Category Archives: ગીતા મારી સમજ

ગીતા મારી સમજ – ૧૬ (પી. કે. દાવડા) અંતીમ

(મેં શીર્ષકમાં લખ્યું છે કે આ મારી સમજ છે. મેં અહીં ન સમજાય એવા Topics છોડી દીધા છે. અંધશ્રધ્ધાને દૂર રાખવા પ્રયત્ન કર્યો છે. આધુનિક વિચાર ધારા સાથે ધર્મને જોડવા પ્રયત્ન કર્યો છે. આ અભ્યાસ અને લેખન પાછળ મે રોજના ઓછામાં ઓછા બે કલાક લેખે બે-ત્રણ વરસ કામ કર્યું છે. હું જાણું છું કે બહુ લોકોએ આ નહીં વાંચ્યું હોય. મારી ભલામણ છે કે જેણે શરૂઆત નથી વાંચી, તે લોકો at least શરૂઆત વાંચે. એમાં તમને પી. કે. દાવડાનું આગવાપણું નજરે ચડશે તો આગળ વાંચવાનું મન થશે. જેમણે આ સિરીઝ પૂરી વાંચી છે, એમનો ખુબ જ આભાર – દાવડા)

(૧૭) શ્રધ્ધાત્રયવિભાગ યોગ

આપણા શાસ્ત્રોમાં અને આપણા જીવનમાં ત્રણની સંખ્યા વણાઈ ગઈ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ; તન, મન, ધન; ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. ગીતામાં ત્રણ યોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ; ત્રણ ગુણ, સત્વ, રજશ, તમસ. આ અધ્યાયમાં યજ્ઞ, તપ અને દાન, આ ત્રણના સમુહની સમજ આપી છે. Continue reading ગીતા મારી સમજ – ૧૬ (પી. કે. દાવડા) અંતીમ

ગીતા મારી સમજ – ૧૫ (પી. કે. દાવડા)

(૧૫) પુરૂષોત્તમ યોગ

આ અધ્યાયને પુરૂષોત્તમયોગ નામ આપવામાં આવ્યું છે. અધ્યાયના પહેલા શ્ર્લોકમાં એક અલૌકીક વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વૃક્ષના મૂળ સૌથી ઉપર છે, એની નીચે શાખાઓ છે, અને સૌથી નીચે પાંદડા છે. આપણે જે વૃક્ષ જોવા ટેવાયલા છીએ એના કરતાં આ ઉંધું લાગે છે. આ વૃક્ષ સાંકેતિક છે. આપણે વંશવૃક્ષ શબ્દ વાપરીએ છીએ, એમાં કૂળનું મૂળ સૌથી ઉપર છે, અને પછી નીચે વંશનો વિસ્તાર થતો જાય છે. આજકાલ મોટી કંપનીઓમાં ચેરમેન કે સી.ઈ.ઓ. સૌથી ઉપર છે, પછી મેનેમેન્ટ અને સૌથી નીચે શેરહોલ્ડરો હોય છે. કદાચ અહીં પણ એવો જ સંકેત છે. Continue reading ગીતા મારી સમજ – ૧૫ (પી. કે. દાવડા)

ગીતા મારી સમજ – ૧૪ ( પી. કે. દાવડા )

(૧૩) ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ

તેરમા અધ્યાયમાં શરીરની વાત કરવામાં આવી છે. શરીરને એક ક્ષેત્ર એટલે કે ખેતર સાથે સરખાવવામાં આવ્યું છે. અહીં શરીર માટે ક્ષેત્ર (ખેતર) શબ્દ વાપરી, ગીતા એ એક Master stroke નો પરિચય કરાવ્યો છે. ખેતરમાં ઘણી બધી વસ્તુઓ ઊગે છે, એમ શરીરમાં (અને મનમાં) ઘણી બધી વસ્તુઓ ઊગે છે. પ્રેમ, ક્રોધ, ઇર્ષા, અભિમાન, તિરસ્કાર, રોગ અને બીજી કેટલીયે લાગણીઓ ગણાવી શકાય. ખેતરને સિંચનની જરૂર છે, તેમ આ ક્ષેત્રને પણ જ્ઞાનના સિંચનની જરૂર છે, આ સિંચન વગર સારો પાક મળે જ નહિં. Continue reading ગીતા મારી સમજ – ૧૪ ( પી. કે. દાવડા )

ગીતા (મારી સમજ) – ૧૩ (પી. કે. દાવડા)

(૧૨) ભક્તિ યોગ

બારમો અધ્યાય ભક્તિયોગ છે. ઈશ્વરના વિરાટ સ્વરૂપનું દર્શન કર્યા પછી, અર્જુનને સમજાઈ ગયું કે જીવન ઉપયોગી બધી વાતો સમજી લેવાનો એક અજોડ મોકો મળ્યો છે, એનો પુરેપુરો ઉપયોગ કરી લેવો જોઈએ. એટલે doubting અર્જુનની જગ્યાએ જીજ્ઞાસુ અર્જુન, શિષ્ય ભાવે બધું સમજી લેવા, પ્રશ્નો પુછવાનું ચાલુ રાખે છે. બારમા અધ્યાયના પહેલા શ્ર્લોકમાં જ અર્જુન પૂછે છે, Continue reading ગીતા (મારી સમજ) – ૧૩ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૧૨ (પી. કે. દાવડા)

(૧૧) વિશ્વરૂપ યોગ

વિષાદમાં ડૂબેલા અર્જુનને યુધ્ધ કરવા પ્રેરિત કરવા, શ્રી કૃષ્ણે ગીતાનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. દસ અધ્યાયમાં કૃષ્ણે અર્જુનને કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગની વાતો કહેવા ઉપરાંત, પોતે કોણ છે એના અનેક ઈશારા કર્યા. પણ અર્જુન તો શંકાઓનું સમાધાન શોધવા પ્રશ્ન કરતો રહ્યો. અહીં અગીયારમાં અધ્યાયમાં આખરે કૃષ્ણે નક્કી કર્યું કે હવે આને ખાત્રી કરાવવા હું મારૂં વિરાટ સ્વરૂપ દેખાડી જ દઉં, કે જેનાથી એના મનમાં શંકા ન રહે, અને હું કહું છું એ બધું આખરી સત્ય છે એમ માનવા તૈયાર થાય. Continue reading ગીતા (મારી સમજ) – ૧૨ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૧૧ (પી. કે. દાવડા)

(૧૦) વિભૂતિ યોગ

દસમા અધ્યાયનું નામ વિભૂતિયોગ છે. આપણે બધા વ્યક્તિ છીએ. વિભૂતિ એટલે વિશેષ વ્યક્તિ. ગૌતમ બુધ્ધ અને મહાવીર વિભૂતિ હતા અને એટલે આટલા વર્ષો પછી પણ પૂજાય છે. વિભૂતિ બનવા જ્ઞાનયોગ અને કર્મયોગ અનિવાર્ય છે. Continue reading ગીતા (મારી સમજ) – ૧૧ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૧૦ (પી. કે. દાવડા)

(૯) રાજવિદ્યા-રાજગુહ્ય યોગ

નવમાં અધ્યાયનો વિષય છે રાજવિદ્યા-રાજગુહ્ય યોગ. અહીં બે શબ્દો અમસ્તા જ નથી વાપર્યા. આપણે રોજીંદા વ્યહવારમાં પણ રાજ શબ્દ, સર્વોત્તમના પર્યાય તરીકે વાપરીએ છીએ. દા.ત. રાજમાર્ગ, રાજશાહી ઠાઠ. બીજો શબ્દ છે ગુહ્ય. આ શબ્દને લીધે જ અનેક ગીતાના વિદ્વાનો, ગીતા સમજવી અઘરી છે એમ કહે છે. લેક્ષિકોનમાં ગુહ્ય શબ્દનો અર્થ છુપું, ગુપ્ત, ન સમજાય એવું, એમ આપેલું છે. કાવત્રાં ગુપ્ત રાખો એ સમજી શકાય, પણ સારી વાત શા માટે ગુપ્ત હોવી જોઈએ? બસ ગીતાની આવી વાતો પકડી, બાવાઓ, બાપુઓ, શાસ્ત્રીઓ અને અન્ય ગીતાના વિદ્વાનો, ગીતાના એક એક શ્ર્લોક ઉપર રોજના પાંચ છ કલાકના હિસાબે, એક અઠવાડિયા સુધી બોલે રાખે છે. હું એમાંનું કંઈ સમજ્યો નથી. મારી સમજ સીધી સાદી છે, જે આપણને પોતાની મેળે સમજાય અને જીવનમાં અપનાવવા જેવું લાગે, આપણા માટે ગીતાનો એટલો જ ઉપદેશ છે. Continue reading ગીતા (મારી સમજ) – ૧૦ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૯ (પી. કે. દાવડા)

(૮) અક્ષરબ્રહ્મ યોગ

ગીતાના આઠમા અધ્યાયથી જ્ન્મ-મરણ અને મોક્ષની વાતોની શરૂઆત થઈ જાય છે. આ અધ્યાય અક્ષર બ્રહ્મ વિશે છે. અહીંથી જે વાતો શરૂ થાય છે, એમાં ઈશ્વરમાં શ્રધ્ધા ન રાખનારાઓ માટે કંઈપણ ઉપયોગી વાતો નથી. જે લોકો આત્મા અને મોક્ષ જેવા શબ્દોને અર્થહીન ગણે છે, એમને આ અધ્યાય કંઈ આપી શકે એમ નથી. થોડીક બાંધછોડ કરો અને ભગવાનને બદલે પરમ તત્વ કે પરમ શક્તિ શબ્દો વાપરો તો ઘણું બધું છે. Continue reading ગીતા (મારી સમજ) – ૯ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૮ (પી. કે. દાવડા)

(૭) જ્ઞાનવિજ્ઞાન યોગ

સાતમો અધ્યાય જ્ઞાન-વિજ્ઞાનયોગ છે. અહીં વિજ્ઞાનનો અર્થ સાયન્સ નથી લેવાનો. અહીં એનો અર્થ છે ચેતના, પ્રજ્ઞા, આપણને પોતાને અંદરથી મળેલું જ્ઞાન. જ્ઞાન આપણને બહારથી આપવામાં આવે છે. બાળક પૂછે, “પપ્પા આ શું છે?” પિતા જવાબ આપે “આ પેન્સિલ છે.” બાળકને એ જ્ઞાન એના પિતા તરફથી મળ્યું. ચેતના કોઈ બહારથી આપતું નથી. બુધ્ધને વડના ઝાડ નીચે બેસીને મળેલી એ ચેતના હતી. Continue reading ગીતા (મારી સમજ) – ૮ (પી. કે. દાવડા)

ગીતા (મારી સમજ) – ૭ (પી. કે. દાવડા)

(૬) અધ્યાત્મ યોગ

અત્યાર સુધી આપણે વિષાદયોગ, સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાન-કર્મયોગ અને કર્મ-સન્યાસયોગમાં ડોકિયું કર્યું. ગીતાનો અર્થ અને એની જીવનમાં ઉપયોગીતા, ગીતા સમજવાની કોશીશ કરતી વ્યક્તિની ગ્રહણશક્તિ અને સમજણશક્તિ ઉપર આધાર રાખે છે. અહીં જે હું લખું છું, એ મારા સ્તરનું છે. મારાથી અનેક ગણા સમજદાર અને વિદ્વાન લોકો, ગીતાની ઉપયોગીતા તમને વધારે સારી રીતે સમજાવી શકશે. Continue reading ગીતા (મારી સમજ) – ૭ (પી. કે. દાવડા)