Category Archives: ચારણી સાહિત્ય

ચારણી સાહિત્ય -૧૨ (અંબાદાન રોહડિયા)

(૧૨) શક્તિપૂજક ચારણો

ચારણો શક્તિપૂજક છે. જગતજનની ભગવતી સતીએ ચારણોને વચન આપેલું કે ‘તમે સ્મરણ કરશો તો હું રક્ષાર્થે આવીશ અને ચારણકુળમાં અવતાર લઈશ.’ આ વાતની પૂર્ણ પ્રતીતિ થાય એ રીતે આજપર્યંત ચારણકુળમાં આઈપરંપરા જળવાયેલી છે. ભક્તકવિ દુલા કાગે તો આ સંદર્ભે એક કાવ્યમાં કહ્યું છે કેઃ Continue reading ચારણી સાહિત્ય -૧૨ (અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય – ૧૧ (ડો. અંબાદાન રોહડિયા)

(૧૧) ચારણ સંસ્કૃતિ

ચારણોએ સાહિત્યના માધ્યમથી આપણી સાંસ્કૃતિક અસ્મિતાનું જતન કર્યું છે. અવસર આવ્યે બલિદાન અને યુધ્ધનો માર્ગ ચારણોએ અવશ્ય ચીંધ્યો છે, પરન્તુ સાચી વાત તો એ છે કે, સંસ્કૃતિ સદા બલિદાન માગે છે. ધર્મ, ધરા અને અબળાનું રક્ષણ એ ક્ષત્રિય ધર્મ છે, જેણે જેણે ક્ષાત્રત્વના જતનાર્થે આ માર્ગે પગલાં માંડ્યાં તેને ચારણોએ સરાજાહેર બિરદાવ્યાં છે, પરન્તુ જે ક્ષત્રિયોએ પોતાની કુળપરંપર ભૂલીને સમરાંગણમાં પારોઠનાં પગલાં ભર્યા તેની ચારણોએ સરાજાહેર નિંદા કરી છે. આવાં ઉપાલંભકાવ્યો પણ હજારોની સંખ્યામાં મળે છે, એની રચના વખતે તેને સત્તાનો કે મરણનો ભય સતાવ્યો નથી. અલબત્ત, કોઈ ક્ષત્રિય રાજવીને ઉપાલંભ સંભળાવતી વખતે તેની ભૂમિકા તો માતા જેટલી પવિત્ર રહી છે. કેમકે, જેને પોતાના માન્યા છે, જેની વીરતાના યશોગાન ગાયાં છે, તેનું પતન આંખના કણાની જેમ ખટકે છે, હૈયામાં ફરતી સારડી જેમ તેને વેદના પહોંચાડે છે, એ કારણે તે ઉપાલંભકાવ્યો રચે છે, એ વાત ખૂબ જ મહત્વની છે. આ કાવ્યોની આગવી વિશેષતા એ છે કે, તે સંસ્કૃતિ સાથે વિશ્વશાંતિની વાત કરે છે. આથી પ્રતિત થાય છે કે જે ચારણોએ અવસર આવ્યે પોતાની કાવ્યબાની દ્વારા ક્ષત્રિયોને સમરાંગણમાં શસ્ત્રો ધારણ કરાવ્યા છે, એ જ ચારણોએ પોતાની કાવ્યબાની દ્વારા શસ્ત્રો મ્યાન કરાવીને યુધ્ધો અટકાવ્યાં પણ છે. એણે શાંતિદૂત બનીને સૌને સાથે મળીને ‘જીવો અને જીવવા દો’નો સિધાન્ત સમજાવ્યો છે. એ રીતે ચારણો ભારતીય જીવનમૂલ્યોનો ઉદગાતા રહ્યા છે, એ વાત પણ અહીં વિવિધ ઉદાહરણો દ્વારા સુપેરે વ્યક્ત થઈ છે. Continue reading ચારણી સાહિત્ય – ૧૧ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય – ૧૦ (ડો. અંબાદાન રોહડિયા)

(૧૦) ચારણી સાહિત્યમાં રામ

ભારતીય સાહિત્યની અનેકવિધ ધારાઓમાં ચારણી સાહિત્ય એક મહત્વની ધારા છે. વૈદિક પરંપરા અને લોકપરંપરાની રચનાઓના ઊજળા અનુસંધાન રૂપ ચારણી સાહિત્યે ઉભય ધારાને જોડવા સેતુબંધનું કાર્ય કર્યું છે. Continue reading ચારણી સાહિત્ય – ૧૦ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય –૯ (ડો. અંબાદાન રોહડિયા)

(૯) મૂળ કથાનકમાં પોતીકી પ્રતિભા

ચારણી કથાસાહિત્ય સમૂહ સમક્ષ રજૂ કરવા માટેનું સાહિત્ય છે. એનું પઠન વિશિષ્ટ પ્રકારની કેળવણી અને આવડતથી જ કરી શકાય. આ માટે ચારણી સાહિત્યની રજૂઆતની અનેક પાઠશાળાઓ પણ અસ્તિત્વ ધરાવતી હતી, જ્યાં આ ધારાના સાહિત્યને પ્રસ્તુત કરવાના તમામ તરીકાઓ, રીત-રસમો અને પધ્ધતિઓ શિખવવામાં આવતાં, અને બહુધા એ બધું કંઠસ્થ કરાવવામાં આવતું. આ પ્રાચીન પરંપરાથી પરિચિત થયા સિવાય ચારણી સાહિત્યનું ન્યાયી મૂલ્યાંકન કર્યું ન ગણાય. કચ્છ સૌરાષ્ટ્રમાં આ પ્રકારની પાઠશાળાઓ દ્વારા અનેક કવિઓ કાવ્યસર્જન અને કાવ્ય રજૂઆતમાં નિપુણતા મેળવીને પ્રખ્યાત થયાના ઉદાહરણો મળે છે. Continue reading ચારણી સાહિત્ય –૯ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય –૮ (ડો. અંબાદાન રોહડિયા)

(૮) ચારણી સાહિત્યમાં હાસ્ય-વ્યંગ

સાહિત્યકારોએ શબ્દની ત્રિવિધ શક્તિની વાત કરી છે પરંતુ તેઓએ અભિદ્યા, લક્ષણા અને વ્યંજનામાંથી શ્રેષ્ઠ તો વ્યંજનાને જ ગણેલી છે. વ્યંગોક્તિ મર્મયુક્ત કટાક્ષ દ્વારા કહેવાયલી ધારદાર વાત છે. ચારણી સાહિત્યમાં આવી વ્યંગોક્તિ મોટા પ્રમાણમાં મળી આવે છે. Continue reading ચારણી સાહિત્ય –૮ (ડો. અંબાદાન રોહડિયા)

ચારણી સાહિત્ય – ૧ (ડો. અંબાદાન રોહડિયા)

(અંબાદાનભાઈનો જન્મ ૧૯૫૯માં રાજકોટ શહેરમાં ચારણ કુટુંબમાં થયો હતો. બચપણથી એમણે એમના પિતાના ધાર્મિક, સેવાભાવી, આતિથ્યપ્રેમી અને સાહિત્યપ્રેમી સંસ્કારો ઝીલ્યા હતા. M. A. સુધીનો અભ્યાસ કરી, ભાવનગર અને રાજકોટની હાયર સેકંડરી શાળાઓમાં શિક્ષક તરીકે સેવા આપી. ત્યાર બાદ ઈડર, ધોરાજી અને રાજકોટની કોલેજોમાં લેકચરર તરીકે રહ્યા. ૧૯૯૬ માં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાના રીડર તરીક જોડાયા. ૨૦૦૪ થી ત્યાંજ પ્રોફેસર તરીકે કાર્ય કરે છે. એમના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એમ. ફીલ. અને પીએચડીની ડીગ્રીઓ મેળવી છે.

છેલ્લા પચીસ વરસથી એમણે ચારણી સાહિત્યને પોતાનું સંશોધનક્ષેત્ર બનાવ્યું છે. ૧૯૯૦ માં “હરદાસ મિસણઃ એક અધ્યયન” વિષય ઉપર શોધનિબંધ લખીને એમણે પીએચડીની ડીગ્રી મેળવેલી, અને ત્યારથી એમની આ સંશોધન પ્રવૃત્તિ વણથંભી ચાલુ છે. એમણે કરેલા સંશોધનોની વિષયસૂચી ખૂબ જ લાંબી છે. એમણે ચારણી સાહિત્ય વિશેની માહિતી એકઠી કરવા અનેક સ્થાનોની મુલાકાત લીધી છે. Continue reading ચારણી સાહિત્ય – ૧ (ડો. અંબાદાન રોહડિયા)