Category Archives: જિગીશા પટેલ

જિગીશા પટેલની કલમ – ૧૨

દમામ

બસ હવે નહિ …..વિક્ષિપ્ત વિચારો થી ઉદ્વેગી શેતલનું  મન – આજે તો એટલું જોર થી ધડકતું હતું કે જાણે હમણાં ઉછળીને બહાર આવશે. એણે આંખો લુછી નાખી અને સફાળી ઉભી થઈ  એક આત્મવિશ્વાસ સાથે હવે નહિ રડું  ……બસ હવે  નહિ અને ગાડી ની ચાવી લઇ દોડી,શેતલની મા ગભરાઈ, શું થયું ? શેતલ  દ્રઢતાપૂર્વક બોલી “બસ આજે તો લઈને જ આવીશ “દેવકીબેન  રોકે  તે પહેલા જ શેતલ ગાડીમાં બેસી ઝડપથી  બારણું બંધ કરી ….એક્સએલટર આપી,અને  ગાડી “દમામ” બંગલા તરફ ભગાવી મૂકી … Continue reading જિગીશા પટેલની કલમ – ૧૨

જિગીશા પટેલની કલમ – ૧૧

માનસિકતા નથી બદલાઈ

બાર વર્ષની નીમુ તેના ભાઈની ચડ્ડી ને ટીશર્ટ પહેરીને તેના ભાઈઅને તેના મિત્રો સાથે ક્રિકેટ રમતી હતી.તેનો ભાઈ તેનાથી દોઢ વર્ષ જ મોટો હતો.નીમુ ગોરીચીટ્ટી,ગોળમટોળ ,એકદમ ચાલાક અને ટોમબોય જેવી હતી.તેને બધી છોકરાઓની રમત રમવી ગમતી.તે બધી રમતમાં છોકરાઓને હરાવી દેતી. તે ક્રિકેટ રમતી હતી અને બધા છોકરાઓ એકદમ ગભરાઈ ગયા કારણ નીમુની ચડ્ડી લોહીવાળી થઈ હતી. કોઈને કંઈ સમજ નહતી.નીમુ ને થયું કે કંઈ વાગ્યું નથીને આ લોહી ક્યાંથી આવ્યું ?તે બેટ ફેંકી ને દોડતી મા પાસે ઘરમાં ગઈ.તેને જોઈ મા બધું તરતજ સમજી ગઈ.મા મનમાં જ બબડી “હજુ તો નીમુને બાર જ વર્ષ થયા છે આ………થોડું વહેલું નથી?”મા એ નીમુને કપડાં બદલાવ્યા અને ઘરમાં એકબાજુ બેસાડી દીધી.એટલામાં જ નીમુના દાદી સેવામાંથી બહાર આવ્યા.તે રોજ નીમુને પ્રસાદ ને આરતી આપતા પણ નીમુ ના પીરીયડની વાતની ખબર પડતા તેમણે નીમુને આરતી તો આપી જ નહીં અને પ્રસાદ આપતા પણ નીમુને પોતાનાથી દૂર રહેવા કીધું અને પ્રસાદ  અછૂત હોય તેમ ઉપરથી હાથ અડી ન જાય તેમ આપ્યો. Continue reading જિગીશા પટેલની કલમ – ૧૧

જિગીશા પટેલની કલમ – ૧૦

મારા બે અણમોલ રતન

એક દિવસ અમિતાબેન જાનકી ને રસ્તામાં મળ્યા તો જાનકીએ પૂછ્યું “કેમ છો ? તો કહે જેને સૂરજ ને ચંદ્ર જેવા બે અણમોલ રતન જમાઈ મળ્યા હોય તેને જીવનમાં મઝા જ મઝા હોયને?જાનકી તો તેમના નજીકના સગા અમિતાબેનનો જવાબ સાંભળી ખુશખુશ થઈ ગઈ.અમિતાબેન ના એક જમાઈનું નામ આદિત્ય ને બીજાનું શશીન.જાનકી તેના પતિને કહેવા લાગી “જમાઈની પ્રશંસા કરતા કોઈ અમિતાબેન પાસે શીખે!!!” Continue reading જિગીશા પટેલની કલમ – ૧૦

જિગીશા પટેલની કલમ – ૯

વિશુદ્ધ પ્રેમ – એક બીજા માટે

પતિ અને સાસરિયાના બેહૂદા વર્તનથી ત્રાહીમામ થઈ ગએલ હર્ષાએ અનેકવાર માતા-પિતાના ઘરનો દરવાજો ખખડાવ્યો .દરેક વખતે માતપિતા સમાજ શું કહેશે? તેની બીકે” તું ઘર ભાંગીને પાછી આવીશ તો પાછળની ચાર બહેનોને આપણી માળીની નાતમાં કોણ લઈ જશે?એમ કહી “ સમજાવી પાછી મોકલી દેતા.તેના પિતાનો શહેરમાં ફૂલોનો ખૂબ મોટો ધંધો અને આઠ દસ મોટી ફૂલો,હાર અને બુકે વેચવાની દુકાનોહતી.હર્ષા અને તેની બહેનોને પિતાએ ખૂબ સરસ ભણાવી.હર્ષા પણ પેથોલોજીસ્ટ થઈ શહેરની જાણીતી લેબોરેટરીમાં જોબ કરતી હતી.લગ્નબાદ સંકુચિતમાનસ વાળા સાસરિયાએ તેની જોબ છોડાવી દીધી.શ્રીમંત પણ અભણ પતિ ખૂબ હોશિયાર નેચાલાક પત્ની દબાવીને રાખવા માનસિક ને શારિરીક જુલમ કરતો.હર્ષાથી મોટી બહેન ગરબાના કલાસ ચલાવે. ગરબાના ગરુડને લઈને તે અમેરિકા પ્રોગ્રામ કરવા આવવાની હતી.આ સાંભળી ને હર્ષાના મગજમાં એક વિચારનો ચમકારો થયો.સાસરામાંથી પિયર રહેવા જાઉં છું કહીને તે ઘરમાંથીનીકળી ગઈ. ગ્રુપ સાથે અમેરિકા આવી ગઈ.અમેરિકામાં જુદાજુદા શહેરોમાં શો કરીને શિકાગોથી ઈન્ડીયા જવાને દિવસે બહેનને સમજાવીને કહી દીધું “મિતા ,હું તો હવે અહીં જ રહી જાઉં છું.મારે એ નરકમાં પાછા પતિને ઘેર જવું નથી.પિતાને ત્યાં આશરો નથી ,મારી સહનશક્તિની હવે હદ આવી ગઈ છે” મોટીબહેન મિતા પણ બધું જાણતી હતી એટલે ભારહૈયે તેને હા પાડી. Continue reading જિગીશા પટેલની કલમ – ૯

જિગીશા પટેલની કલમ – ૮

પ્રેમ ની પરિભાષા શું?

માલતીની ઊંઘ આજે હરામ થઈ ગઈહતી. તેનું ઉદ્વિગ્ન મન અનેક જુદા જુદા વિચારોના ચકરાવે ચડ્યું હતું. તે આખી રાત પાસા ઘસતી રહી અને વિચારતી રહી પણ કોઈ જવાબ ન જડ્યો.પોતાની મનોસ્થિતિ જરાપણ નહોવા છતાં પતિ મહેશની સ્વીકારવી પડતી સેક્સની માંગણી તેને અકળાવી મૂકતી હતી.જ્યારે તમારું મન અશાંત અને ઉદાસ હોય,દિલમાં કંઈ સતત ચૂભ્યા કરતું હોય ત્યારે કોઈ સ્ત્રી કેવી રીતે સેક્સ માણી કે કરી શકે?મનની ઉદાસી,દુ:ખુદ પરિસ્થિતિ કે સંજોગોની અસર પુરુષના દિલદિમાગ પર નહી થતી  હોય શું?સ્ત્રીના મન વગરનું સેક્સ તેના શરીરનો ચૂંથારો લગ્નસંબંધનો કરાતો દૂરઉપયોગ તે સ્ત્રી નું શોષણ કે જુલમ જ નથી શું? Continue reading જિગીશા પટેલની કલમ – ૮

જિગીશા પટેલની કલમ – ૭

અંધશ્રદ્ધા નું ઓસડ શું?

છ મહિના પહેલા અમદાવાદ પોતાને ઘેર વતનમાં જવાનું થયું.બધા મિત્રો ને સગાસંબંધી મળવા આવ્યા હતા .ભારતમાં હવે અમેરિકા અને વિદેશ જેવી બધીજ ટેકનોલોજી નો વિકાસ થયો છેઅને વિદેશ જેવીજ બધી વસ્તુઓ મળે,વિદેશ જેવાજ મોલ,ગાડીઓ,સગવડો અને સવલતો છે.આવી વાત આવેલા બધા મિત્રો કરતાં હતા અને ત્યાં જ મારા ઘેર કામ કરતા માણસે સમાચાર આપ્યા કેબહેન વિમલ શાંત થઈ ગયો.મેં કીધું”તેના પિતા બિમાર છે તે ગુજરી ગયા હશે.શું ગમે તે બોલે છે!!!!”તેણે તેના ફોનમાં વિમલના મૃતદેહના ફોટા બતાવ્યા ને હું ત્યાં જ બેસી પડી.દું:ખ ને શોકની લાગણી એ મારા મનને ઘેરી લીધું હતું. તેથી પણ વધારે ગુસ્સો મને મારી પર આવતો હતો કે હું જાણતી હોવા છતાં કંઈ જ નકરી શકી. Continue reading જિગીશા પટેલની કલમ – ૭

જિગીશા પટેલની કલમ – ૬

શીલા રોજ જાય છે કયાં ?

શીલા રોજના પોતાના નિયમ પ્રમાણે સવારે નવ વાગે ફ્લેટનાં ઝાંપા પાસે રિક્ષાની રાહ જોતી ઊભી રહેતી.તેના ઘરમાંથી નિકળવાના સમયે ફ્લેટની બધી બાલ્કનીમાંથી વારા ફરતી લોકો શીલાને જોવા બાલ્કનીમાં આંટા મારતા.પુરુષોને શીલાના મદઝરતાં યૌવનને નિહાળવામાં રસ હતો અને સ્ત્રીઓને એનીવાત કરવામાં કે તૈયાર થઈને રોજ આ શીલા જાય છે કયાં? શીલાને ભગવાને રુપ જ એટલું આપ્યું હતું કે એકવાર તેના પર કોઈની નજર પડે તો તેને નજર ફેરવવી અઘરી પડે.જો બહેનો તેને જોઈને બોલી જતી હોય કે ભગવાન તે શું સુંદર રુપ આપ્યું છે શીલાને? તો બિચારા પુરુષોનું તો શું ગજું કે તેને જતી જોઈને બેચાર વાર નજર તેના તરફ ના નાંખે!!!! ઊંચું કદ, સુડોળ શરીર , ગોરોવાન,અણિયાળી પાણીદાર આંખો અને દાડમની કળી જેવા દાંત.હસમુખો ચહેરો પણ વ્યક્તિત્વ એવું કે કોઈની હિંમત નહી કે તેને પૂછી શકે કે શીલા તું રોજ સવારે જાય છે કયાં??? Continue reading જિગીશા પટેલની કલમ – ૬

જિગીશા પટેલની કલમ – ૫

કુછ ખોકર પાના હૈ

ઈશાની એરપોર્ટથી પિતાને ઘેર જઈ રહી હતી.ફ્લાઈટ ચાર કલાક મોડી હતી એટલે એરપોર્ટ પરથી જ ફોન કરીને ભાઈ ને કહી દીધું હતું કે ડ્રાઈવર જોડે ગાડી મોકલી દે અને તે ફેક્ટરી પર જાય. એરપોર્ટથી જતા રસ્તામાં યુનિવર્સિટી કેમ્પસ આવતાં વેલેન્ટાઈન ડે નો નવો રંગ જોવા મળ્યો.કેટલાય લબરમૂછીયા યુવાનો તેમની પ્રિયેને પોતાની આગોશમાં લઈને બેઠેલા જોઈને તેને પણ તેનો એ વીસ વર્ષ પહેલાનો વેલેન્ટાઈન ડેયાદ આવી ગયો.બધાં માટે આ દિવસ પોતાના પ્રેમનો એકરાર કરવાનો પહેલો દિવસ હતો.જ્યારે તેના માટે તે દિવસ તેના પહેલા પ્રેમને મળવાનો છેલ્લો દિવસ હતો.તે તેના પ્રેમને વિદાય આપવાનો દિવસ હતો. Continue reading જિગીશા પટેલની કલમ – ૫

જિગીશા પટેલની કલમ – ૪

ગોપાલ લાપત્તા છે!

આશ્રમરોડના યોગાશ્રમમાં આજે ભાગદોડ મચી ગઈ હતી.શહેરના શ્રીમંતો ,વેપારીઓ,રાજકારણીઓ અને જનસેવકો ની અવરજવરથી આશ્રમમાં ટ્રાફીક જામ થઈ ગયો હતો.સ્વામી અભેદાનંદજી ના અનુયાયીઓની સંખ્યા ખૂબ મોટી હતી .વિદ્વાન સ્વામીજીના ગીતા,વેદઅને ઉપનિષદ ઉપરના પ્રવચનો સાંભળવા હજારોની સંખ્યામાં લોકો ઊમટતા.વહેલી સવારના તેમની યોગની શિબિરો અમદાવાદ ઉપરાંત ભારતના મોટા શહેરો અને દેશવિદેશમાં પણ થતી.સ્વામીજીનો ખાસ ચેલો જે તેમની સેવામાં ચોવીસ કલાક રહેતો તે લાપતા હતો.ગોપાલ સ્વામીજીના ગામનો જ હતો.તેના શરીરસૌષ્ઠવઅને ચતુરાઈથી આકર્ષાઈને જ સ્વામીજી તેને અમદાવાદ પોતાની સાથે લઈ આવ્યા હતા.છેલ્લા આઠ વર્ષથી તે તેમની સાથેજ હતો.બાર વર્ષની ઉંમરે તેને લાવેલ પણ બેત્રણ વર્ષમાં તો તે છ ફૂટ ઉંચો અને યોગા કરી શરીરે પણ કસાયેલ અને સોહામણો બની ગયો હતો.સ્વામીજી પાસે રહીને શાસ્ત્રોના જ્ઞાનની સાથે આશ્રમનો વહીવટ પણ તેજ કરતો .સ્વામીજી પછી આશ્રમનો વારસદાર તે જ હોય તેમ બધા લોકો સમજતાં .સ્વામીજીનું વર્તન પણ તેના પ્રત્યે ખાસ જ રહેતું. Continue reading જિગીશા પટેલની કલમ – ૪

જિગીશા પટેલની કલમ – ૩

દ્વિધા

શિયાળાની ગુલાબી સાંજે જાનકી અને છાયા અમદાવાદના અટીરાના વોકીંગ ટ્રેક પર ચાલી રહ્યા હતા.ત્યાં આગળ ચાલતી બે બહેનોની જરા મોટેથી ચાલતી વાતચીત સાંભળી જાનકી જરાક અચંબામાં પડી ગઈ. Continue reading જિગીશા પટેલની કલમ – ૩