Category Archives: ખંડકાવ્યો

ખંડકાવ્યો –૧૦ (અંતીમ)

(નરસિંહરાવા ભોળાનાથ દિવેટિયાના આ જાણીતા ખંડકાવ્ય સાથે અહીં ખંડકાવ્યોની શ્રેણી પુરી કરૂં છું. આ કાવ્યમાં કવિએ ખૂબ જ કોમળ ભાવ સાથે એક દુખાંતિકા રજૂ કરી છે. વાંચીને આપણે ગમગીન થઈ જઈયે છીયે.)

ચિત્રવિલોપન

(ઈન્દ્રવજ્રા-વસન્તતિલકા)

સંધ્યા રમાડે ધરીને  ઉછંગે,  આ શુક્ર તારાકણીને  શી  રંગે!

તે સિંધુમાં ગૂઢ થઈ ગયેલો જોતી રહી રસ થકી રવિનાથ પેલો.

પ્રીતેથી પીતી રસ વર્તમાન  ને  ભાવિનાં  રમ્ય સુણંતી  ગાન,

સ્વપ્ને ન જોતી અતિ ગૂઢ ઘેરું એ ચિત્ર દૂર વસતું લયકાળ કેરું Continue reading ખંડકાવ્યો –૧૦ (અંતીમ)

ખંડકાવ્યો –૯

( આ ખંડકાવ્યમાં કવિ બોટાદકરે એક ખૂબ જ મહત્વની વાત કહી છે. તમે જો કોઈનું બુરૂં ઇચ્છો તો એ વ્યક્તિ પણ તમારૂં બુરૂં જ ઇચ્છશે. ભલે આ ક્રીયા-પ્રતિક્રીયા મનમાં ચાલતી હોય. આ ખંડકાવ્યમાં એક વાર્તાને સરસ લીધે વણી લેવામાં આવી છે.)

ચંદન

 (શિખરિણી)

સભામાં શ્રીમંતો, અમીર, ઉમરાવો, અનુચરો

અને આવે બીજા, બહુ નગરના યોગ્ય પુરૂષો;

મને પ્રીતિ  નિત્યે, સહુ જન પરે  પૂર્ણ  પ્રકટે,

પિતા પેઠે  મારું,  હૃદય  થઈને  વત્સલ  રહે. Continue reading ખંડકાવ્યો –૯

ખંડકાવ્યો –૬

(કાવ્ય અનેક ભાગમાં વહેંચાયલું છે. પ્રથમ ભાગમાં રમ્ય પ્રકૃતિ વચ્ચે પક્ષીઓની પ્રણયક્રીડા. ત્યાર બાદ સંધ્યા સુધી આસપાસના વાતાવરણનું વર્ણન, ત્રીજા ભાગમાં સંસ્મરણો, ચોથા ભાગમાં આવેગવાળું વલણ, પાંચમાં ભાગમાં અવકાશમાં ચડતું મિથુન, છઠ્ઠા ભાગમાં ચક્રવાકીનો ચિત્કાર અને યુગલ વચ્ચે સંવાદ અને છેવટે સંદેશ. નિરાશામાંથી આશા તરફનો નિર્દેશ. કાવ્યના અંતમાં સુર્યપ્રકાશને ઝંખતું પક્ષીયુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઊડે છે. સૂર્યાસ્ત થતાં છેવટે પક્ષીયુગલ આંખ મીંચીને એકસાથે મૃત્યુની ખીણમાં ઝંપલાવે છે; પરંતુ અચાનક જ તેમને કોઈ દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. તેમને સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય દેખાય છે. કવિ કહે છે, “કયહીં અચેતન એક દીસે નહીં !” આ પંક્તિ સમગ્ર કાવ્યનો અર્થ બદલી નાખે છે. કાવ્યને સમજવા માટે એકાગ્રતા જરૂરી છે. ) Continue reading ખંડકાવ્યો –૬

ખંડકાવ્યો –૫

(કવિ કાન્તનું આ ખંડકાવ્ય પણ ખૂબ જાણીતું છે. આ કાવ્યમાં મહાભારતની જાણીતી વાત કરી છે. પાંડુને ઋષીનો શ્રાપ હતો કે જો એ પત્ની સાથે સંભોગ કરશે તો એનું મૃત્યુ થશે. પાંડુએ જીવનને સંયમિત કરી, કુંતી અને માદ્રી સાથે વનમાં જીવન વિતાવવાનું શરૂ કર્યું.
કવિતાના શીર્ષક “વસંતવિજ્ય” મુજબ, વસંત ઋતુએ પાંડુના સંયમ ઉપર વિજય મેળવ્યો, અને માદ્રી સાથે સંભોગ કરવાથી તેનું મૃત્યું થયું.
કાવ્ય લાંબું છે, પણ એમાં અનેક પંક્તિઓ ધારદાર અને કાવ્યતત્વના નમૂના રૂપ છે. Continue reading ખંડકાવ્યો –૫

ખંડકાવ્યો –૪

(પ્રહલાદ પારેખનું આ ખંડકાવ્ય હું શાળામાં ભણેલો. આજે ૭૦ વરસ પછી પણ મને એની પ્રથમ પંક્તિ યાદ હતી. એના આધારે મેં આ કાવ્ય ગુગલ કરી શોધી કાઢ્યું. આશા છે કે તમને ગમશે.)

દાન (પ્રહલાદ પારેખ)

ભોરની ભરનિદ્રામાં શ્રાવસ્તી નગરી હતી;

બુદ્ધને કાજ ભિક્ષાની કોની બૂમ નભે ચડી ? Continue reading ખંડકાવ્યો –૪

ખંડકાવ્યો – ૩

(ગુજરાતી માધ્યમની શાળામાં ભણેલી પ્રત્યેક વ્યક્તિના અભ્યાસક્રમમાં વિઠ્ઠલદાસ અવસ્થીનું આ કાવ્ય જરૂર હશે. કરૂણ અંત વાળું આ કાવ્ય આજે પણ વાંચનારને ઉદાસ કરી દે છે – સંપાદક)

મીઠી માથે ભાત

(દોહરો)

ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ. Continue reading ખંડકાવ્યો – ૩

ખંડકાવ્યો – ૨

(પાંડવોમાં સહદેવ ત્રિકાળજ્ઞાની હતો, પણ એને એક શ્રાપ હતો કે કોઈ પૂછે નહીં ત્યાં સુધી એ ભવિષ્યની વાત કોઈને કહી શકે નહીં. એને જુગારમાં હાર અને મહાભારતના યુધ્ધની અગાઉથી જાણ હતી, પણ કોઈ પૂછતું ન હતું, એટલે એ એકલો દુખી થયો હતો. સહદેવની આ વ્યથા કવિ કાન્તે એમના સુવિખ્યાત ખંડકાવ્ય  “અતિજ્ઞાન” માં બહુ સુંદર રીતે રજૂ કરી છે.

ખંડકાવ્યો’ એ માત્ર કથાકાવ્યો નથી, એ પ્રસંગકાવ્ય માત્ર નથી. એમાં ટૂંકીવાર્તા જેવો તીવ્રગતિબોધ છે, સંઘર્ષ અને અંતની અસરકારક ચોટ છે. પાત્રવિકાસ, પ્રસંગની જમાવટ અને ટૂંકા ફલકમાંય વિસ્તરતો વ્યાપ,  ભાવોના પલટાઓ, ઊર્મિપ્રાબલ્ય અને પદ્યબંધની મર્યાદાઓને સાથે એક વિશિષ્ટ લયાત્મક અનુભૂતિ આ સાહિત્યસ્વરૂપમાં છે.  – સંપાદક)

Continue reading ખંડકાવ્યો – ૨

ખંડકાવ્યો – ૧

જે કાવ્યમાં કથા હોય, એ કથા જુદાજુદા ઘટનાક્રમમાં આગળ વધતી હોય અને જે તે ઘટનાના સાહિત્યરસને અનુરૂપ છંદવૈવિધ્ય આવતું જતું હોય તેને ખંડકાવ્ય કહેવાય. આમાં ઊર્મિકાવ્ય અને નાટ્યકાવ્યનાં તત્ત્વોનું સંમિશ્રણ થયેલું હોય છે. ખંડકાવ્યમાં પ્રસંગોને અનુરૂપ અનેક ભાવોનું સંમિશ્રણ હોય છે. Continue reading ખંડકાવ્યો – ૧