Category Archives: ચીમન પટેલ ‘ચમન’

બાગબાનકા બસેરા! – વાર્તા –  ચીમન પટેલ ‘ચમન’

બાગબાનકા બસેરા!

દીકરાની વાતને ચંદ્રકાન્ત આ વખતે ટાળી ન શક્યો!

દીકરાએ પણ વાત જ કંઈક એવી કરી હતી, “ડેડી, હું જાણું છું કે તમે સ્વાવલંબી જીવન જીવવા માગો છો, પણ મારી બાના અવસાન પછી તમે એકલા પડી ગયા છો. જ્યારે હું આજ શહેરમાં ઘર લઈને રહેતો હોઉં તો તમને આ સ્થિતિમાં એપાર્ટમેન્ટમાં એકલા રહેવા કેમ દેવાય! તમે અમારા ભાવિ માટે હિમ્મત કરી અમેરિકા આવ્યા. અમને સારું શિક્ષણ આપ્યું. અભ્યાસના વર્ષોમાં રજાઓમાં અમને નોકરી પણ કરવા ન દીધી કે જેથી અમે અભ્યાસમાં પાછા ન પડી જઈએ. અમારી નાની-મોટી માગણીઓને તમે પૂરી પાડી. આજે એ ૠણ અદા કરવાની અમને તક મળી છે ત્યારે એ અમે કેમ જતી કરીએ!” Continue reading બાગબાનકા બસેરા! – વાર્તા –  ચીમન પટેલ ‘ચમન’

રાંડ્યા પહેલાનું ડહાપણ! (ચીમન પટેલ ‘ચમન’)

રાંડ્યા પછી તો બધી જ બહેનોને આપો આપ ડહાપણ આવી જાય છે, પણ એ ડહાપણ આંખોના આંસુ ખૂટી જાય એવું રડાવનારું, અનેક વેદનાઓથી તનને તોડનારું, અને રાત-દિ મૂઝવણમાં મનને મારી નાખનારું નિવડે છે! Continue reading રાંડ્યા પહેલાનું ડહાપણ! (ચીમન પટેલ ‘ચમન’)

‘આરએસવીપી’(RSVP)! -ચીમન પટેલ ‘ચમન’

 

                          લગ્નની કંકોતરી લખવાનો જેને ત્યાં પ્રસંગ આવ્યો છે  એને જ પૂછો કે ‘આરએસવીપી’ના કડવા-મીઠા અનુભવો કેવા થયા છે !

  ‘આરએસવીપી’ નું કાર્ડ ભરી મોકલનારને ટિકિટ ચોટાડવાની ચિંતા નથી, કે સામાવાળાનું શિરનામું કરવાની માથાકૂટ નથી છતાં એમની ન સમજાય એવી કેટલીક વર્તણૂંકની વાતો સાંભળી દિલ દ્રવી જાય છે, અને પ્રશ્ન થાય છે કે કંકોતરી મેળવનાર તો સગાઓ ને નજીકના મિત્રો છે, તો આ કામમાં કડવાશ કેમ ઉભી થતી હશે?! Continue reading ‘આરએસવીપી’(RSVP)! -ચીમન પટેલ ‘ચમન’

વર કન્યા સાવધાન !! (ચીમન પટેલ ‘ચમન’)

            ફોનની ઘંટડી રણકી ને રસોડામાં કામ કરતી  પત્ની બોલી; ‘જરા ફોન લેશો? મારા હાથ લોટવાળા છે.’

તમારા હુક્ક્મને નકારાય! સોફામાંથી ઉભો થતાં થતાં હું બોલ્યો.

‘આમ વ્યંગમાં ના બોલતા હોવ તો ના ચાલે?’ ઘર્મપત્ની જરા બગડ્યા! Continue reading વર કન્યા સાવધાન !! (ચીમન પટેલ ‘ચમન’)

ટૂંકી વાર્તા અને લઘુકથા (સંકલન – ચીમન પટેલ ’ચમન’)

ટૂંકી વાર્તા અને લઘુકથા બંનેને જીવન સાથે સરખી નિસબત છે. ટૂંકી વાર્તાના સર્જક પાસે મોકળૂં મેદાન છે. લઘુકથાની રચનારીતિ આથી ઊલટી પ્રક્રિયામાં ચાલે છે, વિવિધ પ્રસંગો યોજીને ઘટનાઓનું ગુંફન કરવા માટે એની પાસે મોકળું મેદાન નથી. લઘુકથાના સર્જકે એક જ ઘટનાના આધારે સર્જાયેલા સિચ્યુએશન ઉપર સઘળો આધાર રાખીને ભાવકને વિશિષ્ટ ભાવપરિસ્થિતિમાં મૂકવાનો હોય છે, એટલું જ નહીં; એણે ક્યારેક આવશ્યક ઘટનાઓને પણ પડદા પાછળ રાખીને કૃતિની રચના કરવી પડે છે. Continue reading ટૂંકી વાર્તા અને લઘુકથા (સંકલન – ચીમન પટેલ ’ચમન’)

ટૂંકી વાર્તા અને લઘુકથા (ચીમન પટેલ ’ચમન’)

(‘ગુજરાતી લઘુકથાસંચય’ના આમુખમાંથી ટૂંકાવી’)

ટૂંકી વાર્તા અને લઘુકથા બંનેને જીવન સાથે સરખી નિસબત છે. ટૂંકી વાર્તાના સર્જક પાસે મોકળૂં મેદાન છે. લઘુકથાની રચનારીતિ આથી ઊલટી પ્રક્રિયામાં ચાલે છે, વિવિધ પ્રસંગો યોજીને ઘટનાઓનું ગુંફન કરવા માટે એની પાસે મોકળું મેદાન નથી. લઘુકથાના સર્જકે એક જ ઘટનાના આધારે સર્જાયેલા સિચ્યુએશન ઉપર સઘળો આધાર રાખીને ભાવકને વિશિષ્ટ ભાવપરિસ્થિતિમાં મૂકવાનો હોય છે, એટલું જ નહીં; એણે ક્યારેક આવશ્યક ઘટનાઓને પણ પડદા પાછળ રાખીને કૃતિની રચના કરવી પડે છે. Continue reading ટૂંકી વાર્તા અને લઘુકથા (ચીમન પટેલ ’ચમન’)

બેસતા કરી દીધા! (શ્રી ચીમન પટેલ-“ચમન”)

(સિવિલ એંજીનીઅર શ્રી ચીમન પટેલે ગદ્ય અને પદ્ય રચનાઓ અને ચિત્રકળામાં હાથ અજમાવ્યો છે. એમની આ કવિતા ૨૦૦૯ માં અનેક ગુજરાતી બ્લોગ્સમાં ફરી વળી હતી, ક્યારેક ક્યારેક રચયિતા તરીકે બીજા નામે. એ સમયે કોપી/પેસ્ટ નો રોગચાળૉ ફાટી નીકળ્યો હતો.)

નાના-મોટાઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીધા!
‘સેલ-ફોન’પર શાક્ભાજી પણ વેચતા કરી દીધા!

ટેકનોલોજીતો ભઈ વધી રહી છે જુઓ ચારે કોર!
ગુણાકાર ને ભાગાકાર આપણા ભૂલતા કરી દીધા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઈમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીધા!

ચસ્કો ખાવાનો જુઓ વધતો જાય છે બધાનો આજે,
સુનીતાને ‘સ્પેસ’માં પણ સમોસા ખાતા કરી દીધા!

પૈસા પડાવનાર પાત્રો વધી ગયા ઘણા અહિ પણ,
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીધા!

‘રોલેક્સ’ પહેરીને ‘મરસીડીઝ’માં ફરો છો આમ તો!
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીધા!

કથાઓ કે પુજાઓ કરાવી વ્યથાઓ હજુ ઘટી નથી,
કુટુંબો વચ્ચેના ક્લેશ ભઈ કેમ વધારતા કરી દીધા!

વસ્તી વધી ગૈ છે અહિ આપણી હવે ઘણી બધી તો,
કદિક મળ્યા જો રસ્તે મૂખ કેમ ફેરવતા કરી દીધા!

લંબાવતું નથી હાથ કોઈ સહારો આપવા આજે તો,
ઈર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીધા!

સ્મશાન વૈરાગ્ય હવે આવવો શક્ય નથી ‘ચમન’
‘ઈલેકટ્રીક’ ભઠ્ઠામાં જ્યાં મડદાં બાળતા કરી દીધા!

• ચીમન પટેલ ‘ચમન’