Category Archives: ડો. ભરત ભગત

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૩ (ડો. ભરત ભગત)

અંગદાન

એક બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી ૫-૬ વ્યક્તિઓને નવું જીવન મળતું હોય તો માર્ગ અકસ્માતમાં બ્રેઈનડેડ તમામનું જો અંગદાન થાય તો લાખો લોકોને નવું જીવન મળે. Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૩ (ડો. ભરત ભગત)

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૨ (ડો. ભરત ભગત)

બ્લડ બેંક

સાચો શિક્ષક માત્ર શિક્ષણ પૂરતી જ પોતાની જાતને મર્યાદિત નથી કરતો પરંતું માનવજીવનને સુખમય બનાવવા અનેક ક્ષેત્રોમાં પોતાની જાતને વિસ્તારી દે છે. શાળામાં વિદ્યાર્થીઓ માટે એ પથદર્શક હોય છે પરંતું સમાજના ઘડતરમાં એ માર્ગદર્શક હોયછે. સમસ્યાઓના સમાધાન માટે ખુદ આગળ પગલું માંડી સહુને દોરી જાય છે. આવું જ બન્યું ભાવનગરના શિક્ષક શ્રી સંજયભાઈ દેસાઈ દ્વારા. Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૨ (ડો. ભરત ભગત)

સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧ (ડો. ભરત ભગત)

(ડો. ભરત ભગતનું આંગણાં ફરીવાર સ્વાગત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. આંગણાંની શરૂઆત લલિતકળાથી થઈ, થોડા સમયમાં જ એમાં સાહિત્ય વિભાગ ઉમેરવામાં આવ્યો. એપ્રીલ ૨૦૧૯ થી સમાજ સેવા વિભાગ શરૂ કર્યો, એમાં ડો. ભરત ભગના Health and Care Foundation દ્વારા થતાં સેવાકાર્યો રજૂ કરવામાં આવેલા. ટુંક સમયમાં વિજ્ઞાન વિભાગ ઉમેરવાની મારી ઈચ્છા છે, જેના માટે કોઈ ઊંચા દરજ્જાના વૈજ્ઞાનિક આ વિભાગમાં જોડાય એવા પ્રયત્નો ચાલે છે. વાચકોને વિનંતી છે કે એમની પસંદગીના વૈજ્ઞાનિકોના નામ સૂચવે. આજથી સમાજ સેવા વિભાગમાં ડો. ભગત દ્વારા સામાજીક સંસ્થાઓ અને વ્યક્તિઓ વિષે લખાયલ ૧૩ લેખ રજૂ કરવામાં આવશે. – સંપાદક)  Continue reading સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧ (ડો. ભરત ભગત)

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૩

સતત તરસ્યો છું સાચું છે, સતત વરસ્યો છું સાચું છે,

સતત એકેક ટીપામાં હું મુશળધાર જીવ્યો છું.

(રાજેશ વ્યાસ, મિસ્કીન)

 

 

 

 

ડો. મેહુલ શાહ

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૩

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૨

દોડવું આગળ ને આગળ એક પળ અટકયા વિના

જાત ઝરણાંની અને જાગી છે સાગરની તરસ…

 

 

 

 

 

 

 

 

 પરેશ તલાટી

“અત્યારે સમય કેવો પલટાઈ રહયો છે ? માણસો નાનું અમથું કોઈનું કામ કર્યું હોય તો પણ ગાઈ વગાડે . થોડું મોટું કર્યું હોય તો ઢોલનગારાં પીટે , કોઈ સંસ્થામાં જોડાઈ કાર્ય કર્યું હોય તો પદ અને પ્રતિષ્ઠામાં રમખાણ થઈ જાય. આંકડાઓની માયાજાળ ઊભી કરી દે. આ બધામાં મને એવું લાગે છે કે કયારેક કોઈનું સારું થઈ શકવાના નિમિત્તમાત્ર બની શકાયું હોય તો આંકડાનું, પદનું કે પ્રતિષ્ઠાનું કોઈ મહત્વ જ નથી.” હું આ વાત મારા અંગત મિત્ર પરેશ તલાટીને એકાંતની પળે કહી અમારાં સ્મરણો વાગોળતો હતો. લાયન્સ કલબમાં અમે સાથે કામ કર્યું, મિત્રતા થઈ, એમાં ઊંડાણ અનુભવ્યું અને એ સંબંધો પરિવાર સુધી પહોંચ્યા.

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૨

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૧

મને થયું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં,

ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં.

  • ગની દહીંવાલા

 

 

 

 

 

 

 

 

કિરીટ શાહ

આ ડૉ. અલય બૅન્કર, ગુજરાતના સુપ્રસિદ્ધ રેટીના સ્પેશિયાલિસ્ટ,  કિરીટભાઈ શાહે મને ડો. અલયનો પરીચય એમના ઘેર રાખેલ એક ડિનર સમયે ખૂબ મર્યાદિત સંખ્યામાં મિત્રોને આમંત્રેલા તે સમયે કરાવ્યો. કિરીટભાઈએ ડૉ. અલયને મારો પરિચય આપવાનો શરૂ કર્યો ત્યાં જ અલયભાઈ બોલી ઊઠ્યા; “સાહેબને, હું નાનપણથી જાણું છું પરંતુ હવે પોલિયો ફાઉન્ડેશનના નામથી પણ એમને જાણું છું.” Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૧

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૦

પથરાળ લાગતા હતા જે આદમી અહીં,

પાસે ગયા તો પ્રેમમાં ગરકાવ નીકળ્યા.

(રાજેશ વ્યાસ, મિસ્કીન)

 ડો. પ્રકાશ ભટ્ટ

હું અને ડૉ. પ્રકાશ ભટ્ટ એક વરસાદી સાંજે બેઠા હતા. હું મારા સ્વભાવની વિરુદ્ધ ઉત્પાત કે ઉતાવળ વિના અને એમના સ્વભાવ મુજબ એ ખૂબ શાંતિથી. ઓચિંતા જ મેં એમને કહ્યું; “પ્રકાશભાઈ એક વાર્તા કહું ?” મિત્ર એટલે ના પડી શકે નહીં છતાંયે મોં ઉપર આશ્ચર્ય સાથે એમણે માથું હલાવી હા પાડી. મેં વાર્તા શરૂ કરી. Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૧૦

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૯

પાઇ હૈ બાગે ઝહામેં હમને જિંદગી,

રંગ લે કે આયે હૈ ખુશ્બુ બનકર જાયેંગે.

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૯

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૮

ન ધરા સુધી ન ગગન સુધી નહી ઉન્નતિ ન પતન સુધી,

અહીં આપણે તો જવું હતું એકમેકનાં મન સુધી

(ગની દહીંવાલા)

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૮

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૭

અગર માનો ઈશ્વરે બધું આપી દીધું ઉપર નીલ આકાશનીચે લીલી ધરતી આપી દીધી છે.

 

 

 

 

 

 

 

      ડો. સુભાષ આપ્ટે

પૂછું હું જીવીશ કઈ રીતે ઈશ્વરે એ દોસ્ત,

મને તારું સરનામું આપી દીધું.

ટૉલ્સ્ટૉયની એક સુંદર વાર્તા છે “ જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે.”

Continue reading હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના પડદા પાછળના ચહેરા (ડો. ભરત ભગત) –૭