Category Archives: કુમાર જિનેશ શાહ

છેલ્લું સ્ટેશન – ટુંકી વાર્તા – મૂળ લેખકઃ સર્ગી પૈમીસ – અનુવાદકઃ કુમાર જિનેશ શાહ

છેલ્લું સ્ટેશન – ટુંકી વાર્તા

મૂળ લેખકઃ સર્ગી પૈમીસ,  અનુવાદકઃ કુમાર જિનેશ શાહ

(કુમાર જિનેશ શાહનો પરિચયઃ કુમારભાઈ કચ્છ ના વતની છે. આમ તો વ્યવસાયે વેપારી છે પણ, એમની અંદરની સર્જકતા એમને  સાહિત્ય સર્જન સુધી ખેંચી આવી.
એમના જીવનનાં પ્રારંભિક ત્રીસ વરસ ઝારખંડ રાજ્યમાં વીત્યાં. 2000 ની સાલમાં કચ્છ પરત આવ્યા. એમના અભ્યાસનું માધ્યમ આમ તો હિન્દી હતું, પણ, પાછળથી ગુજરાતી શીખ્યા. હાલ બંને ભાષામાં સર્જન કરે છે.  કુમારભાઈ કવિતા, વાર્તા, લલિતનિબંધ, પ્રવાસનિબંધ, નાટક વગેરે લખવાની સાથે બેઉ ભાષામાં પરસ્પર અનુવાદનું કામ પણ કરે છે.  એમણે જન્મભૂમિ ગ્રુપનાં વર્તમાન પત્રમાં ફિલ્મી ગીતોની 52 હપ્તાની કૉલમ પણ લખી છે.
2019 માં, એમના પ્રવાસનિબંધોનું પહેલું પુસ્તક પ્રગટ થયું – ‘સહ્યાદ્રિના ઉત્તુંગ શૃંગથી’. ભાવકોએ તેને દિલથી વધાવ્યું, એમના અનેક નિબંધો વિભિન્ન સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત થયાં છે.

અહીં એક ખાસ વાતઃ અહીં સ્પેનની પ્રાદેશિક ભાષાના લેખક સર્ગી પૈમિસની વૈશ્વિક પ્રસિદ્ધિ પ્રાપ્ત ટૂંકી વાર્તા ‘છેલ્લું સ્ટેશન’ રજુ કરાઈ છે. એનો અનુવાદ એમણે વાયા હિન્દી કર્યો હતો. અનુદિત કૃતિ ‘કુમાર’નાં 1000 માં અંકમાં સ્થાન પામી હતી. )

[સર્ગી પૈમીસ નો પરિચયઃ  સ્પેનમાં પિરેનીઝ પર્વતોથી ભૂમધ્ય સાગર સુધી પથરાયેલાં કૈટાલૂનિયા પ્રદેશનો પોતાનો એક પ્રલંબ ઈતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ અને જીવંત ભાષાવિશ્વ છે. આ પ્રાંતમાં બોલાતી કૈટાલન ભાષા સ્પેનના આશરે ૩૫% લોકો દ્વારા છૂટથી વપરાય છે. આ સંદર્ભમાં એને અહીં ‘જનભાષાનું બિરૂદ આપી શકાય. Continue reading છેલ્લું સ્ટેશન – ટુંકી વાર્તા – મૂળ લેખકઃ સર્ગી પૈમીસ – અનુવાદકઃ કુમાર જિનેશ શાહ