Category Archives: જ્યોત્સના ભટ્ટ

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૩ (સંપાદન – પી. કે. દાવડા)

સિરામિક્સ  (જ્યોતિ ભટ્ટ)

વન્ય પશુ કે વાનર જેવી સ્થિતિ પાર કરી સંસ્કૃતિના પ્રારંભે માનવીએ જે કેટલીક મહત્વની શોધો કરી હતી તેમાં માટીકામ પણ એક હતી. માટીની એક લાક્ષણિકતા એ છે કે તેમાં પાણી મેળવવાથી પોચી બને છે. પોચી થયેલી માટીને અનેક ઘાટ આપી શકાય. આ રીતે બનાવેલ ઘાટને ઊંચા ઉષ્ણતામાને પકવવાથી તે મજબૂત થાય. ત્યારપછી, તે પાણીથી ભીંજાવા છતાં પણ ઓગળતા નથી. જીવન વિકાસના અનેક સોપાનો પછી આજે માટીની ઉપરોક્ત પાયાની લાક્ષણિકતાને આધારે તેના અનેક ઉપયોગો અને તેને અનુરૂપ સ્વરૂપો વિકસ્યા છે. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૩ (સંપાદન – પી. કે. દાવડા)

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૨ (સંપાદન – પી. કે. દાવડા)

(ગઈ પોસ્ટમાં તમે મેં તૈયાર કરેલો જ્યોત્સનાબહેનનો પરિચય વાંચ્યો. આજની પોસ્ટમાં જે પરિચય છે તે એક મોટાગજાના સિરામિક નિષ્ણાત શમ્પા શાહ દ્વારા, મૂળ હિન્દીમાં લખવામાં આવ્યો છે, અને જાણીતા સામયિકમાં છપાઈ ચૂક્યો છે. શ્રી જ્યોતિ ભટ્ટની વિનંતીને માન આપીને અને શમ્પા શાહની મંજૂરીથી એ લેખનું શ્રી  પીયૂષ ઠક્કરે    ગુજરાતી ભાષાંતર કરી આપ્યું છે. આવા અમૂલ્ય લેખને આંગણાં માટે ઉપલબ્ધ કરાવી આપવા બદલ હું લાગતા વળગતા સર્વ જનોનો આભાર માનું છું – સંપાદક) Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૨ (સંપાદન – પી. કે. દાવડા)

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧ (સંપાદન – પી. કે. દાવડા)

ચાકડે  ચડાવ્યો એક ઘાટ રે ઘડવૈયાએ……

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

એક નવું સિરામિક તૈયાર કરવા એકાગ્રતાથી કાર્યરત જ્યોત્સનાબહેન ભટ્ટ

જ્યોત્સનાબહેનનો જન્મ કચ્છના માંડવી શહેરમાં થયો હતો. એમનું મોટાભાગનું બાળપણ મુંબઈમાં વ્યતીત થયું. શાળાના સમયથી જ એમને કળા અને શિલ્પમાં રૂચી હતી. એમના કાકા શ્રી કે. સી. શ્રોફની પ્રેરણાથી એમણે કલાના ક્ષેત્રમાં અભ્યાસ કરવા મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં એક વર્ષ માટે અભ્યાસ કરી, ૧૯૫૮ – ૫૯ માં વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસમાં પ્રવેશ મેળવ્યો. અહીં એમણે પ્રખ્યાત શિલ્પકાર શંખો ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્નાતકની ડીગ્રી મેળવી. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૧ (સંપાદન – પી. કે. દાવડા)