Category Archives: અંતરની ઓળખ

અંતરની ઓળખ – (૨૦) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખ – (૨૦ ) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

સંજોગો એ પરિણામ છે, કારણ નથી

કોઈપણ વસ્તુ કે બનાવ માટે બાહ્ય વસ્તુ કે બાહ્ય સંજોગો કારણભૂત હોય છે એમ માનવું તે એક વહેમ છે. પોતાના જીવનના સંજોગો વિષે ફરિયાદ કરવી એ હંમેશાં આપણી જાતે જેવા છીએ તેની બાહ્ય અભિવ્યક્તિ જ હોય છે.

વ્યક્તિ પોતે જે હોય છે, એ જ પ્રકારની, તેમ જ તેને અનુરૂપ વસ્તુઓ જ એને જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. જો કે અજ્ઞાન માનવ ન્યાયનો જે સિદ્ધાંત સમજી બેઠો છે એ પ્રમાણે આમ બનતું હોતું નથીઃ આ જે બને છે તે અજ્ઞાન માનવીય નિયમ કરતાં ખૂબ જ સૂક્ષ્મ, અતિ ગંભીર ને સૂક્ષ્મ સત્ય એવા નિયમ પ્રમાણે બનતું હોય છે.

સંજોગો આપણને પાઠ શીખવતા હોય છે

સંજોગો હંમેશાં છુપાઈને રહેલી નબળાઈઓને પ્રકટ કરતા હોય છે. જે નબળાઈઓને પ્રકટ કરતા હોય છે તે નબળાઈઓને આપણે જીતવાની હોય છે. પણ આપણે એને બદલે એને કોઈને કોઈ રીતે છુપાવવાની કોશિશ કરતા હોઈએ છે. જ્યાં સુધી સંજોગોની સમજણ નહીં આવે ત્યાં સુધી કદી આપણે આપણી નબળાઈઓને સુધારી નહીં શકીએ કે એને જીતી નહીં શકીએ.

જે કંઈ બને છે તે આપણને જે વસ્તુ શીખવાની જરૂર હોય છે એ વસ્તુ શીખવવા માટે જ બધું બનતું હોય છે. આ વસ્તુ સમય રહેતાં જ સમજાય છે. તે અને તે ઘડીએ આપણે કશું શીખવું પડે એવા સંજોગો પણ ઊભા થઈ શકે છે. જો એમાંથી ભૂલેચૂકે નિષ્ઠા ચૂક્યા તો સંજોગો આપણને ઘડી શકે એવી ઘડી આપણાં હાથમાંથી સરી જાય છે. આમ સાદા, બીજા શબ્દોમાં કહો તો જો આપણે “સાધના” માટે એકનિષ્ઠ હોઈએ તો એ વસ્તુઓ આનંદપૂર્વક તેમ જ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરવો જોઈએ.

  • પરમ પૂજ્ય શ્રી માતાજી
  • *********************************************************

જીવન શું છે?

જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સો ગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું આપો નહીં તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે૩. જીવનને તમે શું આપ્યું છે? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજૂસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો, પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય?

 તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહીં, જીવન ફળ્યું નહીં, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરાતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવડાવે છે કે તમે કશું આપ્યું જ નથી.ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે? તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી કે જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં તમને શું મળે? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગુનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલખ વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. એક જ સનાતન સત્ય સમજવાનું છે કે જીવન કદી જૂઠું બોલતું નથી.

  • પરમ પૂજ્ય ફાધર વાલેસ

અંતરની ઓળખઃ (૧૯) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ (૧૯) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

ઓશોવાણીઃ

ઓશોને એક પ્રશ્ન પૂછવામાં આવ્યોઃ

“ભગવાન બુદ્ધ કહે છે કે અલ્પતમ અને ન્યૂનતમ જરૂરિયાત રાખો. એટલું જ રાખો કે જે જીવન ટકાવી રાખવા માટે આવશ્યક હોય. જ્યારે આપ કહો છો કે કંજૂસીથી અને કરકસરિયા બનીને ન જીવે, અતિરેકમાં જીવો તો બેઉમાં તાલમેળ કઈ રીતે બેસે? અને તાલમેળ બેસાડવા શું કરવું જોઈએ?” Continue reading અંતરની ઓળખઃ (૧૯) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખ – (૧૫) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

આજે મારી ડાયરીનાં પાનામાંથી નીચેનો પ્રસંગ મને મળ્યો, જે મને મારા મિત્રએ  વર્ષો પહેલાં કહ્યો હતો એને અહીં મૂકી રહી છું.

જૈન ધર્મના આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજશ્રીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યોઃ “મહારાજ, સહુ પોતપોતાનું નસીબ લઈને જ જ્યારે આ જગતમાં આવ્યાં છે ત્યારે દાન દ્વારા એને સ્વસ્થ બનાવવાનો કે સુખી કરવાનો પ્રયત્ન કરવો એ એક જાતની આત્મવંચના નથી?” Continue reading અંતરની ઓળખ – (૧૫) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ (૧૭) સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ (૧૭) સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

“સર્જકતા એ “સ્લો સાઈક્લિંગ’ની સ્પર્ધા છે. એમાં સહુ પહેલો આગળ જનારો હારે છે અને જે છેલ્લો રહે છે તે જીતેલો જાહેર થાય છે. ફ્રેન્ચ સર્જક ઝાં કોક્તોએ કહ્યું હતું એમ, સાચા સર્જકની યાત્રા પગપાળા જ થાય છે. Continue reading અંતરની ઓળખઃ (૧૭) સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ (૧૬) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

“સંબંધો એવા વણસે કે ત્યારે સ્મૃતિ બોજો બની જાય.” – સુરેશ દલાલ

(મને હજી પણ યાદ છે, સુરેશભાઈ દલાલ સાથેની એ વાતચીત, જે મીડ એઈટીઝમાં, લેજેન્ડરી કવયિત્રી પન્નાબેન નાયકના ઘરે ગોઠવાયેલી એમની બેઠક પછીની અંગત મિત્રો સાથેની મહેફિલમાં થઈ હતી. કંઈક બગડેલા સંબંધો વિષેની વાતોનો દોર શરૂ થયો. સુરેશભાઈ ફોર્મલ બોલે કે ઈનફોર્મલ બોલે, એમની વાતો સહુને પોતાની જ લાગે અને સાંભળનારા સહુ એમની વાતોના વહેણમાં વહી જ જાય. એમણે કહેલી એ વાતો મેં ઘરે જઈને મારી ડાયરીમાં નોંધી લીધી હતી. આજે ફરી જૂની ડાયરી કાઢીને વાંચવા બેઠી ત્યારે આ લખાણ મારા ધ્યાનમાં આવ્યું. મારા ખ્યાલથી આ વાત એમના કોઈક પુસ્તકમાં પણ છે, પણ એ પુસ્તકનું નામ યાદ નથી આવતું. ઘણું બધું મારા સ્મરણમાંથી મારી ડાયરીમાં લખાયેલું છે, તો એની નોંધ વાચકોને લેવા વિનંતી.)

Continue reading અંતરની ઓળખઃ (૧૬) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખ – (૧૫) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખ – (૧૫) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

“તેજસ્વિતાઃ” પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનોના સ્મરણ ને સમજણ પર આધારિતઃ

(૫૦ વર્ષો પૂર્વે, મુંબઈમાં પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના જોમવંતા પ્રવચનો સાંભળવાનો મોકો મળતો રહેતો. હું એ સાંભળીને આવતી અને મારી ડાયરીમાં જે યાદ રહ્યું હોય તે લખી લેતી. આજે કેટલા બધા સમય પછી, મારી એ ડાયરી હાથમાં આવી અને સાથે આ નોંધ પર પણ અચાનક નજર ઠરી. આપ સહુ સાથે આજે આ વહેંચી રહી છું. આજના આ કપરાકાળમાં એમની પ્રભાવશાળી વાણી, આત્મવિશ્વાસથી ટકી રહેવાની હિંમત પૂરી પાડે છે.)   Continue reading અંતરની ઓળખ – (૧૫) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ (૧૪) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

સોક્રેટીસના વચનોઃ

        “મારી હાજરી જ હું સાચેસાચ જે છું તે જોરશોરથી પોકારીને બધાને કહી રહી છે. હું જે મારા વિષે મોટા મોટા બોલ બોલી રહ્યો છું, એ તો પાછળથી મારી હાંસી ઊડાડવા માટે જ કામ લાગવાના છે!”

“આપણે જે બોલીએ છીએ, આપણા વિષે, કે આપણી પાસે શું શું છે. તો એક વાત જાણી લો કે એ બધું જ આપણને આપણી લાયકાતને કારણે મળ્યું નથી હોતું, પણ અંદરના સત્વને લીધે આપણે એ પામી શકીએ છીએ. આપણી અંદરનું તત્વ અને સત્વ છે, તે આપણે લઈને જન્મ્યા છીએ. એમાં આપણે કોઈ મોટો તીર નથી માર્યો. ”

“આપણે પહેલાં આપણી આદતોને બનાવીએ છીએ અને એમાં ગર્વ પામીએ છીએ કે આપણને ફલાણી ચીજ વિના ચાલે જ નહીં અથવા તો મને ફલાણું, કલાણાં સમયે કરવાની આદત છે. ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે એકવાર આ આદતોને બનાવવાનો મોકો આપણે ઝડપી લઈએ છીએ પછી ખબર પણ નહીં પડે તેમ આ જ સારી-નરસી આદતો આપણને જિંદગી આખી બનાવ્યા કરશે.”

“જીવનનો અર્થ શોધવા પહેલાં, જીવનને જીવતાં શીખો, જેમ સાગરમાંથી મોતી શોધી લાવવા, એના તળિયે ડૂબકી મારતાં શીખવું પડે છે, બિલકુલ, એ રીતે!”

“કોઈ મને આવીને મારી જરૂરિયાતો પૂરી પાડી જશે એવી ખેવના કરવી એટલે પોતાના પેટમાં છુરી ભોંકવી! જીવન ખુશીથી જીવી જવા માટે જરૂરિયાતો એટલી ઓછી રાખો કે જેને આંગળીને વેઢે ગણ્યાં પછી પણ વેઢાં બાકી રહે તો માનજો કે સુખની ચાવી તમને મળી ગઈ છે.”

અંતરની ઓળખઃ (૧૩) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

સફળતા પ્રગટે છે ભીતરમાંથી,

“એક મેળામાં ફુગ્ગાવાળો ફુગ્ગાઓ વેચી રહ્યો હતો. રંગબેરંગી ફુગ્ગાઓ વેચવા માટે લોકોનું ધ્યાન ખેંચવા તે થોડા થોડા સમયે જુદા જુદા રંગનો એકાદ ફુગ્ગો આકાશમાં છોડી દેતો. તેને જોઈને બાળકો કિકિયારી મારી એને ખરીદવા આકર્ષાતાં.

Continue reading અંતરની ઓળખઃ (૧૩) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખ-(૮)- સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

(સૌજન્યઃ “કબીર બાની”-(૨ ) – અલી સરદાર જાફરી)

********

ભાઈ, કોઈ સતગુરુ સંત કહાવે!

            નૈનન અલખ લખાવૈ !!

પ્રાણ પૂજ્ય કિરિયાતે ન્યારા, સહજ સમાધ સિખાવૈ!

દ્વાર ન રુંધે પવન ન  રોકૈ,  નહિં ભવખંડ  તજાવૈ!

યહ મન જાય યહાં લગ જબ હી પરમાતમ દરસાવૈ!

કરમ કરૈ નિઃકરમ  રહૈ  જો, ઐસી  જુગત  લખાવૈ!

સદા બિલાસ ત્રાસ નહિં તન મેં, ભોગ મેં જોગ જગાવૈ!

ધરતી-પાની આકાસ-પવન મેં અધર મંડૈયા છાવૈ!

સુન્ન સિખર કે સાર સિલા પર, આસન અચલ જમાવૈ!

ભીતર રહા સૌ બાહર  દેખૈ,  દૂજા દ્રષ્ટિ  ન  આવૈ!

  •     કબીર

ભાવાનુવાદઃ કબીર કહે છે, સુણો ભાઈ, સદગુરુ સંત એ જ છે જે આ આંખોને, સ્થૂળ સ્વરૂપે દ્રષ્ટિગોચર નથી એના દર્શન કરાવે છે, જે બહારના, દેખાડાના પૂજા-પાઠથી મુક્તિ અપાવીને સહજ ધ્યાન-સમાધિ શીખવે છે. સાચા સંત, સાચા ગુરુ, દરવાજા બંધ કરીને નથી બેસતા, શ્વાસ રોકવાના ઠાલા અભ્યાસ નથી કરાવતા અને “આ સંસાર અસાર છે, એનો ત્યાગ કરો” એવા માત્ર શાબ્દિક ઉપદેશ નથી આપતા. જ્યારે દંભી અને દેખાવની ક્રિયા-પ્રક્રિયા છોડીને, મન એક પરમતત્વની અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે જ પરમાત્માની સાથે અનુસંધાન થાય છે. આ સદગુરુ જ મનુષ્યને કર્મ કરીને નિષ્કર્મ અને નિર્મોહ રહેવાનો રસ્તો બતાવે છે. એકવાર આ રસ્તે ચાલી નીકળ્યાં પછી ‘ભોગ’ ને ‘જોગ’ સાથે જોડવામાં કોઈ મુશ્કેલી નડતી નથી અને એના પછી, દુન્યવી વિલાસની ખેવના ન રહેતાં, આ વિલાસ, દિવ્યતામાં બદલાય છે. આ ઈશ્વરીય અલૌકિકતા જ ચર-અચર, સજીવ-નિર્જીવ, દરેક મનુષ્ય ને પ્રાણી, ધરતી, આકાશ, જળ અને વાયુ, બધામાં આત્મા સ્વરૂપે વસે છે. આથી, સાચા સંત એ જ છે, જે આત્માતત્વને પોતાની અંદર જોતાં શીખવે છે અને સત્યના માર્ગે દોરે છે. એકવાર જે આત્મામાં છે એને જોતાં શીખી જઈએ તો પછી, બહાર પણ એ જ પરમાત્મા રૂપે દેખાય છે અને એ સત્ય છે કે પછી બીજું કશું જ બહાર દેખાશે નહીં. ખરા અર્થમાં, સાચો અદ્વૈતવાદ જ આ છે. 

અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

(આપણા સમાજમાં અસ્પૃશ્યતાનિવારણની અને કાસ્ટ સિસ્ટમ નાબૂદીની વાતો આઝાદીના ૭૦ વર્ષો પછી પણ થતી હોય, એનાથી વધુ શરમનાક સમસ્યા કોઈ સમાજ માટે જ હોઈ ન શકે! જે દિવસે આપણે માણસને નાત, જાત અને ધર્મના ત્રાજવે તોલ્યા વિના, માત્ર માણસ તરીકે સ્વીકારીશું, ત્યારે જ એક વિકસીત સમાજ તરીકે ગર્વથી પોતાની જાતને આયનામાં જોઈ શકીશું. આપણા સમાજનું આ દૂષણ છે, જેના વિષે ૧૯૯૦માં “પરિવર્તનને પંથે – સ્વામી સચ્ચિદાનંદઃ ” પુસ્તકમાં લખ્યું છે, જે ૨૦૨૦ના ભારતમાં હજુ પણ નજરે પડી જાય છે. સ્વામી સચ્ચિદાનંદની તેજસ્વી કલમના ઓજસનું આ એક કિરણ આપણને આપણા અંતરની ઓળખ કરાવે છે.)

છેલ્લી ટ્રેન છેઃ” – સૌજન્યઃપરિવર્તનને પંથે – સ્વામી સચ્ચિદાનંદઃ

સંપાદનઃ ચિમનલાલ ત્રિવેદી

Continue reading અંતરની ઓળખઃ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ