Category Archives: ડો. ભરત ભગત

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૩ (ડો. ભરત ભગત)- અંતીમ

(ડો. ભરતભાઈ ભગતે પોતાના વ્યસ્ત દૈનિક જીવનમાંથી સમય કાઢી, લાગલગાટ ૨૬ અઠવાડિયા સુધી, સમાજ સેવાને લગતી ઉચ્ચ પ્રકારની માહિતી આંગણાંના વાચકોને આપી એ બદલ સંપાદક તરીકે હું એમનો હ્રદય પૂર્વક આભાર માનું છું. આપણને એમનો ભવિષ્યમાં પણ લાભ મળતો રહેશે એવું વચન મેં એમની પાસેથી લઈ લીધું છે.)

શૈશવ

આ દંપતીએ ૧૨૮૧૩ બાળકોમાંથી ૮૦% બાળકોને મજૂરીમાંથી છોડાવી જીવનની નવી દિશા આપી.

                લોકો કહે છે ગરીબી છે એટલે બાળમજૂરી છે પરંતું અમે કહીએ છીએ કે બાળમજૂરી છે એટલે ગરીબી છે. આવું કહેનારા પારૂલબેન અને ફાલ્ગુનભાઈએ બાળમજૂરોની સમસ્યા સુલઝાવવાની તેમની અઢી દાયકાની યાત્રાના અનુભવના આધારે રજૂ કરેલો અર્થસભર સંદેશ હતો. પારૂલબેનના પપ્પા બાળમજૂર હતા. પરંતું કુંટુંબના સંસ્કારે તેઓએ મજૂરી કરતાં કરતાં શિક્ષણ મેળવ્યુંઅને બીજાબાર ભાઈ-બહેનોના જીવનની ગાડીને પાટે ચઢાવી. ભણ્યા ના હોત તો બધાજ મજૂરી કરતાં હોત !પારૂલબેને કહ્યું : “ બાળક પાસે ભણતર ના હોય, કૌશલ્ય ના હોય એટલે માત્ર મજૂર તરીકે શરીર તોડીને કામ કરવું પડે. શરીરને પડતો ઘસારો 7 – 8 વર્ષની ઉંમરે શરૂ થાય અને 35 – 40 વર્ષની ઉંમરે તો એ તન – મનથી થાકી જાય. અપૂરતુ પોષણ અને માંદગીઓ ઉમેરાય એટલે મૃત્યુ વહેલું આવે. બાળકોને ભણાવી ના શકે એટલે એમના બાળક પણ મજૂરી જ કરે અને આમ આખું વિષચક્ર ચાલ્યા કરે. ફાલ્ગુનભાઈએ વાત ઉપાડી લેતાં કહ્યું : “સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા બાળકોના અધિકારના ખતપત્રનો સ્વીકાર 1989માં થયો અને આપણા દેશે 1992માં સ્વીકાર કર્યો. આપણે ત્યાં 14 વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણના અધિકારનો કાયદો 2009માં બન્યો.બાળકને શિક્ષણની સાથેરમવાનો, હરવા-ફરવાનો અને મનોરંજન દ્વારા પોતાના ઘડતર અને વિકાસનો અધિકાર છે. શોષણ સામે રક્ષણનો અધિકાર છે પરંતું આ બધાથી મોટા ભાગના બાળકો વંચિત રહે છે. બાળકના શારીરિક અને માનસિક વિકાસના સમયે બાળકને મજૂરી કરવી પડે, ભેદભાવનો સામનો કરવો પડે. ક્રુરતા કે અધમ કાર્યોના ભોગ બનવું પડે તે અત્યંત શરમજનક ઘટનાછે. તમામ બાળકોને શોષણ સામે રક્ષણનો, ઘડતર અને વિકાસ માટે જ્ઞાન – માહિતી વિગેરે મેળવવાનો પણ અધિકાર છે.” Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૩ (ડો. ભરત ભગત)- અંતીમ

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૨ (ડો. ભરત ભગત)

સર્વોદય

        ચોમાસામાં 125” – 150” થી વધુ વરસાદ પડે પરંતું હોળી પછી પીવાનું પાણી ના મળે. વરસાદની સાથે જમીન ઉપરની માટી ધોવાઈ જાય એટલે વર્ષોવર્ષ ખેતીનો પાક ઓછો ઉતરે અને એમાં ય મોટા ભાગની જમીન પથરાળ એટલે એક જ પાક લેવાય. ઘર ? ઘર એટલે વાંસ – વળી અને ગરમાટીની દીવાલો, ઘાસ – ફુસનું છાપરું જેના માથે ઝાડના પાન કે પ્લાસ્ટીકથી બનાવેલી છત ! તોફાની પવન અને ભારે વરસાદમાં બધું સાફ થઈ જાય એટલે દિવસો સુધી પલળતા રહેવાનું. ચારેય બાજુ જંગલ અને આવો વરસાદ એટલે અસંખ્ય માંદગીઓનું સ્વર્ગ. ઘેરઘેર મેલેરીયા, મરડો, કૃમિરોગ, અપોષણ  અને રતાંધળાપણું ! પચાસ વર્ષ પહેલા તો રસ્તાયે નહીં એટલે માંદા માણસને ઝોળીમાં નાંખી, ચાલતા, કહેવાતા ડોકટરના દવાખાને લઈ જવાય અને જો પહોંચી શકાય તો ભગવાનનો પાડ. બાકી જીવતો ગયેલો લાશ થઈને પરત આવે. દાયણ જ ના મળે તો નર્સની વાતનો વિચારેય ક્યાંથી આવે ? કેટલીય માતાઓ પ્રસૂતિ સમયે મૃત્યુ પામે અને એ કદાચ બચે તો બાળક પણ ગુમાવી દે. આવી સ્થિતિમાં માતૃ મૃત્યુદર અને શિશુ મૃત્યુદર ઊંચો જ હોય. Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૨ (ડો. ભરત ભગત)

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૧ (ડો. ભરત ભગત)

ઋષભભાઈ

          તાજેતરમાં હું, મારી પત્ની સાથે બેંગ્લોરથી અમદાવાદની ફલાઈટમાં આવી રહ્યો હતો અને અમારે ટર્મીનલથી એરક્રાફ્ટ સુધી બસમાં જવાનું હતું. અમે બસમાં ચઢનારા છેલ્લા પેસેન્જર હતા એટલે ખીચોખીચ ભરેલી બસમાં જે ટેકો મળ્યો તે પકડીને ઊભા રહ્યા. મારી પત્ની તો ઉપરથી લટકતા હોલ્ડીંગના પટ્ટા સુધી પહોંચી શકતી ન હતી એટલે મારા ટેકે ઊભી રહી ગઈ. બસ ચાલુ થાય એ પહેલાં છેક છેલ્લી સીટ ઉપર બેઠેલો એક યુવાન બધાને ખસેડીને દોડી આવ્યો. મારી પત્ની માટે પોતાની સીટ ખાલી કરી દીધી. અમે બંનેએ ના કહી છતાંયે એ મારી પત્નીને દોરીને લઈ ગયો, પોતાની સીટ ઉપર બેસાડી, આનંદથી ઊભો રહ્યો. આંખોમાં ભાવ સાથે અમે માત્ર થેન્ક યુ જ કહી શક્યા. Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૧ (ડો. ભરત ભગત)

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૦ (ડો. ભરત ભગત)

રાજેન્દ્રભાઈ (ભાવનગર)

ભાવનગર સદ્દવિચાર સેવા ટ્રસ્ટ દરરોજ પાંચસો જેટલાં ટીફીન સત્તર હજાર ટીફીન દાતાઓના સહયોગથી સરકાર હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીઓને  નિયમિત પહોંચાડે છે. Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૦ (ડો. ભરત ભગત)

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૯ (ડો. ભરત ભગત)

ડૉ. પ્રવીણ બલદાનીયા

ખૂબ મોટું ઘર હોય અને ધરતીકંપમાં પડી જાય તો? ખૂબ પૈસા હોય અને લૂંટારા લૂંટી જાય તો? માટે આવતી કાલની ચિંતા છોડ. Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૯ (ડો. ભરત ભગત)

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૮ (ડો. ભરત ભગત)

મન હોય તો માંડવે જવાય……. 

          બે દાયકા પૂર્વે બનેલી બે-ત્રણ ઘટનાઓએ મને હચમચાવી નાંખ્યો હતો. મારા મનમાં ખૂબ પીડા થતી હતી અને સાચું કહું તો ખૂબ ગુસ્સો આવતો હતો. શબ્દો હતા કેશવ ચેટરજીના કે જેમણે આ પીડામાંથી 2005માં જન્મ આપ્યો હતો પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશનનો એની  સાથે વાત કરતાં કરતાં હું આજે પણ એના ચહેરા ઉપરની વેદના જોઈ રહ્યો હતો. મારી આતુરતા સમાવવા મેં ઘટનાઓ માટે પૃચ્છા કરી ત્યારે આંખો બંધ કરી ફિલ્મ રીવાઈન્ડ કરતાં હોય એમ કહેવા માંડ્યું : “એક માનસિક ક્ષતિગ્રસ્ત મહિલા વિમાનમાં ચઢી અને પરિચારિકાઓના ભવાં ખેંચાયાં. હા, એ મહિલાના વસ્ત્રપરિધાન કે ચહેરાનાં હાવભાવ વ્યવસ્થિત ન હતાં, મોંઢામાંથી લાળ પડતી હતી પરંતું એની સાથે એટેન્ડન્ટ હતો અને ટીકીટ ખરીદેલી હતી. પરિચારિકાઓ અને અન્ય સ્ટાફ એને વિમાનમાંથી ઉતારવા હઠાગ્રહી બન્યો હતો અને મહિલાના એટેન્ડન્ટ એને બેસાડવાં હક માંગી રહ્યા હતાં. ગજગ્રાહ સર્જાયો એટલે વિમાન ઉપડવામાં મોડું થઈ રહ્યું હતું. આઘાત તો ત્યારે લાગ્યો કે બધા જ સહપ્રવાસીઓ આ મહિલાને નીચે ઉતારવા તલપાપડ હતા. કોઈનાય મનમાં સંવેદના સ્પર્શીયે નહીં. Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૮ (ડો. ભરત ભગત)

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૭ (ડો. ભરત ભગત)

કપડવંજ 

અમેરીકાનું એક સંશોધન પેપર અમારા ધ્યાનમાં આવ્યું જેમાં વિવિધ માધ્યમો થકી વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓની ગ્રહણશક્તિનો અભ્યાસ થયો હતો. આ સંશોધનના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક હતાં જ પરંતું અમારા માટે તો નવી દિશામાં પ્રગરણ માંડવાના પ્રેરક હતાં. શબ્દો હતા શ્રી અનંતભાઈ શાહના કે જેઓ કપડવંજ કેળવણી મંડળના માનદ્ મંત્રી છે. મને એ સંશોધનપત્રની વિગતો જાણવામાં રસ પડ્યો એટલે અનંતભાઈએ માહિતી આપીઃ Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૭ (ડો. ભરત ભગત)

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૬ (ડો. ભરત ભગત)

કનુભાઈ કલસારીયા         

ઈતિહાસ એટલે શબ્દોમાં ગુંથાયેલી ગાથાઓ જ નહીં પરંતું સૃષ્ટિ કે તેના અંશ માટે કરાતું કોઈ પણ સીમાચિન્હ કાર્ય. મહુવા પંથકમાં આવા જ એક ઈતિહાસના રચયિતા છે ડૉ. કનુભાઈ કળસરીયા. ડૉ. કનુભાઈ ચુસ્ત ગાંધીવાદી, સત્યના ઉપાસક અને સાચા કર્મયોગી છે. એમની વિચારધારાને એમના જ શબ્દોમાં મૂકવાનું ગમ્યું છે તો સાંભળીએ : “ બહારના પરિબળો સુખ અને દુઃખ આપી શકતા નથી પરંતું એ તો અંદરની અનુભૂતિ છે. ઈમોશનલ સ્ટેબીલીટી હોય તો સત્યને વળગી સુખને આત્મસાદ કરી શકાય છે. Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૬ (ડો. ભરત ભગત)

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૫ (ડો. ભરત ભગત)

જીંદગી ફરી નહીં મળે

પ્રત્યેક માનવીના હ્રદયમાં સત્કાર્ય કરવાની અભિપ્સા હોય છે, હ્રદયમાં બીજા માટે ઘસાઈ જવાની ભાવના હોય છે અને આમ જુવો તો અંદર એક તણખો પડેલો જ હોય છે જેમાં ચિનગારી ચાંપતા જ સેવાની આગ ભભૂકી ઉઠે છે. કમનસીબે મોટાભાગના માણસોની આ વૃતિ ઉપર સમય અને સંજોગોના પરિબળો આવરણ ઢાંકી દે છે જેથી તે પોતાની ઈચ્છાઓને મૂર્તિમંત કરી શકતો નથી. પરંતું કેટલાંક વિરલા, સમયનો સાદ પડે ત્યારે બધુયે છોડીને પડકાર ઝીલી લે છે. આવું જ બન્યુ રવિવાર, ૭ એપ્રિલ બપોરના બરાબર ૨.૩૦ કલાકે, સિવિલ હોસ્પીટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં જ્યાં બે યુવાનો, મુઠ્ઠી ઉંચેરા માનવીઓ બની ગયાં. Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૫ (ડો. ભરત ભગત)

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૪ (ડો. ભરત ભગત)

હરેન જોષી

          માણસ પાસે ભાવ હોય, પ્રબળ ઈચ્છાશક્તિ હોય અને એ માટે પરિશ્રમ કરવાની તૈયારી હોય તો માણસ ધારેલું બધું જ પાર પાડી શકે એમાં નવાઈ નથી. ક્યારેક માણસે આવા ધ્યેય માટે મરી મીટવું પડે પણ જો પોતાના ધ્યેયને વળગી રહી શકે તો ઈતિહાસ રચી શકે તે નિશ્ચિત છે. આવ જ એક વ્યક્તિ ડો. હરેન જોષીએ ખૂબ પરિશ્રમ પછી ઇતિહાસનું સર્જન કર્યું જે આપણે તેમનાં જ શબ્દોમાં જાણીએ. Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૪ (ડો. ભરત ભગત)