શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા એટલે “શેખાદમ”આબુવાલા. કવિ, નવલકથાકાર, પત્રકાર અને રેડિયો કલાકાર અને ઉદઘોષક, એ બધું એક જ માણસમાં હતું અને એ માણસ એટલે શેખાદમ. Continue reading શેખાદમ આબુવાલા→
(મરીઝનું અસલી નામ અબ્બાસ વાસી હતું. ભણવા કરવામાં એમને રસ ન હોવાથી નાની વયે જ રબ્બર ફેકટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ૧૪ વર્ષની વયે એમણે પહેલી ગઝલ લખી. ભણવામાં રસ ન હોવા છતાં એમને વાંચનનો જબરો શોખ હતો, અને પુસ્તકો પાછળ પગારમાંથી સારી રકમ ખર્ચ કરતા. કમ નશીબે સોળ વર્ષની વયથી જ એમને દારૂની લત લાગેલી. દારૂ પીવા પૈસા માટે પોતાની લખેલી સારી સારી ગઝલ મામુલી રકમમાં વેંચી દેતા. આને લીધે આ ગુજરાતના ગાલીબની ગઝલો એકઠી કરવી એ કપરૂં કામ છે. અહીં એમની મને ગમતી એક ગઝલ રજૂ કરૂં છું. – સંપાદક ) Continue reading હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈયે? (મરીઝ)→
(આદિલ તખ્ખલુસ ધારી આ કવિનું નામ ફકીરમહમ્મ્દ ગુલામનબી મનસુરી હતું. ગઝલ ઉપરાંત કવિતા અને નાટક પણ એમણે લખેલા. તેઓ નવી પ્રયોગશીલ ગઝલના અગ્રણી છે. એમની ગઝલોમાં જબાન, ભાવપ્રતિકો અને રચનાની રીત ગજબના છે. મૌન, શૂન્યતા, અંધકાર, ઘર જેવા વિષયોને એમણે સુપેરે ખેડ્યા છે. એમની “નદીની રેતમાં મળતું નગર મળે ન મળે….” રચના તો ગુજરાતીમાં એક કહેવત બની ગઈ છે.
મને એમની ઘણીબધી ગઝલ ગમે છે, એમાંથી એક અહીં રજૂ કરૂં છું. – સંપાદક)
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
(અબ્દુલકગની અબ્દુલકરીમ એટલે ગની દહીંવાલા. માત્ર ત્રીજા ધોરણ સુધીનું ભણતર પામેલા ગની દહીંવાલા મોટાગજાના ગઝલ રચનારાઓમાંના એક છે. પ્રણય અને મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ, પૃથ્વી પ્રત્યેનો પ્રેમ અને આધ્યાત્મિકતા એમની ગઝલોની પહેચાણ છે. રદીફ-કાફિયા પરની એમની પકડ અને છંદની સફાઈ વિશેષ જોવા મળે છે.