પ્રથમ પેઢી (ગાંધીજી ૧૮૮૭ માં મેટ્રીક પાસ થયા)
આ વાત મારા દાદા રાવસાહેબ મહાશંકરે મને ૧૯૪૨ ની ક્રાંતિના સમયે ગર્વ સાથે કહી હતી. હું એમને બાપુજી કહેતો. ૧૮૮૭ માં ગાંધીજી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રીક પાસ થયા, ત્યારે બાપુજી રાજકોટના તાર માસ્ટર હતા. ત્યારે મેટ્રીકના પરિણામ મુંબઈ યુનિવર્સિટી તાર દ્વારા મોકલતી. આ સમાચાર દાદાજીએ હાથો હાથ મોહનદાસને આશીર્વાદ સાથે આપેલા. ત્યારે કોઈને ક્યાં ખબર હતી કે આ મોહનદાસ વિશ્વનો શાંતિ દૂત અને દેશનો રાષ્ટ્રપિતા થશે?
Continue reading રાવળ પરિવારની ત્રણ પેઢીનો ગાંધીજી સાથેનો અહૈતૂક સંસર્ગ (ડો. કનક રાવળ)