ્થાનો વિષાદ નથી પણ વૃધ્ધાવસ્થાને કારણે આવતી અસહાય અવસ્થાની લાચારીનો વિષાદ છે. જે બાળક આપણી આંગળી ઝાલીને મોટું થયું ચે હવે આપણને અવગણે છે એનો વિષાદ છે. વાતની પ્રતીતિ કરાવતુંબાગબાનનામનું એક હિંદી ચિત્ર હમણાં આવી ગયું. જોવા જેવી ફિલ્મ છે. માતાપિતાની યોગ્ય રીતે જાળવણી કરવામાં નિષ્ફળ નીવડતાં સંતાનોનું પ્રમાણ જે રીતે સમાજમાં વધી રહ્યું છે એને નિરૂપવાનો એમાં પ્રયાસ છે. ફિલમના આધારે આપણા એક આશાસ્પદ કાર્ટૂનિસ્ટ મહેન્દ્ર શાહનું એક કાર્ટૂન હમણાં જોયું તે પણ ખૂબ વેધક છે. એમાં એક ભાઈ બીજા ભાઈઓને કહે છેઃ ગયે વખતે બાને રાખવાનો મારો વારો જુલાઈમાં મારા ભાગે આવેલો. જુલાઈના ૩૧ દિવસ હતા. એટલે વખતે make sure કે મારો વારો ફેબ્રુઆરીમાં આવે ! આમ તો કાર્ટૂન કદાચ હસાવવા માટે હશે પણ એમાં રહેલી કરૂણતા બહુ વેધક છે. જો પરિસ્થિતિ જાતની હોય તો નર્સિંગ હોમ શું વધારે સારી જગ્યા નથી?

એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે મોટા ભાગના નર્સિંગ હોમ કે Seniro Citizen’s Home વેપારી ધોરણે ચાલતાં હોય છે. ત્યાં કોઈ દિલથી, લાગણીથી અને પોતાના માનીને આપણી સુશ્રુષા અને સેવાચાકરી કરશે એવી ભ્રમજાળમાં રહેવું. આમ એક તરફ સંતાનો તરફથી નિરાશા અને બીજી બાજુ નર્સિંગ હોમની ક્રૂર વાસ્તવિકતા, બેધારી કરવત વચ્ચે વહેરાવાની પ્રક્રિયામાં ઓછું કષ્ટ થાય એવો ઉપાય કયો?

સૌ પ્રથમ તો નર્સિંગ હોમમાં જતાં પહેલાં ખાસ્સા એવા સમય અગાઉથી ત્યાં જવાની માનસિક તૈયારી કરી રાખવી જરૂરી છે. બીજી અગત્યની વાત છે આધ્યાત્મિક વૃત્તિ પ્રબળ બનાવવાનીજે જયંતિભાઈના લેખમાં એમની બામાં ઠેરઠેર દેખાય છે. વૃત્તિ કોઈપણ સંજોગોમાં ટકી રહેવા માટેનું અમોઘ બળ છે. પણ આવી આધ્યાત્મિક વૃત્તિ કાંઈ રાતોરાત નથી આવતી કે માત્ર સંકલ્પ કરવાથી નથી આવતી. તેના માએ તપસ્યા કરવી પડે છે. આખી જિંદગી માત્ર ધાર્મિક હોવું આધ્યાત્મિક પ્રબળતા નથી. બાહ્યાચારથી ધાર્મિક ગણાતા ઘણાને આપણે આપત્તિના સમયમાં પડી ભાંગતા જોઈએ છીએ.

(કિશોરભાઈનો આભારઃ

આજે “ચંદરવો” વિભાગમાં, ફિલાડેલ્ફિયાથી છેલ્લા ત્રીસથી પણ વધુ વરસોથી પ્રકાશિત થતા, “ગુર્જરી” સામયિકના સંપાદક, આદરણીય શ્રી કિશોરભાઈ દેસાઈના ચૂંટેલાં સંપાદકીયનો આ છેલ્લો એપિસોડ છે. અનેક જુદાજુદા વિષયો પર એક તંત્રી કે સંપાદક્ને પોતાના આગવા વિચારો રજુ કરવા માટે કેટલી તટસ્થતા અને વિવેકદ્રષ્ટિ જાળવી પડે છે એનું આ લેખો શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડે છે. આજે, આ આભારની અભિવ્યક્તિ લખતી વખતે, સ્મૃતિશેષ ભાઈશ્રી હરીન્દ્ર દવેની એક વાત યાદ આવી ગઈ. હરીન્દ્રભાઈ એક ઉચ્ચકોટિના સાહિત્યકાર, પત્રકાર, તંત્રી/સંપાદક હતા. એંસીના દાયકામાં, જ્યારે એ ફિલાડેલ્ફિયા આવ્યા હતા ત્યારે એમને એક પ્રોગ્રામમાં મેં પૂછ્યું હતું, “આપને સર્જનાત્મક લખાણ –creative writing- લખવું સરળ લાગે છે કે તંત્રીલેખ કે સંપાદકીય લખવું સરળ લાગે છે?” એમના ૠજુ સ્વરમાં એમણે કહ્યું હતું, “સર્જનાત્મક લખાણ એક સર્જકનું માનસ સંતાન છે અને અંતરની ઊપજ છે. એ ઊપજ ક્યારેક સક્ષમ પણ હોય અને નબળી પણ હોઈ શકે, એ પણ પાછું “સબજેક્ટીવ” છે. એનાથી વિશેષ બીજી કોઈ એરણ પર એક સર્જનને ખરા કે ખોટા ઉતરવાનું નથી હોતું. પણ ૧૦૦૦ શબ્દોનો એક તંત્રીલેખ લખવા માટે ઓછામાં ઓછા એ વિષય પર ૧૦,૦૦૦ શબ્દો વાંચાવાના હોય છે. એ વાંચનમાંથી નવનીત તારવીને એના પર તટસ્થતાથી વિવેકબુધ્ધિપૂર્વક વિચાર કરીને એકેએક શબ્દ લખવો પડે છે જેથી સાંપ્રત કે અન્ય કોઈ વિષય પર એ લેખ સમાજ અને વાચકને વિચારતા કરી શકે.” આદરણીય શ્રી કિશોરભાઈ દેસાઈના, વિવિધ વિષયોના ચૂંટેલાં સંપાદકીય આ એરણ પર સો ટચના સોના સમાન ખરા ઉતરે છે. આ લેખોને અહીં, “દાવડાનુ આંગણું”માં રજૂ કરીને સંપાદક પી.કે. દાવડાએ એક નવી દિશા સહુ વાચકો માટે ઉઘાડી છે. આ લેખોમાંથી વાંચન અને વિવેકબુધ્ધિથી વિભૂષિત તટસ્થ વિચારધારા કેળવવાની સમજ મળે છે. કિશોરભાઈ, આપે આવા મનનીય સંપાદકીય “આંગણાં”માં રજૂ કરવાની અનુમતિ આપી, એ બદલ આપનો હ્રદયપૂર્વક આભાર માનું છું. આશા છે, અમારા વાચકોને પણ આ લેખોમાંથી આનંદ સહિત આગવું કઈંક મળ્યું હોય. “આંગણું”ની સમસ્ત ટીમ વતી હું ભાઈશ્રી કિશોર દેસાઈને અહીં વાચક તરીકે સતત આવતા રહેવાનું અને આપણને ફરી આવો લાભ આપવાનું આમંત્રણ આપું છું. છેલ્લે, આપ સહુ સહ્રદયી વાચકમિત્રોનો અંતઃકરણપૂર્વક ધન્યવાદ. આપની હાજરી વિના “આંગણું” શોભી જ ન શકત.  – જયશ્રી વિનુ મરચંટ)

 

સંપાદકીય-૬ (કિશોર દેસાઈ)

સંપાદકીય

૧૯૬૮૧૯૭૦ ની આસપાસના ગાળામાં આવેલા ગુજરાતીઓની જે પેઢી અમેરિકા આવીને સ્થાયી થઈ છે તેમાંથી ગુજરાતીનો અભ્યાસ કરનારાઓમાંથી ભાગ્યે કોઈ એવો ગુજરાતી હશે જેણે ઉમાશંકર જોશીની કોઈ વાર્તા, નાટક, કાવ્ય, ગીત કે નિબંધ વાંચ્યાં હોય. કમસે કમ ટીવી વગરના જમાનામાંભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા કર્ણપ્રિય ગીત ઉમાશંકરનો સ્પર્શ પામવા માટેનું સૌથી મોટું માધ્યમ હતું.

ગુર્જરી ડાયજેસ્ટનો બહોળો વાચકવર્ગ વ્યવસાયે ગુજરાતી સાહિત્યકાર હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવે છે દિલચશ્પીથી રસ લઈને એના સંવર્ધન માટે હમેશાં સહાયભૂત થતો રહે છે. વિશેષાંક ખાસ તો એવા વાચકો માટે છે અને રીતે એમની સમક્ષ ઉમાશંકરની એક છબી રજૂ કરવાનો પ્રયાસ છે.

પૃથ્વીના પટ પર ઉમાશંકર જોશીનો સમયગાળો જુલાઈ ૨૧, ૧૯૧૧ થી ડીસેમ્બર ૧૯, ૧૯૮૮ નો રહ્યો છે. સિત્તોતેર વર્ષના ગાળામાં ઉમાશંકર જોશી, ગુજરાતપુત્ર, ભારતપુત્ર અને એથીય આગળ વિશ્વપુત્ર સ્વરૂપે ઝળાહળા થતા રહ્યા છે. ચંદ્રકાન્ત શેઠેઉમાશંકરનો વાગ્વૈભવનામે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રકાશન હેઠળ ત્રણ ખંડમાં ઉમાશંકરનું કાવ્યસર્જન, ગદ્યસર્જન અને વિવેચનને પ્રગટ કર્યું છે. તેમાં તેમણે શ્રધ્ધાબહેન ત્રિવેદી સાથે સંકલન કરીને ઉમાશંકર જોશીની જીવનક્રમિક અને વાંગમયસૂચિ તૈયાર કરી છે અને માનશો, એમાં કેટલાં પાનાં થાય છે? સુચિનાં પૂરાં ૯૯ જેટલાં પાનાં થાય છેમાત્ર સૂચિનાં. એમના વિશે અને ઉમાશંકરે પોતે લખેલાં સાહિત્યસર્જનને ગ્રંથસ્થ કરવામાં આવે તો એનો જથ્થો વિપુલ પ્રમાણમાં થાય. અને જાન્યુઆરી ૧૯૪૭ થી આરંભ કરેલા સામયિકસંસ્કૃતિદ્વારા ૧૯૮૪ ની સાલ સુધીનાં ૩૮ વર્ષના ગાળામાં જે અજોડ સાહિત્યસામગ્રી એમણે ગુજરાતને ચરણે ધરી ગુજરાતી સામયિકના ઇતિહાસમાં બેનમૂન છે.

એક વાર અમેરિકાના એક મિત્રે પોતાનો પ્રમાણિક અભિપ્રાય દર્શાવતાં કહ્યું કે, ‘ઉમાશંકરને વિશ્વસાહિત્યના કવિઓ સાથે મૂકી શકાય.’ તે સમયે . જો. વિશે મારૂં વાંચન એવું વિસ્તૃત નહોતું એટલે મારે પક્ષે ચર્ચાને કોઈ અવકાશ નહોતો. પણ મને હંમેશાં એમ લાગ્યું છે કે તેમના સાહિત્ય સર્જનમાં એવું કૌવત જરૂર છે. હાલમાં વિશેષાંક નિમિત્તે શ્રી ચંદ્રકાન્ત શેઠ દ્વારા લખાયેલાંઉમાશંકરનો વાગ્વૈભવના ત્રણ ખંડો, ઉમાશંકર સંકલિતસમયરંગ’, સમગ્ર કવિતા, ઉમાશંકરના પત્રો, હરીન્દ્ર દવે તથા સુમન શાહની પુસ્તિકાઓ જોતાં ઉમાશંકરના સાહિત્યવૈભવનો વિસ્તૃત પરિચય થયો અને પ્રતીતિ દૃઢ થી કે વિશ્વસાહિત્યમાં બેસી શકે એવી ક્ષમતા ઉમાશંકરના સાહિત્યસર્જનમાં છે . સામાન્ય રીતે નોબેલ પારિતોષિક જેવા ચંદ્રકો સાહિત્યકારોને માપવા માટેનો માપદંડ ગણવામાં આવે છે પણ આજે તો આવાં મોટાં પારિતોષિકો પણ વિવાદાસ્પદ બની રહ્યાં ચે અને રાજકારણની આંટીઘૂંટીથી ખરડાઈ રહ્યાં છે ત્યારે પ્રશ્ન થાય છે કે . જો. જેવા કોઈ મોટા ગજાના સર્જકને વિશ્વસ્તરે મૂલવવાનો માપદંડ કયો? શાંતિ માટેનું નોબલ ગાંધીજીને મળ્યું? મળ્યું. એમ કહેવાય કે રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ મળ્યું તેમાં એમની સર્જનની ગુણવત્તા ઉપરાંત તેમના પશ્ચિમના વગદાર મિત્રો પણ કારણભૂત હતા.

સંપાદકીય-૫ (કિશોર દેસાઈ)

કોઈ સારું લખાણ વાંચવામાં આવે તો મુ. મહેન્દ્રભાઈ મેઘાણી એની નકલો કરીને મિત્રોને વખતોવખત મોકલતા રહે છેઅલબત્ત ગાંઠના ગોપીચંદન કરીને. એક વાર તેમણે મોકલેલા લખાણમાં ટી.એસ. એલિયટનું કાવ્ય જોવામાં આવ્યુઃ

Where are we going?

The Eagel soars in the summit of Heaven,

The hunter with his dogs pursues the circuit.

O perpetual revolution of configured stars,

O perpetual recurrence of determined seasons,

O world of spring and autumn, birth and dying !

The endless cycle of idea and action,

Endless invention, endless experiment,

Brings knowledge of motion, but not of stillness;

Knowledge of speech, but nosilence;

Knowledge of words, and ignorance of the word.

All our knowledge brings us nearer to our ingnorance,

All our ignorance brings us nearer to death,

But nearness to death no nearer to God.

Where is the Life we have lost in living?

Where is the wisdom we have lost in knowledge?

Where is the knowledge we have lost in information?

The cycles of Heaven twenty centuries

Bring us farther from God and nearer to the Dust.

-T.S. Eliot, from ‘The Rock’

કાવ્યનું શીર્ષક સૂચવે છે કે દિશા ભૂલી ગયેલા ઈન્સાનની વાત છે. આપણને પોતાને ખબર નથી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. ચોક્ક્સ અભિગમ રહિત હેતુવિહોણું નિષ્ક્રિય જીવન આપણે જીવી રહ્યા છીએ એવો સૂર કાવ્યમાંથી નીકળે છે. પોતે ઊભી કરેલી જંજાળૉમાં ફસી જઈને આપણે ક્યાંક અધવચ્ચે અટકી ગયા છીએ અને ત્રિશંકુની હાલતમાં જીવન વિતાવી રહ્યા છીએ વાત કરતાં કવિ કહે છે, ઉપર ઊંચે ગગનમાં બાજપક્ષી આપણને નિશાની બનાવીને ત્રાટકવા માટે ઊડી રહ્યું છે અને નીચે ધરતી પર શિકારી પોતાની શ્વાનટોળકી  સાથે જાળ બિછાવીને બેઠો છે. કેમેય કરી હાલતમાંથી છટકી શકીએ એવી પરિસ્થિતિ આપણા માટે સર્જાઈ છે.

આપણી સમસ્યાઓ સાથે કાંઈ સ્નાનસૂતક હોય તેમ પ્રકૃતિ તો અખંડ, વણથંભી નિર્યમિત રીતે એકધારી ગતિથી નિર્લેપ ભાવે ચાલી રહી છે. પ્રતિદિન તારલાઓ ટમટમતા રહે છે. સૂર્ય ઊગે છે, આથમે છે. દિવસનું આગમન થાય છે પછી આત્રિના અંધકારમાં ગરકાવ થઈ જાય છે, ૠતુઓ બદલાતી રહે છે. વસંત પછી પાનખર, ફરી વસંતપાનખર એમ જન્મમરણનું ચક્ર અવિરત ચાલતું રહે છે.

પ્રકૃતિની નિરંતર ચાલતી ઘટનાઓને એક કોરે ધરબી દઈને આજે માનવી અને યંત વચ્ચે ભારે દોસ્તી જામી ગઈ છે. તેનો ઉલ્લેખ કરતાં કવિ કહે છે, કોઈ અંત એવાં તરેહ તરેઅહના પ્લાનો, સ્કીમો, તરકીબો, સંશોધનો આજના માણસ પાસે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ખુદ ઇશ્વરને પણ અચંબો થાય એવી હરણફાળ પ્રગતિ આપણે કરી છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આજના માણસે અસંખ્ય પ્રયોગો કરીને અવનવી શોધખોળો કરી છે. અને પ્રગતિથી સૌ રાજીરાજી અને ખુશહાલ નજર આવે છે.

પણ કવિને મન સિધ્ધિઓ સીતાજી ભુલાવામાં પડી ગયેલાં તેવાં સુવર્ણ મૃગ જેવી છે, અને આપણે સૌ આપણા રામને સુવર્ણ મૃત મેળવવા માટે એની પાછળ દોડાવી રહ્યા છીએ. સોનાનો મૃગ હાથમાં આવતો નથી અને આપણી દોડાદોડ અટક્યા વિના સતત ચાલી રહી ચે. કેટલાય વિરોધાભાસ વચ્ચે આપણે જીવન જીવી રહ્યા છીએ. ‘બધું ઝડપી થવું જોઈએ આજના માણસનો ગુરૂમંત્ર બની ગયો છે.

બધું ઝડપથી થઈ શકે એવું જ્ઞાન, એવી ટેકનોલોજી આપણે મેળવીખરિ; પણ શાંત, સૌમ્ય અને ધીરગંભીર રહી શકીએ એવી સ્થિતપ્રજ્ઞશી મનોદશા કેળવવામાં પાછળ રહી ગયા! શબ્દચાતુર્ય અને વાણીનો વેપાર કરવાનું શીખી લીધું, પણ મૌન રહેવાની કળા ભૂલી ગયા. શબ્દોના ભ્રામિક શણગારમાં પરમ તત્ત્વ સાથેનું સંધાણ ભૂલી ગયા. બાઈબલમાં WORD શબ્દ, સૃષ્ટિની સર્જનાત્મક શક્તિ માટે વાપરવામાં આવે છે. એટલે કે સર્જનહાર માટે વાપરવામાં આવે છે. શીખ ધર્મમાંશબ્દકહે છે તે WORD. આમ આપણે પરમાત્માને ભૂલી નિજની પ્રશસ્તિમાં ખૂંપી ગયા.

વધુ પડતા જ્ઞાનનો અતિરેક આપણને અજ્ઞાન અને મૂઢં અવસ્થા તરફ લઈ જઈ ર્હ્યો છે. અંતે તો અવસ્થા આપણા આત્મઘાતને નોંતરી રહી છે. કવિ લાલબત્તિ ધરતાં કહે છે, પોતે નોંતરેલી આત્મઘાતની અવસ્થા મૃત્યુનો અર્થ ઇશ્વર પ્રતિ પ્રયાણ એવો કરશો, કારણ કે મુક્તિ નથી.

કવિના કેટલાક વેધક પ્રશ્નો છે કે વરસોના હિસાબે જીવન તો જીવી લીધું પણ એમાં આપણું અસ્તિત્વ ક્યાં છે?

ગુણિજ્ઞાની તો બન્યા પણ આપણા હાપણ અને શાણપણ ક્યાં ખોવાઈ ગયાં? જેની કોઈ કલ્પના કરી શકીએ એવા માહિતીસભર તો બન્યા પણ આત્મજ્ઞાન એમાં ક્યાં અટવાઇ ગયુમ?

જેમ સાહિત્ય કોસિયા સુધી પહોંચે તો અધૂરૂં છે તેમ જે પ્રગતિ સમાજના નાના આમ આદમી સુધી પહોંચી હોય તો તે પ્રગતી શું કામની?

છેલ્લે કવિ કહે છે વીસ વીસ સદીઓથી સત્ત પ્રગતિની ગુલબાંગ ફેંકતા માનવી ઈશ્વરથી વધારે ને વધારે વિમુખ થઈ રહ્યો છે અને પોતાના સર્વનાશ તરફ જઈ રહ્યો છે. બાઈબલમાં લખ્યું છેઃ

‘For what is a mana profited, if he shall gain the whole world and lose his own soul?’

કિશોર દેસાઈ (એપ્રીલ, ૨૦૦૮)

સંપાદકીય-૪ (કિશોર દેસાઈ)

માર્ચ મહિનામાંહબલ ટેલિસ્કોપેઅંતરિક્ષના ઊંડાણમાં જઈ લીધેલી તસ્વીરો ખગોળશાસ્ત્ર્ને હવાલેરી ત્યારે આખું વિશ્વ આનંદ આશ્ચર્યથી અવાક થઈ ગયું. ખગોળશાસ્ત્રીઓ અને નાસાના વૈજ્ઞાનિકો માટે દિવાળીનું પર્વ ઉજવવા જેવી ઘટના હતી. પૃથ્વીનું પરિભ્રમણ કરી રહેલા હબલ ટેલિસ્કોપે અવકાશની અંદરના માત્ર એક જે વિસ્તારને કેન્દ્રસ્થ રાખી લગભગ એક મિલિયન સેકન્ડ એટલ ૧૧. દિવસ સુધી કેમેરાના લેન્સને ત્યાં સ્થગિત કરીને તસ્વીરો ઝડપી હતી.

વિજ્ઞાને સૃષ્ટિની ઉત્પત્તિ માટે જે theory આપી છે તેને Big Bang Theory કહેવામાં આવે છે. થીઅરી અનુસાર વિશ્વની ઉત્પત્તિ થઈ ત્યારે એક પ્રચંડ ધડાકો થયો હતો. તે વખતે સર્વત્ર ગાઢ અંધકાર છવાયેલો હતો. તારામંડળ, ગ્રહમંડળ કે આકાશગંગાનું અસ્તિત્વ ત્યારે હતું. પ્રચંડ ધડાકો થયા પછી આશરે ૩૦૦ મિલિયન વર્ષો બાદ તારલાઓ, ગ્રહો અને આકાશગંગાની ઉત્પતિનો આરંભ થયો હતો. બાઈબલમાં ઘટનાને રીતે વર્ણવી છેઃ

“In the beginning was the word and the word was with God and word was God.’ જ્યારે હિંદુ ધર્મમાં બ્રહ્મનાદ કે આકાશવાણીનો ઉલ્લેખ છે. પ્રચંડ ધડાકાનો ઉલ્લેખ છે.

એવો અંદાજ છે કે હબલ ટેલિસ્કોપે બ્રહ્માંડના નવા ક્ષેત્રમાં જીને જે તસ્વીરો લીધી છે વિસ્તારમાં લગભગ ૧૦,૦૦૦ જેટલીઅગાઉ જોવામાં આવેલી આકાશગંગાઓ (Galaxies) અસ્તિત્વમાં છે, અને તો માત્ર પૂર્ણચંદ્રના માત્ર દસમા ભાગના વિસ્તારમાં છે. તો વિચાર કરો સમગ્ર બ્રહ્માંડમાં આવી કેટલીયે આકાશગંગાઓ હશે? આપણી બુધ્ધિ કામ કરે એવી વિરાટની વાતો છે. ટૂંકમાં Big Bang પછી વિશ્વની ઉત્પત્તિ થઈ અને આજે એનું આયુષ્ય ૧૩. બિલિયન વર્ષનું મૂકવામાં આવે છે.

અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી, વિશ્વમાં જેનુ અસ્તિત્વ છે તેને વિજ્ઞાન શોધી કાઢે છે અને આપણી સમક્ષ રજૂ કરે છે. જે આજ સુધી આપણા માટે અજ્ઞાત હતું તે બહાર આવે છે. ઘણાં સંતપુરુષોએ વિશ્વની ઉત્પત્તિનાં જે આબેહૂબ વર્ણનો આપ્યાં છે તે જાણીને ઘણીવાર આશ્ચર્ય થાય છે. બાઈબલમાં ઈશુ ખ્રિસ્ત કહે છેઃ ‘In my father’s house are many mansions.’ અર્થાત મારા પરમપિતાના ઘરમાં અનેક ખોરડાંઓ છે. ઈશુ જેવા આદમી જ્યારેપરમ્પિતાનું ઘરઅનેખોરડાંની વાત તો હોયને? સંત કવિ કબીરે પણ આવાં ખોરડાંઓની વાત ઈશુ કરતાં પણ વધારે વિસ્તારથી એન એક પદકર નૈંનો દિદાર મહલમેં પ્યારા હૈમાં વર્ણવી છે. આખ વિશ્વની ઉત્પત્તિની વાત એમાં એણે જે વિસ્તારથી કરી છે તે ખૂબ દિલચસ્પ છે. અલબત્ત, કબીર આશ્યાત્મિક દ્ર્ષ્ટિકોણથી વાત સમજાવે છે. જે જાણકારી આપણને આજેહબલ ટેલિસ્કોપદ્વારા મળી રહી છે એનો અણસાર આજથી લગભગ પાંચસો વર્ષો પહેલાં કબીરને આવ્યો હતો તે જાણીને અચરજ થાય છે. કબીરે પરમપિતાના ઘરનાં અનેક ખોરડાંઓનાં નામ આપ્યાં છે તેમાં સહસ્રદલ કમલ, ત્રિકુટી, બંકનાલ, દસવાં દ્વાર, મહાસુન્ન, ભંવર ગુફા, સતનામ અને અગમલોક જેવાં નામોનો ઉલ્લેખ કર્યો છે. કબીર કહે છે ખંડ બ્રહ્માંડોનું સર્જન પરમાત્માએ કર્યું છે. આપણો આત્મા પરમાત્માનો અંશ છે. જો એકાગ્રતાપૂર્વક સાધના કરવામાં આવે તો આત્માની સફર ઉર્ધ્વગાંઈ બને છે અને આત્મા ખંડબ્રહ્માંડોમાંથી પસાર થઈને પરમાત્માનાં દર્શન કરે છે. હબલ ટેલિસ્કોપે મોકલેલી તસ્વીરોમાં બ્રહ્માંડમાં લાલિમા ધરાવતી અનેક આકાશગંગાઓ નજરે પડે છે. કબીર એના પદમાં આના અનુસંધાનમાંલાલ બરન સૂરજ ઉજિયારાજેવા શબ્દપ્રયોગ કરે છે. વીજ્ઞાનિકો Black Hole નું જે વર્ણન કરે છે તેને કબીર પોતાના પદમાં મહાસુન્ન, ભંવરગુફા, બંકનાલ વગેરે શબ્દોમાં વર્ણવે છે. Black Hole બ્રહ્માંડનો એક એવો પટ્ટો છે જ્યાં ગાઢ અંધકાર સિવાય બીજું કશું નથી. કબીરનુંમહાસુન્નતે વૈજ્ઞાનિકનુણ Black Hole.

અખિલ બ્રહ્માંડની અંદર વિશાળ પાયા પર જે તેજોમય હલચલ થતી રહે છે અને નયનરમ્ય રંગોથી આચ્છાદિત બ્રહ્માંડના સૂર્યમંડળો વિકસતાં રહે છે તેને આપણે વિજ્ઞાનની મદદથી જોઈ શકીએ છીએ. પરમ પદને પામેલા કબીર જેવા સંતપુરુષો આધ્યાત્મિક સાધના વડે બ્રહ્માંડના વિસ્તારનું આનાથી પણ વધારે રોમાંચક સૌંદર્ય જુએ છે અને એનું આબેહુબ વર્ણન પણ કરે છે, જે વિજ્ઞાને મેળવેલી માહિતીને મળતું આવે છે. બધી ગૂઢ વાતો છે. જેનો પાર પામવા માટે સંયમપૂર્વકની સાધના અને પુરુષાર્થ જરૂરી છે. અને આવાં બીજાં કોઈ કારણસર નહીં તો યે માત્ર કુતુહત ખાતર પણ કબીરજીનું પદ મેળવીને વાંચવા જેવું છે.

સુન્દરમ પણ ગૂઢ વાતોને કોઈ કામિલ મુર્શીદ અર્થાત કોઈ દરવેશ પાસેથી જાણવા માગે છે. ‘કંઈ વાત કહોકાવ્યમાં કવિ સુન્દરમ લખે છેઃ

તમારા કિયા દેશ દરવેશ

હો અવધૂત, દોયો કો અણસુણ્યો આદેશ

દુનિયાના નવે ખંડથી

દશમ ખંડ શું ન્યારો?

જગ કેરા ખટરસથી શું

સપ્તમ રસ કો પ્યારો?

તમોએ પીધો પરમ રસ ખરો?

અરે કંઈ વાત કહો દરવેશ !

એવું લાગે છે કે સુંદરમે આવો દશમ ખંડ જોયાની અનુભૂતિ કરી હશે. કારણ કે આવી ગૂઢ વાતોને નર્યો બકવાસ માનતા લોકોને પડકાર ફેંકતાં સુંદરમ પોતાના એક કાવ્યમાં ખે છેઃ

દેખાતું નૈં તેથી નૈં

વાતના સૈ, ના સૈ, મારાભૈ,

દેખાતું નૈ તેથી નૈં.

અગમઅગોચરની વાતોને આપણ આપણી બુધ્ધિ (Intellect)ના ત્રાજવે તોળીએ છીએ. આપણી બુધ્ધિ મર્યાદિત છે અને બધી તો શ્રધ્ધાની વાતો છે. ગાંધીજી કહેતા કે જ્યારે બુધ્ધિની હદ આવી જાય છે ત્યારે શ્રધ્ધાનો આરંભ થાય છે.

હબલ ટેલિસ્કોપઆપણને કહે છે, ‘મેં સર્જનહારની સૃષ્ટિના દશમ ખંદમાં પહોંચી જઈને એની લીલા નજરોનજર જોઈ છે. તસ્વીરો એનો હાજરાહજૂર પુરાવો છે.’ કબીર, નરસિંહ અને ઈશુ જેવા અનેક ઓલિયાઓએ અનુવેલાં બ્રહ્માંડનાં ગૂઢ રહ્સ્યો વિશે સંશય કરવા નેવો નથી એમ હબલ ટેલિસ્કોપઆપણને કહે છે. હબલ ટેલિસ્કોપ તો સુન્દરમનો દરવેશ નહીં હોય ને?

કિશોર દેસાઈ

સંપાદકીય-૩ (કિશોર દેસાઈ)

સંપાદકીય-૩

રાજેન્દ્ર શાહના કાવ્યની બે પંક્તિ છેઃ

ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?

નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર!”

પહેલી પંક્તિમાં કવિ જ્યાંત્યાં દુઃખોના રોદણાં રડવાની આપણી કુટેવ તરફ વાત્સલ્યભાવ સાથે ભાઈ રે ના સંબોધનથી અંગુલિનિર્દેશન કરે છે, તો બીજી પંક્તિમાં આપણાં નાનાં નાનાં દુઃખોની આપકથાઓને જગત સમક્ષ છતી કરવાની શિખામણ આપે છે. ગમે એવાં આકરાં દુઃખોની પળોમાં પણ પડી ભાંગતાં જેઓ ખમીરપૂર્વક દુઃખોનો સામનો કરે છે તેવા લોકોનાં જગતમાં ગુણગાન ગવાય છે. મનુષ્યજીવન રણસંગ્રામ જેવું છે, જંગમાં જે મરદાનગીથી લડત આપે છે અને પડેલા ગણવા બેસતો નથી તે વિજય મેળવે છે.

રામરાજ્ય હોય કે કળિયુગ, સંઘર્ષ આપણા જગતનો ક્રમ છે. અહીં એવું કોઈ નથી કે જેને આપત્તિઓ આવી હોયપછી રંક હોય કે તવંગર ઓલિયો હોય કે રાજવી. જેનું અંદરનું પોત સમૃધ્ધ છે, ભરેલું છે તે ગમે એવાં દુઃખો આવે તો પણ હલી જતો નથી. અને દુઃખો કોને નથી પડ્યાં? આપણી સમે ધ્રુવતારક બનીને ઊભાં છે એવાં નરસિંહ, મીરાં, ગાંધી, મધર ટેરેસા જેવાં કેટલાંયને કાંઈ ઓછાં કષ્ટ પડ્યાં છે? મહામાનવ તો પાછળથી થયાં. જ્યારે યાતનાઓ તેમની સામે આવીને ઊભી ત્યારે સમસમીને અંદર સોસવાઈને બેસી રહેતાં પડકાર ફેંકીને તે સૌએ જંગ ખેલ્યો. જંગમાં આગળ વધવાની વાત છેમાથે હાથ દઈ હતાશ બનીને ભૂતકાળના રોદણાં રડવાની વાત નથી. હરીન્દ્ર દવે લખ્યું છેઃઆપણે વીતેલા સમયનો ભારો ઊંચકીને ચાલતા હોઈએ છીએ. પણ કોઈક અભાન ક્ષણે ભારાની ગાંઠ છૂટી પડે છે અને બધું વેરાઈ જાય છે.”

એક વાર કારમાં રેડિયો સાંભળતો હતો. એમાં રેડિયોએનાઉન્સરે એક મજાની વાત કહેલી સ્પર્શી ગઈ. એણે કહ્યું કે આપણે લોકોની સહાનુભૂતિ મેળવવા તેમની આગળ આપણાં દુઃખો કહેવા બેસી જઈએ છીએ, પણ હકીકત છે કે ૮૦ ટકા લોકો એવાં છે કે જેઓને પોતાને એટલાળ બધાં દુઃખો છે કે તેમને તમારાં દુઃખો સાંભળવામાં કોઈ રસ નથી, બાકીના વીસ ટકા લોકો એવાં સમૃધ્ધ અને સરસ જીવન જીવે છે કે તમારાં દુઃખોનો સહેજ ઓછાયો પણ પડે તેવું ઈચ્છતા નથી. એમને તમારાં દુઃખો સાંભળવામાં કોઈ રસ નથી. એઅલે કે કે આપણી જાતક વાતોનો ગમે એટલો શોર મચવીએ તો તે બહેરા કાન પર પડ્યા સમાન છે.

અને છતાં આપણે શોર મચવતાં ફરીએ છીએ કારણ કે આપણું અંદરનું પોત સમૃધ્ધ નથી, સાવ પોલું અને ખોખલું છે. આત્મચિંતનની સમૃધ્ધિમાં આપણે કંગાળ બનતા જઈએ છીએ. પરિણામે આપણી વૈચારિક શક્તિ મંદ છે. આપણી શિક્ષણ પધ્ધતિના પાયામાં કે સમાજની કોઈ પણ વ્યવસ્થાના પાયામાં જુઓ, આપણે માત્ર ભૌતિક સુખસમૃધ્ધિનેખાસ કરીને ધનસંપત્તિને વધારે પડતી અગ્રસ્થાને રાખી છે. અધ્યાત્મજ્ઞાન આપવાનો દાવો કરનારી સંસ્થાઓમં પણ ભોગપ્રધાન પ્રવૃત્તિઓ તરફ ધ્યાન કેન્દ્રિત થયેલું જોવામાં આવે છે. પરિણામે ભક્તિમાં પણ દંભ અને વેવાલાઈ જોવા મળે છે. આને કારણે નાનાં અમથાં દુઃખો આવી પડે તો તેની સામે ટકી રહેવાનું સામર્થ્ય આપણે ગુમાવી દઈએ છીએ.

કાવ્યપંક્તિઓ લખીને અંગુલિનિર્દેશ કર્યા પછી કવિકર્મ પૂરું થાય છે. પણ સમસ્યાના ઉકેલ માટેની મથામણ તો આપણે કરવાની હોય છે. શ્રીકૃષ્ણે શ્રીમદ ભગવદગીતામાઃ

સુખેદુઃખે સમે કૃત્વા લાભાલભો જયા જયૌશ્ર્લોક દ્વારા સ્થિતપ્રજ્ઞાની અવસ્થા સમજાવી છે. અવસ્થા કેળવવી મુશ્કેલ છે ખરી, પણ અશક્ય નથી. આંતરચેતનાને સતત જાગ્રત રાખવાનો કીમિયો છે.

ભગવદગીતાની એક પંક્તિ જો જીવનમંત્ર બની જાય તો આપણા માંહ્યલાનો ભંડાર ભર્યોભર્યો થઈ જાય. આપણાં દુઃખોના અંધારી રાતના બિહામણા પડછાયા ઓસરી જશે અને ત્યાર પછીની ગુલાબી સવાર પ્રગટ્તાં જીવનમાં ગુલમોર ખીલી ઊઠશે.

ચોપાસ ઉષાના અજવાળાં નિહાળવા પ્રેરે એવું ગીત છે. એટલે રાજેન્દ્ર શાહનું કાવ્ય મને ગમે છે.

કિશોર દેસાઈ (એપ્રિલ ૨૦૧૦)

સંપાદકીય-૨ (કિશોર દેસાઈ)

સંપાદકીય (“સ્વની શોધ)

સ્વને શોધવા નીકળેલો માણસ અનાદિકાળથીસ્વની શોધ કર્યા કરે છે. જ્યાં સુધીસ્વની ઓળખ થાય નહીં ત્યાં સુધી એને કોઈ અજંપો કોરી ખાય છે. ‘સ્વને શોધતાં શોધતાં મોટા ભાગના માણસોહુંમાં અટવાઈ જાય છે અનેસ્વની શોધ ખોરંભે તો નથી પડતી પણ વધારે વિકટ બની જાય છે. જાણે કોઈ દીવાલ સામે ખડી થઈ જાય છે. નરસિંહ મહેતા કહે કે, ‘હું કરું, હું કરું અજ્ઞાનતાત્યારે એમ લાગે કે કદાચ હુમઅને એના થકી આવતી અજ્ઞાનતા સ્વની શોધને આગળ વધતાં રોકે છે.

ક્રાઈસ્ટ જ્યારે એમ કહે કે, ‘Knock and it shall be open unto you’ અર્થાતદરવાજે ટકોરો માર તો તને જડશે.’ વાત સ્વ ને શોધવા ઝંખતા માણસ માટે તેમણે કહી છે. ક્રાઈસ્ટ ભેદ પામેલા અને ભેદી અને મરમી છે. એટલે આટલું કહીને અટકી જાય પછી ભેદ તો આપણે ઉકેલવાનો. વધારે પૂછીએ તો વળી એવો ભેદી જવાબ મળે; ‘If thine eye be single, thy whole body be full of light.’ આપણે ચકરાવે ચઢી જઈએ કે ‘single eye’ એટલે શું? હિંદુશાસ્ત્રમાં શિવનેત્ર નો ઉલ્લેખ આપણે સાંભળ્યો છે, શું તે Single eye હશે? કહેવાય છે કે જેનું શિવનેત્ર ખૂલી ગયું હોય છે એને પછી સર્વત્ર જ્યોતિર્મય લાગવા માંડે છે.

ઘણી વાર હું જ્યોતિર્મય અવસ્થાની અને ‘Thy whole body shall be full of light’ની વિચારધારામાં સરી જાઉં છું ત્યારે ચોપાસ કાંઈ ભાસતું હોય એવી અંધકારમય અવસ્થાની અનુભૂતિ થાય છે અને અંધકારમાં મારામાં સળવળતો સ્વ ને શોધવાનો પ્રશ્ન અળ્શિયાની જેમ સળવળ્યા કરે છે.

ક્રાઈસ્ટ જેવો એક ઈજો મરમી ગ્રીસમાં થઈ ગયો જે સતત લોકોની સામે Know thyself એટલે જાતને ઓળખ, સ્વ ને શોધ.

એથેન્સની શેરીમાંથી સોક્રેટીસ એક વાર પસાર થતો હતો ત્યારે કેટલાંક અટકચાળાં છોકરાંઓએ તીખળ કરતાં પૂછ્યું, ‘તમે વારે વારે બધાને kno thyself એવું કહ્યા કરો છો તો શું તમે પોતે તમારી જાતને ઓળખી છે ખરી?” સોક્રેટીસ કહેના

કેમ?”

તો કહે, જ્યારે મને લાગવા માંડે કે મારામાં જ્ઞાન આવુ ગયું છે ત્યારે મને સમજાય છે કે હું વધારે ને વધારે અજ્ઞાનની અવસ્થામાં છું.

વિચાર કરો, આમાંથી આપણે શું તારણ કાઢવું? બધા મરમીઓ આવું કાંઈક ટૂંકું અને ટચક્યાંક એકાક્ષરી કહીને અટકી જાય પછી આપણે ગોથાં ખાતાં રહેવાનું. નરસિંહ મહેતા જેવા મરમી, ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યુંજેવું બ્રહ્મવાક્ય કહે ત્યારે આપણે ઉપર દેખાતા ગગનમાં ધૂમનારને શોધીએ. થાકીએ ત્યારે ખબર પડે કે મહેતા અંદરના ગગનની બારીમાં નિરખવનું કહે છે.

સ્વ ને પામેલો કોઈ મરમી કે દરવેશ એક કિતાબમાં બધું લખી આપે અને આપણે લેશન કરતા હોઈએ એમ પોપટની જેમ ફટાફટ વાંચી જઈએ તેથી આપણને સ્વ જડી જાય એવું બનતું નથી. સ્વ ને પામવાની વાતમાં આપણે પોતે ડુબકી મારીને મહાસગરને તળિયેથી છીપલું શોધી લાવવાનું હોય છે. કદાચ પોતાની શોધમાં પોતે રમમાણ રહેવાનું હોય એવો ક્રમ વિધાતાએ ગોઠવ્યો હશે. ક્રમ પણ કાંઈ સરળ નથી. હતાશ થઈ જવાય એવો છે. સુન્દરમની એક સરસ કવિતા છે, ‘અરે, કંઈ વાત કહો, દરવેશ!” જેમાં આવી રીતે હતાશ થયેલો માણસ કુતૂહલવશ કોઈ મરમીને ભીતરની વાતું જાણવા માટે પ્રશ્નો પૂછે છે અને દરવેશને વિનંતી કરે છે કે બાપલા, અમને કાંઈક તો કહો.

મીરાં, કબીર, નાનક, નરસિંહ મહેતા, રૈદાસ, તુકારામ, નામદેવ, મૌલાના રૂમ વગેરે જેવાં મરમીઓએ આપણા માટે પથ દર્શક બઈને સ્વ ને શોધવા જતાં માર્ગમાં આવતાં landmark, સીમાચિહ્નોનો નિર્દેશ કર્યો છે. કબીરજીએ તોકરનૈંનોદીદાર મહલમેં પ્યારા હૈ…” (અર્થાત, તું નયનોથી દર્શન કરી લે, દેહરૂપી મહેલમાં પ્રિયતમનો વાસ છે.) નામના પદમાં ઠેઠ બ્રહ્માંડના બીજા છેડા સુધી અવતાં કેટલાંય સીમાચિહનો મૂકી દીધાં છે. અને પછી જાણે આપણને આહવાન કરીને કહે છે, ‘બેટવા, રત્નાકર બડા ગહરા હૈ, અંદર ડુબકી મારો ઔર લેઆઓ રતન.”

ડૂબકી મારવામાં અને રતન મેળવવામાં શા માટે આપણને મુશ્કેલીઓ નડે છે તે સમજાવતાં કબીરજી કહે છે, ‘માયા બની ઠગિની હમ જાની…’ બાહ્ય જગતમમાં આપણને જે સાચું લાગે છે તે ખોટું છે એવું તેઓ કહે છે. ખોટાને સાચું સમજવાનો આપણો ભ્રમ તે માયા. ખોટું એટલા માટે કે જે નરી આંખે જોઈ શકાય છે તે સઘળું કાળક્રમે નાશવાન છે, આત્મસ્વરૂપ આત્મા જે જોઈ શક્તો નથી તે અવિનાશી છે અને પરમાત્માનો અંશ છે. વાત બધા મરમીઓ, ઓલિયાઓ, સૂફી દરવેશો એક અવાજથી કહે છે. કૃષ્ણ ભગવાન આત્મા વિશે કહે છે, “નૈનમ છિદન્તિ શસ્ત્રાણિ, નૈનમ દહતિ પાવકઃ

સ્વ ને શોધવાની વાત તો હજી આપણાથી ઉકેલાઈ નથી ત્યાં માયા એટલે શું શોધવામાં આપણે અટવાઈ જવાનું. માયા આપણામાં કેવી રીતે પ્રવેશે છે તેની રસપ્રદ વાત મેં એક સંતવાણીમાં સાંભળેલી. તેનો અખતરો મેં મારા બે વર્ષના પૌત્ર રાયન ઉપર કરી જોયો. મેં એક હાથમાં ચોકલેટ મૂકી બીજા હાથમાં લગભગ પચ્ચીસેક ડોલર મૂક્યા. મેં એને કહ્યું કે તું આમાંથી એક પસંદ કર. એણે તરત ચોકલેટ ઉપર પસંદગી ઉતારી. મેં એને ઘણો સમજાવ્યો કે જો પચ્ચીસ ડોલરમાં તને ....લી બધી ચોકલેટ મળશે. પણ ના એની પસંદગી પર ઠરી અને પચીસ ડોલર ફગાવીને એક ચોકલેટ લીધી. ચોકલેટ એનું Focus હતું. આનું નામ માયા. કદાચ એનો આરંભ ચોકલેટથી થાય છે, પછી રમકડં, પછી મોટાં રમકડાં, પછી…. આમ અવિરત ચક્ર ચાલુ થઈ જાય છે. આપણું Focus બદલાતું રહે છે અને આમાં આપણો સ્વ ક્યાંક અટવાઈ જાય છે.

સંતપુરૂષોએ માનવદેહને અમૃતકુંભ કહ્યો છે. કોઈકે એને નવદ્વાર નગરી પણ કહી છે. નવદ્વારોને રસ્તે જતાં, સ્વ ને ભૂલીને બાહ્યજગતની યાત્રામાં ખૂંપી ગયેલો માનવી વૃધ્ધ થાય છે ત્યાં સુધીમાં તો અમીરસનો કુંભ ખાલી થઈ ગયો હોય છે અને પોતે સુકાઈને બાવળ જેવો શુષ્ક નિષ્ક્રિય બની જાય છે.

લગભગ .. ૧૫૪૪ થી ૧૬૦૩ ના ગાળામાં આપણે ત્યાં ગુજરતમાં દાદૂ દયાલ નામે એક મહાત્મા થઈ ગયા હતા. કબીરની જેમ એમના પદો પણ તીવ્ર અને ધારદાર ચોટવાળાં છે. એક પદમાં એમણે લખ્યું છે,

ફૂટી કાયા જાજરી, નવ ઠાહર કાણી,

 તા મૈં દાદૂ ક્યોં રહૈ, જીવ સરીખા પ્રાણી?’

મતલબ કે દેહ હવે કમજોર બની ગયો હે, નવ ઠેકાણે કાણાંવાળા અમૃતકુંભમાંથી અમીરસ બાહ્ય જગતમાં ઢોળાઈ ચૂક્યો છે. જર્જરિત દેહ હવે જીવને રહેવા લાયક રહ્યો નથી.

મરમીએ શિવનેત્રને લક્ષ્મણરેખા બનાવી છે. એની નીચે જાઓ તો માયાદેવીનું સામ્રાજ્ય મળે. એની ઉપર જાઓ તો અવિનાશી પદ મળે, આત્માનું સામ્રાજ્ય મળે. પસંદગી આપણા પર છોડી છે. આપણી દ્વિધા છે. આપણે દશમદ્વાર (શિવનેત્ર) પર ખંભાતી તાળું લગાવીને બેઠા છીએ. માયાના આવરણ હેઠળ નવ દ્વારોને ખુલ્લાં મૂકી દીધાં છે, પછી આવી દશા થાય તો શું થાય એવો ભાવ અહીં દાદૂના પદમાં રજૂ થયો છે.

આધ્યાત્મિક અભિરુચિ વગરનું આપણુંમાત્ર ભૌતિક જીવન બડી તેજ રફતારથી Fast track પર જઈ રહ્યું છે, કોઈની પાસે સમય નથી. સ્વ ને ભૂલીને પોતાની જાતથી વેગળા થઈ ગયા છીએ. હવે slow track પર જવાની જરૂર છે, દરદીને આરામની જરૂર છે. શિવનેત્ર પર ઘડીક આંટો મારી આવવા જેવો છે. પરોઢિયે રંગીન નઝારામાં અરૂણોદય જોવા જેવો છે. (કિશોર દેસાઈ, જુલાઈ, ૨૦૦૯)

સંપાદકીય-૧ (કિશોર દેસાઈ)

કિશોરભાઈ દેસાઈનો પરિચયઃ

જુદા જુદા ગજાના તથા દેશ-વિદેશના લેખકો, સર્જકો અને વિવેચકોની વિવિધ કૃતિઓના મણકાઓને એકસૂત્રતાના દોરામાં પરોવી, માળા બનાવીને, વાંચકો સુધી પહોંચાડવાનું કામ (અને કદાચ “થેંકલેસ જોબ”) અત્યંત કપરૂં છે. આ માળાને એક ગુજરાતી વાંચકો, ગળામાં હારની જેમ પહેરે કે પછી એની અવગણના કરે કે પછી તેની ભરપૂર ટીકા કરે, એનો કોઈ ભરોસો હોતો નથી. મને કાયમ વિસ્મય થતું કે આ તંત્રી કે સંપાદકો, આવી અજાણ અંજામની સફર, સામયિકના નિશ્ચિત સમય પ્રમાણે અંક પછી અંક, ને પછી અંક, ન જાણે કઈ રીતે કરતાં હશે? ૮૦ના દાયકામાં, અમેરિકાના ફિલાડેલ્ફિયામાં, ગુજરાતી દ્વિમાસિક “ગુર્જરી” શરૂ કરીને, આવી અનિશ્ચિતતાની સફર આદરવાનું બીડું ઝડપ્યું, એક આધેડ વયના, કોર્પોરેટ અમેરિકન ડ્રીમ જીવતા સફળ એન્જિનિયરે! આ એન્જિનિયર એટલે આજે લગભગ ૩૨ વર્ષોથી, “એકલો જાને રે”ની ખુમારીથી સામયિક, “ગુર્જરી” ચલાવતા, આદરણીય કિશોરભાઈ દેસાઈ. ડાયસ્પોરામાં સર્જાતા ઉત્તમ સાહિત્યિક સર્જનોને આ સામયિકે માત્ર અમેરિકા કે અન્ય વિદેશોમાં જ નહીં પણ, ભારતમાંયે વંચાતા કર્યા. કેટકેટલા નવા ડાયસ્પોરાના લેખકોને “ગુર્જરી”એ વિકસવા માટે ફલક આપ્યું! એટલું જ નહીં, પણ, ભારત છોડીને, વિકાસની શોધમાં અમેરિકા આવી વસ્યા હતાં એ સહુ સાહિત્યકારોને તથા એમની સર્જકતાની સફરને સાતત્ય આપ્યું. આ સાહિત્યકારોમાં અનેક આદરણીય વિભૂતિઓમાંથી થોડાક નામ કોઈ પણ ક્રમ વિના અહીં યાદ આવે છે, જેમ કે, મધુ રાય, ડો. મધુસુદન કાપડિયા, આદિલ મન્સૂરી, અશોક વિદ્વાંસ, પન્ના નાઈક, શકુર સરવૈયા, અદમ ટંકારવી, પ્રીતિ સેનગુપ્તા વગેરે. એટલું જ નહીં, પણ અનેક નવા સર્જકોની ઓળખ દેશવિદેશમાં આપી જેમાંના કેટલાક નામોએ તો ભારતમાં પણ પોતાના સર્જનો થકી, ડાયસ્પોરા સર્જનોનો એક નવો ચીલો પાડ્યો, જેમાં આગવું નામ છે, ભાઈશ્રી હર્નિશ જાનીનું. આટલા બધા વર્ષોથી, સતત ઉત્તમ સાહિત્ય “ઘરના ગોપીચંદન” કરીને પણ પીરસતા રહેવું એ બહુ મોટી વાત છે.

આજે એ કિશોરભાઈ દેસાઈના ચૂંટેલાં સંપાદકીય લેખોને અહીં દર શનિવારે, આંગણાંના “ચંદરવા”માં મૂકવાનો નિર્ણય કરીને, ભાઈશ્રી પી.કે. દાવડાએ, સહુ વાચકોને સિક્કાની બીજી બાજુના મનોવિશ્વના ઉઘાડની ઝાંખી કરવાની તક આપી છે. એક સંપાદકને, વિવિધ સંપાદકીય લખતી વખતે તથા અન્ય સર્જકોના લખાણોને મૂલવતાં, કેટલું સમતોલન અને સંતુલન રાખવું પડે છે, એની જાણકારી આ લેખો દ્વારા આપણને મળે અને એના થકી, આપણું ભાવવિશ્વ તથા મનોજગત સમૃધ્ધ બને એવી આશા સાથે, આપણે બધાં આ અનોખા ડાયસ્પોરાના અગ્રિમ સંપાદક, ભાઈશ્રી કિશોરભાઈને વધાવી લઈએ. કિશોરભાઈ, આપનું “દાવડાનું આંગણું”માં, હ્રદયપૂર્વક સ્વાગત છે.

-જયશ્રી વિનુ મરચંટ (સંપાદક-ધારાવાહી અને ચંદરવો)

સંપાદકીય

રોટી ઓર બેટીકા વહેવારજેવી માન્યતા આપણા કલ્ચરમાં જાણીતી છે. એટલે કે અમુક ઘરની રોટી આપણાથી ખવાય અને અમુક ઘર સાથે બેટી આપવાલેવાનો વહેવાર થઈ શકે. જો કોઈ કુટુંબ પ્રથાનો ભંગ કરે તો તે કુટુંબ ઉપર મોટી આફત આવે અને ગુના માટે સમાજ તરફથી કલ્પનામાં આવે એવાં દબાણોમાંથી કુટુંબને પસાર થવું પડે. એવી પરિસ્થિતિ આપણા દેશના અનેક સમાજોમાં હતી એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી.

આપણી સમાજ વ્યવસ્થાનું બંધારણ એવી રીતનું રહ્યું છે કે પ્રજાલોકો શું કહેશેના ભય વચ્ચે સત્ત જીવે છે. એક વાર ભય નીકળી જાય પછી સીમાડા ઊઘડી જાય છે. આવી સમાજવ્યવસ્થાનું કારણ કદાચ આપણી પ્રજામાં ઘર કરી ગયેલાં વહેમ અને અજ્ઞાન હોઈ શકે. આજે કમ્યુનિકેશન અને ટેકનોલોજીનો ખૂબ વિકાશ થયો છે. એક સમય હતો જ્યારે માત્ર દસ માઈલ દૂરની ભૂમિ પર રહેનાર સ્વજન જાણે કે પરદેશમાં વસે છે એવું લાગતું. આજે માણસ પોતાના એક ભાઈ સાથે સવારે ન્યુયોર્કના ગગનચુંબી મકાનમાં બેસીને નાસ્તો કરતો હોય અને બીજા દિવસની સવારે ભારતના કોઈ ગામડામાં પોતાના બીજા ભાઈ સાથે નાસ્તો કરતો જોવામાં આવે તો અસંભવ નથી. માત્ર એક બટન દબાવીને આજે મેઈલથી હજારો માઈલ દૂર વસતા જનને સંદેશો પાઠવી શકાય છે.

બધી સુવિધાઓ આપણા બાપદાદાઓને નહોતી. આવી પરિસ્થિતિમાં ગુજરાતના નાના ગામડામાં રહેતો કોઈ બાપ પોતાની દીકરીને કલકત્તા કે બીજા કોઈ મોટા શહેરમાં પરણાવતા ખંચકાય સમજી શકાય એવું છે. આમ ખાસ કરીને વહેમ, અજ્ઞાન અને કમ્યુનિકેશનના અભાવને કારણે આપણાં સમાજોનું બંધારણ નાના નાના વાડાઓમાં રહ્યું. જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ અને તેમાંય પેટા વિભાગો થતા રહ્યાં. આપણે પણ ભારતથી અહીં કંઈક આવા જ્ઞાતિવાદી માનસને લઈને આવ્યા છીએ. અહીં જોવામાં આવતા તરેહ તરેહના મંડળૉ અને જ્ઞાતિવાદી સંસ્થાઓ એની સાબિતી છે. આને કારણે આપણી પ્રગતિ રૂંધાઈ ગઈ છે.

આટલી પુર્વભૂમિકા પછી જે મુદ્દાની છણાવટ કરવાનો અહીં આશય છે તેરોટી બેટીના વહેવારનો છે. આપણે સૌ બહાર ખાઈએ છીએ અને આપણામાંથી મોટા ભાગના લોકોએ સ્વેચ્છાએ માંસાહાર અને માદક પીણાંનો સ્વીકાર કર્યો છે. એટલે રોટીનો મુદ્દો જે આપણા વડિલોને માટે પ્રાણપ્રશ્ન હતો તે આપણા માટે રહ્યો નથી. આજે આપણે કોઈના પણ ઘરે જઈને જરાય છોછ વિના સાથે બેસીને ભોજન કરીએ છીએ. આજે દીકરીના જન્મને પણ દીકરાના જન્મ જેટલા ઉત્સાહથી આવકારવામાં આવે છે. એક મોટું વૈચારિક પરિવર્તન છે. પણ કદાચ લગ્ન બાબત આવું વૈચારિક પરિવર્તન હજી જોઈએ એટલું આપણામાં આવ્યું નથી.

પ્રથમ પેઢીના સંતાનો યુવાવયે પહોંચી ગયા છે. લગ્નવિષયક સમ્સ્યાઓ સામે આવીને ઊભી છે. આપણાં સંતાનોના લગ્ન માટે આપણી પાસે અત્યારે ત્રણ વિકલ્પો છે. પહેલો વિકલ્પ પોતાની જ્ઞાતિમાં દીકરા દીકરીને પરણાવવાનો આગ્રહ. બીજો વિકલ્પ, જ્ઞાતિમાં બને તો કોઈ પણ ભારતીય કુટુંબ ચાલે એવો આગ્રહ. અને ત્રીજો વિકલ્પ કોઈ દેશ અને કોઈ પણ પ્રજામાં લગ્નવહેવાર. ત્રણેય વિકલ્પોમાં જો કે માબાપનો આશય તો સંતનોને સુખી જોવાનો રહેલો હોય છે.

જ્યારે ઉભય પક્ષે સર્વસંમતિ વર્તાય છે ત્યારે તો પ્રસંગ આનંદમંગળથી ઉજવાય છે. પણ જ્યારે એમ બનતું નથિ ત્યારે ખાસ કરીને ત્રીજા વિકલ્પમાં મુશ્કેલી ઊભી થયેલી જોવામાં આવે છે. આંતરજાતીય અને આંતરરાષ્ટ્રીય લગ્નસંબંધોને આપણે જે રીતે વિચારીએ છીએ તે રીતે આપણાં સંતાનો નથી વિચારતા.

સામાન્યતઃ સંતાનો પોતાની પસંદગી કરીને માતાપિતા સમક્ષ પ્રસ્તાવ મૂકે છે. પ્રથમ પ્રસ્તાવની ક્ષણ અને તે સમયનો આપણો પ્રત્યાઘાટ બહુ અગત્યનો છે. અને લગ્નનો પ્રશ્ન કેવી રીતે ઉકલશે તેનો નિર્ણાયક બની જાય છે. આપણો સૌથી પ્રથમ પ્રત્યઘાટ સા સમયે સહાનુભૂતિભર્યો હોવો ખૂબ જરૂરી છે, પસંદગી કોઈ ક્ર્ષ્ણાંગી સાથે હોય તો પણ. એનાથી આપણા સંતાન સાથે પ્રથમ પગલે વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે.

જે સંતાનને આપણે બાળપણથી આંગળી ઝાલીને ઉછેર્યા છે, મોટાં કર્યાં છે, કેળવ્યાં છે, સંસ્કાર આપ્યા છે તે ખોટે રસ્તે જાય છે એમ માની લેતાં તેને સંયમપુર્વક સાંભળવું અને ચર્ચા માટે ભયરહિત અને ઉષ્માભર્યું વાતાવરણ ઊભું કરવું. એમ પણ કહેવું, “તેં જે નિર્ણય કર્યો છે તે સમજી વિચારીને કર્યો હશે એવો અમારો વિશ્વાસ છે.’ આપણે કલ્પના પણ કરી હોય એવું વાતાવરણ આથી ઊભું થશે. એનો આધાર લઈ એની પસંદગી અંગે વધારે દિલચસ્પી લઈ તેના વિશે ખેલદિલીપૂર્વક સઘળી માહિતી મેળવી લેવી. લગ્નનો નિર્ણય ગ્રીન કાર્ડ કે કોઈ અંગત સ્વાર્થ માટે તો નથીને એની ચર્ચા પણ કરવી. કોઈના આશયો માટે ત્વરિત અભિપ્રાય આપી દેવાય એની કાળજી પણ રાખવી. તબક્કે આપણાં સંતાનો બહુ સંવેદનાભરી પળોમાં હોય છે. તેને સહાનુભૂતિના બે શબ્દ્ની જરૂર છે, એટલે શિખામણ અને લેક્ચર આપવાના પ્રલોભનમાં તબક્કે પડવું.

ત્યાર પછીનો બીજો તબક્કો છે એમની પસંદગીના પાત્રને રૂબરૂ મળવાનો. સૂચન પેરન્ટસ તરફથી થાય તો વધારે ઉપયોગી નીવડે છે. ઘર કરતાં કોઈ સારા રેસ્ટોરાંમાં મળવાથી મુકત હળવા વાતાવરણનો લાભ મળે છે. પ્રથમ મુલાકાતનો આશય અંગત પરિચય માટે તથા એકમેકની સાથે આત્મવિશ્વાસ ઊભો થાય માટે રાખવામાં આવે તો સારૂં પરિણામ આવે છે. આટલું થશે તો ત્યાર પછીની મુલાકાતોમાં નહિવત વિઘ્નો નડશે. એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે હવેના જમાનામાં લગ્નવિષયક બાબતોના નિર્ણયમાંઅપર હેન્ડલગ્નગ્રંથિથી જોડાનાર બે પાત્રોનો રહેવાનો છે, નો મેટર હાઉ એન્ડ વોટ વી થીંક.

લગ્ન જેવા માંગલીક પ્રસંગને કડવાશથી ચૂંથી નાખવો કે પૂર્વગ્રહમુક્ત થઈ આનંદ ઉલ્લાસથી ઉજવવો એનો નિર્ણય આખેરે તો આપણે કરવો પડતો હોય છે. આપણા સૌનો પ્રશ્ન છે. ચર્ચાને પુરો અવકાશ છે.

આપણે સૌ સ્વેચ્છાથી દેશમાં આવીને આબાદ થયા છીએ. આપણાં સંતાનો પણ એવી આબાદી ઝંખે છે. આપણ સંતાનો દેશને અર્પણ કરી દઈએ.

કિશોર દેસાઈ.