(અબ્દુલકગની અબ્દુલકરીમ એટલે ગની દહીંવાલા. માત્ર ત્રીજા ધોરણ સુધીનું ભણતર પામેલા ગની દહીંવાલા મોટાગજાના ગઝલ રચનારાઓમાંના એક છે. પ્રણય અને મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ, પૃથ્વી પ્રત્યેનો પ્રેમ અને આધ્યાત્મિકતા એમની ગઝલોની પહેચાણ છે. રદીફ-કાફિયા પરની એમની પકડ અને છંદની સફાઈ વિશેષ જોવા મળે છે.