Category Archives: જ્યોત્સના ભટ્ટ

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૩ – અંતીમ (સંપાદન – પી. કે. દાવડા)

સમાપન

(આંગણાના મિત્રોને ગમગીની સાથ જણાવવાનું કે 
પ્રિય જ્યોત્સ્નાબેનનું જુલાઈ ૧૧ ૨૦૨૦ રોજ શાંતિપૂર્ણ અવસાન થયું છે.)

જ્યોત્સનાબહેન અને એમનું ચાકડું.

જ્યોત્સના ભટ્ટના સિરામિકની સમજ

જ્યોત્સનાબહેનના સિરામિક્સની કેટલીક ખાસિયતો છે. મેટ ફીનીશ માટે તેઓ ખાસ જાણીતા છે. બળેલી terracotta માટીની છાયાવાળા રંગો પણ એમણે વાપર્યા છે. એમના સિરામિકની કેટલીક ખાસિયાતો તો હાથથી અડીને જાણી શકાય છે. ગ્લેજ કરેલા આર્ટીકલ્સ પણ ચમકતા નથી. એમના માટીને મળતા રંગોમાં પણ રેશનની મુલાયમતા વરતાય છે.

Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૩ – અંતીમ (સંપાદન – પી. કે. દાવડા)

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૨ (સંપાદન – પી. કે. દાવડા)

 અન્ય પ્રકાર

જ્યોત્સનાબહેને સિરામિક્સના અનેક પ્રકાર સર્જ્યા છે, એ બધાને આ હારમાળામાં સમાવી લેવાનું શક્ય નથી. આજે અહીં સ્લેબ અને જાર એમ બે પ્રકાર મૂક્યા છે.

 

 

 

 

 

 

આ સિરામિકને Slab built vases નામ આપ્યું છે. હું એને સમજી શક્યો નથી, કદાચ કોઈ વાચક સમજાવી શકે. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૨ (સંપાદન – પી. કે. દાવડા)

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૧ (સંપાદન – પી. કે. દાવડા)

એનિમલ ફોર્મસ

સિરામિકસના આ પ્રકારમાં પ્રાણીઓના આકારમાં ફેરબદલ કરી એને ગૃહઉપયોગી વસ્તુઓ તરીકે રજૂ કરવામાં આવે છે. અગાઉ આવા રમકડાં ચીન અને જાપાનથી આવતા. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૧ (સંપાદન – પી. કે. દાવડા)

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૦ (સંપાદન – પી. કે. દાવડા)

બડ ફોર્મસ

સિરામિક્સનો આ સૌથી અઘરો પ્રકાર છે. મોટા ફૂલોની કળીઓનો માટીને હાથેથી આકાર આપવો એ ખૂબ જ અઘરૂં કામ છે. કદાચ એક એક પાંખડીને અલગ અલગ તૈયાર કરીને એને જોડવાનું કામ અંદરના પોલાણને લીધે ખૂબ જ નાજુક હાથે કરવું પડે. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧૦ (સંપાદન – પી. કે. દાવડા)

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૯ (સંપાદન – પી. કે. દાવડા)

પ્લેટ્સ

જ્યોત્સનાબહેનની અન્ય સિરીઝની જેમ જ એમની પ્લેટ્સ સિરીઝ પણ ખૂબ જ લોકપ્રિય છે, અને એમાં પણ કૂકડાના ચિત્રોવાળી પ્લેટ્સ વધારે લોકપ્રિય છે. આજે બે પ્લેટ્સ કૂકડાના ચોત્રોવાળી અને એક પ્લેટ બતકના ચિત્રવાળી (જે વધારે નાજૂક છે) રજૂ કરી છે. હું આ પ્લેટ્સને ગૃહઉપયોગી શ્રેણીમાં ન મૂકતાં, ગૃહશોભા શ્રેણીમાં મૂકીશ. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૯ (સંપાદન – પી. કે. દાવડા)

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૮ (સંપાદન – પી. કે. દાવડા)

દિવાલ ઉપર લગાડવાના સિરામિકસ

 

 

 

 

 

 

 

 

 

 

સર્જનના વિચારમાં જ્યોત્સના ભટ્ટ

જ્યોત્સના બહેનના અન્ય સિરામિક્સની જેમ એમના વોલ હેંગર્સ પણ ખૂબ જ જાણીતા છે. આ પ્રકાર અન્ય પ્રકારો કરતાં થોડો અઘરો છે, કારણ કે એમાં ઘણી જગ્યાએ આરપારનું પોલાણ છે. આવા સિરામિકસ મોટેભાગે હાથ અને નાના ઓજારોની મદદથી તૈયાર કરવામાં આવે છે, અને બનાવતી વખતે એનો આકાર બગડી જવાનો સંભવ છે. છેક ઊંચા તાપમાને જ્યારે એ Stoneware નું રૂપ ધારણ કરી લે ત્યારે આ બીક ઓછી થાય છે.

અહીં મેં એમના આવા સિરાકિક્સના બે નમૂના રજૂ કર્યા છે. કેટલું કઠીન કામ છે એ તમે જાતે જ નક્કી કરો.

(૬) દિવાલ ઉપર લગાડવાના સિરામિકસ (૬) દિવાલ ઉપર લગાડવાના સિરામિકસ

 

 

 

 

 

 

 

 

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૭ (સંપાદન – પી. કે. દાવડા)

મેં એક બિલાડી પાડી છે

આપણે નાનપણમાં આ કવિતા ભણેલા, પણ જ્યોત્સનાબહેને એક નહીં અનેક બિલાડીઓ પાળી છે. આજે અહીં હું એમની બધી બિલાડીઓ રજૂ કરૂં છું, તમારે અહીં તમને કઈ બિલાડી ગમી અને શા માટે ગમી એ લખવાનું છે. રંગ, રૂપ, અદા, બધું જ અલગ અલગ છે. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૭ (સંપાદન – પી. કે. દાવડા)

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૬ (સંપાદન – પી. કે. દાવડા)

સિરામિક નમૂના બનાવવા માટેના સાધનો

કયા અને કેટલા સાધનોની જરૂર પડશે એ તમે શું બનાવવા માંગો છે એના ઉપર આધાર રાખે છે. કેટલાક આકાર માટે ચાકડા જરૂરી હોય છે, તો કેટલીક વસ્તુઓ માટે બિબાં જરૂરી હોય છે. કેટલીક કલાકૃતિઓ માત્ર હાથ અને નાની નાની કોરણીઓથી જ તૈયાર કરી શકાય છે. અહીં માત્ર થોડાક સાધનોની ટુંકી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૬ (સંપાદન – પી. કે. દાવડા)

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૫ (સંપાદન – પી. કે. દાવડા)

જ્યોત્સનાબહેનની બિલાડીઓ

સિરામિક્સ વિષયની સારી એવી માહિતી સમજી લીધા પછી હવે આપણે જ્યોત્સનાબહેનના સિરામિક્સ જોઈએ. જ્યોત્સનાબહેનના સિરામિક્સ પ્રદર્શનોમાં એમની અનેક સિરીઝ લોકપ્રિય થયેલી છે, પણ મને એમની બિલાડીઓ ખૂબ જ ગમે છે. પહેલા એમની બિલાડીઓનું આ ચિત્ર જુવો. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૫ (સંપાદન – પી. કે. દાવડા)

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૪ (સંપાદન – પી. કે. દાવડા)

સિરામિક આર્ટ

(હું જાણું છું કે તમે જ્યોત્સનાબહેનના સિરામિક્સ જોવાની આતુરતાથી રાહ જુવો છે. બધું તૈયાર પણ છે. પણ આ તકનો લાભ લઈ, વાચકોને સરળ શબ્દોમા સિરામિક આર્ટ વિશે જેટલી માહીતિ આપી શકાય એટલી આપવાના ઈરાદાથી થોડું લંબાવ્યું છે)

સિરામિક આર્ટ ટેરાકોટાનો એડવાન્સ સ્વરૂપ છે અને ટેરાકોટાએ દુનિયાનું સૌથી જૂનું માટીકામ છે. ટેરા એટલે જમીન અને કોટા એટલે પકવેલી માટી. પહેલાના સમયમાં ટેરાકોટા માટીનો ઉપયોગ ઘરવકરીના સાધનો બનાવવા માટે થતો હતો. ઘરવકરીમાં ઉપયોગ થતા માટીના વાસણોને ચંદ્રગ્રહણ અને સુર્યગ્રહણના સમયે તોડી નાખવામાં આવતા હતા. જેના કારણે કુંભારને રોજગારી મળતી હતી. તેથી સિરામિક આર્ટ આપણી પરંપરા સાથે સંકળાયેલું રહેતું હતું. આધુનિક સમયમાં સિરામિકનો ઉપયોગ ઉદ્યોગીક સ્થળે કરવામાં આવે છે, અને તે એક હાથે બનતું હોવાથી આર્ટિસ્ટને કામ કર્યાનો સંતોષ પ્રાપ્ત થાય છે. આર્ટિસ્ટ જયારે સિરામિકને રંગ કરે છે ત્યારે તેને ખ્યાલ નથી હોતો કે તે કયો રંગ કરી રહ્યો હોય છે કારણ કે તે ઓક્સાઇડ રંગ હોય છે જે ભઠ્ઠીમાં પાક્યા પછી જ ખ્યાલ આવતો હોય છે. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૪ (સંપાદન – પી. કે. દાવડા)