Category Archives: છાયા ઉપાધ્યાય

માનસ (છાયા ઉપાધ્યાય)

ઊંઘ પુરી થયાનો ભાવ જાગ્યો. રહી સહી નિંદરને ખસેડવા તેણે શરીર પરથી ચૉરસો હટાવી બંધ આંખે જ આળસ મરડી. “મરડાવાને બદલે શરીર આમ વળ્યું કેમ ?” તેલ પાયેલી રાશ જેવી લીસ્સી અને બળુકી અનુભૂતિએ તેની ઊંઘ ઉડાડી દીધી હતી. “શું હું ઊંઘમાંથી જાગી છું કે નવો જન્મ પામી છું?” તેને સવાલ થાય છે. જે સ્થળે શરીર ફેણ માંડીને બેઠું છે, તે તેને અજુગતુ લાગે છે. સામેની દિવાલેથી  ફેંકાતી ફિલ્ટર્ડ, ઠંડી હવા આમ તો સર્પદેહને ધર્માનુસાર કનડવી જોઈએ. “મને કેમ અહીં અનુકુળ લાગી રહ્યુ છે? આ સ્થાન તો કોઈ મનુષ્યને અનુકૂળ છે. હું અહીં કેવી રીતે હોઈ શકું? જો કે, આમ વિચારવું એ મનુષ્યજન્ય નથી શું? તો શું હું સર્પ નથી?” આ બધા વિચારોને છેડે તેના ચિત્તમાંથી ભારે વિજ પ્રવાહ પસાર થઈ જાય છે, જેને કારણે તેની સ્મૃતિ ફેણ માંડી બેઠી થઈ જાય છે. “હું તો માયા છું. આ મારો બેડરૂમ છે.” એ સાથે, માયાની આંખ સામે માયાની કાયા આવી જાય છે. શરીરમાં અનુભવાતો પરિચિત કંપ તેને દુવિધામાં નાખે  છે. “ઓહ! કેવું સ્વપ્ન હતું!” જો કે, પેલી લસલસતી બળુકી અનુભૂતિ માયાને એટલી જ વાસ્તવિક લાગે છે. એકસાથે સંસ્મરણ અને સ્વપ્નવત્ લાગતી એ અનુભૂતિની કાર્યકારણ ગડ બેસાડવા જાય, ત્યાં માયા જુએ છે કે તેની ત્વચા પર  સાપની ચામડી ચઢી રહી છે. Continue reading માનસ (છાયા ઉપાધ્યાય)