Category Archives: ગઝલ

જીંદગી મૂકી તરસના દાવ પર (નરેંદ્રસિંહ મકવાણા ‘અતુલ’)

જીંદગી મૂકી તરસના દાવ પર,

એક જણ આવી મર્યો છે વાવ પર.

મેં ઝખમ તાઝા બતાવ્યા જેમને,

એમણે મીઠું ભર્યું છે ઘાવ પર. Continue reading જીંદગી મૂકી તરસના દાવ પર (નરેંદ્રસિંહ મકવાણા ‘અતુલ’)

Advertisements

કંઈ નથી (નરેંદ્રસિંહ મકવાણા ‘અતુલ’)

(‘અતુલ’ ઉપનામથી છંદના નિયમો અનુસાર ગઝલ લખતા નરેંદ્રસિંહ મકવાણા સુરેંદ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાના વતની છે. એમણે B.A. (English), LL.B., PG DCS સુધીનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ માત્ર ગઝલ લખે છે. આજે એમની એક ગઝલ અહીં પ્રસ્તુત કરી છે. -સંપાદક)

કંઈ નથી (નરેંદ્રસિંહ મકવાણા ‘અતુલ’)

આપણી વચ્ચે હવે વિશ્વાસ જેવું કંઈ નથી,

છે હકીકત આ બધી આભાસ જેવું કંઈ નથી. Continue reading કંઈ નથી (નરેંદ્રસિંહ મકવાણા ‘અતુલ’)

ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું (બદરી કાચવાલા)

ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું
શણગારવા હ્રદયને એક આધાર માગશું Continue reading ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું (બદરી કાચવાલા)

તમારાં અહીં આજ પગલાં થવાનાં (ગની દહીંવાલા)

 

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાને ખબર થૈ ગઇ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોનીય નીચી નજર થૈ ગઇ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થૈ ગઇ છે. Continue reading તમારાં અહીં આજ પગલાં થવાનાં (ગની દહીંવાલા)

જાણું છું – (શયદા)

હું મૌન રહીને એક અનાહદ નાદ ગજાવી જાણું છું,
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું,
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું. Continue reading જાણું છું – (શયદા)

અલગ છે (હિમાંશુ ભટ્ટ)

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજરજ્યાં પડેત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે Continue reading અલગ છે (હિમાંશુ ભટ્ટ)